Shaili in Gujarati Love Stories by Dharati Dave books and stories PDF | શૈલી

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

શૈલી

          શૈલી અને એની શાલિની માસી ની ઉંમરમાં બસ દસેક વર્ષનો જ ફેર હતો. એની મમ્મી અને શાલીની માસી બંને પિતરાઇ બહેનો હતી. પણ પ્રેમ અને વ્યવહાર સગી બહેનો કરતાં પણ વધારે હતો.

શાલિની જે કોલેજમાં પ્રોફેસર હતી એ જ કોલેજમાં શૈલીએ એડમિશન લીધું હતું. શૈલીને પણ માસી સાથે એવું જ બનતું જાણે માસી ભાણી નહિ પણ બહેનપણીઓ હોય. શાલિની માસી મારા પણ ખાસ મિત્ર બની ગયાં હતા ... કેટલાયવખત મને માસી તેમણે કરેલા સંઘર્ષ ની વાતો કરતાં .... શાલિની આધુનિક નારી હતા. લગ્ન ભંગ થયા પછી હજી સુધી એ કોઈ સાથે જોડાઈ નહોતી. અને કદાચ વિચાર પણ નહોતો કોઈ સાથે જોડાવાનો. કોલેજ માં તેમના આગવા સિદ્ધાંતો હતા ... તેમજ કોલેજ ના સ્ટાફ તથા તે કોલેજ ના વિદ્યાર્થી સાથે એટલા હળીમળી ને રહેતા કે અન્ય સ્ટાફ તે જોઈ તેમને ઈર્ષા થતી ,”

શાલિની માસી તેની સાથે થયેલ જાતિય સતામણી ના બનાવો ની મને જાણ કરી હતી અને સમાજ માં એકલી મહિલા ને જીવવું કેટલું કઠિન છે તે જણાવતી ,,,, તેમણે મને પ્રોફેસર નીતીન ની વાત કરી … કેવી રીતે તેમનો વાસના ભૂખી નજર હમેશા તેના પર રહતી તે માસી એ જણાવ્યુ હતું ….આવું ફક્ત એ એક પ્રોફેસર નહીં અન્ય પ્રોફેસર પણ ડબલ મિનિંગ ની વાતો થી માસી ની મશ્કરી કરતાં ....

એક તો લગ્ન ભંગ અને ઉપરથી પ્રોફેસર ની આ હરકતો અને સતામણી થી તેને લગ્ન તેમજ પુરુષ પ્રત્યે નો એક અણગમો બની ગયો હતો ...

પણ એનો આ વિચાર બદલાઈ ગયો કોલેજમાં નવા આવેલા પ્રોફેસર શૈલેષ ને કારણે.

શૈલેષ એકદમ હસમુખો હતો. સ્ટુડન્ટ્સની સાથે-સાથે પ્રોફેસરસ મા પણ ઓછા સમયમાં પ્રિય થઈ ગયો હતો. ધીમે ધીમે શાલીની અને શૈલેષ એકબીજાના પ્રિયજન બની ગયા હતા. શાલિનીને લાગતું હતું કે બહુ જ નસીબ વાડી છે. પાછલી જિંદગીમાં શૈલેષ જેવા એકદમ હસમુખ અને શાલીન સ્વભાવના પુરુષ નો સાથ મળશે.ધીમે ધીમે તેમની વચ્ચે આકર્ષણ અને પછી પ્રેમ માં પરિણમ્યુ ..... શૈલેષ અને શાલિની નું ટ્યુનિંગ કોલેજ ના સ્ટાફ બધાને ખુચતું ખાસ તો પેલા પ્રોફેસર નીતીન……

અંતે બંને મળીને સગાઈ કરી. કોલેજ માં વેકેશન પડે પછી લગ્ન કરવાનું નક્કી થયું. હવે બંને જણા એકબીજાની સાથે ઘણો બધો સમય વીતાવતા હતા. કોઈએ કહ્યું છે કે જેમ તમે કોઈને વધારે નજીક આવો છો એમ તમે એને વધારે ઓળખો છો. ધીમે ધીમે શૈલેષ નો હસમુખા અને શાલીન હોવાનો મુખવટો ઊતરી રહ્યો હતો. એ બહુ જ શંકાશીલ અને પઝેસિવ ઇન્સાન હતો.

શાલિનીની લાગી રહ્યું હતું. કે એના પ્રેમથી સુધરી જશે. અને એ જ આશામાં એની સાથે સંબંધ રાખી રહી હતી. એક દિવસ શાલિની સાથેના ઝઘડામાં શૈલેષ એના ઉપર હાથ ઉપાડી દે છે. અને શાલિની ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. શૈલેષ ને લાગે છે હવે એની સાથે સબંધ તોડી દેશે એ પણ એને મનાવવા માટે જાય છે.

શાલિની શૈલી ને એક કોફી શોપમાં મળે છે. બધી વાત કરે છે. વચન લે છે કે આ બધી વાત એ એની મમ્મીને નહી કરે. શાલિની જેવી કોફી શોપની બહાર નીકળે છે. શૈલેષ ત્યાં ગાડી લઈને આવે છે અને માફી માંગે છે , આ દ્રશ્ય શૈલી જોવે છે. પછી એ પોતાના ઘરે ચાલી જાય છે.

બે દિવસ થઈ જાય છે માસી ને મળ્યા પછી પણ માસીનો કોઈ મેસેજ કે ફોન આવતો નથી. કે નથી માસી કોલેજમાં ક્યાંય દેખાતી , માસી ની સાથે સાથે શૈલેષ સર પણ ગાયબ છે. એને કંઈક ગરબડ લાગે છે. માસી ના ફોન ટ્રાય કર્યા પણ વાત ન થઈ શકી એટલે એને શૈલેષ સર ને ફોન કરવાનું નક્કી કર્યું. ફોન કરીને પૂછ્યું તો શૈલેષ એમ કીધું હું એને ત્રણ દિવસથી મળ્યો જ નથી. કે નથી કોઈ અમારી વાત થઈ. આ સાંભળીને શૈલી નો શક પ્રોફેસર નીતીન પર જાય છે.

એ નક્કી કરે છે ગમે તેમ કરીને માસીને ગોતીને જ રહેશે. પણ કેવી રીતે? કેમકે જો મમ્મીને વાત કરે તો માસી ને આપેલું વચન તૂટી છે. અને મમ્મીને વાત ના કરે તો માસી ને ગોતી કઈ રીતે શકશે.

“ મનમાં મૂંઝાતી શૈલી ના મનમાં વિચારોના અસંખ્ય વમળો વંટોળ લેવા લાગે છે ‘

“શું કરું? ક્યાં જાઉં? મમ્મી ને વાત કરીશ તો એ ચિંતા કરશે.અને ઘર માં બધાને ખબર પડશે તો પોલીશ ની મદદ લેશે ને મામલો બગડી જશે , પોલીસ પાસે જાઉં તો તો પણ એ ઈન્વેસ્ટીગેશન માટે ઘરે આવશે ને બધા ને ખબર પડશે હું શું કરું સમજાતું નથી “શૈલી હતાશ થઇ જાય છે. ને ચેર પર બેસી જાય છે. પવન ના લીધે બારી ખુલતા જુના ન્યુઝ પેપર ના કટિંગ (જે શૈલી ટાઇમ પાસ કરતા સમયે કરતી) ઉડે છે. અને એમાંથી એક કટકો તેના ટેબલ પર આવી પડે છે . શૈલી એ ન્યૂઝ પેપર ના કટકા ને જોવે છે

“ હોય કોઈ પણ મીસ્ટરી સુલઝાવીને બનાવી દઈશ હિસ્ટ્રી -. રિયાન દવે “ આવી B grade ની ફિલ્મ જેવી એડ જોઇને પેલા તો એને થયું કે એ આ કાગળ ફેકી દે પણ પછી એવું વિચારે છે કદાચ માસી ની શોધ માં આ રિયાન...... ડૂબતા ને તણખલુંય કાફી છે. અને તેનો સંપર્ક કરે છે

આ બાજુ શાલીની એક અંધારી રૂમ માં હોય છે.એ રૂમ જાણે કોઈ ધર્મશાળા નો હોય એમ લાગી રહ્યું હતું. એના હાથ પગ લોખંડ ના પલંગ સાથે બંધાયેલા છે.રૂમ નો દરવાજો ખુલે છે.એક પડછાયો શાલીની પર પડે છે.એ જોઈ ને એ આજીજી કરી રહી હોય છે પ્લીસ મને છોડી દો.મને અહી થી જવાદો. એ પડછાયો કઈજ બોલ્યા વગર જમવાની થાળી મુકે છે. અને શાલીની ને જમાડવા નો પ્રયાસ કરે છે પણ શાલીની એકજ વાતકરે છે છોડી દો મને

***

શૈલી વિચારે છે કે શૈલેષ ને સાથે લઈ ને આ કામ માં આગળ વધે પણ દુખ માં પડેલ શૈલેષ ને તેને ઘરમાં અંધારમાં ચેર પર સિગેરેટ ના ધૂધળા ધુમાડાં માં દુઃખી જોયા હોય છે ..આથી શૈલી તેને વાત કરવાનું ટાળે છે .....

શૈલી રિયાન ને ફોન કરે છે. અને મળવા માટે એજ કોફી શોપ પસંદ કરે છે જ્યાં એને છેલ્લી વાર શાલીની માસી જોઈ હોય છે.

૧૦ વાગ્યા નો ટાઇમ નક્કી થયો હતો મળવાનો પણ ૧૦:૩૦ થવા છતાય એ “SPY “ નો કોઈજ અત્તો પતો નતો.કંટાળી ને એ ત્યાંથી નીકળવા જાય છે ત્યાજ એક હેન્ડસમ પણ ફની છોકરા ની એન્ટ્રી થાય છે. એ આવી ને શૈલી ના ટેબલ પર બેસે છે એની આ હરકત થી શૈલી ની આંખો માં ઉભા થયેલા સવાલ નો જવાબ એ એની આગવી અદા આપે છે “ હાઈ માય સેલ્ફ દવે , રિયાન દવે “ ને એની આ ઓળખાણ આપવાની રીત થી ઉદાસ શૈલી ખળખળાટ હસી પડે છે. મનમાં થોડા ઉચાટ અને ખચકાટ સાથે એ રિયાન ને શાલીની માસી સાથે શું બન્યું એની વાત કરે છે. રિયાન વાત ધ્યાન થી સાંભળી ને શૈલી પાસે થોડાક ડોકયુમેન્ટ અને માહિતી માંગે છે જેમકે માસી અને શૈલેશ નો ફોટો કોલેજ સ્ટાફ ના નામ, પ્રોફેસર નીતીન નો નંબર. ફોટો , ગાડી નો નંબર,ઘર નું સરનામું વગેરે. બધું આપી ને રિયાન અને શૈલી જુદા પડે છે.


શૈલી નું ઘર

“શાલીની નો ફોન નથી લાગતો ૩ દિવસ થયા ઘરે આવાની હતી તે આવવું તો દુર ફોન પણ કરતી નથી. તને મળે કોલેજ માં તો સીધી ઘરે લઇ આવજે એને “ -મમ્મી ગુસ્સા મિશ્રિત ચિંતા માં બોલી

“અરે મમ્મી એ તને કેતા જ ભુલાઈ ગયું એતો માસી કોઈ ગુરુ ના આશ્રમ માં યોગ ની શિબિર માં ગયા છે. ત્યાં નેટવર્ક ની સમસ્યા ને લીધે એવું થાય છે ૭ દિવસ માં પાછા આવી જશે “ – આત્મવીશ્વાસ સાથે મમ્મી સામે ખોટું બોલતા તો બોલી ગઈ પણ એ હવે વિચારે છે કે ૭ દિવસ માં માસી ને શોધી શકીશ કે કેમ અને રૂમ માં જતી રહે છે. ને રડતા રડતા જ સુઈ જાય છે.

*

રિયાન ની ઓફીસ

રિયાન કેસ ને બારીકાઈ થી તપાસ કરે છે , એના ધ્યાન માં એ પણ આવે છે કે જયારે છેલ્લી વાર શૈલી એ શૈલેશ અને શાલીની ને જોયા હતા એ દિવસે રાત્રે શૈલેશ ઘરે આવ્યો હતો ને પછી કોલેજ માં જઈ ૩ દિવસ ની રજા પણ લઇ આવ્યો હતો. ... હવે સમય હતો કે રિયાન એ નીતીન ના ફોન લોકેશન ને ટ્રેક કરે અને એમના સુધી પોહ્ચે. રિયાન એના આ કામ માં સફળ થઇ જાય છે અને એને નીતીન નો ફોન છેલ્લા 3 દિવસ થી એક નં. પર અસંખ્ય ફોન કોલ જોવે છે ... અને રિયાન ને આખા કેસ માં ન જોઈ શકતી એ આખી હકીકક ને એ સમજી જાય છે

“આવતી કાલ માસી ને આપણે શોધી લેશું એ વાત અને લોકેશન શૈલી ને મેસેજ કરી સવારે ત્યાં જ મળવાનું નક્કી કરે છે.”

*

રડતા રડતા સુતેલી શૈલી ને એક સ્વપ્ન આવે છે જેમાં એક સુદર સ્ત્રી સફેદ વસ્ત્રો માં આવે છે અને એને ક્યાંક લઇ જાય છે વાદળો ની વચ્ચે અને પછી એક ફોરેસ્ટ પાર્ક દેખાય છે ને બાજુ માં નાનું ઝરણું એકદમ મનમોહક દ્રશ્ય બાજુ માં એક મંદિર ને મંદિર ની પાછળ થોડા ઝુંપડા નયનરમ્ય દ્રશ્ય માણતા માણતા અચાનક એના કાને માસી ને રડતા આજીજી કરતા સાંભળે છે. ને અચાનક એની આંખ ખુલી જાય છે એ વિચારે છે માસી ને યાદ કરતા કરતા સુઈ ગઈ માટે આવું સપનું આવ્યું હશે.સવાર થઇ ગઈ હતી એ ઉઠે છે ને ફોન જુવે છે એના ફોન માં રિયાન નો મેસેજ હોય છે.એ ઉઠી ને તૈયાર થઇ ને એને મળવા જાય છે.

****

અજાણી વ્યક્તી ફોન ના લોકેશન પર

(એજ નંબર જે છેલ્લા બે ત્રણ દિવસ થી નીતીન નાં ફોન પર અસંખ્ય વાર આવ્યો હતો એજ )

લોકેશન પ્રમાણે શહેર ની બહાર એક વરસો જુની બંધ પડેલી હોટેલ વાળા વિસ્તાર માં હતું. ત્યાં લોકો ની અવર જવર ખુબજ ઓછી હતી એ વિસ્તાર માં બનતી નવી સોસાયટી ના મજુરો અને કોન્ટ્રાક્ટરો સિવાય બીજા લોકો ઓછા દેખાતા. ત્યાં જઈને એ બધા ને માસી ને ફોટો બતાવી ને પૂછે છે કે આમને ક્યાય જોયા ? પણ જવાબમાં બસ નકાર જ મળતો હતો ૧કલાક થઇ ગયો હતો હજી સુધી માસી નો કોઈ પતો નતો નહોતો મળ્યો.

શૈલી અને કોઈ અજાણ્યા છોકરા ને શાલીની ના ફોટો સાથે શોધતા જોઈ એ અજાણી વ્યક્તિ જોઈ જાય છે

એટલે એ શાલીની ને રૂમ માંથી છોડી ને તને ઘરે મૂકી આવું મારી ભૂલ થઇ એમ કરીને .સમજાવી ને હોટલ ના પાછલા દરવાજા માંથી લઇ જાય છે.અને ગાડી માં બેસાડી ગાડી શહેર ની બહાર જંગલ વિસ્તાર બાજુ વાળી લે છે.

અહી શૈલી ને રિયાન થાક્યા ને તરસ પણ લાગી હોવાથી એ હોટેલ પાસે ના ગલ્લા માં પાણી લેવા જાય છે. ને ત્યાં પણ ફોટો બતાવી જોવે છે. તો ત્યાં આવેલ હોટેલ નો એક કર્મચારી રિયાન ના હાથ માંથી ફોટો લઈને કહે છે હા આ મેંમ ને 3 દિવસ પહેલા જ મે અમારી હોટેલ માં જોયા પણ એ આજ હમણાજ ગયા. રિયાન ચોકી જાય છે ને પૂછે છે કઈ બાજુ ગયા તો પેલો કર્મચારી કહે છે જંગલ બાજુ ના કાચા રસ્તા પર મે એમની ગાડી ને જતા જોઈ. એ પાણી પીવાનું મૂકી ને દૌડી ને શૈલી પાસે જાય છે ને એને જણાવે છે કે એ લોકો જંગલ તરફ ગયા છે.

શૈલી 3 દિવસ બાદ માસી ના જોયા ના સમાચાર સાંભડી હિમ્મત માં આવી જાય છે તેમજ ભગવાન નો આભાર માને છે ..અને બને જના એક પણ પળ નો વિલંબ કર્યા વગર એમની પાછળ જવા નીકળી જાય છે. પણ જાણે મુસીબતો શૈલી અને રિયાન ને એકલા મુકવા ના માગતી હોય એમ એક પછી એક સામે આવતીજ હતી. જંગલ માં ગયા પછી એમને કોઈ રસ્તો નથી મળતો કે ના કોઈ ગાડી ના નિશાન ………. એ બંને નાશીપાસ થઇ જાય છે . શું કરવું શું નહીં કાઇજ સુજતું નથી .... પોતાને દોષ આપે છે કાશ થોડા વેહલા આવ્યા હોત ... રિયાન નીતીન નો નં. ટ્રેશ કરે છે પણ એ પણ તેમના પોતાના ઘરેજ હોય છે .... કોઈજ કાઇજ સમજાતું નથી ત્યાજ એક સફેદ વસ્ત્ર માં સજ્જ બહેન આવે છે. અને કહે છે કે મારે એક મંદિર જવું છે. મારી ગાડી ખરાબ થતા હું એને હાઇવે પર મૂકી આવી છું.તમે જો મને ત્યાં સુધી લઇ જાઓ તો તમારી મહેરબાની. શૈલી એ બહેન ને જોઈ લાગે છે આ બહેન ને ક્યાંક જોયા છે. પણ અત્યરે એનું મગજ બસ શાલીની માસી નીજ ચિંતા કરવા માગતું હોવાથી એ આ બધા વિશે વધુ નથી વિચારતી અને એ લોકો એ બહેન ના બતાવેલા રસ્તા પર જાય છે.

****

મંદિર પાસે

મંદિર પાસે આવ્યા પછી એ બહેન ઉતરી ને સીધા મંદિર માં જાય છે ને શૈલી ને રિયાન આજુ બાજુ ના કુદરતી દ્રશ્ય ને જુવે છે ત્યાં અચાનકજ શૈલી ને યાદ આવે છે આ દ્રશ્ય ને આ મંદિર અને આ બહેન આબધુ તો એજ છે જે તેને સપના માં પહેલાજ જોઈ ચુકી છે. એ રિયાન નો હાથ પકડી ન ચુપ રેહવાનો ઈશારો કરી ને મંદિર ની પાછળ ના ઝુંપડા તરફ લઇ જાય છે. ત્યાં એક ગાડી પાર્ક કરેલી હોય છે અને એ બન્ને ત્યાં ઝુંપડા માં જઈ ને જોવે છે તો એક વ્યક્તિ એક ધારદાર ખંજર થી માસી ની હત્યા કરવા જઈ રહ્યો હતો.રિયાન પાછળ થી પકડી લઈને એના હાથ માંથી ખંજર લઇ લે છે. અને શૈલી માસી ના હાથ પગ અને મોઢા માં થી રૂમાલ કાઢે છે. શૈલી એ અજાણી વ્યક્તિ નો ચેહરો જોઈ ચોકી ઊઠે છે અને તેને મંદિર ના પિલર સાથે બાંધી દે છે અને પોલીસ ને જાણ કરી દે છે.

મંદિર ના એ પિલર એની ઉપર લગાવેલો સ્મરણાર્થે નો ફોટો જોઈ ને શૈલી અને રિયાન ચોકી જાય છે પણ વધારે આશ્ચર્ય એ વાત થી થાય કે એના નીચે લખેલું હોય છે. સ્વ.મીરાં શૈલેશ મજમુદાર ,શૈલેશ મજમુદાર એટલે એજ ” શૈલેશ “જેને અત્યરે આ પિલર સાથે બાંધ્યો હતો. બે ત્રણ થપ્પડ સાથે રિયાન પૂછે છે બોલ મીરાં ની સાથે શું કર્યું તે ? ડરેલો શૈલેષ બધી જ હકીકત કેવી રીતે એને પૈસાની લાલચમાં એની પ્રથમ પત્ની મીરા નું ખૂન કરી અને આ મંદિરની બાજુ ના ઝરણામાં ફેંકી દીધી હતી અને એ રોજ અહીં દર્શનાર્થે આવતી હતી. એટલે એના જ પૈસા માંથી થોડાક પૈસા આપીને મંદિરમાં એનો ફોટો પણ લગાવ્યો જેથી ઉપર શક ના જાય. અને એનો બીજો શિકાર હતી શાલિની જે નસીબ જોગે બચી ગઈ.

થોડીવારમાં પોલીસની ગાડી નું સાયરન વાગ્યો પોલીસે સૈલેશ ને પકડી લીધો. શાલિનીને મેડિકલ ટ્રીટમેન્ટ મળી અને અકસ્માતે થયેલુ મૃત્યુ સમજીને મીરા નો કેસ close થઈ ગ્યો તો એ reopen થયો.

શૈલી એ રીયાન નો દિલ થી આભાર માન્યો. અને માસી એ બંનેનો. બીજા દિવસે ન્યૂઝ પેપરમાં રિયાન ના વખાણ અને એની એજન્સીનું નામ પણ ચમક્યુ

ધરતી દવે