“અરે જલ્દી કરો.. મહેમાન આવતા જ હશે. પાણી ના ગ્લાસ તૈયાર જ રાખો ને મીઠાઇ ને ગોઠ્વી રાખો, અહી બે ખુરશી મૂકાવો તો.. કોણ લઈ ગયું ? એક થી એક ચડિયાતા છે.. કામચોર બધા હુ...હ.. આરતી તૈયાર છે ને?..” આટલું બોલી ને હેમંતભાઈ નો શ્વાસ હાફી ગયો.. તમે ઉતાવળ નહિ કરો. બધું થઈ ગયું છે.. આરતી ના મમ્મી પાછળ થી બોલ્યા.
( એટલા માં જ ગાડી આવવાનો અવાજ સંભળાઇ છે. બધા પોત પોતાની જગ્યા એ ગોઠવાઈ જાય છે)
આરતી ઉપર ના રૂમ માં હતી. એની સહેલી ઓ એ એમને ચીડવવાનું શરૂ કર્યું. જીજુ તો બહુ કાળા લાગે છે.... ના ના થોડા હાઇટ માં પણ વધારે પડતાં નીચા છે... આરતી નું ધ્યાન એમાં નથી. એને કોઈ વાત ની જાણ નથી. આ લગ્ન ની વાત પણ એને અજાણતા જ નક્કી કરવામાં આવી રહી હતી. આરતી ના મગજ માં એક ધમાસાણ ચાલી રહ્યું હતું. એક એવું યુદ્ધ જેની તે હારેલી યોદ્ધિની હતી .
આમ તો આરતી સ્વભાવે એક દમ સરળ. મહેમાનો ના આગમન અને એમના એક એક પગલાં સાથે આરતી ની ધડકનો ધડકતી હતી. ત્યાં જ એને વિચાર આવ્યો કે મારા ભૂતકાળ ની મારે એ છોકરા ને વાત કરવી કે નહીં... હું કોઈ ને અંધારા માં રાખી એના જીવન ના જેર બનવાનું કારણ બની ન શકું. કરવું શું મારે.. એ મારા વિશે પૂછે તો જવાબ શું આપીશ? આવી ગડમથલ વચ્ચે જ એને હસવાના અવાજ સંભળાઇ છે. ત્યાં જ છૂટકી આવી ને કહે છે.. ૫ મિનિટ પછી દીદી ને નીચે લઈને આવજો એવું કહ્યું છે.
આરતી સફાળી બેઠી થઈ ગઈ. આ પરિપક્વ છોકરી નો આજ નો દિવસ ખુશી નો હોવો જોઇયે તો પછી એનું મન કેમ વિચારો ના વમળો થી ઘેરાયેલું છે ?! એ વાત ને ઘણા વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ મને કેમ યાદ આવે છે. મારા નસીબ વિધાતા એ કેવી શ્યાહી થી લખ્યા હશે! મારા જીવન માં જ આવી કાળ-કસોટી ઓ કેમ છે! હે ભગવાન મારે શું કરવું... જે માણસ આજ મારી ચોખટ પર ઊભો છે એનો સ્વભાવ કેવો છે એ પણ હું નથી જાણતી . જો વાત નહીં કરું તો કોઈક ની જિંદગી ને ખરાબ કર્યા નું પાપ મને લાગશે. મારા ઘર માં મે પેલા જ કહ્યું હતું..પણ કોઈ મને સમજ્યા વગર જ આ વખતે મહેમાનો ને નોતરી લીધા.
ચાલો હવે નીચે જવાનું છે એવું એક સહેલી એ આવી ને કહ્યું ... આરતી ની સાથે એની 3-૪ સહેલી ઓ હતી. એ નીચે જવા માટે ઊભી થઈ. આરતી ને એક એક પગલે મણ-મણ નો ભાર લાગે છે. ત્યાં જઈને કઈ રીતે વર્તવું એ સમજાતું જ નથી. કાશ આજ બા મારી સાથે હોત તો આ પરીસ્થિતિ ને કેમ સાંભળવી એની હિંમત એ જ પૂરી પાડી દેત.
આ તરફ કેટ-કેટલાય સ્વપ્ના ઓ સારી ને બેઠેલો નિકુંજ ક્યારનો બસ આરતી ના આવવાની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં જ આરતી દેખાઈ. દેખાવે સુંદર ને ચહેરા પર ની નમણાશ જોઈને અડધી જંગ તો નિકુંજ ત્યાં જ જીતી ગયો. એના સ્વપ્ન ની રાણી એની પ્રત્યક્ષ હતી. દિલ એ કહી દીધું.. બોસ આના જેવી એક પણ છોકરી તારા જીવન માં આવશે નહીં. પરણાય તો આની સાથે જ.... ત્યાં જ હૃદય અટકી ગયું ને એક પળ માટે શ્વાશ પણ થંભી ગયો. આરતી એ એના હાથ માં ચા નો કપ પકડાવી દીધો. ક્યારેય ચા નહીં પીતો માણસ એક કપ ચા ગટગટાવી ગયો. (પાછળ થી એને ભાન થયું...પછી શું થાય! એના મમ્મી તો જોતાં જ રહી ગયા.)
બધા વાતો કરવા લાગ્યા. નિકુંજ પેલે થી થોડો હશમુખ મિજાજ નો છે. એને ચાઇનિસ પંજાબી બહુ ભાવે છે... બીજી તરફ આરતી ના મમ્મી પણ નીચું પડવા દે એવા તો હતા નહીં, એમણે કહ્યું અમારી આરતી ને બધી વેરાઇટી આવડે છે હો. હેમંત ભાઈ એ ઈશારો કર્યો એટલે બંને ને બીજા રૂમ માં લઈ જવાની આજ્ઞા મળી. ફરજ સ્વરૂપે આરતી ની સહેલી ઓ ઊભી થઇ ને ઉપર ના રૂમ માં જવા લાગી. આરતી સાથે નિકુંજ ને પણ ઉપર જવાનો આદેશ ફરમાવામાં આવ્યો.
( હળવેક થી એક એક કરતાં બધી નીકળી ગઈ. આરતી એ નિકુંજ ને ઇશારા માં જ કહ્યું...બેસો)
નો . લેડીસ ફર્સ્ટ. બંને સામ-સામે ગોઠવાઈ છે..
(બંને વચ્ચે કોઈ વાત-ચીત થશે કે કેમ ,નિકુંજ ના મન ની લાગણી ઓ ને સાચી રાહ મળશે ખરાં....!
વધુ આવતા અંકે...(ક્રમશ:)