Haranfaad gujarati film industry in Gujarati Magazine by BINAL PATEL books and stories PDF | હરણફાળ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની.

Featured Books
Categories
Share

હરણફાળ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની.

હરણફાળ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની.

'પંખીને મેં પિંજરે બેસી રહેતા જોયા છે,

સપનાંને મેં પોઢી જતા જોયા છે,

સમયના સથવારે મેં બધાને હાલતા જોયા છે,

ત્યારે,

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેનો નાતો તો દાયકા જૂનો છે દોસ્ત,

એ જ નાતો મેં આજે મજબૂત થતો જોયો છે..'

ગુજરાતી ફિલ્મ.........ગુજરાતી નાટક, ગુજરાતી પિક્ચર... અહાહાહાહાહાહા.... આમ આવા શબ્દો સાંભળતા જ જાણે ઝણઝણાંટી ઉઠે, જુના દિવસો યાદ આવે, બા-દાદાના ઉંમરના લોકો તો પોતાની એક અલગ જ દુનિયામાં વિહરવા લાગે. એક આખો દાયકો છે ગુજરાતી ફિલ્મ, ગુજરાતી પિક્ચર, નાટકો. ગુજરાતના માનવીઓ એમાં પણ જેની જન્મભૂમિ અને કર્મભૂમિ બંને ગુજરાતી છે એવા દરેક માનવી માટે ગુજરાતી ભાષા, ગુજરાતી પિક્ચર કે નાટક બધું જ એક આશીર્વાદ સમાન ગણાય. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટું યોગદાન તો આપણે લેખકો, કવિઓનેનું ગણી શકીએ. આપણા ગુજરાતી લેખકો અને કવિઓનો ખૂબ મોટો ફાળો ગણી શકાય. હાલમાં લેખન કાર્યમાં હમણાં જોડાયેલા લેખકોએ પણ ઇતિહાસ સર્જ્યો છે એ આપણે સહુ જાણીએ છે. નવી સદીના નવયુવાનો લેખક તરીકે શબ્દોના મેઘધનુષ્ય એવા તે પાથરે છે કે એ રંગો ફિલ્મ બનીને પ્રેક્ષકોના મનમાં ઊંડી છાપ છોડી જાય છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆતી સફરથી લઈને અત્યાર સુધીનું યોગદાન:-

આપણે શરૂઆતની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત ૧૯૩૨થી_નરસિંહ મહેતા બાયોગ્રાફીથી કહી શકાય. એ પછી તો ગુજરાતી નાટકો જેમ કે પ્રથમ ગુજરાતી નાટક જે ૧૮૪૯માં(લક્ષ્મી નાટક) બન્યું જે કવિ દલપતરામે આલેખ્યું હતું.૧૯૪૭ની આઝાદી પછી ગુજરાતી ફિલ્મએ વેગ પકડ્યો.૧૯૫૧ સુધીમાં તો ૭૦થી પણ વધારે ગુજરાતી ફિલ્મોએ પોતાનો પ્રકાશ પાથરી દીધો હતો. ૧૯૭૦ પછી ધરખમ વધારો થયો અને ૧૯૭૨ પછી ગવર્નમેન્ટ દ્વારા ગુજરાતી ફિલ્મના પ્રોડ્યૂક્શન માટે સબસીડી પ્રાપ્ત થઇ એનું પ્રોડ્યૂકશન હૉઉસ વડોદરા ખાતે બનાવવામાં આવ્યું. ૧૯૮૭ સુધીમાં અરુણ ભટ્ટે હિન્દી ફિલ્મને લગતી ફિલ્મ બનાવવાનું શરુ કર્યું જેમાં મોટા ઘરની વહુ, લોહીની સગાઇ જેવી દમદાર ફિલ્મોનો સમાવેશ કરી શકાય.૧૯૯૮માં આવેલી ખુબ જ પ્રસિદ્ધ થયેલી ગુજરાતી ફિલ્મ એટલે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'.૨૦૦૬ સુધીમાં તો ગુજરાતી સિનેમાસિનેમામાં ઘણી જાણીતી અને પ્રસિદ્ધ ફિલ્મનું પ્રકાશન થઇ ચૂક્યું હતું. ૨૦૦૮માં આવેલી 'થઈ બેટર હાફ' ફિલ્મથી નવો વળાંક શરુ થયો. આ પ્રથમ ફીલ હતી જે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ અને વધારે ઓડીયન્સનું ધ્યાન કેન્દ્રિત થયું. એ પછી પ્રથમ મોટી હરણફાળ ભરી. જ્ઞાન કોરેયા દ્વારા દિગ્દર્શીત ધ ગુડ રોડ (2013), 60 મી રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતીમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ જીત્યો સાથે ઓસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની જેને પ્રથમ ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટી માટે આ એક ગજબની સિદ્ધિ પ્રાપ્ત થઇ ગણાય જેને સુવર્ણ અક્ષરોએ કંડારી શકાય અને એક ગુજરાતી તરીકે તો ખૂબ ગર્વની વાત ગણી શકાય.

ખૂબ મોટી સફળતા પામ્યા બાદ ગુજરાતી ફિલ્મના સિતારા ચમકવા લાગ્યા અને ૨૦૧૩ પછી તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ગુજરાતી ફિલ્મોનું એક આગવું પ્રભુત્વ સ્થાપિત થયું જેને વિશ્વ્ ના દરેક ખૂણેથી માન-સમ્માન અને પ્રતિષ્ઠા મળવા લાગ્યા. ૨૦૧૫માં આવેલી ૨ ધમાકેદાર ફીલ 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ', 'છેલ્લો દિવસ' એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવું જ સોપાન સર કરાવ્યું. ગુજરાતી ફિલ્મને લોકોએ એટલી તો માણી કે એનું બોક્સ ઓફિસ કલેકશન ૭કરોડથી માંડીને ૫૫ કરોડ.. અધધધધધ...... પ્રગતિ.......૬૪-૬૫ નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મોએ મેદાન માર્યું. ૨૦૧૭-૧૮માં ગુજરાતી ફિલ્મે હિન્દી ફિલ્મના પડદા હલાવ્યા. ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ'એ તો આખી રેખા જ બદલી નાખી. ગુજરાતી ફિલ્મના સફળતા પાછળ સૌથી મોટો ફાળો ગુજરાતીઓને જ છે સાહેબ, ગજબની છટાદાર બોલી, મોભાદાર વ્યક્તિત્વથી એક અલગ જ છબી ઉભી કરે છે જેથી પડદા પર જોઈને આપણા કૉલર એકવાર તો ઊંચા થઇ જ જાય. આપણો ગુજરાતી... સાહેબ આપણા પોતાના માણસ માનો એક વ્યક્તિ જે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી ભાષાના અદભુત પ્રદર્શન કરી દેશને ગર્વ આપી શક્યો છે.

ગુજરાતી ભાષા સાથે જોડાયેલ એ દરેક વાત આપણા બધા જ ગુજરાતીઓ માટે મહત્વની છે. ગુજરાતી ફિલ્મોએ નામ કર્યું, પ્રસિદ્ધિ મેળવી એ પાછળ અનહદ પ્રયાસ કરનાર વ્યક્તિઓને આપણે બિરદાવવાનું કેવી રીતે ભૂલી શકીએ? એ દરેક લેખક, એક્ટર, સંગીતકાર, પ્રોડ્યૂસર દરેક વ્યક્તિ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહીને ગુજરાતી ભાષાને આટલી ઊંચાઈ પર લઇ જવા માટે હર-હંમેશ કાર્યરત રહે છે તો એ બધા જ કલાકારને દિલથી ધન્યવાદ કરીએ અને એમને બને એટલું પ્રોત્સાહન પૂરું પાડીએ. ગુજરાતી ફિલ્મને વધારે પ્રબળ બનાવવા ગવર્મેન્ટ તરફથી ખૂબ મોટા પ્રમાણમાં પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે જેના સ્વરૂપે સબસીડીની સેવા પણ ઉપલબ્ધ છે જેથી પ્રોડક્શન માટેની મદદ મળી રહે છે. સબસીડી સાથે નવી ટેક્નોલોજીએ પણ ગુજરાતી ફિલ્મના પ્રચારમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે.

ગુજરાતી ફિલ્મના શરૂઆતથી લઈને આજ દિન સુધીની આ ગાથા, એવી તે અદભુત છે કે એક ગુજરાતી તરીકે આપણને ચોક્કસ ગર્વની લાગણી અનુભવાય. ૨૧મી સદીમાં આવનાર સમય પણ એટલો ઉજળો સાબિત થશે એના એંધાણ તો આપણને સહુને છે જ. આગળના સમયમાં ગુજરાતી ફિલ્મો વિશ્વ્ માં ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશે એ વાતમાં કોઈ શંકાને શંકાને સ્થાન નથી.

માતૃભાષા ગુજરાતી પ્રતેના લગાવ અને એક ગુજરાતી તરીકે ખૂબ ગર્વની પળો ગણી શકાય. અંતરમનમાં ખુશીઓને એક રેલી પ્રસરી જાય જયારે ગુજરાતી ભાષા અને એની કીર્તિ ચારેઓર સફળતાનાં વાજા વગાડતી હોય. વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે તો આ એક ઉમંગની પળ કહી શકાય. વિદેશમાં અંગ્રેજી ભાષા સાથે ગુજરાતી ભાષા પણ વેગ પકડે એ સત્યતા નજરો સમક્ષ જોઈને ખુશી તો થાય જ એ સ્વાભાવિક છે!

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ ખૂબ ઊંચાઈઓ આંબી વિશ્વ્ ભરમાં ગુજરાતી ભાષાને વધારે પ્રભુત્વ અપાવે એ આશા સાથે.

-બિનલ પટેલ