Apaksh - 1 in Gujarati Drama by A friend books and stories PDF | અપક્ષ ભાગ ૧

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અપક્ષ ભાગ ૧

અપક્ષ ભાગ ૧

વાચક મિત્રો, આ વાર્તા મેં ચૂંટણીમાં જોયેલા એક અનુભવની છે, જે આપની સામે રજુ કરું છું, અત્યારના ચૂંટણી ના માહોલમાં કેવી રીતે આપણા મતોનો ધંધો થાય છે, તે જાણવા જેવું છે, તો આગળ વાંચો અપક્ષ


" તને આવતા કેટલી વાર લાગશે ? ફોર્મ પાછું ખેંચવાનો સમય પૂરો થવામાં ફક્ત પાંચ મિનિટ બાકી છે,તું ક્યાં પહોંચ્યો છું ?" મોબાઇલ ઉપાડતાજ અનુજને આ શબ્દો સાંભરવામાં આયા. " રસ્તામાં જ છું થોડી જ વારમાં પહોંચું છું." એટલું કહી અનુજે ફોન કટ કરી નાખ્યો,

અનુજ વિચારમાં પડી ગયો એણે શું વિચાર્યું હતું અને શું થઇ રહ્યું છે. શું એ જે કરવા જઈ રહ્યો છે તે યોગ્ય છે?


આ વાત છે ૨૦૧૨ ગુજરાત વિધાનસભા ચૂંટણીની, ગુજરાતમાં ચૂંટણી માટેની તારીખ નક્કી થઇ ચુકી હતી, ગુજરાત માં મોટા બેજ પક્ષ છે જે સિવાયના પક્ષો માટે કે અપક્ષ ઉમેદવાર માટે ગુજરાત માં વિધાનસભા ચૂંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. આ વખતે પણ એવું જ હતું,


અનુજ એક ટેલિફોન કંપનીના કોલ સેન્ટર માં નોકરી કરતો હતો, પણ તે રાજકારણમાં ખુબ સક્રિય કાર્યકતા હતો, આગળની બે ચૂંટણીમાં એના મતવિસ્તારમાં એના નામની અને કામની ખુબ ચર્ચા થઇ હતી, એણે પોતાના પક્ષ માટે કામ પણ એવા કર્યા હતા, સામેના પક્ષ તરફથી થતું તમામ ખોટું વોટિંગ અટકાવ્યું હતું , અનુજને એના મતબૂથમાં જ બધાની સામે અન્ય પક્ષના કાર્યકર્તાએ જાન થી મારી નાખવાની ધમકી પણ આપી, પણ બીવે તો અનુજ કેવો, એણે સામેથીજ આ સંવેદનશીલ બુથ પસંદ કર્યું હતું જ્યાં જવા માટે બાકી બધા કાર્યકર્તાએ ના પાડી દીધી હતી.અને એનું પરિણામ એવું આવ્યું કે તેના પક્ષના ઉમેદવાર મુકાભાઈને પોતે જાતે ચાલીને મતદાન પત્યા પછી પોલીસ સુરક્ષા સાથે અનુજને લેવા આવવું પડ્યું. પણ અનુજના આ બધા કામોનો એના પક્ષ ઘ્વારા વધુ મહત્વ ના આપવામાં આવ્યું. એનું અનુજને થોડું દુઃખ પણ થયું પરંતુ છતાં પણ એ પોતાના પક્ષને વફાદાર રહ્યો.


પણ આ વખતની ચૂંટણી માં વાતાવરણ કૈક અલગજ હતું. અનુજ ના પક્ષ તરફથી ત્યાંના લોકલ મ્યુ કોર્પોરેટર મુકાભાઈ કે જેમનો આ વિસ્તારમાં ઘણો દબદબો હતો તેને છોડીને અન્ય આયાતી ઉમેદવાર ને ફક્ત પૈસાના આધારે પસંદ કરવામાં આવ્યો.એ ઉમેદવાર આ વિસ્તારમાં વર્ષો પેહલા રહેતો હતો, અનેઆ વિસ્તારના લોકોથી તેમજ તેમની તકલીફોથી બિલકુલ અજાણ હતો, અને તે ઉમેદવારને વિસ્તારના લોકો કે એમની તકલીફો સાથે કઈ જ લેવા દેવા હોય એવું લાગતું પણ નહોતું, તે ઉમેદવારનું નામ હતું વિરેશ ધાણી , અને અત્યારે એણે આ વિસ્તારની ટિકિટ મેળવવા માટે અનુજના પક્ષને આશરે ૧૦૦ કરોડ નું ભંડોળ મેળવવામાં મદદ કરી હતી. આ ઉમેદવારથી પક્ષના મોટાભાગના કાર્યકર્તા નાખુશ હતા, ફક્ત એજ લોકો ખુશ હતા જેમને આ ઉમેદવાર તરફથી કરવામાં આવતા ખર્ચના રૂપિયામાંથી કટકી કરવામાં રસ હતો. પણ અનુજે તો રાજકારણમાંથી પૈસા બનાવવા માટે ક્યારેય વિચાર્યું પણ નહોતું. પણ જયારે એને ખબર પડી કે બાકી બધાએ ધાણી માટે કામ કરવાનું નક્કી કરી લીધું છે. ત્યારે તેને ઘણું ખોટું લાગ્યું અને એણે પણ હવે આ અવસર માંથી પૈસા બંનાવવાનું નક્કી કરી લીધું.

પણ અનુજનું નાણાકીય પરિસ્થિતિ એટલી ઠીક નહતી તેમજ તે એકલા હાથે આ બધું પાર પડી શકે તેમ નહોતો એટલે એણે પોતાના એક મિત્ર ની સલાહ લીધી, અને એ મિત્ર હતો રીપલ .રીપલ પણ રાજકારણમાં થોડો ઘણો સક્રિય હતો અને એને પણ પૈસા ની જરૂર હતી. એટલે એ પણ અનુજની વાત સાભરીને તરતજ રાજી થઇ ગયો આમ પણ આ બધા માં રિપલનું કોઈ નુકસાન નહોતું.


અનૂજે અને રીપલે ચૂંટણી અંગેની તમામ માહિતી એકઠી કરવાની ચાલુ કરી દીધી અને અપક્ષ તરીકે અનુજ ચૂંટણી માં ફોર્મ ભરશે એ નક્કી કરી લીધું.એમને આ કામમાં કોણ મદદ કરી શકે એનું લિસ્ટ બનાવવાનું પણ શરૂ કરી દીધું. તકલીફ એક જ હતી કે બંનેમાંથી કોઈ પણ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા વિષે કઈ પણ જાણતા નહોતા , અને આ પ્રક્રિયા એવીછે કે જેમાં મોટા મોટા પક્ષના ઉમેદવારો કે જેમની સાથે મોટા જાણકાર વકીલોની આખી ફોજ હોય છે એવા ઉમેદવારોના ફોર્મ પણ ઘણી વખત નાની સરખી ભૂલ ના કારણે રદ થયાના ઘણા ઉદાહરણ છે. અને બીજું ખાસ ધ્યાન એ રાખવાનું હતું કે જ્યાં સુધી અનુજનું ફોર્મ ના ભરાઈ જાય ત્યાં સુધી કોઈને પણ કાનોકાન ખબર ના પડે એની ખાસ સાવચેતી રાખવાની હતી.અનુજ અને રીપલ બને જણા બધું કામ છોડીને આ કામ માં લાગી ગયા.


બધી તપાસ કરતા ખબર પડી કે તેઓ જેટલું સેહલું માનતા હતા એટલું સેહલું આ કામ નહતું, પેહલા તો કલેક્ટર કચેરી માં જઈને અનુજ જે વિસ્તાર માં રહે છે તે વિસ્તાર ની મતદાર યાદીમાં અનુજનું નામ ચેક કરાવવાનું અને અન્ય કોઈ વિસ્તારની મતદારયાદી માં અનુજનું નામ નથી એવું નો ઓબ્જેકશન સર્ટી લેવાનું. પછી એરિયાના મથક પર જઈને ઉમેદવારી પત્ર મેળવવાનું , અને પછી પોતાના ભણતર , આવક, તેમજ કોઈ અપરાધિક ગુનો નોંધાયેલ હોય તો તે આખા કેશ વિષે વિગતવાર જાણકારી હોય એ રીતે નોટરી ઘ્વારા પ્રમાણિત કરેલ એફિડેવિટ મુકવાના, અને ઉમેદવારી પત્ર ની સાથે જે વિસ્તાર માં ઉમેદવારી પત્ર ભરવાનું હોય તે વિસ્તારના રહેવાસી એવા દસ વ્યક્તિઓ ની સહી વાળું એફિડેવિટ તેમજ જમાનત ના રૂપિયા દસ હજાર નો ડ્રાફ્ટ પણ જોડે રજુ કરવાનો. આ બધું રજુ કર્યા પછી ચૂંટણી અધિક્ષક ઘ્વારા આખું ફોર્મ ચેક કરવામાં આવશે અને જો બધી માહિતી તેમજ રજુ કરેલ દરેક એફિડેવિટ તેમજ ફોર્મ યોગ્ય રીતે ભરેલા હશે તો જ ફોર્મ માન્ય ગણવામાં આવશે.

આ બધું સાંભરીને એક વખત તો અનુજે ઉમેદવારી કરવાની ના પાડી દીધી, પણ પછી વિચાર્યું કે જો ઉમેવારીપત્ર પાસ થઇ ગયું તો ફોર્મ પાછું ખેંચવાના સાવ નાખી દેતાંય પાંચ થી છ લાખ રૂપિયા મળશે અને આટલી મોટી રકમ એક ઝાટકે કમાવવી હોય તો થોડી ઘણી તકલીફ તો ભોગવવી જ પડે, અને કોઈ કારણસર ઉમેદવારી પત્ર રદ પણ થઇ જાય છે તો જે અનુભવ મળશે એ આગળ ના ભવિષ્ય માં ઘણો કામમાં આવશે.અને અનુજે પોતાની તમામ તૈયારીઓ ચાલુ કરી દીધી, એવા દસ વ્યક્તિઓને પણ તૈયાર કરી દીધા કે જે તેના ઉમેદવાર તરીકે ઉભા રહેવામાં મદદ કરશે. ઘણી બધી શોધખોળ પછી એક નોટરી મળ્યો કે જે આવા ઉમેદવારી માટેના એફિડેવિટ બનાવતો હતો. તેની પાસેથી અન્ય બધી માહિતી પણ મળી ગઈ. બધા જરૂરી દસ્તાવેજ અને ફોર્મ પણ ભરીને તૈયાર થઇ ગયું અને મોટી વાત તો એ હતી કે બહારના કોઈ પણ વ્યક્તિ ને હજુ સુધી કોઈ જાણ નહોતી થઇ.

આજે ઉમેદવારી નોંધાવવાનો પ્રથમ દિવસ હતો, સવારે દસ વાગ્યા ની અનુજ કાગ ડોળે રાહ જોઈ રહ્યો હતો, અને દસ વાગતા જ તમામ એફિડેવિટ , ફોર્મ , દસ હજાર નો ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ એના સૂપોર્ટર તરીકે સહી કરનારા તમામ દસ વ્યક્તિઓ સાથે અનુજ ચૂંટણી કાર્યાલય પર પહોંચી ગયો, રીપલ ને છેક સુધી બહાર ના લાવવો એ નક્કી થયું હતું એટલે રીપલ પોતાની ઓફિસે પર અનુજનું ફોર્મ ભરાઈ ગયું છે એવા ફોન ની રાહ જોતો હતો.


અનુજ નું ફોર્મ શું સ્વીકારવામાં આવે છે, કે પછી બીજા પક્ષો તરફથી એના ફોર્મ સાથે ચેડાં કરવામાં આવે છે, શું અનુજ ચૂંટણી લડે છે, આ બધા સવાલો નો જવાબ મેળવવા માટે વાંચતા રહો અપક્ષ,
વધુ આવતા અંકે,