damyanti in Gujarati Short Stories by aswin patanvadiya books and stories PDF | દમયંતી

Featured Books
Categories
Share

દમયંતી

   હું ઑફિસ જવા બસ સ્ટેન્ડ પહોચ્યો, ત્યા મેં સામેથી મધ્યમ કદની એક સ્ત્રીને આવતા જોય. હું માત્ર તેના અર્ધબંધ ચેહરાને જોય શક્યો, કારણ કે તેને ઠંડીના કારણે, કે પછી આજની ફેશનને અનુસરી મ્હોં પર સ્કાફ બાંધેલ હતો. 
      જેમ ચંદ્રમાં તેની અર્ધ કળાએ વધારે સુંદર લાગે તેમ, આ સ્ત્રીનો 
અર્ધબંધ ચેહરો પણ મને વધારે સુંદર લાગતો હતો.  અચાનક એક ગાડી ફુલ સ્પીડથી હૉર્ન વગાડી પસાર થઇ. ને  તેના પવનનાં ઝોકાથી તેના મોંઢા પરનો સ્કાફનો એક છેડો છુટી હવામાં લેહરવા લાગ્યો.જાણે કે મારી સાથે ખુદા પણ તેનો ચેહરો જોવા આતુર હશે.
       સ્કાફ છુટતા મારી નજર તેના ચેહરા ઉપર જ મંડાય તેનો. ચેહરો જોતા જ મેં વિજનો ઝબકારો અનુભવ્યો, અરે! આતો ગૌરી, હુ ને ગૌરી ધોરણ બારમાં સાથે જ ભણતા હતા. 
       ગૌરી એટલે ગૌરી,  ગૌરી તેના નામ પ્રમાણે જ હતી, જેટલી ગૌરી તેટલી ઘાટેલી પણ ખરી.સાથે ભણવામાં પણ વધારે હોશિંયાર. તેના આવા વ્યક્તિત્વથી સૌં વિદ્યાર્થીઓ સૂર્યમુખીના ફૂલનો જ અભિનય કરતા જોવા મળતા.
      એકવાર ક્લાસમાં સર  પ્રેમાનંદકૃત નળાખ્યાનનું   એકાદ કડવુ અમારા અભ્યાસક્રમમાં હોવાથી, હંસે અને નારદમૂનીએ કરેલ દમયંતીનાં રૂપનુ વર્ણન, સાહેબે  સહજરીતે વ્યાખ્યાન કરી સંભળાવ્યું. આખુ કડવુ પૂર્ણ થતા, સાહેબે પ્રશ્નોતરી ચાલુ કરી.
      સાહેબે કહ્યું ચાલો, હવે તમે દમયંતીના રૂપનું વર્ણન વિસ્તારથી કરી બતાવો ?  આ પ્રશ્ન દરેકના માથે ભમી,મારા સુધી આવ્યો.
      ચાલ, અમિત હવે તું દમયંતી ના રૂપનું વર્ણન વિસ્તારથી કરી બતાવ ? 
સાહેબ જ્યારે હંસે અને નારદમુનીએ કરેલ, દમયંતીનાં રૂપ વિશે વિસ્તૃત સમજ આપતા હતા, ત્યારે મને નળાખ્યાનની દમયંતીની જગ્યાએ મને તો મારા વર્ગખંડની ગૌરી જ દેખાતી હતી. ગૌરીનુ રૂપ એટલે સુંદરતાનું પ્રતિક, તે સાદા સ્કૂલ યુનિફોર્મમાં પણ સુંદર જ લાગતી, ઉપરવાળાએ જાણે કે ફૂરસદથી  બનાવી ન હોય! ગુલાબી હોઠ , મૃગનયન જેવી આંખો, હંસ જેવો વર્ણ. અને બતક શમી તેણી ચાલ. એક વાર અમે સ્કૂલમાંથી સોમનાથ પ્રવાશે ગયેલા..ત્યાં દરીયા કિનારે રેતીમાં પગલીઓ પાડી ઠેકડા ભરતી. તેની એ લચકાતી ચાલ જોય ખૂદા દરીયો પણ પોતાનો સંયમ તોડી ઉંચો ઉછળતો અને તેના કોમળ પગ સ્પર્શ કરતો. ત્યાં મુજ માનવ મન ડોલી ઉઠે તો શું નવાઈ.
     "  ઓ ભાઇ , જવાબ આવડે છે કે નૈ " સાહેબે થોડા ગુસ્સે થતા કહ્યું.
     સાહેબ જ્યારે ભણાવતા ત્યારે મારું ધ્યાન ન હતું. તેથી મેં કહ્યું " ના સાહેબ મને જવાબ નથી આવડતો.
     સાવ ડોબા જેવો છે..આટલો સહેલો..જવાબ નથી આપતો..દમયંતી ના રૂપ વિશે દસ વાક્ય તો બોલવાના છે...ચાલ પ્રયત્ન કર, આવડશે..ચાલ બોલ.
     
 મારું ધ્યાન ગૌરી તરફ ગયું ને, મારા મુખમાંથી ઉત્તર સરી પડ્યો કે દમયંતીનું રૂપ એટલે કે, આ ગૌરીને જ જોય લો, સાહેબ...આ ગૌરીને અલંકારોથી સજાવો એટલે દમયંતી...
આખા દશ પાનાનો જવાબ મેં માત્ર, એક લીટીનાં દશમાં ભાગમાં આપી દીધો.
આખો ક્લાસ ખડખડાટ હંસી પડ્યો. ને સરના એક હાથનો સપાટો, મારા ગાલ પર ધસી પડ્યો. ત્યારબાદ સર લાલ આંખ કાઢી બોલેલા પણ ખરા,.તો તો  તમે પોતાની જાતને  નળરાજા જ માનતા હશો ને, એમ કહી તેમને બે હાથમાં બે સોટી પણ મારેલી.
     બસ ત્યારબાદથી તો ગૌરીનુ દમયંતી તરીકે સંબોધન થવા લાગ્યુ. અને બીજે દિવસે ગૌરી સ્કુલમાં ન^તી આવી. ત્યા મિલન આવી કેહવા લગ્યો, અરે યાર અમિત દમયંતી તો,અરે સોરી ગૌરી તો સ્કુલમાંથી દાખલો કઢાવીને જતી રહી. મિલનના એ શબ્દો પુર્ણથાય તે પેહલા હું, વિમાનની પાંખે ઑફિસમાં ગયો. જઇ, સાહેબને મળ્યો. સાહેબ કોકનુ ભણતર છોડાવી,હું નહિ ભણી શંકુ.
    સરે મને ખુબ સમજાવ્યો,પણ હુ એક નો બે ન થયો.
ત્યારે મને જતા અટકાવી, સાહેબ બોલેલા કે તે દિવસે તને ગૌરીમાં દમયંતી દેખાતી હતી. મને આજે તારામાં નળ દેખાય છે. પછી મેં ભીની આંખે સ્કુલ છોડી દિધેલી. 
   આજે ખરેખર રણપ્રદેશ જેવી મારી આંખે પણ ભીનાશનો અનુભવ કર્યો. મે એ ભીનાશ ને રૂમાલ વડે લૂછતા. મે તે સ્ત્રીને પુછયું. " માફ કરજો......તમે ગૌરી તો નથી ને? " 
તેમને જવાબ આપતા કહ્યુ, " ના હું ગૌરી નથી.." 
હું મુજાયો.....ને હું કાંઈ પણ બોલ્યા વિના ચાલતો થયો.
    મને જતા અટકાવી તે બોલ્યા, એ ઊભા રહો નળ, હું ગૌરી તો નથી, પણ હુ દમયંતી છું...