non criminal in Gujarati Short Stories by status india books and stories PDF | બેગુનેગાર

Featured Books
Categories
Share

બેગુનેગાર

રાધનપુર શહેરમાં સુર્ય દરરોજ સવારમાં ઉગતાં પહેલા વિચાર કરતો. ઉગવું કે ના ઉગવું? કારણ કે આ શહેર હત્યારાઓ, બલાત્કારીઓ, ચોર, લુંટારા અને રાત્રે પોતાના દિવાનાઓ પર રાજ કરતી હસીનાઓનું શહેર છે. જ્યાં સામાન્ય માણસનું રહેવું હરામ છે.

એક મોડી રાત્રે થયેલી ત્રણ હત્યાઓ વળતે દિવસે સવારે લોકોની સામે આવે છે. રાધનપુરનો કાળીબાર વિસ્તાર જે ગીચ વસ્તીથી ભરેલો હતો. વહેલી સવારે સુર્યના કિરણ પથરાતાંની સાથેજ અંજવાળું પથરાયું અને કાળીબારમાં હાહાકાર મચી ગયો. આ અફડાતફડી વચ્ચે ત્રણ લાશ બેજાન પડી હતી. કાળીબાર વિસ્તારનાં જ કોઈ વ્યક્તિએ પોલીસને ફોન કરીને જાણ કરી એટલે થોડી જ વારમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. આ ત્રણેય વ્યક્તિનું છરીના ઘા મારીને મારીને મર્ડર કરવામાં આવ્યું હતું.

બહેરહેમીથી કરાયેલી આ ત્રણ હત્યાની સાક્ષી પુરનાર પણ કોઈ ન હતું. પોલીસકર્મીઓએ કાળીબારના દરેક લોકો સાથે પુછતાછ શરૂ કરી. પરંતુ દરેક લોકોનો માત્ર એક જ જવાબ હતો.

આ હત્યા વિશે અમને કંઈ જ ખબર નથી.

પોલિસકર્મીઓ પણ હેરાન હતાં. મોડી રાત્રે અહિં ત્રણ હત્યા થઈ ગઇ છે. વિસ્તાર ગીચ વસ્તીથી ભરેલો છે. છતાં કોઈને થોડી અમસ્તી પણ જાણ ન થઈ. આસપાસ કોઈ પુરાવો પણ ન મળતો હતો.

ચારેય બાજુ માતમ જેવું વાતાવરણ છવાયૂં હતું. પોલીસકર્મીઓ પણ હેરાન હતાં. આટલી હિંમત કોનામાં હશે જેણે કાળીબારમાં એક સાથે ત્રણ મર્ડર કર્યા.

ચારેકોર જામેલી ભીડ વચ્ચેથી એક યૂવાન છોકરો વિજય હાથમાં લોહીથી ખરડાયેલી છરી લઈને આવતો દેખાય છે. જેની ઉંમર લગભગ એકવીસ વર્ષની આસપાસ હતી. હાથમાં રહેલી લોહીથી ખરડાયેલી છરી જોઈને લોકોના હોંશ ઉડી જાય છે. વિજય કાળીબારનો જ રહેવાસી હતો. ધીમે ધીમે તે પોલીસ ઇન્સ્પેક્ટર પાસે પહોંચે છે. તેની પાછળ પાછળ છરી માંથી ટપકતાં લોહીના ટીપાં રસ્તો બનાવી રહ્યાં હતાં.

સર.......આ ત્રણેય હત્યાઓ મેં જ કરી છે.......વિજયે કહ્યૂં.

કોણ છે તું? તારાં હાથમાં રહેલી છરી પરથી લોહી કેમ ટપકે છે? કોનું છે એ લોહી?.......ત્યાં હાજર રહેલાં સિનીયર ઈન્સ્પેક્ટરે  પુછ્યૂં.

મારું નામ વિજય છે. આ ત્રણેય વ્યક્તિની હત્યા મેં જ કરી છે. આનો હત્યારો હું જ છું અને મારાં હાથમાં રહેલી છરી માંથી ટપકતું લોહી પણ આ ત્રણેય વ્યક્તિનું જ છે અને અહીં હું મારો ગુનો કબુલ કરવા માટે આવ્યો છું.

પરંતુ તે એકસાથે ત્રણ લોકોની હત્યા શા માટે કરી? અને કેવી રીતે? ક્યારે કરી?....ઈન્સ્પેક્ટરે પુછ્યૂં.

ગઈકાલે મોડી રાત્રે આ નરાધમોને મેં મારી નાખ્યા છે. પરમ દિવસે રાત્રે આ ત્રણેય નરાધમોએ........બસ આટલૂં બોલતાં વિજય અચાનક અટકી જાય છે અને તેની આંખમાંથી આસુંઓની ધારા વહી જાય છે.

પરમદિવસે રાત્રે શૂં....તું કેમ અચાનક બોલતાં બોલતાં અટકી ગયો....ઈન્સ્પેક્ટરે પુછ્યૂં.

સર. પરમ દિવસે રાત્રે આ ત્રણેય નરાધમોએ મારી બહેનને અગવાં કરી તેની સાથે સામુહિક બળાત્કર ગુજાર્યો છે અને આજ છરીએ તેની હત્યા કરી નાખી....પોતાનાં દિલ પર પથ્થર રાખી વિજયે હત્યા પાછળનું કારણ ઈન્સ્પેક્ટરને બતાવ્યું.

વિજયની વાત સાંભળીને કાળીબારની જમા થયેલી ભીડ ચોંકી જાય છે. ઈન્સ્પેક્ટરને પણ ખુબ દુ:ખ થાય છે. પરંતુ ગુનેગારને ગીરફ્તાર કરવો તે તેની ફરજ છે. એટલે તેઓ વિજયને ગીરફ્તાર કરે છે. પણ તેની સજા ઓછી થઈ ડાય તે માટે અદાલતમાં માંગણી કરવાનું વચન પણ આપે છે.

પોલીસની નજરોમાં વિજય એક ગુનેગાર હતો. પરંતુ કાળીબારના દરેક લોકોનાં મતે વિજય બેગુનેગાર હતો.

ગુનેગારને તો સજા થવી જ જોઈએ. અને ક્યારેય કાનુન ભંગ કરવો ના જોઈએ. મનુષ્યની અદાલત પછી ઈશ્ર્વરની અદાલતમાં સત્યનો વીજય થાય છે. જ્યાં કોઈ બેગુનેગારને સજા નથી થતી.