jindgi no rang - 4 in Gujarati Poems by Shaimee oza Lafj books and stories PDF | જીંદગી નો રંગ ભાગ - 4

Featured Books
Categories
Share

જીંદગી નો રંગ ભાગ - 4

1સમય ની ચાલ .....

લાવ ને સમય હુ તારી સાથે લડી જોવું.....
કોણ જીતે છે તુ કે હું?
તેમાં મારી હારી ને પણ જીત થશે......

ચાલ ને તારી રહેતે મારા  તૂટેલા સંબંધ 
ને ફરી જોડી ને  આપણે એક થઈ જઈએ.....

ચાલ ને સમય આપ આપણે સાથે દોડી એ 
કોણ આપણા બંને વચ્ચે જોજે કેવો મુકાબલો 
થાય છે?

હું જાણુ છુ તુ બળવાન છે પણ 
મને તારી સાથે હારવા 
માં પણ મજા આવશે.....
હારેલા માણસ ને જ તુ વશ થાય છે.....

સમય લાવને અશક્ય લાગતાં કામને એકવાર
કરી તારી સાથે ફરી એક વાર પાણીપત યુદ્ધ
ખેલી જોવું......

ચાલ ને તારા સાથે ગયેલી વિતેલી વાત ભુલીને 
બધાની સાથે  માનવરંગ માં રંગાઈ જવું.....

ચાલ ને સમય વર્ષો જુના ઘુળ માં મળેલા સપનાં 
ને પાછા રંગ  આપી ને  સજીવન કરી જોવું......

હું જુના અને નવા સંબંધ ની કળી જોડી જોવું
ને મારા દિલ માં થોડી ચેતના ભરી ને હું પાછી જોડી 
જોઈ ને એક નવો સંબંધ રચુ.....

ફરી હુ દિલ માં 'હુ'નામનું બીજ વાવી ને એક 
હું નામનું વૃક્ષ વાવી જોવું......

ચાલ ને સમય અશક્ય લાગતાં કામને એક વાર 
હું ચુનોતી આપી જોવું........

હુ પ્રાસ ને જોડવા ની ખોટી મથામણ શુ કામ કરું
  લાવ ને એક  અહેસાસ થી આ જીવન તારું નામ આપી દઉં....

'શાયરી ની ચાવી '
શૈમી પ્રજાપતિ........
2
કોણ સમજાવે?

મારુ દિલ અંદર થી તરસી રહ્યુ છે? 
દિલે કોઇ ની યાદ માં પોતાનો કારાવાસ રચ્યો
છેતેને કોણ સમજાવે?

કોઈ ની યાદ મને અંદર અંદર ખાઇ રહી છે
કોઈને પામવા દિલ પગલી પગલી નાદાનિયા કરી રહ્યું છે? ....આ બાવરા દિલ ને કોણ સમજાવે?.....

માટી થી માટી ની અને લાકડા થી શરૂ થએલી  લાકડા એ જ પુરી થઇ પણ આ મનને કોણ સમજાવે?.....

તારા થી શરૂ અને તારા થી ખતમ પણ આ મારુ દિલ ને તારી તરફ ઝુકતાં કોણ રોકે?આ દિલ ના ચાલતાં કદમ ને કોણ સમજાવે?

હુ સપના માં જ ક્ષણ જીવી છું સપનાં ને જ દુનિયા માની છે તો તારી યાદ માં રડતી આંખો ને કોણ સમજાવે જાન?....

ચાહત  ની ડાયરી ......

~ શૈમી પ્રજાપતિ......
3.
.
જીંદગી જરા ધીમી ચાલ ને યાર.....

જીંદગી જરા ધીમી ચાલ ને યાર.....
તારી ઝડપ મને ઘડીક માં હંફાવી નાંખે છે....
હુ થાકી જઉ છું તારી તેજ ઝડપ માં....

જીંદગી થોડી પાછી જાને 
મારે તો હજી બચપણ લુંટવું છે,
હજી મારે ચોર પોલીસ રમીને 
જે ચોર ગુમ થઇ ગયા 
બચપણ ના તો તેમને મળી 
પાછું તે દુનિયા માં જવું છે.
જીંદગી જરા ધીમી ચાલ ને યાર....
મારા થી થાકી જવાય છે 
તારી સાથે દોડતા

હજી જે બગડેલા સંબંધ ને મારે એક 
મોકો આપવો છે.હજી કેટલાક બાકી છે,
ને કેટલાક તે આપ્યા છે,
ડર છે,કે વધુ ન બગડે 
તો ક્યારે તુટી ન જાય.....
જીંદગી જરા ધીમી ચાલ ને યાર......
મારા થી થાકી જવાય છે 
તારી સાથે દોડતા....

હજી તો તને રંગીન બનાવવી છે,
મારે હજી તારી અંદર રંગ ભરવા છે,
મને ડર છે.કે કંઈ કોઈ જગ્યા કોરી ન રહે
મારી જીંદગી ની.....
જીંદગી જરા ધીમી ચાલ ને યાર
મારા થી થાકી જવાય છે,
તારી સાથે દોડતા.....

હજી તો ઘણી લાગણી ઓ છે,
કેટલીક  વધુ અને કેટલીક મરેલી
દિલ માં છુપાયેલી છે, 
મારે તેને બહાર લાવવાની છે. 
તો કેટલીક લાગણી 
ઓમાં શ્વાસ ભરવાનો છે.
આ બધા નો ભાર ઉઠાવીને ચાલવાનો છે,
જીંદગી જરા ધીમી ચાલ ને યાર
મારા થી થાકી જવાય છે,
તારી સાથે દોડતા ......

હજી તો મારે ખુલ્લી હવા માં શ્વાસ
લેવાના  બાકી છે,કંઈક કરી બતાવવાનુ 
બાકી છે હજી લોકો ના 
દિલ માં સ્થાન બનાવુ છે,ને ટકાવવુ છે,
હજી દુનિયા મારે મુઠ્ઠી માં કરવી,
પણ મગજ માં ભાર એટલો છે,
કે હતાશ થઇ જાવુ છું,
જીંદગી જરા ધીમી ચાલ ને યાર.....
મારા  થી થાકી જવાય છે
તારી સાથે દોડતા દોડતા.......

હજી જવાબદારીઓ માથે ખંજર ભોકે છે,
હજી બીજી જવાબદારીઓ તૈયાર છે,
મને તાકાત જોઈએ જવાબદારી નિભાવતાં હું જ એક જવાબદારી બની ને રહી જાવું છું.....
મારો ટાઈમ વધારે ને 
જીંદગી જરા ધીમી ચાલ ને યાર 
મારા થી થાકી જવાય છે, 
તારી જોડે દોડતા દોડતા......

હજી કડવાશ રહી ગયેલા
સંબંધ માં સાકર ભેળવીને જરા મીઠા 
તો કરી દઉ હવે ચણોઠી જેટલા સમય 
માં આશકય તો નથી ,
એ જીંદગી ક્ષણીક સમય 
માં તો આ સંભવ
માટે મારી સાથે ચાલને ડીયર......
જીંદગી જરા ધીમી ચાલ ને 
યાર મારા થી થાકી જવાય છે
તારી સાથે દોડતા દોડતા.....

- શૈમી પ્રજાપતિ...... 

જીંદગી ની સાયકલ......
4.
શબ્દ 

લાવ ને હું શબ્દ તને ગોઠવી ને હું સુંદર કવિતા બનાવુ.

લાવ ને તને વીણી ને વાપરી ને મારા બગડેલા સંબંધ ને સુધારી દઉ.

શબ્દરુપી મુડી  છે, અનમોલ જો  ખજાનો તેને સારા કામે વાપરો તો થાય પુજા થાય.અને તેનો દુર ઉપયોગ મહાભારત આણે રે......

શબ્દ ને વીણી વીણી ને મુકી દઉ,તો સપનાં સજા વે ને સપનાં રંગીન બનાવે.તો કયારે માટી માં ભેળવી દે....

શબ્દ  તને હું  લાવ ને વાપરી જોવું. કોઈ ની જીંદગી બનાવે ,તો કોઈ ની જીંદગી પાયમાલી આણે રે,

લાવ ને શબ્દ તને મારા મુખ માં સમાવું પ્રેમરુપી ઝરણું વહાવે ,તો ક્યારે તનમાં કટારી તણી ભોકાઈ ન હોય

લાવ ને શબ્દ તને ચાખી જોવું કાતો અમરત્વ રુપી ફળ આપે, કાંતો ફણી તણાં ઝેર ઓકાવે .....
5.પ્રેમ.
"પ્રેમ છે રંગીન પળ પણ મુજ નાદાન ને કોણ સમજાવે, પ્રેમ માટે ભગવાન અવતર્યા,
પણ આ વાત મારા દિલ માં કોણ ઉતારે?
યુવાની ના જોશ મા કરાતી ભુલ ને કોણ સુધારે?
મને પ્રેમ શું છે,તે કોણ સમાજાવે,
મનોરંજન ની દુનિયા છે, પરપોટા તણી,
પણ મને,મને સાચી દુનિયા ની 
હકીકત કોણ સમજાવે,
ઋતુ ઓનો રાજા આવે ને ધરણી નિખરે ,
ઋતુ ઓની રાણી આવે ને 
મારી  ચકોર નજર કોઈને પાગલ ની માફક શોધે,
મારા દિલ ને કેવી રીતે મને પ્રેમ શુ છે તે કોણ સમજાવે? મને કોણ સમજાવે પ્રેમ નો સાચો મતલબ ?"
6.
પ્રેમ નું ઝરણું....

એ  દિકા ક્યાં સુધી આપણે ભુતકાળ નાં ખ્યાલો માં જુ જતાં રહેશુ ,ચાલ ને આપણે વર્તમાન માં થોડા ઊંડા ઉતરી જઇએ.....

અા શિતળ ચાંદની ને હુ કયાં સુધી એકલો જોઈશ ચાલ ને આપણે સાથે જોઇએ.....

કયાં સુધી આપણે જુદાઈ નો જામ પીતા રહેશું......
ચાલ ને જાન આપણે બે માંથી એક બની જઈએ.....

કયાં સુધી આપણે એક બીજા ને દુર થી જોતા રહેશું.....
ચાલ ને આપણે અેકબીજા ને નજીક થી નિહાળી એ.......

યાદો નું તીર તો જો ને  દિલ ને આજ પણ ખુંચે છે......
ચાલને આપણે અેક બીજા માં ઓગાળી દઇએ....

કયાં સુધી આપણે મહીના માં ઓનલાઈન અને કોલ પર 
મળતા રહેશું ચાલ ને આપણે રુબરુ મળીએ.....

આપણે બહુ એકબીજા સાથે લડ્યાં ,
ચાલ ને એકબીજા ને હગ કરી બધુ ભુલી
જઇએ....

આપણે એક બીજા  ની બહુ ખેચી,
ચાલ ને થોડા એકબીજાને છેડી લઈ એ.....

આપણે એવા મુસાફરો હતા કે બહુ ભટકતાં ભટકતાં 
અનેક બીજા ને મળ્યા , ચાલ ને હવે જીંદગી ની બચેલી મુસાફરી સાથે કરીએ........

આપણે એવા પંખી જે જન્મો જનમ થી 
એક બીજા ની યાદમાં ઝુરતાં હતાં,એકબીજા
વગર અધુરા હતા, ચાલ ને આપણે હવે પુરાં ,
થઇ જઈએ......

ચાલ ને આપણે પ્રેમી પંખી બની ને સાથે ઉડી જઈએ.....

- Shaimee Prajapati...... 
sayri ki dayri.......