collage day ak love story - 16 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-16)

Featured Books
Categories
Share

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-16)


ક્રમશ:(ભાગ_૧૬)

" અેક બાજીના બે રમકડા કોઈ જીતે તો કોઈ હારે.
પણ પ્રેમની બાજી તે સહથી ન્યારી 
કા,તો બંને જીતે કાંતો બંને હારે"..!!!!

મે સોનલને ધીમે રહી સ્માઈલ આપી "હા" કહ્યું.
હા, પાડતાની સાથે જ તે મને તે વળગી પડી.
આજ તેના આલિંગનની એક અલગ જ સુગંધ હતી.
તે ભાનમાં નોહતી પણ હું થોડો ભાનમાં હતો.
થોડીવાર રહી મે તેને મારાથી અળગી કરી.
જે લોકો પ્રેમમાં પડે છે તે શું કરી બેસે છે તેનું ધ્યાન પણ રહેતું નથી.કયારેક કંઈ થઈ ગયા પછી ખબર પડે કે મારાથી આ શું થઈ ગયું.પણ, પ્રેમ કોઈથી રોકી શકાતો નથી.

કહેવાય છે ને કે"
"પ્રેમ મેળવવાની અને પ્રેમ કરવાની ઉમદા સફર છે જિંદગી,
જો કોઈનો સાથ મળી જાય તો ખીલી ઉઠે છે જિંદગી"
મને પહેલા લાગતુ અડધી જ સોનલ મારી છે
પણ સોનલ હવે પુરે પુરી મારી બની ગઈ હતી.
તાજ અને ઓબેરોય હોટલ નિહાળી અમે રાત્રે બીચ પર જવા નીકળ્યા. ત્યાં સોનલ સાથે મસ્ત મજાની પાણીપુરી અને ગોળા ખાવાની ખૂબ જ મજા પડી.
કાલે સવારે અમારે એસલવડઁ જવાનું હતું.

સવારમાં વહેલા અમે અેસલવડઁ પોંહશી ગયા.
જીવનમાં ગમે તેવા દદઁ હોય તો પણ એક દિવસ એસલવડઁમા જવાથી તે દિવસે મટી જાય છે.લોકો પોતાના દુ:ખ ભુલી ગમ્મતમાં લાગી જાય છે.
મને તો દુ:ખ દુર કરવાની જગ્યા મળી હતી આજ
પણ,અત્યારે હું સોનલ સાથે ખુશ હતો પણ, જ્યારે દુ:ખ આવશે ત્યારે હું દુ:ખને મિટાવવા એસલવડઁ જરૂર આવીશ.એસલવડઁમા અમને ખુબજ મજા આવી.

રાત બસમાં વિતાવી ટુર પુરી કરી બોટાદ જવાનું હતું 
બોટાદ ફરી જવું ગમતું ન હોય તે રીતે બધા જ બસમાં બેસતા હતા.વહેલી સવારે અમે બોટાદ પહોંચી ગયા. મારે બોટાદ ઊતરવાનું હતું .જયા સુધી હું દેખાવ ત્યાં સુધી સોનલ મારી સામે જોય રહી હતી.મને મુકી બસ તેના વેગ પર ચાલી.હું અને સોનલ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા કદાસ સોનલ શણભર યાદ કર્યા વગર રહી શકતી હશે.પણ, મને શ્વાસે શ્વાસે તેની યાદ આવતી હતી.

"મન હજી પણ મારુ ત્યાં જ દોડી જાય છે
સાપુતારા શું છે હવે સમજાય છે,

ગીરા ધોધ લોહીમાં એવું ભલ્યું,
રક્તકણ એક એક વીખરાય જાય છે.

ખુશ્બુ છે લીલોતરીની લીલા પાનની,
મન વિચારે છે વિચાયઁ જાય છે

જયા કોઈ દિલથી ગળે મળતું ,
તે ડુંગરમા મને કોઈને મળવાનું મન થાય છે.

નથી મારુ કોઈ ત્યાં ' પણ નાનકડી એ સફર
મારુ મન હજી ત્યાં જ દોડી જાય છે"

કોલેજ_પાટીઁ

આજ તારીખ ૨૧/૦૯/૨૦૧૩ હતી આજ અમારી fresher party હતી.લોકો સજી ધજી આવવા લાગ્યા હતા.કોઈ જીન્સમા તો કોઈ ફોમઁલ કપડાંમાં તો કોઈ શેરવાની તો કોઈ શુટમાં તો કોઈ ચણીયા ચોળીમાં તો કોઈ સાડી પેહરી ત્યાર થઈને આવી રહ્યા હતા.

હું મારી બે આંખે આવતા લોકોને નિહાળી રહ્યો હતો.
મારે બીજા કોઈની વાટ નોહતી પણ મારે આજ મારી પ્રિયતમને જોવાની હતી.ઘડીભર મનુ થતું તે કેવી સાડી પહેરીને આવશે.પીળી સાડી પહેરીને કે જાબંલી સાડી પહેરીને મારા મનમાં કંઈક અલગ જ વમળ ચાલી રહ્યું હતું.

કેવી લાગશે આજ મારી સોનલ..!!!
હું તેને આજ નિહાળવા માટે આતુર હતો...

ત્યાં જ સામેથી કેશા, હેતવી,ડિમ્પલ, પુજાને મે આવતી જોઈ પણ મારી સોનલ મને ન દેખાણી.મે થોડી દુર નજર કરી તો કોઈ લાલ સાડી પેહેરીને આવી રહ્યું હતું.ના" એ મારી સોનલનો હોય શકે કેમકે તેને લાલ રંગ પસંદ જ નથી...!!!ત્યાં જ સામેથી ડોક્યું કરી બે ટીલડી સાથે ગુલાબી સાડીમાં સજ્જ થઈ મારી સોનલને મે દીઠી બે ઘડી અપ્સરા પણ તેની સામે જોતી રહે તેવી તેની આજ સુંદરતા હતી.

તેના વાકડીંયા વાળ, થોડો મેકપ,હાથમાં હીરા જડિત બેસલેટ અને નાની નાની બંગડીનો અવાજ દરિયાના પાણીના મોજાના જેમ ખળખળ થતો હતો.પગમા ઝાંઝર ,અને ડોકમાં અપ્સરા પણ જોઈ રહે તેવો સોનાનો હાર હતો.તેની આંખોની પાંપણ પર પણ થોડો મેકપ હતો.ગુલાબી રંગની સાડીમાં પરી પણ સામું જોઈ રહે તેવી સોનલ આજ લાગતી હતી.મને થયું કોઈ અપ્સરાની નજરનો લાગી જાઈ મારી સોનલ પર..

ઘણી વાર સુધી મારી નજર તેનાથી હટી નહી
તે મારી પાસે આવી. બે ચપટી વગાડી બોલી....
હેલો....હેલો...હેલો ...ત્યારે હું ભાનમાં આવ્યો ..!!!!


...................................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
(લી-કલ્પેશ દિયોરા)