Love.....Is It Exists 2 in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | Love.....Is It Exists 2

Featured Books
Categories
Share

Love.....Is It Exists 2

નમસ્કાર દોસ્તો, એકવાર ફરી હાજર છું તમારી સમક્ષ Love.....Is It Exists - ભાગ 2 લઈને. હા દોસ્તો એજ કહાની જે અધૂરી હતી.
પહેલા ભાગમાં જોયું તેમ શિવા અને સ્નેહા વચ્ચેનો સંબંધ અને શિવા India છોડી જતો રહે છે. પણ ત્યાં પણ એ એકલો જ હોય છે. હવે આગળ વધીએ.અને બધા મિત્રોને ધન્યવાદ જેમને આ વાર્તા વાંચી અને રેટિંગ આપ્યું એ બદલ.


ખૂબ સારી પંક્તિઓ છે "लहरो से डर कर नौका पार नही होती, कोशिश करने वालों की कभी हार नही होती" કદાચ તમને થયું હશે કે હું કેમ અત્યારે આ પંક્તિ યાદ કરું છું પણ શીવા નું જીવન પણ કંઈક અંશે આવું જ છે અબે રહી પંક્તિ ની વાત તો આજે એક ખૂબ સુંદર સ્ટોરી વાંચી જેમાં મુખ્ય નાયિકા નું નામ પંક્તિ હતું તો વિચાર્યું કે આજે એ પંક્તિ ને અહીં ઉમેરી દઉં jokes a part



શિવા ની life કાંઈક નવો જ વણાંક લેવાની હતી જે શિવા ને ખબર નહોતી અને કદાચ ખબર હોત તો પણ એ કઈ જ ના કરી શકયો હોત કેમ કે લોકો કહે છે ને કે ભગવાન આગળ કોઈનું નથી ચાલતું બસ કઈક એવું જ ભગવાન પણ નહોતા ઇચ્છતા કે શિવા એના પ્રેમ થી દુર રહે અને આખરે ભગવાને જે ધાર્યું એજ થયું 8 મહિના પછી શિવા આવી ગયો પાછો પોતાના દેશ ભારત માં અને જેમ કોઈને કહી રહ્યો હોય તેમ મુંબઇ ઉતર્યા પછી મનમાં બોલે છે I Am Back Ahmedabad પણ કદાચ હવે એની લાઈફ એટલી સિમ્પલ નહોતી રહેવાની જેટલી એ વિચારી રહ્યો હતો.




જ્યારે શિવા ઘરે આવે છે ત્યારે પહેલા જેવો મોહલ એને ના મળ્યો એ હંમેશા કંઇક ના કઈક જંખતો હતો પણ એ કોઈ દિવસ એને પામી નહોતો શક્તો. એથી જ એ પાછો અમદાવાદ છોડી ને પૂના જતો રહે છે જોબ કરવા.



પુના એટલે એક સ્ફૂર્તિલું અને દોડાદોડ ભરેલું જીવન.અહીંના લોકો કામ પ્રત્યે ખૂબ જ Punctual. શિવા અહીં પહેલા પણ એકવાર આવી ચુક્યો હતો એટલે એના માટે કંઈ નવું નહોતું એ બધી જ જ્ગ્યાઓ પણ જાણતો હતો અને અમુક લોકોને પણ તો એના માટે મુશ્કેલ નહોતું અહીં રહીને કામ કરવું. શિવા ને મરાઠી ભાષા પણ થોડી ઘણી આવડતી હતી તો એની પણ કોઈ જ સમસ્યા નહોતી. 




21 November 2016  શિવા પુના આવી જાય છે. સર્વપ્રથમ એ ત્યાં રહેવાની વ્યવસ્થા કરવામાં લાગી જાય છે. અને સાંજ સુધીમાં એ વ્યવસ્થા કરી પણ નાખે છે. દેહુ ગાંવ બહુજ સરસ જગ્યા સંત તુકારામજી ની સમાધિ હતી ત્યાં અને  ઇન્દ્રયાની નદી ના કાંઠે આવેલું એક અદ્ભુત સ્થળ છે. "ગાથા મંદિર" ત્યાંની એક પ્રખ્યાત જગ્યામાંની એક છે ત્યાં દર વર્ષે મેળા નું આયોજન પણ થાય છે. ત્યાં કહેવાય છે કે જે કાંઈ પણ માંગો ત્યાં મળી જાય છે. આતો હતી જગ્યાની વાત મૂળ વાત પર આવીએ હવે, શિવા આવી પવિત્ર જગ્યાએ એક 10x10 ની રૂમ રાખીને ત્યાં રહે છે. ત્યાંના મકાન માલિક સ્વભાવના બહુજ સારા હતા. મેઈન માર્કેટ માં એમની એક દુકાન હતી. શિવા ની પાસે જ્યારે પણ સમય હોય ત્યારે એ ત્યાં જઈને બેસતો વાતો કરતો અને શિવા ની આ જ એક ખાસિયત હતી કે એ બહુ જલ્દી થઈ મિત્રો બનાવી લેતો અને બધાના માં ભળી જતો.



દિવસો જતા જાય છે અને રાતો પણ શિવા અહીં ખૂબ ખુશ પણ હોય છે એ બધું જ ભૂલીને આગળ વધી ગયો હોય છે પણ કહેવત છે ને કે જેને તમે દિલ માં સ્થાન આપ્યું હોય એને ક્યારે પણ નથી ભુલી શકાતુ. તો કઈક એમ જ થાય છે અને મુંબઈ કાઈ દૂર પણ નહતું પુના થી. હ મુંબઈ એજ જગ્યા છે જ્યાં સ્નેહા રહેતી હતી. પણ સવાલ એ હતો કે હવે એને મળવું કેવી રીતે શિવા એ માટે વિચારતો રહ્યો. ઘણીવાર એને થયું કે મુંબઈ જઈને મળી આવું સ્નેહા ને પણ પછી દિમાગ કંઇક અલગ જ કહી દેતું જેના લીધું એ ક્યારે પણ જઇ ના શક્યો. પણ એને હિમ્મત જુટાવી ને એકવાર ફૉન જરૂર કર્યો.પણ આ વખતે સ્નેહા પાસે ફૉન તો જય છે પણ એક અજાણ્યા નમ્બર પરથી પણ શિવા એને એની ઓળખાણ આપણે છે.



દોસ્તો શુ ફરી એકવાર સ્નેહા અને શિવા મળી જશે, શુ ફરી એમની વચ્ચે બધું જ સામાન્ય હશે, શુ ફરીવાર સ્નેહા શિવા ની જિંદગી માં આવશે, જાણવા માટે વાંચતા રહો માતૃભારતી જ્યાં આના સિવાય પણ બીજી ઘણી વાર્તાઓ અને સાહિત્ય વાંચી શકો છો.



**********ધન્યવાદ**********