Rupiyano Rankaar in Gujarati Short Stories by Dakshesh Inamdar books and stories PDF | રૂપિયાનો રણકાર

Featured Books
Categories
Share

રૂપિયાનો રણકાર

"સોહમ, તમે ક્યારનાં લખી રહ્યા છો. થોડો મનને અને તમારાં હાથને આરામ આપો. પરોઢની સવાર થઇ ગઇ અને તમારો દૂધ નાસ્તો કરવાની સમય થઇ ગયો હવે તો કલમ મ્યાન કરી દો."

"અરે સુહાસી પરોઢની સવાર? સવાર પરોઢથીજ શરૂ થાય, અને મારે આજનો અંક પુરો કરવો પડે એવોજ હતો ચાલ તારા ફરમાન સાથે હું કલમ મ્યાન કરી દઊં મારાં શબ્દોને સમેટીને તારાં વ્હાલનાં તાજા નાસ્તાને ન્યાય આપી દઉં"

સોહમ એક યોગ શિક્ષક હતો. પોતાની કારકીર્દી જમાવવા માટે એણે નાનાં મોટાં વ્યવસાયમાં પ્રયત્ન કર્યા પણ એનો સાચો રસ યોગ-ધ્યાન અને કુદરતી તત્વોમાં હતો. એ વ્યવસાયીલક્ષી બનતાં બનતાં યોગ તરફ વધુ વળી ગયો. એ યોગ શીખી અને એનાં અભ્યાસ અને કેળવણીથી અથાગ અધ્યયન અને રસપૂર્વકનાં પ્રયોજનોથી ઉત્તમ યોગ ગુરુ બીની ગયો એ ઘણી સંસ્થાઓ, સ્કૂલ, કોલેજોમાં એની કેળવણી આપવા માટે જતો અને પોતાનાં આગવા યોગાભ્યાસનાં કલાસ ચલાવતો. એને સાહિત્ય અને હિંદુ ફીલોસોફી ધર્મજ્ઞાનમાં રસ હોવાને કારણે એનું સાહિત્ય અને હિંદુ ફીલોસોફી ધર્મજ્ઞાનમાં રસ હોવાને કારણે એનું વાંચન અને અભ્યાસ કરતો. એનાથી એ કુદરતની ઘણી નજીક પોતાને અનુભવતો અને પોતાનાં વિચાર અને અભ્યાસને અનુલક્ષીએ લેખ લખતો, વાતો, નવલિકા, કાવ્યો, નવલકથા બધાની રચના કરતો. યોગ અને સાહિત્ય વશ એવી આવક પણ સારી રહેતી અને એ પણ નિજાનંદમાં રહેતો.

સુહાસી સોહમની પ્રિયતમાં પત્નિ બધુંજ એજ હતી. સોહમ સુહાસીની દુનિયા એકબીજામાંજ પરોવાયેલી રહેતી. બંન્નેને એક બીજા પર અપાર પ્રેમ અને વિશ્વાસ હતા. બંન્ને એક ડગર ઉપર પૂરી સમજૂતી અને પ્રેમ સાથે ચાલી નીકળ્યા હતાં.

"સોહમ આજે તમે સાંજે કલાસીસ થોડાં વહેલાં પુરા કરીને આવજો ઘરે આપણે મારી બહેનનાં સાસુની ખબર કાઢવા જવાની છે. મંમીએ મને ફોન કરીને જણાવેલું. સોહમે કહ્યું "હા સુહાસી હું આવી જઇશ સાંજે" તું તૈયાર રહેજો. "સુહાસી કહે" સોહુ, ત્યાંથી મંમીના ઘરે જઇશું ત્યાંજ શાંતિથી બેસીશું સોહમ કહે "ઓહો બધા પ્રોગ્રામ નક્કીજ છે મારે માત્ર તમને અનુસરવાનુંજ છે અને હસવા લાગ્યો. સુહાની ખોટું ખિજાતાં બોલી" એય એવું કંઇ નથી પણ મને જરા મન હતું મંમીને મળવાનું કેમ ખીજવો મને ? સોહમે સુહાસીની નજીક સરી વ્હાલથી ગાલે ટપલી મારતાં કહ્યું "તારો આવો રસ પણ મને જોવો ખૂબ ગમે છે" કહીને મીઠી ચૂમી લઇ લીધી.

"હેલ્લો દેવાંશી કેમ છે બહેન ઘણાં સમયથી તારાં ઘરે આવવાનું વિચારતાં હતાં પણ મેળજ નહોતો પડતો. આજે સોહમને કલાસમાંથી વહેલાં બોલાવીજ લીધાં." દેવાંશી કહે" સુહાસી સારુ કર્યું ઘણાં સમયથી તમને મળાયું નહોતું અને મારાં સાસુની તબીયત નરમ ગરમ રહે છે એટલે મારાંથી પણ ક્યાંય નીકળાયું નથી, નથી મંમીનાં ઘરે જવાયું બસ ફોન પરજ વાત થાય છે. દેવાંશી, સારી વાત છે હું પણ મંમીનાં ઘરે જવા વિચારું છું.

"અરે તમે બંન્ને બ્હેનો મળી એટલે અમારું અસ્થિત્વજ નથી જાણે સોહમ હસતો હસતો કહે. " દેવાંશી બોલી ઉઠી અરે નહીં નહીં સોહમ, આતો ઘણા સમયથી મળાયું ન્હોતું એટલે. આવો આવો તમે બેસો દેવેશ આવતાજ હશે. સોહમ કહે વાંધો નહીં બેઠાં છીએ પણ તમારાં સાસુની તબીયત પુછી લઇએ. ક્યાં છે ? દેવાંશી કહે "આવો અંદરના રૂમમાં છે આરામ કરે છે.

સોહમ-સુહાસી -દેવાંશી સાથે અંદરના રૂમમાં એની સાસુની મળવા અંદર ગયા. દેવાંશીનાં સસરાનો વિશાળ બંગલો તો આગળનાં દીવાન ખંડ થી અંદરનાં રૂમમાં જવા એક વિશાળા રૂમમાંથી પસાર થતાં પછી અંદરના પેસેજમાં થઇ લાઇનબંધ રૂમમાં છેલ્લો રૂમ એમનો હતો. બાજુનાં ખંડમાં સેવા રૂમ હતો. પેઢીઓથી જમાવેલો ધંધો હતો. પૈસાની કોઇ કમી નહોતી. વિશાળ સંયુક્ત કુટુંબ હતું ચાર ભાઇ અને બે બહેનો હતી. બધાજ ખૂબ સુખી હતા એમની આગળ પડતું પ્રતિષ્ઠિત કુટુંબ ગણાતું જાતે વણિક વૈષ્ણવ વાણીયા હતા. પુષ્ટીમાર્ગીય ધર્મ હતો. એનાં સાસુ અને સસરા જ્ઞાતિમાં પણ આગળ પડતા હતાં. ઘરમાં નોકર ચાકર અને ગાડીઓનું સુખ હતું કોઇ વાતે દુઃખ કે કમી નહોતી.

સોહમ સુહાસી રૂમમાં દાખલ થતાંજ દેવાંશીના સાસુએ એમને આવકાર આપી કહ્યું ઓવો દીકરા કેમ છો ? સુહાસી પગે લાગીને એમના ખબર પૂછી સોહમે પણ હાથ જોડી નમસ્કાર કર્યા અને તબીયતની ખબર પૂછી એટલે હસીને જવાબ આપ્યો" આ તો ઉંમરનો તકાજો કે બાકી હજી હટ્ટેકઠ છું . દીકરા વહુ સેવા કરે છે એનો લ્હાવો લઉં છું કહી હસી હસીને વાતો કરવા લાગ્યા વચ્ચે વચ્ચે દેવાંશીની વાતો કરે એમાં વખાણ છે કે કટાક્ષ છે. કઈ સમજાયજ નહીં. આ, આ કુટુંબની આવડત હતી. વખાણમાં ક્યારે ક્યારે કટાક્ષ કે વ્યંગ કરે ખબરજ ના પડે, દેવાંશી પણ એમનો ખૂબ ખ્યાલ રાખતી પડ્યો બોલ ઝીલતી હતી અથવા ઘરનો માહોલજ એવો હતો કે પડ્યો બોલ ઝીલવોજ પડે. દેવેશ પર એની મંમી સુલક્ષણાબહેનનો હાથ ફરેલો. બોલવામાં મીઠો અને વ્યંગ કરવામાં પાવરધો.

સોહમ સુહાસીએ ખબર પૂછી થોડીવાર બેઠાં પછી દેવેશની સાસુએજ કહ્યું હમણાં દેવેશ આવશે તમે બેસો બહાર મારે મારાં ઠાકોરજીની માળા કરવી છે. સોહમ-સુહાસી બંન્ને ઉઠ્યા અને સોહમે સુલક્ષણાબહેનને કહ્યું. "તબીયત સાચવજો. તમે. જય શ્રી કૃષણ" સુલક્ષણા બહેને સોહમની સામે જોઇ આંખો પહોળી કરીને કહ્યું." ઓહો તમે પણ જયશ્રીકૃષ્ણ બોલો છો ? " સોહમને એક ક્ષણ તો સમજાયુજ. નહી કે આ માજી શું કહેવા માંગે છે ? એ અવાક બની સાંભળી રહ્યો બોલ્યો નહીં એણે સુહાસી અને દેવાંશી સામે જોયું પછી નીચી નજર કરી મ્લાન હસતા મુખે બહારનાં રૂમમાં આવી ગયો. સોહમને એમનું કહેવું સમજાયું નહીં.

સોહમ ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મેલો અને સંસ્કારી ઘરનો છોકરો હતો. એનાં વણીક કુટુંબની સુહાસી સાથે પ્રેમલગ્ન થયા હતાં. થોડાંક વિરોધ પછી સુહાસનાં સ્વભાવ અને ભણતરને ધ્યાનમાં રાખી લગ્ન સંપન્ન થયા હતાં. દેવાંશીના લગ્ન એમનીજ નાતમાં સુખી સમૃધ્ધિ પરીવારમાં દેવેશ સાથે થયા હતાં. સોહમને આજે આ નવો અનુભવ હતો કે એને એવું એમ પૂછવામાં આવ્યું કે તમે પણ જયશ્રીકૃષ્ણ બોલો છો ? એને મનમાં વિચાર આવ્યો કે શું કૃષ્ણ પર ફક્ત વૈષ્ણવ વણિકનો જ ઈજારો છે એમનાં કૃષ્ણ મંદિરો અને હવેલીમાં કૃષ્ણ સ્વરૃપનાં દેવ, કૃષ્ણ શ્રીનાથજીની સેવા ફક્ત બ્રાહ્મણોજ કરે છે. સોહમ બ્રાહ્મણ હતો પરંતુ એના માટે કૃષ્ણ, વિષ્ણુ કે મહાદેવમાં કોઇ ભદ નહોતો એનાં કુટુંબનાં સંસ્કારમાં આવો કોઇ અલગાવજ નહોતો. આજે એનું હૃદય ભારે થઇ ગયું છતાં એણે કોઇને કળાવા ના દીધું.

થોડાં સમયમાં દેવેશ આવ્યો પેઢી પરથી. એણે આવીને સોહમને જોઇ કહ્યું "ઓહો આજે તમારાં પગલાં થયા છે ને કાંઇ ? અને સુહાસી ક્યાં છે ? દેવાંશી અને સુહાસી કીચનમાંથી બ્હાર આવ્યા એટલે સુહાસીને કહ્યું. કેમ ચાલે છે સુહાસી?, તું કેમ દેખાતી નથી ? તારુ શરીર કેમ ઉતરી ગયું છે ? સોહમ શેઠ ધ્યાન તો આપે છે ને ? કહીને હસતા હસતા સુહાસી કહે" ના ભાઇ મારુ શરીર તો એમ જ છે ઉલ્ટુ બે કિલો વજન વધી ગયું છે. કેમ છો તમે ? તમને તો ફુરસદ નથી અમારા ઘરે આવવાની વળી સોહમ તો યોગ શિક્ષક છે એમનાં હાથ નીચે શરીર સ્વાસ્થય સારું જ રહે. કહીને હસીને વાત પુરી કરી. ચા નાસ્તાની વ્યવસ્થા પુરી થઇને સોહમે કહ્યું અમે રજા લઇએ. સુહાસીએ કહ્યુ અહીંથી મંમીના ઘરે જવું છે. "દેવેશ કહે" શું વાત છે આજે તારે સાસરીની મહેમાન ગતિ છે શું વાત છે ? નસીબવાળા છો અમારાથી ક્યાંય નીખળાતું નથી. દેવાંશી કંઇક બોલતાં ચૂપ રહી ગઇ એ સોહમના ધ્યાનમાં આવ્યું. અંતે સોહમે જયશ્રીકૃષ્ણ ના બોલવાનું ધ્યાન રાખીને સુહાસી સાથે ઘરની બહાર નીકળી ગયો.

સોહમે બહાર નીકળી સુહાસી સ્કુટર પાછળ બેઠી એવું કહ્યું “તારી બહેનને ત્યાં આવીએ ત્યારે પણ એ લોકો એક મોકો નથી છોડતાં આપણે એમનાથી ગરીબ છીએ એવો એહસાસ કરાવવાનો. એ લોકોને કેમ જાણે ધનીક હોવાનો ઘણો મદ છે. સુહાસી કંઇ બોલી નહીં મનમાં એટલુ સમજતી જ હતી.

**************

સોહમ સુહાસી - સુહાસીનાં મંમી પપ્પાનાં ઘરે આવ્યા. અહીં એ લોકો નિયમિત આવતાં પણ હમણાંથી સોહમની વ્યસ્તાને કારણે આવી શકાતું નહીં. એની મંમીએ બંન્ને જોઇ ખુશી પ્રકટ કરી. એનાં પપ્પા પણ આનંદથી બોલી ઉઠ્યા સારું કર્યું તમે આવ્યા હમણાંથી તમને જોયાંજ ન્હોતાં એટલામાં એની અપરિણીત સૌથી મોટી બહેન સ્મિતા આવી અને બોલી "દેવીને ત્યાં જઇને આવ્યાને મને એનો ફોન હતો કહ્યું" આવો આજે અહીંથી જમીનેજ જજો. સ્મિતા ત્રણે બહેનોમાં સોથી મોટી હતી એ લોકોને કોઇ ભાઇ ન્હોતો. કુટુંબમાં પુત્રની ખોટ સ્મિતા પુરી કરતી હતી એણે લગ્ન કર્યા ન હતાં. ઘરમાં મંમી પપ્પાનું ધ્યાન અને કુટુંબનાં વ્યવહાર એ જોતી.

સોહમ- સુહાસી-સ્મિતા બધા સાથે બેઠાં વાતો કરતાં હતાં અને સુહાસીનો ફોનમાં સળંગ મેસેજ આવ્યાનાં નોટીફીકેશન આવ્યાં અને થોડીવારમાં સ્મિતાનાં મોબાઇલ પર દેવેશનો ફોન આવ્યો "સ્મિતાએ નંબર નામ જોઇ હસી હસી વાત કરવા લાગી ઘડીકમાં સોહમ સામે જુએ સુહાસી સામે અને એ હસ્તી જાય વાત કરતી જાય. સુહાસીથી ના રહેવાયુ એ પુછ્યું મોટી કોનો ફોન છે ક્યારની વાતો કરે છે હસે છે. સ્મિતાએ ફોન ઓફ કરી કહ્યું અરે તારાં બનેવી દેવેશનો ફોન હતો. એતો મેં થોડું રોકાણ કર્યું છે એનું માર્ગદર્શન લીધેલું એમનાં કહેવાથી મને ઘણો લાભ થયો છે. કહેવું પડે એ લોકોનું કુટુંબ કેવું અને પૈસાનો તો જાણે વરસાદ થાય છે કાયમ હસતાં માણસો આમ ને તેમ બસ એમની વાતો અને વખાણ કરવામાં ખોવાઇ ગઇ. વાચતીચનો મોટા ભાગનો સમય એમાંજ વિતી ગયો. સોહમને ખબર જ ના પડી કે એ સુહાસીનાં માતાપિતાને મળવા આવ્યા છે કે અહીં પણ દેવેશનાં અને તેનાં કુટુંબની વાહવાહી સાંભળવા. સુહાસીનાં ફોનનાં નોટીફીકેશનની નોંધ સુહાસ કે સુહાસી કોઇએ ના લીધી. એ લોકો જમી પરવારીને ઘરે પાછા ગયા.

***********

સોહમ સવારે વહેલાં ઉંઠી નિત્યક્રમ પરવારી અને પોતાની યોગ અભ્યાસ કર્યો. કસરત કરીને પછી થોડીવાર બાલક્નીમાં બેઠો. સુર્યના ધીમે ધીમે કરિણો પ્રસરાવી રહ્યા હતા. એનેક તેજ તોખાર ધીમે ધીમે વધી રહ્યો હતો એણે સૂર્યનારાયણ સામે બે હાથ જોડી સ્મરણ કરી નમસ્કાર કર્યા. સુહાસી પણ ઉઠીને સ્નાન કરવા ગઇ હતી. એટલામાં સુહાસીના ફોનમાં ફરીથી મેસેજનાં નોટીફીકેશનનાં અવાજ આવ્યા. સોહમને થોડુકં આશ્ચર્ય થયું શું આટલાં સવારમાં કોનાં મેસેજ આવે છે ? એણે કૂતૂહલતા થી ફોન લીધો અને ફોન ચાલુ કરી મેસેજ ઓપન કરીને વાંચવાના ચાલુ કર્યો. વાંચતા વાંચતાં એની આંખો પહોળી થઇ ગઇ એને થયું શું આ હું શું વાંચી રહ્યો છું ? એનો પગ નીચેથી જાણે ઘરતી સરકી ગઇ મેસેજમાં આજનાં મેસેજ ત્થા ગઇકાલ રાત્રીનાં મેસેજ હતા એનાં ઈનબોક્સમાં આ મેસેજજ હતાં બીજા કોઇ નહીં. બે ઘડી એ ભાનજ ભૂલી ગયો ફોન લઇને ખુરશીમાં ફસડાઇ પડ્યો. એને થયું હું આ શું વાંચી રહ્યો છું ?

સોહમ ખુરશીમાં બેઠો આટલી ઠંડી સવારે એને પરસેવો થઇ ગયો સાવ સૂનમૂન થઇ ગયો. એટલામાં સુહાસી આવીને બોલી અરે તમે હજી બેસી રહ્યા છો ? તમારા યોગ કસરત પતી ગયા હોય તો પરવારીએ ઉઠો હું તમને દૂધ નાસ્તો કરી આપું ઉભાં થાવ નહીતર તમને મોડું થઇ જશે. પણ સોહમે કોઇ જવાબ ના આપ્યો જડ્વત બેસી રહ્યો. સુહાસીને આશ્ચર્ય એણે કહ્યું સોહુ ઉઠોને કેમ આમ ? શું થયું છે ? સોહમે કંઇ જવાબના આપ્યો એની સામે જોયા કર્યું અને પછી સુહાસીને એનાં હાથમાં એનો ફોન આપ્યો અને પૂછ્યું સુહાસી આ મેસેજ કોનો છે ક્યારથી ચાલે છે આ બધું ?

સુહાસી પ્રશ્નથી એકદમ થથરી ગઈ પછી સ્વસ્થ થઈ પૂછયું કેમ શેના મેસેજ શુ વાત છે? જાણી ને અજાણી થઈ રહી છે એ સોહમને ચોક્કસ ખબર પડી ગઈ. સોહમે કહ્યુ "તને ખબરજ છે હું ક્યા મેસેજ ની વાત કરુ છું ? સુહાસી કહે "સોહુ મને ખબર નથી આવા મેસેજ ઘણા દિવસથી આવે છે. પણ મેં તમને જણાવ્યુ ન હતું. નહી તો કકળાટ થાય અને તમને ખોટા વહેમ આવે એટલે વાંચી હું ડીલીટ કરી દેતી હતી. સાંજે મંમીના ઘરે ગયા ત્યારે પણ આવેલા મેં ડીલીટ કરી દીધા હતા. કોણ કરે છે કેમ કરે છે મને નથી ખબર તમારા સમ કહીને સુહાસી ખુબ રડી. સોહમ મને માફ કરો મારી ભુલ એટલીજ કે મેં તમને જાણ ના કરી પણ... મને થયું કોઈ હશે નકામો માણસ હું જવાબ નહી આપું એટલે થાકીને બંધ કરી દેશે. નંબર પણ અજાણ્યો છે હું કાંઈ જાણતી નથી. તમને કહી નાહકની અશાંતિ ઉભી કરવા નહોતી માગતી સોહમ મને માફ કરો. તમેજ તપાસ કરો કોણ છે આ ? મેં ક્યારેય એક પણ મેસેજ નો જવાબ નથી આપ્યો હું નંબર બ્લોક કરુ છુ તો બીજા નંબરે મેસેજ આવે છે.

સોહમ બે ઘડી સુહાનીની સામે જોતો રહ્યો. સુહાસીની આંખમાં આંખ મિલાવીને કહ્યું મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે તું ચિંતા ના કરીશ હું શોધી કાઢીશ. તારા મોબાઈલ માં આ મેસેજ મેં નોંધી લીધા છે. તું ચિંતા ના કરીશ પણ આવી કોઈ વાત મારાથી છુપાવીશ નહીં તરત મને જાણ કર કોઈ વાર...... પસ્તાવાનો પાર નહીં રહે જો પુર આવ્યા પછી પાળ બાંધવા જેવો ઘાટ થયો અને આપણો પ્રેમ સંસાર નંદવાઈ જશે આ સ્પષ્ટ કહુ છું.

સુહાસી સોહમ ના ખોળામાં માથું નાખી ખૂબ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સોહમે એને હાથ ફેરવી સાંત્વના આપી અને પછી કામે જવા માટે ઉઠી ગયો સુહાસી ને એવું લાગ્યુ કે સોહમને ખબર પડ્યા પછી મને માફ જરૂર કરી છે પરંતુ એના સ્પર્શ માં કે સંવાદમાં પ્રેમ કે વિશ્વાસનો અહેસાસ ના થયો ક્યાંક કંઈક ખૂટયું છે ખૂચ્યું છે જરૂર. એ ખૂબ ઉદાસ થઈ ગઈ.

સોહમ ઘરેથી નીકળ્યા પછી એનો કોઇ મૂડ નહોતો એ કલાસમાં ક્યાંય જવાનું મૂકીને સીધો એની ગમતી જગ્યા નદી નાં કિનારે આવીને બેઠો એનો જીવ ચૂંથાયો હતો અને આજે જાણે અંદરથી ભાંગી પડ્યો હતો. આજે એને હતુ હું બધીજ પરિસ્થિતિ સંજોગોને પહોંચી વળુ છું. પહોંચી વળ્યો છું પણ હું આમાં મ્હાત ખાઇ ગયો મને આ ના સમજાયું હૃદયની પીડા એનાં મોં પર આવી ગઇ. આપો આપ એનાં હાથમાં સંચાર થયો મનમાં શબ્દો સ્ફુરવા લાગ્યા એણે મોબાઇલ ખોલીને સુહાસીને કાવ્યમય પોતાની માનસિક હાલત વર્ણવા માંડી. ટાઇપ થતાં એકે એક શબ્દે વેદના અને ફરિયાદ હતી છતાં સુહાસી માટેનાં પ્રેમની ક્યાંય કમી નહોતી.

જે ડગરના જવું ત્યાં હું પગ કેમ માંડુ ?

જે મને નાજ ગમતું એવું હું કેમ સ્વીકારુ ?

આપે દાખલા કોઇના એવું ગણિત શીખું ?

ઘડીઓએ મારાં વિનાની હું કેમ જીવું

પ્રેમનાં ધોરણ મારાં આગવા હું કેમ ભુલુ ?

તમને લાગી વાત આવી સારી કેમ હું કહું ?

અગ્નિ આંખનો પ્રજવળે ઘણો હું કેમ બુજાઉં ?

સહજતાથી કરો તમે ઘા દીલને હું કેમ સહું ?

સોહમનું ક્યાંય મન ના લાગ્યું. એ હારી થાકી ઘરે પાછો આવ્યો અને કંઇ બોલ્યા ચાલ્યા વિના રૂમમાં આવી બેડ પર પડતુંજ મુકતું સુહાસી સોહમને જોઇ રહી એ કંઇજ બોલી નહીં ના કોઇ પ્રશ્ન કર્યો સોહમની આ દશા માટે પોતેજ જવાબદાર છે એમ સમજી આંખોમાં અશ્રુ ભરી રહી. આજે ના ઘરમાં રસોઇ બની ના કોઇએ જમણ કર્યું સુહાસી અને સોહમ બસ અબોલ બેસી રહ્યાં અને એકબીજાની આંખમાં શબ્દો વિનાની મૂક ભાષામાં વાતો કરી રહ્યા. સોહમની આંખો આધળમાં લાલ સુહાસીની આંખો આજે રડીને લાલ થઇ ગઇ હતી.

સોહું તમારો ફોન વાગે છે ક્યારનો જુઓને ક્યારની રીંગ વાગે છે સુહાસી એ બુમ પાડીને સોહમને કહ્યું. સોહમ બસ ક્યારનો સુઈ રહેલો કારણ વિનાનો. એણે કાંટાળા સાથે ફોન ઉપાડયો અને સ્ક્રીન ઉપર નંબરજ આવ્યો નામ નહી બે ઘડી એને ના સમજાયુ ઉંઘરેટી આંખો સમજે વાંચે પહેલા એણે વાત ચાલુ કરી સામે દેવેશનો ગભરાયાલો અવાજ હ્તો " અ રે સોહમ તમે ઝડપથી ઘરે આવી જાવ ને મમ્મી ની તબીયત ખૂબ બગડી છે તમારી અને સુહાસીની જરૂર છે જડપ થી આવી જાવ. "સોહમે કહ્યુ " હાં તમે ચિંતા ના કરો અમે પહોચીએ છીએ. સોહમે ફોન મૂક્યો પરંતુ ફરી ફરીને સ્ક્રીન નંબર જોયો ચકાસયો એકદમ તેને ઝબકારો થયો આતો સુહાસી ના મોબાઈલ માં આવતાં મેસેજ વાળો નંબર બે ઘડી એ માની જ ના શક્યો એણે સુહાસીનો મોબાઈલ મંગાવ્યો અને છેલ્લા નંબર સાથે આ નંબર સરખાવી ખાત્રી કરી.

સુહાસી અને સોહમ બંને એકબીજા સામે જોઈ રહયા વાત જાણે માનવામાં આવતી ન હતી. પરંતુ નજર સામે પુરાવો હતો. સોહમે કહયુ હમણા આપણે ત્યાં પહોંચી પછી વાત સુહાસી સાવ ડરી ગઈ અંદરથી તુટી ગઈ એનો પગ જ ઉપડતો નહોતો. છતાં તેઓ દેવાશીં ના ઘરે પહોચ્યાં ત્યા દોડધામ હ્તી સગા વહાલા આવી ગયેલા સોહમ બધાને વીંધીને દેવેશ પાસે ગયો.દેવેશે કહ્યુ અરે તમે આવી ગયા સારુ કર્યુ પણ મમ્મીને હવે સારુ છે. એ પળ એવી હતી કે મારે બધાનેજ ફોન કરીને બોલાવવા પડયા. સુલક્ષણાબેન એમની પથારી બેસી જ્યુસ પીવરાવી રહ્યા હ્તા. સોહમને કાંઈ સમજાયું નહી દેવેશે વાતનો દોર સાધતા કહ્યું મંમ્મી ખુબ ગભરાયેલા કે મને કંઈ થાય તો ડોકટર બોલાવ્યા પછી થયું નજીકના બધાને બોલાવી લઉં ઝડપથી શ્વાસે ફોન કર્યો.

સોહમને થયુ કે બિમારીમાં પણ દેખાડો? આ કઈ જાતનું ઘર અને માણસો છે? મને જય શ્રી કૃષ્ણનો પ્રશ્ન કરનારનો દીકરો મારી પત્નીને પ્રેમનાં સંવાદ કરવાતાં મેસેજ મોકલે છે?

સોહમે દેવેશને કહ્યું " તમે સારું કર્યું બધાને બોલાવી લીધા અને તમે જે ઉતાવળા શ્વાસે ફોન કર્યા એમાં તમારી સાચી ઓળખાણ થઈ ગઈ સુહાસી અને સોહમ પછી દેવેશની સામે જોય રહયા દેવેશ કહે હાં હાં પણ હું સમજ્યો નહી પણ એના હાથમાં બે ત્રણ મોબાઈલ હ્તા. દેવેશ થોડો ચોંક્યો પછી એને પોતાની ભૂલ સમજાઈ અને કાપો તો લોહીના નીકળે એવી સ્થિતિમાં તૂટતા અવાજે બોલ્યો એતો એતો મારાથી સમજીને કાંઈ ............... સોહમે કહ્યું "દેવેશભાઈ કાંઈ ચોખવટ કરવાની જરૂર નથી અમને બધુ સમજાઈ ગયુ છે." તમારા માતૃશ્રીને અમારા કાયમના કે છેલ્લા જયશ્રી કૃષ્ણ ... આમ કહી સોહમ સુહાસી દેવાંશી તરફ અધુરી નજર કરીને ત્યાંથી નીકળી ગયો.

............... સંપૂર્ણ .............