love song in Gujarati Poems by Mewada Hasmukh books and stories PDF | પ્રેમ ગીત

Featured Books
Categories
Share

પ્રેમ ગીત

મારા ગીત, મારી સુખદ વેદનાઓ, આપની સામે મૂકું છું.. 
યાદો ના પ્રવાસ મા.. જરાક ઠહરજો
હસમુખ મેવાડા 


ગીત - 1,વાત કહું છું 
વાત કહું છું એ વખતની....
અમે મળ્યા'તા અજનબી થઈ
વાત કહું છું એ વખતની... 
અમે મળ્યા'તા અજનબી થઇ,.. 2

શરમાતા એના વદન જોઇ....
જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...
વાત કહું છું એ વખતની... 
અમે મળ્યા'તા અજનબી થઇ....

વરસી રહ્યો'તો મેહ મિલન નો..
ગરજી રહ્યા'તા મેઘ મોબત ના...
ભીજાતા તારા અંગ જોઇ... 
જાગ્યા'તા દિલ મા અરમાન કઈ.....
...........વાત કહું છું... 2

અમે હાસ્ય છૂપાવી હસતા'તા... 
ફૂલ રંગબેરંગી મહેકતા'તા....
કોઈ છાનું છપનું મળતુ'તું બાગમાં,
કોઈ ફરતાં'તા હાથમાં હાથ લઇ..
........વાત કહું છું..... 2

કૈં કહેવાને ફફડ્યાં ફક્ત હોઠ ને..
કાને પડઘા પ્રેમ ના પડયા તા..
થઈ' તી મુલાકાતો ખૂણે ખાચરે...
ફર્યા'તા અમે શહેરમાં અજનબી થઇ....
...... વાત કહું છું... 2

વાત કહું છું એ વખતની... 
અમે મળ્યા'તા અજનબી થઇ...
શરમાતા એના વદન જોઇ....
જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...
.....વાત કહું છું.... 
©️હસમુખ મેવાડા


ગીત - 2, પ્રેમ જિંદગી છે.. 

તારા છે આ ગીત...
તારી છે આ પ્રીત..
તારાથી સાજન,
આ જીંદગી છે....
હો...પ્રેમ જીંદગી છે...
 કુદરતની છે  પસંદ....
હા, ખુદા ની બંદગી છે...2

સ્મિત રેલાવી અધરે....
નજર ઝુકાવી નયને....
  મૈત્રી નો રંગ લગાવ્યો છે..
અજનબી હા, તમે થઇને...
દિલમા છાના છાના રહીને...
સ્નેહ નો સૂર રેલાવયો છે...

હો..અણસારે તારા સ્મીતનો,
લગાડયો રંગ ગુલાબી પ્રીતનો....
સાથ છીએ તો...આસમાન રંગી છે...
પ્રેમ જીંદગી છે...હા,
પ્રેમ જીંદગી છે....


દિલ મા મારા એક દીપ ઝળહળતો...
રાત_દી નામ તારે ટમટમતો....
મીલન_વિરહ ની પરવા કયાં.
પલમા અંધારા, પલમા અજવાળા...
જગતમાં રીત છે...
આપણ પ્રીત ની કૂદરત પણ સંગી છે...
પ્રેમ જીંદગી છે...હા,
પ્રેમ જીંદગી છે..

પ્રેમ સંગીત છે...
પ્રેમ ગીત છે....
પ્રીત વગર મહેફીલ કયાં
રંગી છે....
પ્રેમ જીંદગી છે..હા,
પ્રેમ જીંદગી છે....


ગીત - 3, હું તારા દિલની રાણી...

જયારે જરૂર તને મારી હતી...
હું તારા દિલની રાણી હતી.....2,

એકલી મુકી મને ક્યાં વહી ગયો છે....
કોઈના દિલમાં લાગે રહી ગયો છે....
કેમ છોડ્યો તે હાથ મારો.... 
સમજયો ના તું પ્યાર મારો.. 
જગજાહેર પ્રીત તારી મારી હતી....
હું તારા દિલની રાણી હતી... 

જયારે જરૂર તને મારી હતી..
હું તારા દિલની રાણી હતી... 2

દિલ મા મારા જ્યારથી, તું વસયો છે.. 
જગ શું જાણે પ્રીત, તું મને ગમ્યો છે.. 
તારા સથવારે હું ચાલતી.. ..
તારા કાજે જીવતી... મરતી.. 
હતી પાગલ હું દિવાની હતી...
એ જમાને તારી મહેરબાની હતી....

જયારે જરૂર તને મારી હતી...
હું તારા દિલની રાણી હતી.....



ગીત - 4, યાદ.. 

યાદ આવી ગઈ.. મન,
અચાનક તમારી...
ફુરસદ લઇ બેઘડી પળ,
લખી રહ્યો છું...
ગમશે કદાચ શબ્દ,
તમને આ - મારા...
મુલાકાત ની એ ક્ષણ,
યાદગાર લખી રહ્યો છું...

રસ્તા મહી મળ્યા હતા એકવાર તમે,
મિત્રતા નો તેં'દી, પ્રસ્તાવ મૂકી ચુક્યો છું...
સ્મિત રેલાવી અધરે, નજર નમાવી તમે...
સુપર તમારી અદા થી, પાગલ થઈ ચૂક્યો છું...

મળવાનાં દીધેલ કોલ તેં જ પ્રથમ..
રાહ, બસ ત્યારથી જોઈ રહ્યો છું..
ગ્રીષ્મ ની ઉગ્ર અમાસ, શરદ - શીતળ પૂનમે...
કરેલી પ્રણય વાતો, ભીનાં સ્મરણ લખી રહ્યો છું....

વિહરતા એક દિ એકાંતે, રાત મહી..
ચમકવા નું કારણ તારાઓને,
પૂછી ચુક્યો છું...
દિલ મા અરમાનો કૈક થાય છે,
હજુ મુલાકાતો ના...
પણ, નિર્દોષ મનને
મનાવી રહ્યો છું..



ગીત - 5,

શ્વાસે-ઉછ્શ્વાસે..
બ્યુગલો વાગે,

થાય ભણકારા..
માં - ભોમ કાજે,

રેડવા લોહી..
થાઓ સતર્ક,



Thank you.... ગમે તો 5 star ? કરજો... ? ? ?