Love, Life ane confusion - 2 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 2

રિમાએ બેંક માં ચાર દિવસ ની લીવ મૂકી દીધી, બધા લગ્ન માં જવા ની તૈયારીઓ માં લાગી ગયા .

શોપિંગ , પેકીંગ બધું થઈ ગયા પછી પરેશ ભાઈ ની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન માટે ટ્રેન માં નીકળી પડ્યા.

રિમા નું બાળપણ ટ્રેન માં નજરે ચઢ્યું. સૌથી પહેલા સામાન સેટ કરી અને બારી પાસે બેસી ગઈ. અને સામે ની સીટ પર અભી બેસી ગયો. દિયા દૂર ઉભા ઉભા જોતી રહી. મમ્મી એ તેને પોતાની બાજુ માં બેસી જવા નો ઈશારો કર્યો. રિમા કાંઈ જોયા વિના બધું ઇગ્નોર કરી ને કાન માં ઇઅર ફોન લગાવી અને ગીત સાંભળવા લાગી. 
એ જોઈ દિયા મોઢું બગાડી મમ્મી પાસે બેસી ગઈ.


ટ્રેન ચાલતી થઈ.   બહાર ની બધી વસ્તુઓ , ઘરો, શહેર, અને વૃક્ષો ને  ઝડપ થી પાછળ છોડતી રિમા બારી ની બહાર લાંબી નજર કરી ને પાછળ છૂટતી દરેક ચીઝ ને જોતી હતી.  થોડો સમય બારી ની બહાર હાથ કાઢી ને ઝડપ થી ફૂંકાતા ઠંડા વાયરા ને આંખ બંધ કરી ને મહેસૂસ કરતી  ત્યાં થોડો સમય પરિવાર સાથે હસી મજાક સાથે વાતો કરતી.

બસ આમ ને આમ ટ્રેન એના નિશ્ચિત સમયે અને નિશ્ચિત જગ્યા એ પહોંચી ગઈ.

બધા હેતલ માસી ના ઘરે પહોંચ્યા,લગ્ન વાળું ઘર એટલે , લોકો ચહેલ પહેલ અને કામ ન ઢગલા, વાતો નો વંટોળ , અને બધા સગા સંબંધી ને મળવા ની આતુરતા.

ત્યાં પહોંચતા જ હેતલ માસી અને એના પતિ રમેશ માસા એ બધા ને આવકારો આપ્યો .તુરંત શીતલ બેન અને હેતલ બેન બંને બહેનો વાતો માં લાગી  ગયા, અભી અને દિયા તેની ઉંમર ના એમના કઝીન સાથે મસ્તી માં લાગી ગયા, રમેશ ભાઈ અને પરેશ ભાઈ પણ કામ માં લાગી ગયા.
 
રિમા ને સામે થી બોલવા ની આદત નહીં, એટલે થોડા લોકો સાથે થોડી વાતો કરી પછી એ એકલી પડી ગઈ.

જે માણસ બહાર થી શાંત હોય  એ અંદર થી એટલા જ બોલકા હોય છે. બસ એમની સાથે એક વખત કનેક્શન બની જાય અને મન ભળી જાય પછી એ માણસ તમારી સામે એની આખી લાઈફ ની બુક ખોલી અને રાખી દેતા હોય છે.

વધુ પડતું રિમા ને એટલે જ ક્યાંય ફંકશન માં જવું ન ગમતું.એ કોઈ સાથે મેળ મિલાપ ન કરી શકે.
બોલે ઓછું એટલે બધા એરોગન્ટ સમજે એ અલગ.

રિમા ઘર ની બહાર ગાર્ડન માં એકલી જઈ અને બેસી ગઈ , હાથ માં ફોન લઈ અને આજુ બાજુ નજર ફેરવતા સોશ્યલ સાઈટ્સ માં ટાઈમપાસ કરવા લાગી.

ત્યાં જ પાછળ થી અભી દિયા જગદીશ અને બીજા એના કઝીન આવ્યા.
બધા રિમા ને સામે થી મળ્યા અને પછી ત્યાં જ રિમા પાસે બેસી ગયા.

એક સરખા જુવાનિયા ભેગા થયા  એટલે મસ્તી મજાક ને વાતો શરૂ થઈ. અને અંતે રિમા પણ એમાં પરોવાઈ ગઈ.

જગદીશ અને રિમા બંને ની સરખી ઉંમર એટલે જગદીશ નાનપણ થી રિમા ને ઓળખતો. રિમા ના સ્વાભાવ ને જાણતો.
અને બધા કઝીન માંથી રિમા ને પણ જગદીશ સાથે વધુ કનેક્શન . એટલે જ જગદીશ ના લગ્ન માં આવવા રિમા એ હામી ભરી.

જગદીશ ના લગ્ન ની તૈયારી ખૂબ જોર શોર થી થવા લાગી.

પહેલે દિવસે સંગીત સંધ્યા ને દાંડિયા રાસ.બધા જુવાનિયા ડાન્સ ની તૈયારી માં લાગી ગયા.બંને પક્ષો એટલે કે છોકરી વાળા ને છોકરા વાળા બંને ના દાંડિયા સાથે  એક જ જગ્યા એ.
તેથી છોકરા વાળો પક્ષ ખૂબ જોર શોર ની તૈયારી કરતો હતો.

રિમા પણ બધું માણતી હતી.
પ્રેકટીસ માં બધા ને મદદ કરતી અને ખુશ રહેતી.  રિમા ને આમ ખુશ જોઈ એની મમ્મી પણ ખુશ થઈ જતી.

સાંજ નો સમય થયો , મહેમાન આવવા ના શરૂ થયા.રિમા પણ તૈયાર થઈ ને આવી .
 લાઇટ પીચ અને પોપટી કલર ના ચણીયા ચોલી, હાથ માં ગોલ્ડન બ્રેસલેટ, ને બીજા હાથ માં નાજુક પોંચો, ગાળા માં નાના ડાયમંડ વાળો ચેઇન અને  કાન માં એવા જ નાના ડાયમન્ડ ની લાંબી લટકતી ઈઅરરિંગ ,ખુલ્લા વાળ, આંખ માં ઘટ્ટ મસ્કરા ,  ચહેરા પર આછો મેકઅપ, કપાળ પર  નાની બિંદી, ને સોને પે સુહાગા ગાલ પર પડતા ડિમ્પલ.
કોઈ પણ રિમા ને પેહલી નજરે જોઈ ને જોતું જ રહી જાય .

રિમા એની મમ્મી સાથે રૂમ માં થી નીચે આવી , બધા આવતા જતા રિમા સામે પાછળ વળી વળી ને જોતા જઈ.

રિમા એની મમ્મી પર થોડી ચીડતા બોલી, "ના પાડી હતી ને કે આટલું તૈયાર નથી થવું મારે તો પણ , તું ન માની..."

" શું વાંધો છે , કેટલી મસ્ત લાગે છે તું..." મમ્મી રિમા ની નજર ઉતરતા બોલી.

" પણ બધા ...." રિમા એ વાક્ય અધૂરું છોડ્યું  અને ગુસ્સા માં બોલી ,"છોડ તું નહીં સમજે."
અને રિમા ત્યાં થી ચાલતી થઈ ગઈ.

દિયા મમ્મી પાસે આવી અને મમ્મી ના કાન માં કહ્યું " 
પણ મમ્મી સાચે દીદી ને ઘણી વધારે તૈયાર કરી છે તે નહીં ?"

મમ્મી એ દિયા સામે આંખો મોટી કરી .
દિયા એ જોઈ ને ત્યાં થી ચાલતી થઈ પડી.

મમ્મી એની બહેન ને બીજા સંબંધીઓ પાસે ચાલ્યા ગયા.

રિમા ને એના મામા રોકી અને તેની સાથે વાતો શરૂ કરી આટલા માં જ ત્યાં અભી આવી પહોંચ્યો અને બોલ્યો "દીદી તને જગદીશ શોધે છે."

"કેમ કાંઈ કામ છે ?" મામા સાથે અધૂરી વાત છોડી ને જતા રિમા થોડી અચકાઇ.


"હા , એની થવા વાળી ધર્મપત્ની સાથે તને ઇન્ટ્રોડ્યુસ કરવી છે એટલે." 

" એ ડફોળ , ભાભી બોલ ભાભી...." અભી નું વાક્ય પૂરું થયું ન થયું એ પહેલા મામા એ તેનો કાન ખેંચ્યો .

"હવે હા મામા ,એ જ ....ભાભી .
હા તો ચાલ દીદી." અભી એ તેનો કાન મામા ની આંગળી ની પકડ માંથી છોડાવ્યો.

"મામા હું જગદીશ પાસે થઈ આવું હો.." રિમા  મામા ની પરવાનગી લેતી હોય એમ બોલી.

"હા જા બેટા , હવે હું અભી સાથે વાતો કરી લઉં થોડી."
 અભી સામે જોઈ ને મામા બોલ્યા ." કેમ અભી ..?"

અભી થોડો મૂંઝાયો.

મામા હંમેશા અભી ની કલાસ લેતા. કોઈક ને કોઈક વાત માં અભી આટી માં આવી જતો
એટલે બને  એટલું અભી આવા ફંકશન માં એના મામા થી દુર જ રહેતો.આ વાત એના મામા પણ સમજતા.

રિમા હસવા લાગી ને  ત્યાં થી ચાલતી થઇ ગઇ.

"તો અભી ભણવા નું કેવું ચાલે તારું?" મામા એ કલાસ લેવા ની શરૂઆત કરી.

"હ હા સારું જ ચાલે હો મામા..." અભી અચકાતા બોલ્યો.

"એક્ઝામ આવે છે ને તૈયારી થઈ ગઈ..?"

" તૈયારી.... અરે અફલાતૂન તૈયારી છે." અભી એ હવા માં તીર ઉડાવતો હોય એમ બોલ્યો.

" અચ્છા અફલાતૂન તૈયારી . વાહ ,તો એક વાત કહે મને કે....."

અભી ફસાયો હવે . મામા ની ક્લાસ શરૂ થાય એ પેહલા  ભાગી નીકળવા નો રસ્તો શોધતો શોધતો અભી બોલ્યો " હહહહ"  અને પાછળ ફર્યો.

પછી મામા તરફ જોઈ ને કહ્યું " મને કોઈક એ બોલાવ્યો ... હું આવું હમણાં હો..."

મામા એ અભી નો હાથ પકડ્યો ," અરે બેટા કોઈ એ નથી બોલાવ્યો... ઉભો રહે...."

અભી હાથ છોડવાતો,"મામા બોલાવ્યો મને કોઈક એ ,  સાચે કહું છું હું."
અભી પાછો પાછળ ફરી ને બોલ્યો," અરે હા દીદી આવું છું આવું છું....
જુઓ મામા બોલાવે છે મને ,તમારી ઉંમર થઈ એટલે તમારા કાન નબળા પડી ગયા છે." એમ કહેતા મામા ના હાથ ની પકડ માં થી અભી છૂટી અને ભાગ્યો.

મામા પણ અભી ની નાદાની જોઈ હસી પડ્યા.

**

રિમા જગદીશ પાસે પહોંચી . જગદીશ તેની થવા વાળી પત્ની જીજ્ઞાસા સાથે ઉભો ઉભો વાતો કરતો હતો.

રિમા ત્યાં પહોંચી અને બોલી,"  બોલ જગદીશ."

જગદીશ એ જિજ્ઞાસા તરફ હાથ નો ઈશારો કરી અને રિમા ને તેને દેખાડી.

"ઓહ જિજ્ઞાસા  મતલબ કે ભાભી હાય ...કેમ છો ...?" રિમા એ ફોર્મલિટી કરતા પૂછ્યું.

જિજ્ઞાસા એ  પિંક અને બ્લુ કલર ના ચણીયા ચોલી પહેર્યા હતા ,વાળ માં હેયર સ્ટાઇલ, આંખો માં આંજણ, આઈલાઈનર અને આંખ ઉપર મેકઅપ , નાક માં મોટી નથડી,ગાલ પર મેક અપ ,નાક અને ગાલ વચ્ચે એક નાનું પણ આકર્ષિત એવું તલ.ગાળા માં ભારી ભરખમ હેવી નેકલેસ , કાન માં લાંબા લટકણ અને બંને હાથ માં બંગડી ના જુડા.

"બસ મજા માં...અને તમે....?" જિજ્ઞાસા એ પણ ફોર્મલિટી કરી.

"હું પણ મજા માં અને હા ખૂબ સુંદર લાગો છો તમે સાચે..." રિમા એ વાત લંબાવી.

 "હા પણ તમારા કરતા નહીં ..."જિજ્ઞાસા થોડી નિર્દોષ મઝાક કરતા બોલી.

રિમા એ પોતા ના પહેરેલ ડ્રેસ પર નજર કરી અને "અરે......" એમ કહી આંખો બંધ કરી હસતા હસતા મોઢું હલાવી અને ના કહી . ત્યાર બાદ આંખો ખોલી અને બોલી " એવું કંઈ નથી ભાભી..આ તો ......."
આટલું બોલી રિમા અટકી ગઈ અને વધુ તૈયાર થવા પર પસ્તાતી  અને શરમાતી હોય તેવું મોઢું બનાવ્યું.

જિજ્ઞાસા હસવા લાગી અને બોલી, "ના એવી રીતે નથી કહેતી પણ મસ્ત લાગો છો તમે પણ."
રિમા જિજ્ઞાસા સામે હસતા હસતા જોતી રહી.
જિજ્ઞાસા ફરી હસી ને બોલી,"અચ્છા,  મારા કરતાં ઓછા સરસ લાગો છો બસ...." 



રિમાએ વાત ફેરવતા કહ્યું  ," પણ સાચે ભાભી
જગદીશ ની તો નજર જ નથી હટતી તમારા પર થી."

જિજ્ઞાસા એ જગદીશ સામે જોયું અને બ્લશ કરતા કરતા સ્માઇલ આપી.જગદીશ પણ થોડો શરમાયો.

"અચ્છા તમે અમારી એંગેજમેન્ટ માં કેમ નહતા આવ્યા...?" જિજ્ઞાસાએ શિકાયત કરી.

"ઓહ ત્યારે થોડા કામ માં બિઝી હતી અને બેંક માંથી લીવ પણ ન મળી તો ન આવી શકી.પણ મેરેજ માં આવી ગઈ ને જુઓ." 

" બસ હા રિમા ખોટું ન બોલ. જીગુ, આ રિમા આપણા મેરેજ માં પણ નહતી આવવા ની. એ તો માસી કાન પકડી ને લઇ આવ્યા...." રિમા પાસે જગદીશ એ પણ શિકાયત કરી.

" એવું છે ,એ ખોટું કહેવાય હો તમે ને જગદીશ તો સગા ભાઈ બહેન જેવા છો . મને તો એમ હતું કે તમે જ્યારે અહીંયા સ્ટડી કરતા ત્યાર થી તમે બંને એકબીજા ના બેસ્ટ ફ્રેન્ડ છો હેતલ મોમ તો એમ કહેતા  પણ અહીંયા તો જુઓ ઊલટું જ છે." જિજ્ઞાસા એક શ્વાસે બધું બોલી ગઈ. 

એના બોલવા ના અંદાજ પર થી રિમા સમજી ગઈ કે જિજ્ઞાસા કેટલી વાતો કરી શકે છે અને વાત પૂરી કરવા ના અંદાજે રિમા બોલી , "અરે માફી બસ .એંગેજમેન્ટ માં ન આવી એટલે.
મને ખબર હોત કે આટલા મસ્ત ભાભી લઇ આવા નો છે આ તો જરૂર થી એંગેજમેન્ટ અટેન્ડ કરત પણ હવે લગ્ન માં આપણે એંગેજમેન્ટ ની મજા પણ માણી લઈશું બસ."


ત્યાં જ દાંડિયા માટે બોલાવેલ ડીજે એ માહોલ બનાવવા રોમાન્ટિક સોન્ગ શરૂ કર્યા.

અને જિજ્ઞાસા ની નજર રિમા ની પાછળ દૂર ઉભેલ વ્યક્તિ પર પડી અને અવાજ ઊંચો કરતા એ બોલી, 
"અરે તું આવી ગયો....."
જગદીશ એ પણ ત્યાં જોયું અને બોલ્યો," અરે આવો આવો
મોંઘા મહેમાન..." જગદીશ એ આવકારો આપ્યો.

રિમા પણ તે વ્યક્તિ નવા જોવા પાછળ ફરતી હતી ત્યાં સામે થી અભી આવ્યો અને રિમા નો હાથ પકડી પાછળ ફરતા અટકાવતા  એ બોલ્યો " દીદી...મમ્મી નો ફોન તારી પાસે છે ?"

" ના મારી પાસે નથી  દિયા પાસે  હશે , જા એની પાસે થી લઈ લે."

રિમા ની પાછળ દૂર ઉભેલ વ્યક્તિ ચાલતા ચાલતા નજીક આવતો ગયો એમ એનો અવાજ રિમા ના કાન માં પડતો ગયો,
"અરે મોંઘા મહેમાન શેના જીજાજી. અને જો જીગુ આવી ગયો ને..."

" હા ઘણો વહેલો આવ્યો..." જિજ્ઞાસએ ટોન્ટ માર્યો.

"હા થોડો મોડો પડ્યો પણ આવી ગયો ને..."

એ અવાજ ધીમે ધીમે રિમા ની નજીક આવતો ગયો અને રિમા ના ધબકારા વધતા ગયા. એનું ધ્યાન અભી પર થી હટયું અને એ અવાજ પર ફોકસ થઈ ગયું.

આ તરફ અભી પૂછતો રહ્યો " દિયા ક્યાં છે દીદી જોઈ તે એને ..?"

પણ રિમા નું ધ્યાન પાછળ થી નજીક ને નજીક આવતા અવાજ પર જ હતું.


********


કોણ છે એ વ્યક્તિ ? , રિમા નો પણ કોઈ એવો પાસ્ટ છે ?  જગદીશ અને રિમા સાથે ભણતા તો શું જગદીશ ને રિમા ના એ પાસ્ટ વિશે ખબર હશે ? 

બીજા ઘણા સવાલો નો જવાબ એક જ છે , વાંચતા રહો લવ , લાઈફ અને કન્ફ્યુઝન.

- Megha Gokani