કેયા અને KDની દરરોજ મેસેજથી વાત થતી રહેતી. એક નજર,એક ફોન, એક મેસેજ, એક શબ્દ...બધું જ ખાસ બની જાય છે, જ્યારે ગમતી વ્યક્તિ ધબકારા સાથે સંકળાય છે.
એક દિવસ પ્રિયા, કેયા, રૉય અને વિકી કેન્ટીનમાં નાસ્તો કરતા કરતા ચર્ચા કરી રહ્યા હતા કે શું કરીએ તો KDના મનની વાત જાણી શકાય.
પ્રિયા:- "તું શ્યોર છે કે એ તને પ્રેમ કરે છે?"
કેયા:- "હા....એ મને પ્રેમ ન કરતે તો મારી આટલી બધી ચિંતા ન કરતે."
રૉય:- "હા કદાચ બની શકે. કારણ કે તું જ એ છોકરી છે જેની એને તલાશ હતી."
કેયા:- "તારા કહેવાનો મતલબ શું છે?"
રૉય:- "એણે કોઈ હોટેલમાં એક છોકરીનો અવાજ સાંભળ્યો હતો. જે સૂર અને સ્વરની એને તલાશ હતી એ છોકરી બીજી કોઈ નહિ પણ તું જ છે."
"તારાથી આ વાત પહેલાં ન બોલાઈ?" કેયા રૉયને હાથના બાવડા પર મારતા કહે છે.
રૉય:- "અરે યાર મને અને વિકીને આજે સવારે જ ખબર પડી."
વિકી:- "હા KDએ જ અમને જણાવ્યું."
પ્રિયા:- "મને એક વિચાર આવ્યો."
કેયા:- "તો બોલને. કોની રાહ જોય છે?"
પ્રિયા:- "જો KD તને બદમાશોથી બચાવે તો સાબિત થઈ જાય કે એ KD કેયાને ચાહે છે."
વિકી:- હા એ બદમાશો આપણા ભાઈ છે જે KDના હાથનો માર ખાશે અને શું ગેરંટી કે કેયાને જરા પણ ઈજા ન પહોંચાડે.
"ડફ્ફોળ સાચા બદમાશો નહિ. નકલી બદમાશો કેયાની છેડતી કરવાનું નાટક કરશે. સમજ્યો?"
પ્રિયાએ વિકીને માથામાં હળવી ટપલી મારતા કહ્યું.
કેયા:- "Wow! યાર કેવું પડે હો. સારી યોજના છે. આ યોજનામાં કોઈ ગરબડ ન થવી જોઈએ."
સૂમસામ રસ્તા પર કેયા, રૉય, પ્રિયા,વિકી અને ચાર પાંચ જણ KDની રાહ જોતા હોય છે. થોડીવારમાં જ KDને દૂરથી આવતા જોય છે.
કેયા:- "Hey guys જલ્દી સંતાય જાવ. KD આવે છે."
યોજના પ્રમાણે પેલા ચાર પાંચ છોકરા કેયાની છેડતી કરે છે.
KD થોડોક નજીક આવી ગયો હતો. એક છોકરાએ કેયાનો હાથ પકડી લીધો. કેયા "બચાવો બચાવો" એમ બૂમ પાડતી KDની તરફ જોઈ રહી હતી. પરંતુ આ શું? KD તો એની મેળે આગળ જતો રહ્યો. કેયા મનોમન ખૂબ ગુસ્સે થઈ. KD મનમાં કેયાને "નૌટંકીબાઝ" કહી આગળ નીકળી ગયો.
બીજે દિવસે ફરી કેન્ટીનમાં બેસી વિચારવા લાગ્યા કે હવે શું યોજના બનાવી એમ.
પ્રિયા, કેયા, વિકી અને રૉય આમ ચારેય જણને ઊંડા વિચારોમાં મગ્ન જોઈ રાજે પૂછ્યું "guys any problem? શું થયું? કેમ આમ બેઠા છો?"
પ્રિયા:- "અમારી યોજના પર પાણી ફરી વળ્યું."
રાજ:- "કેવી યોજના. મને જણાવો તો ખરા."
પ્રિયા:- "એ જ કે KDના મનમાં કેયા પ્રત્યે કંઈક ફીલીંગ્સ છે કે નહિ."
રૉય:- "Idea..!!"
વિકી:- "બોલ."
રૉય:- "KDને જેલીસ ફીલ કરાવીએ કે કેયા બીજા કોઈને ચાહે છે."
કેયા:- "ના આ Idea બરાબર નથી."
પ્રિયા:- "Actually આ Idea એટલો પણ ખરાબ નથી. Not bad રૉય."
રૉય:- "Thanks."
પ્રિયા:- "કેયા સારો Idea છે. તને મંજુર છે?"
કેયા:- "Idea તો સારો છે પણ જેલીસ કેવી રીતના કરાવવા. કોઈ ફેક નકલી બોયફ્રેન્ડ પણ જોઈએ ને?"
પ્રિયા:- "રાજ છે ને. એ તારો બોયફ્રેન્ડ બનશે. તું શું કહે છે રાજ?"
રાજ:- "Ok હું તૈયાર છું."
કેયા:- "ok આ પણ ટ્રાય કરી જોઈએ."
KD, વિકી અને રૉય ત્રણેય કેન્ટીનમાં બેસી નાસ્તો કરી રહ્યા હતા. એટલામાં જ કેયા અને રાજ આવે છે. કેયા અને રાજ કેન્ટીનમાં બેઠા.
રૉય:- "આ લોકોની જોડી સરસ લાગે છે. તારું શું કહેવું છે વિકી?"
વિકી:- "હા યાર જોરદાર લાગે છે જોડી. KD તને કેવી લાગે છે આ લોકોની જોડી?"
KD:- "ખૂબ સરસ જોડી છે."
વિકી:- "એ લોકો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે. એકબીજાને પ્રપોઝ પણ કર્યું."
"શું વાત કરે છે? રિયલી?" એમ કહી કેયા અને રાજ પાસે KD જાય છે.
રૉય:- "KDને જલન થઈ."
વિકી:- "એટલે જ એ કેયા અને રાજ પાસે ગયો."
"ચાલ આપણે પણ નજીક જઈને જોઈએ કે KD શું કહેશે તે." રૉય ઉભો થતા બોલ્યો.
વિકી:- "હા ચાલ."
"Hey raj.....Congratulations" એમ કહી સ્માઈલ સાથે KD રાજ સાથે Shake hand કરે છે.
"Congratulation કેયા" કેયા સામે Shake hand કરવા આગળ હાથ કર્યો પણ કેયા ગુસ્સે થઈને જતી રહી.
एक मैं हूँ जो लहरों की तरह बेचैन हूँ,
एक वो है जो समंदर की तरह खामोश हैं।
ક્રમશઃ