એલાૅમ વાગ્યુ, સવાર ના છ થયા હતા. રેણુ એ માંડ માંડ આંખો ખોલી અને એલાૅમ બંધ કયુૅ.
આજે કેટલા દિવસો પછી એ થોડુ સૂઇ શકી હતી. લાંબા ઊજાગરા અને સતત રડવાને લીધે અેની આંખો સુજિ ગઇ હતી.
સુજેલી આંખો એ એણે બારી બહાર નજર નાખી. હજી અંધારુ છવાયેલુ હતુ. થોડી પળો એ અંધારા આકાશ તરફ તાકી રહી જાણે એની પોતાની જ મનસ્થિતિ ન જોઇ રહી હોય. શુ હતુ અને શુ થઈ ગયુ એ વિચારતી રહી પછી ઊંડો નિસાસો નાખી ફરી રુમ તરફ વળી.
મલય હજી સુતો હતો. એના ચહેરા પર વેદના પડખુ લઇ રહી હતી.
મલય એનો પતિ, પતિ કરતા પણ મિત્ર વધારે, રેણુ ખુબ ખુશ હતી મલય સાથે, એની જીવનસાથી ની કલ્પના કરતા પણ વધુ સારો હતો મલય, ખુશમિજાજી , નિખાલસ છતા સમજદાર.
મલય
ને બાળકો ખુબ ગમતા, બાળકો સાથે એ બાળક થઇ જતો અને કલાકો સુધી રમી શકતો.
એ દિવસે રેણુ એ મલય ને સૌથી વધુ ખુશ જોયો હતો જયારે અેમના સુખી લગ્નજીવન ની ડાળી એ વંશ નામનુ ફુલ ખીલ્યુ હતુ. સૌ ખુબ ખુશ હતા. હજી ચાર મહિના પહેલા જ તો વંશ ની બીજી વષૅગાંઠ ઉજવી હતી.
વંશ બિલકુલ મલય જેવો તોફાની છતા સૌનો વહાલો હતો. આખુ ઘર માથે લેતો. વંશ ને ગુલાબ ના ફુલ ખુબ ગમતા, સાવ નાનો હતો ત્યારે પણ ગુલાબ ના ફુલો ને અનિમેષ નજરે તાકી રહેતો. એની બથૅ ડે ના દિવસે મલય ખાસ એના માટે લાલ ગુલાબ નો છોડ લાવ્યો હતો, એ જોઇ ને વંશ ખુબ હરખાયો હતો.
રેણુ વંશ ની ખુબ કાળજી લેતી. આખો દિવસ વંશ મા પોરવાયેલી રહેતી, બે માળ નુ ઘર હોવા છતા તોફાની વંશ ને બહુ ઉપર જવા દેતી નહી. છતા નજર ચૂકવી એ ઉપર ચડી જતો. આવા જ એક દિવસે રેણુ રસોઈ ઘર મા રસોઇ કરી રહી હતી અને વંશ ઉપર ચડી રમવા લાગ્યો, નીચે ઉતરતા ઉંધા માથે પટકાયો. રેણુ ના મોઢે થી મોટી ચીસ નીકળી ગઈ, પડોશીઓ ભેગા થયા વંશ ને તાબડતોબ હોસ્પિટલ લઇ જવા મા આવ્યો. મલય પણ ઓફિશ થી દોડી આવ્યો.
24 કલાક ના રુદન, ઉજાગરા, પાથનાઓ, બાધાઓ પછી પણ વંશ ને બચાવી શકાયો નહી. રેણુ-મલય નો તો હસતો રમતો બાગ જ ઉજડી ગયો. સૌ શોક મા ડુબી ગયા. રેણુ ની હાલત તો જીવતી લાશ જેવી થઈ ગઈ હતી
આજે આ ઘટના ને બે મહીના થયા છતાય એના દિલ નો ભાર ઓછો થતો નથી.મલય એને ખુશ રાખવા ખુબ મથતો હતો પણ રેણુ જાણે હસવાનુ પણ ભુલી ગઈ હોય એમ એના બધા પ્રયત્નો એળે જતા, મલય બહાર દેખાવા દેતો નહી પરંતુ પોતે એકાંત મા ચોધાર આંસુ એ રડી લેતો.
ભારે ગમગીની સાથે રેણુ ચા બનાવવા ઉભી થઈ આજે મલય એને હોસ્પિટલ લઇ જવાનો હતો થોડા દિવસો થી એની તબિયત પણ સારી રહેતી ન હતી.
રેણુ સાથે મલય હૌસ્પિટલ પહોચ્યો. ટેસ્ટ થયા, થોડા સમય બાદ રિપોૅટસ આવ્યા એ જોઇને મલય ની આંખો ભીની થઇ ગઇ.
રેણુ ફરી મા બનવાની હતી. ઘરે પાછા ફયૅા ત્યારે રેણુ ની નજર ઘર ના બગીચા પર પડી, એ ગુલાબ ના છોડ પર એક નવુ લાલ ગુલાબ ખીલી ઉઠયુ હતુ.
" એક ફુલ કરમાતા, શાને તુ આશ મુકે
હોઇ પરભુકૃપા તો સુકા છોડ પર પણ ફુલ ઉગે"
( પંકતિ, વાતૅા - ફાલ્ગુની મૌયૅ દેસાઈ)