Taro sath in Gujarati Short Stories by Mewada Hasmukh books and stories PDF | તારો સાથ..

Featured Books
Categories
Share

તારો સાથ..

હેલો .. હેલો ...... ??
અવાજ આવતો નથી મોટેથી બોલો ..!!
હેલો..?
(ફોન કટ થઇ જાય છે.)

અજાણ્યા નંબર પર ફોન કરું છું

હેલો .. તમે કોણ.. તમારો કૉલ હતો ..?
હા, નમસ્તે .. હું વિકો ગામડેથી .. !!
એક ખરાબ સમાચાર છે..!

શું, બોલ ને જલ્દી,?

અશોક ભાઈ...!
છેલ્લા 15 દિવસ તરુણ હૉસ્પિટલ માં દાખલ હતો, પણ આજે.. એ.... (અવાજ દબાઈ જાય છે)

 અને ફોન કપાઈ જાય છે.

સમાચાર ની તીવ્ર ઇચ્છા સાથે હું ફરીથી એ અજાણ્યા નંબર પર ફોન કરું છું ...મારું હ્રદય વલોવાઈ રહ્યું છે..

અરે ભાઈ, હેલો.. બોલો શું થયું તરુણ ને.

અશોકભાઈ.. આપણો તરુણ, આ દુનિયામાં નથી રહ્યો...(બોલતા બોલતા વિક્રમ મોટેથી રડી પડે છે)

હું શૂન્યમસ્તક થઈ જાઉં છું... ક્યારે ફોન હાથમાં થી પડી જાય છે, મને ખબર નથી રહેતી...ચોતરફ શાંતિ પ્રસરી જાય છે,
સામે રસ્તા પર આવતા જતા વાહનો ના અવાજ પણ સાયલેન્ટ થઈ ગયા હોય તેવું લાગે છે..

અને .....
હું સ્મરણો માં સરકી પડું છું ...

તરુણ ની એ ત્રણ વર્ષની ટીયા...
દરરોજ મને નવા નવા નામ થી બોલાવતી.
તેના મીઠા મધુર અવાજ મને કેટલો ગમતો હતો.
એ જ્યારે એની બાલભાષા મા હચોકકાંકા કહેતી તો હું એનાં કાલાઘેલા અવાજ સાંભળીને  એને ઊંચકી લેતો.. અને હાથ પકડી ગોળ વર્તુળ ની જેમ ત્યાં સુધી ફેરવતો.. જ્યાં સુધી એ સૉરી ના બોલતી..

તેનો નાદાન પ્રેમ મારા દુખ ને ભૂલવી નાખતો. હું એના નિર્દોષ સ્મિત ને બસ જોયા કરતો હતો

હું ત્રણ વર્ષ પહેલાં શહેર જવા ઘરે થી નીકળ્યો ત્યારે રસ્તા માં ટીયા જ તો સુકૂન સ્વરુપ સામે મળી હતી...

તરુણ પણ ટીયા ને ખૂબ પ્રેમ કરતો..
બિલકુલ.. મારા ભાઈના પ્રેમની જેમ ......

મારો ભાઈ અકસ્માત મા ગુજરી ગયા પછી હું સાવ એકલો થઈ ગયો હતો,
 સંજોગ, પરિસ્થિતિ પણ વધુ ખરાબ થઈ ગઈ,  બધા મારો સાથ છોડી ગયા,હું નર્વશ થઈ ગયેલો...

ત્યારે તરુણ હમેશાં એક ભાઈ ની રીતે મારા હ્રદય ને, મારા મન માં સ્ફૂર્તિ ભરવાં, મને ખુશ કરવાની અસફળ કોશિશ કરતો રહેતો.....

તરુણ કહેતો "આ ખરાબ ક્ષણો , માત્ર થોડા સમય માટે છે,એને હસીખુશી થી પસાર કરી લ્યો..  સુખ ની પળો જ આગળ છે ..દુખ અને સુખ એકય જીવનભર સાથ નથી આપતા..."

હું હંમેશાં એની વાત સ્વીકાર કરતો,
પરંતુ તે મારી એક પણ વાત લાખ પ્રયાસ કરવા છતાં સાંભળતો નહીં..

હા, તે ધૂમ્રપાન કરતો હતો..
તેના કારણે, લીવરની સમસ્યા ખૂબ વધારે હતી .......

તે બીમાર તો રહેતો હતો ... પરંતુ આજે અચાનક સહુ ને છોડી ચાલ્યો જશે..? એવું હું કયારેય વિચારી પણ ન શકું..! હું માનવા તૈયાર નહોતો.

મારા માનસપટ પર ચિત્રપટ ની જેમ જુની સ્મૃતિઓ જેમ  ચાલતી રહી..
ટીયા, તેની મીઠી મધુરી અવાજ, હવે તે કોના આશરે.. કોના આશ્રયમાં... મારા મનમાં ઘણા વિચારો ના વમળો ઉમટી રહ્યા..

હું સ્વસ્થ થયો.. શક્ય તેટલી વહેલી તકે ગામડે પહોંચી શકવા ની કોશિશ કરી..

ગામ આજે સૂનમૂન હતું.. મૌન હતા દરેક વડીલ વૃક્ષ ના પાંદડા.... સૂનમૂન હતા રેતી થી હર્યા ભર્યા રહેતા રસ્તાઓ...
દરેક જીવ ની સાથે પ્રકૃતિ પણ અફસોસ કરતી હતી.. જાણે,

હું દરવાજા પર પહોંચ્યો ... મેં હૃદય પર કાબૂ રાખ્યો .. ત્યાં ઘણી ભીડ ભેગી થઈ ... હું પણ ભીડમાં જોડાયો ... હૃદયમાં તોફાન નું વાવાઝોડું લઈને..

હું કંઇ પણ વિચારી શકતો નથી ... કોને દોષ આપું....કોણ છે જે વિધિના લેખ મિથ્યા કરી શકે છે....?

હું કેવી રીતે રડું, મારું મન રડવા આજીજી કરતું હતું..
મારું હૃદય ભરાઈ આવ્યું હતું ...
પણ, હું રડી શકતો નહોતો.. હું કઠોર બની ગયો હતો,

ત્યારે દુર થી એક બૂમ સંભળાઈ... હચોકકાકા,..હચોક કાકા,!!
ટીયા મારી તરફ દોડતી આવી.. મને ભેટી પડી... મેં ઉંચકી લીધી અને ગળે લગાવી દીધી..
હું પોતાને સંભાળી શક્યો નહીં ...
અને મોટેથી રડી પડાયું... બિલ્કુલ ટીયા ની જેમ.. એક બાળક ની જેમ....

તારો સાથ.....