# મહિલા સીટ
નોકરીમાં તો મહિલાઓને ૩૩ ટકા અનામત આપી દીધો છે મને લાગે છે કે બીઆરટીએસ બસના મેનેજમેન્ટમાં પણ આ જ વાત ધ્યાનમાં આવી લાગી છે. બસમાં બોર્ડ તો મારી દીધા છે કે ‘ મહિલાઓ માટે આરક્ષિત ‘ ઓ’ લી કહેવત તો તમે સાંભળી જ હશે કે નિયમો તો તોડવા માટે જ બન્યા છે જ્યાં સુધી એ નિયમ તૂટે નહી ત્યાં સધી તે નિયમ નિયમ જ ન કહેવાય.
મોટાભાઈ, ઉભા થાઓ.
‘ આ સીટ લેડીઝની છે ‘ આવું બોલતા પહેલા પણ મારે વિચાર કરવો પડે. જો સામે વ્યક્તિ સારા હોય તો તો કોઈ વાંધો નહી બાકી તો આ સામે ચોંટે.
પણ આમ તો સાચું કહું તો બીઆરટીએસ બસમાં હું સીટની અપેક્ષા રાખતી જ નથી. નવરાત્રીમાં તો શું રાત્રે મોડા સુધી ગરબા રમ્યા હોય એટલે પગ દુઃખે ત્યારે એક માત્ર સીટ ખાલી થાય તેનો ઇન્તઝાર રહેતો.
ભણેલા લોકો ઘણા હશે પણ ગણેલા નથી એનું શું !
શુક્રવારનો દિવસ હતો. શિયાળો જેમ-જેમ નજીક આવતો જાય તેમ તેમ અંધારું વહેલું થઇ જાય. બોપલથી બસ ઉપડે એ શ્રમિક વર્ગથી ભરેલી જ હોય. એ દિવસે લેડીઝ બસ નથી આવી એટલે જનરલ બસ આવી એમાં ચડી ગઈ. ડ્રાઈવરની સાઈડની બધી સીટમાં છોકરાઓ બેઠા હતા. ત્યાર પછીના સ્ટોપ પર એક માસી ચડ્યા. મારા ખ્યાલ મુજબ ૩૦ વર્ષીય એ માસી નોકરી કરતા હશે અને એમના અવાજમાં ધાક પણ એટલી હતી એક વખત માટે તો હું પણ એમની સામે જ જોતી રહી.
‘ ભાઈ , ઉભા થાઓ..આ મહિલાની સીટ છે ‘
ઓલા ભાઈ કઈ પણ હાવ-ભાવ વગર તેમની સામે જોવે છે. એ ભાઈ ક્યાંથી સમજે તે તો હિન્દી જ સમજતા હતા. ઓ’લ માસી સમજી ગયા કે આ હીરોને ગુજરાતીમાં ટ્યુબલાઈટ નથી થઇ. એ ફરીથી બોલ્યા એ જ છોકરાને.
‘ આપકો બોલ રહી હું, ખડે હો જાઈએ.. એ ઓરતો કી સીટ હે ..’
ઓલો છોકરો હવે આ માસીની ભાષા અને તેમનો આંખનો ગુસ્સો ચોક્કસથી સમજી ગયો હતો તે ઉભો થઇ ગયો અને માસીને જગ્યા આપી. એ સમયે મને લાગ્યું હતું ક માસી જાણે જંગ જીતી ગયા હોય તેવી અનુભૂતિ કરતા હશે.
૧૦ મિનીટ વીતી ગઈ હું ઉભી હતી શાંતિથી મારી સામેની બીજી ૩ સીટમાં છોકરાઓ જ બેઠા હતા. અચાનક મારું ધ્યાન મારી સામે બેઠેલા વ્હાઈટ શર્ટ અને બ્લેક ચશ્માં પહેરેલા છોકરા તરફ ગયું. તેને પણ મારી સામે જોયું અને અચાનક નીચું જોઈ ગયો. ખબર નહી કેમ..આવું એક-બે વખત થયું તે મને જોઇને કઈક વિચારતો હોય તેવું મને લાગતું હતું.
હવે મારા મનમાં તેના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનું કુતુહલ જાગ્યું. હું ઓળખતી નથી તે પણ નથી ઓળખતો મને તો એ આમ નજર કેમ છુપાવે છે મારાથી ?
૫ મિનીટમાં જ આ વ્હાઈટ શર્ટવાળાનું કુતુહલ પકડાઈ ગયું. એ છોકરો એટલા માટે નજર છુપાવતો હતો કેમ કે ઓલા માસીનું મહિલા સીટ બસ પ્રત્યેનું વર્તન જોઇને કદાચ એ પણ વિચારતો હશે કે હજુ એક છોકરી ઉભી છે અને અમે મહિલા સીટમાં બેઠા છીએ.
હવે ૨ સ્ટોપ ગયા પછી તેણે મારી સામે જોયું અને હિંમત ભેગી કરીને બોલ્યો, ‘ તમારે બેસવું છે ? ‘
મેં ઈશારામાં જ ના પાડી અને મનમાં સ્મિત કરવા લાગી કે વાહ એના મનમાં હું વિચારતી હતી એ જ સાચું નીકળ્યું.
હવે આ કિસ્સા જેવો જ બીજો કે કિસ્સો પણ વિપરીત.
અંજલી ૧૫ મિનીટની રાહ જોયા પછી નરોડા ગામની ૮ નંબરની બસ આવી. દૂરથી જ દેખાઈ ગયું કે બસમાં ભીડ તો ભૂ જ હતી પરંતુ બીજો કોઈ ઉપાય હતો નહી. અંજલી બસ સ્ટોપ પર જ એક ઉમરલાયક માસી પણ મારી સાથે રાહ જોતા હતા.
બસમાં આગળની સાઈડ બધી મહિલાની આરક્ષિત સીટ હતી જેમાં ૨ છોકરા સિવાય બધી લેડીઝ જ બેથી હતી. એક દીદી આવ્યા તેણે ઓલા છોકરાને ઉભું થવાનું કીધું અને તે શ્રમિક છોકરો ઉભો થઇ ગયો. ત્યારબાદ તેની બાજુમાં ૨૩ વર્ષ આસપાસ નોકરિયાત છોકરો કાનમાં ઈયર-ફોન ભરાવીને એની ધૂનમાં વાત કરતો હતો. જે રીતે વાત કરતો હતો તે ઉપરથી તો એવું જ લાગ્યું કે નજીકની મિત્ર જ હશે. મેં કીધું ઉભા થાઓ આ મહિલાઓ માટે આરક્ષિત સીટ છે તમારા સિવાય બધી લેડીઝ જ બેથી છે. અને હા, હું મારા માટે નથી કહેતી પણ તમારા સામે બીજા સીનીયર સીટીઝન એવા ૩ માસી ઉભા છે. અમારે કેવું ન પડે તમારે સામેથી જ સમજી જવું જોઈએ.
‘ બેન, હું નોકરી કરીને આવું છુ. અમે પણ આખા દિવસના થાક્યા હોઈએ.’ ગુસ્સામાં બોલ્યો.
‘ સાહેબ, નોકરીની વાત ન કરો. અમે કઈ બગીચામાં ફરવા નથી જતા ‘ મેં શાંતિથી કીધું.
‘ ત્યાં આખો દિવસ ઉભા રહીને કામ કર્યું હોય ‘ છોકરો બોલ્યો.
‘ જો ભાઈ, આ સમયે બધા નોકરીવાળા જ બસમાં હોય છે. જુવાન લોહી બેઠું હોય અને સામે કોઈ વૃદ્ધ ઉભા હોય એ થોડું સારું લાગે ? ’ આટલું કહેતા મને પણ ગુસ્સો આવી ગયો.
એટલી ખબર તો પડી જ ગઈ કે અહિયાં ભેંશ આગળ ભાગવત છે. એ ઉભો નહી જ થાય. માસીના હાથમાં બેગ હતું તે સીટમાં બેસેલા એક દીદીએ લઇ લીધું. એ દિવસે ચંડોળા લેક બસ સ્ટોપની સામે આવેલા પાર્ટી પ્લોટમાં કોઈ ફંક્શન હતું જેને લઈને ટ્રાફિક પણ ચક્કાજામ હતો.
ઓલા છોકરા સાથ બધાની દલીલો ચાલુ જ હતી. પાછળથી એક કાકા બોલ્યા જવા ડો બહેન તે છોકરી લાગે છે એટલે એ બેઠો છે.
ચંડોળા લેક પર જ ૨૦ મિનીટ બસ ઉભી રહી. દલીલોનો જવાબ એણે જયારે વિચિત્ર આપ્યો ત્યારે સાચે મારો મગજ હટી ગયો હતો.
એ મને સમજાવે છે કે આ બસમાં આગળની સીટ મહિલાઓ માટે આરક્ષિત છે એ વાત સાચી છે. પણ ઓનલાઈન તેના નિયમો છે કે જો બસ જયારે ચાલુ થઇ જાય ત્યારે જ તમે આ સીટ પર બેસી જાઓ તો વાત બરાબર છે બાકી કોઈ વચ્ચેના સ્ટોપ પર તમે કોઈ પુરુષને ઉભા ન કરી શકો.
મેં કીધું ભાઈ તું અમને નિયમો ન શીખવાડ. અમે કી અભણ નથી અને ચલ એક ટાઇમ માટે તારી વાત માની લઈએ કે એવું કઈક લખ્યું હશે નિયમોમાં પણ ડોબા આ વાત નિયમો કે એની નહી પણ એક માણસાઈની છે.
કોઈ શું કે આપણને કે ઉભો થા. આપણને જાતે ન સમજ પડે તો શું તારી માનવતા !
હવે મારી સાથે શબ્દો નહતા કે આને શું કહેવું મારે ? પણ માસી પણ બિચારા મારી સાથે ભીડમાં લટકીને ઉભા હતા.
નારોલ સ્ટોપ આવ્યું અને એ ઉતરી ગયો.
વુમન્સ ડે પર નારીને શુભકામના આપનારા લોકોમાં મોટા ભાગે આ લોકો જ હોય છે.