A flame of loneliness in Gujarati Magazine by Shubham Dudhat books and stories PDF | એકલતા એક જ્વાળા

Featured Books
Categories
Share

એકલતા એક જ્વાળા

આપણને જીવનમાં સૌથી વધુ અનુભવ થતો હોય તો એ એકલતા નો છે. કોઈ કહેશે નથી અનુભવ થયો ક્યારેય...મારા મત પ્રમાણે ખોટી વાત છે સાહેબ.
મનુષ્ય તરીકે આપણને હંમેશા સાથ આપવાવાળી બીજી કોઈ વ્યક્તિની જરૂર હંમેશા પડે જ છે. પછી એ વ્યક્તિ તરીકે, આપણાં માતા-પિતા હોય,મિત્ર હોય કે ભાઈ-બહેન હોય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ હોય....પરંતુ કોઈ એક વ્યક્તિની તો જરૂર ખરેખર પડે જ છે.
એકલતા એ શબ્દ વિશે વધુ સ્પષ્ટતા કરતાં જણાય કે, જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપણે બધાએ એનો અનુભવ તો કર્યો જ છે. જીવન જીવવા કોઈ એક પળ એવી તો હોવી જ જોઈએ જે આપણને ખુબજ ખુશ કરી દે. અને આપણાં આ અમૂલ્ય જીવનને રંગીન બનાવી દે. આ અમૂલ્ય જિંદગીમાં કોઈ ખુશી હોય કે દુઃખ, કોઈ તો એવું હોવું જ જોઈએ કે જેને આપણે બધીજ વાત કરી શકીએ અને એની સાથે આપણી દરેક વાત વ્યક્ત કરવી ગમે છે.
બસ આજ બાબત છે જે એકલતાનો સાચો અર્થ સમજાવે છે. એ વ્યક્તિ કે જેને આપણે આપણી દરેક વાતો કોઈ પણ પ્રકારના સંકોચ વગર કહી શકીએ છીએ એ જ વ્યક્તિ જો આપણને ન મળે અથવા આપણી પાસે ન હોય ત્યારે જે લાગણીઓ આપણે અનુભવીએ છીએ એ જ 'એકલતા'. એકલતા એ એક એટલી કઠિન પરિસ્થિતિ છે કે જે વિશે જણાવવું કોને એ પણ નથી સમજી શકાતું.
કોઈ વ્યક્તિ આપણને પસંદ હોય કે જેની સાથે આપણને વાતો કરવી ખુબજ પસંદ હોય,તો એ વ્યક્તિ આપણી જિંદગીની ખુબજ સારી વ્યક્તિ હશે જેને આપણે આપણી બધીજ ફીલિંગ્સ વ્યક્ત કરી શકીએ છીએ. પણ જો ક્યારેક એજ આપણાં જીવનમાંથી ખુબજ દૂર જતી રહે ત્યારે ખુબજ એકલું અનુભવતું હોય છે. ઘણી વાર તો એમ જ થાય છે. કે શા માટે આપણે એ વ્યક્તિને મળ્યા હતા અને બધું વ્યક્ત કરતા હતા. તો ઘણી વાર એમ થાય કે હવે કોને આપણી વાતો વ્યક્ત કરવી. બીજું કોઈ એના જેવું તો ના જ મળી શકે આપણને....પણ કદાચ એ વખતની આપણી લાગણીઓ એ આપણી એકલતા વ્યક્ત કરાવવામાં ખુબજ મહત્વનો ફાળો ભજવે છે. દિલથી એ જ વ્યક્તિ યાદ આવી જાય છે અને ઘણી વાર તો એ હજુ પણ આપણી સાથે જ હોય એમ લાગવા લાગે છે. ત્યારે એકલતા એ સમજાય છે.
આ એકલતા એ એક એવી જ્વાળા બની શકે છે કે જો એ થોડા પણ વધુ સમય સુધી રહે તો માણસને એ બરબાદ કરી નાખે છે.  
પ્રેમની બાબતમાં તો એકલતા એ ખુબજ દુઃખ આપે છે. કેમકે જેને આપણે પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિ આપણી સાથે હંમેશા રહે એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ. એ વ્યક્તિ નો સાથ આપણે ક્યારેય નથી છોડી શકતા. હું તો એમ જ માનું છું કે, પ્રેમ જ એક એવી લાગણી છે કે જ્યાં એકલતા સૌથી વધુ અનુભાવતી હોય છે. છેલ્લા શ્વાસ સુધી એજ વ્યક્તિ આપણી બની આપણી સાથે જ રહે એવું ઇચ્છવા છતાં કોઈ કારણોસર એ થઈ શકતું ન હોય ત્યારે એકલતા ખુબજ વધુ અનુભવાય છે. 
કોઈ કાર્યને લાગતી બાબત જોઈએ તો એમાં પણ એકલતા જણાય આવે છે....ક્યારે??
ત્યારે જ સાહેબ...જ્યારે એ કાર્ય માટે આપણી લગન હશે અને એ જ કામમાં એ જ લગન માટે આપણે કોઈ અન્યની જરૂર પડતી હોય. કાર્ય એ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આપણી રુચી તેમાં હોય અને એ રુચી ત્યારે જ આપણી સાથે હોય જ્યારે કોઈ ગમતું કામ આપણી પાસે હોય અને એની અણગમતા રૂપી એકલતા આપણી સાથે ન હોય અને તે આપણને અનુભવાય જ નહીં. 
જીવનની જીવવાની મજા ત્યારે આવે છે. જ્યારે આપણી સાથે આપણું પ્રિયજન હોય...પરંતુ એજ પ્રિયજન સાથે જો એવી કોઈ લાગણી બંધાય જાય તો, જ્યારે એ આપણી સાથે ન હોય ત્યારે ખુબજ એકલું લાગે છે. 
આપણી પાસે હાલ આપણી જરૂરિયાત મુજબની કોઈ વસ્તુ કે વ્યક્તિ ન હોય ત્યારે ખુબજ એકલુ લાગે છે.