* બલિદાન *
વાતાઁ....
જેમણે જેમણે સાંભળ્યુ તે બધા લોકોને નવાઈ લાગી હતી. શહેરના નામાંકિત ઉધોગપતિ ધનસુખ ભાઈ નો એકનો એક પુત્ર નિલેશ... ! શહેરમાં સૌથી વધારે મિલકત ધરાવતા કરોડપતિમાં તેમની ગણતરી થતી હતી. નિલેશ એટલે? દેખાવમાં સુંદર,.. પોહળો સીનો, અભિનેતા ને પણ સરમાવે તેવુ વ્યક્તિતવ...! નિલેશ પૂરેપૂરો ભારતીય સંસ્કારોથી રંગાયેલો... મરતા ને પણ મર ના કહે અને મા બાપ નો પડ્યો બોલ ઝીલનાર. એવા નિલેશ ને મેળવવા જ્ઞાતિની કેટલીય કન્યાઓ ઉપવાસ, પૂજા પાઠ કરતી હતી. પણ આ શું નિલેશ સાથે લગ્ન કરવાની રચના એ ના પાડી દીધી.
રચના અને નિલેશ એક જ કોલેજમાં હતા અને એક જ કલાસમા હતા. નિલેશ ને રચના ગમી ગઈ હતી. એક દિવસ નિલેશે રચના ને લગ્ન કરવા કહ્યું પણ રચનાએ વાત ઠુકરાવી દીધી. રચના ની મા એ જાણ્યું એટલે એ પણ દુઃખી થયા રચના ઘરે આવી એટલે બોલ્યા ગાંડી થઈ છું તુ તે આટલુ સરસ આવેલુ માંગુ ઠુકરાવી દીધુ. રચના કહે હા મા અમે નાના હતા અને પિતાજી નો સ્વગઁવાસ થયો ત્યારે અમે નાના હતા તે અમને લોકો ના ઘરમાં કામ કરી મોટા કયાઁ. અને જયારે મોટા ભાઈ વિરલ કમાતા થયા ત્યારે સુખ આવશે એમ ધાયુઁ હતુ પણ એ તો જુદા થઈ ગયા અને પરણી ગયા. આપણે એક રૂમમાં રહીએ છીએ અને હું પાટઁ ટાઈમ જોબ કરૂ છું. કાલે હું સાસરે જવુ તો તારૂ કોણ??? મારા સુખનો હું વિચાર ના કરી શકુ મા માટેજ મેં લગ્નની ના પાડી. અરે રે દિકરી તે આ શું કયુઁ હું તો ખયુઁ પાન કહેવાઉ.... કયારે ટપ થઈ જાઉં તે નક્કી નહીં.. મારા મયાઁ પછી અહીં તારું કોણ??? તુ નિલેશ ને હા પાડી દે તો હું સુખેથી મરી શકુ મારુ આટલુ વેણ રાખ દિકરી.....
' જો મા .... તુ મારી મા છે તો હું પણ તારી જ દિકરી છું.... મને મજબૂર ના કર.... મા કહે જો તુ લગ્ન માટે હા નહીં પાડે તો હું આજથી અન્ન નો ત્યાગ કરુ છું આમ કરતા આજે મા ના ઉપવાસ ને દસ દસ દિવસ થઈ ગયા હતા. હવે તો મા બોલી પણ શકતી નહોતી. રચના હવે ગભરાઈ ગઈ હતી કે મા માટે બલિદાન અને ત્યાગ આપવાની ધૂનમાં કયાંક મા ગુમાવી દેવાનો વારો ના આવે....!
આજે મા ના ઉપવાસ ને બારમો દિવસ હતો... રચના બહાર આંગણામાં બેઠી હતી તયાં જ મોટી કાર તેના ઘરના બારણે ઊભી રહી તેમાંથી શેઠ ધનસુખ ભાઈ અને નિલેશ ઉતયાઁ.. ઘરમાં આવ્યા અને રચના ની મા ના ખાટલા પાસે જઈ બે હાથ જોડીને ઊભા રહ્યા. ધનસુખ ભાઈ કહે હું તમારી દીકરી નો હાથ માંગવા આવ્યો છું મારા નિલેશ માટે... રચના બેટા હા પાડી દે, મને તમારા બંનેની બધી જ હઠ વિશે જાણકારી મળી છે. તને તારી મા ની લાગણી થાય એ વ્યાજબી છે પણ તને એ બાબતમા અમારા ઘરમાં કોઈ બંધન નહીં હોય તમે મા દિકરી શાંતિથી બંગલામાં રહો મને આનંદ થશે. હવે બેટા તુ તારી મા ને અને અમને ના હેરાન કર. હા પાડી દે બેટા... તારી હા હશે તો બે ઘરમાં ખુશીનો પાર નહીં રહે.
રચના શરમાઈ ને નીચુ જોઈ ગઈ અને હાથ જોડીને લગ્ન માટે હા પાડી અને શેઠ ધનસુખ ભાઈ ને પગે લાગી અને મા ને પગે લાગી અને મા ને પારણા કરાવવા લીંબુનો શરબત બનાવી લાવી આજે ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો...........
ભાવના ભટ્ટ અમદાવાદ...........