White dav 7 in Gujarati Horror Stories by Niyati Kapadia books and stories PDF | વ્હાઇટ ડવ ૭

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વ્હાઇટ ડવ ૭


( પુજારીજીની વાત મુજબ બંને બહેનો સંદૂકમાં પુરાયેલી હતી. ઘરમાં ઘૂસી આવેલા બે ગુંડાઓએ એ સંદૂક બહારથી બંધ કર્યો અને નીચે ઉતરી ગયા...)

બંને બહેનો ડરથી કાંપી રહી હતી. એમાંની એક રડી રહી હતી અને બીજી એનું મોં દબાવી એને શાંત રહેવાનો ઈશારો કરતી હતી. પેલા બે જણા અહીં આવેલા અને આ મોટો પટારો જોતા એમણે એ ખોલવાનો ભરપૂર પ્રયાસ કરેલો. પટારાનું ઢાંકણ જરીકે હલ્યું પણ ન હતું. એમણે ઘણી ધમકી પણ આપેલી, બહાર આવી જવા માટે. પછી કંટાળીને પટારાનું ઢાંકણું બહારથી બંધ કરીને ચાલ્યા ગયેલા...
એક છોકરી ડરની મારી રડવા લાગેલી. એના ધ્રુસકાઓનો અવાજ દબાવવા બીજી છોકરીએ એનું મોઢું પોતાના હાથથી દબાવી રાખેલું. જ્યારે પેલા બંને જતા રહ્યા છે એવો પાકો વિશ્વાસ થયો ત્યારે જ એણે એના મોઢાં પરથી હાથ હટાવેલો.
“અવાજ નહી કર વહાલી! એ લોકોને ખબર પડી જશે કે આપણે અહીં છીએ તો એ ગમેતે કરીને આ સંદૂક ખોલી દેશે અને આપણને મારી નાખશે. જોયું નહતું આપણી આયાની એમણે શું હાલત કરેલી.” હાથ હટાવી એ છોકરીએ બીજી છોકરીને આ બધું અંગ્રેજીમાં કહેલું.
પેલી રડતી હતી એ છોકરી, જુલિયા શાંત થઈ ગયેલી. અંદર ગરમી લાગતી હતી. પરસેવાના રેલા ઉતરવા લાગેલાં. મારિયાએ પટારો ખોલવાનો પ્રયત્ન કર્યો...ઘણું જોર લગાવ્યું પણ ઢાંકણું ના ખુલ્યું. એણે ચીસ જેવા અવાજે કહ્યું,
“આ ઢાંકણું ખૂલતું નથી મારાથી. તું પણ મદદ કરાવને...” સામેથી કોઈ જવાબ ન મળ્યો. એણે ફરીથી હતી એટલી તાકાત ભેગી કરીને ઢાંકણાંને બહારની બાજું ધકેલ્યું.
“ચલ... ચલ હાથ લગાવ. બેઠી શું રહી છે! મને બહું ગરમી લાગે છે.” મારિયાએ એની બહેન જુલિયાને એક હળવી ટપલી મારી ગાલ ઉપર. એ એકબાજુ ઢળી પડી. ”
“જુલિયા...જુલિયા...હે ભગવાન આને શું થયું! જુલિયા...?” એણે બને હાથે જુલિયાના ખભા પકડી એને ઢંઢોળી. કંઈ જવાબ નહીં મળ્યો. મળે પણ ક્યાંથી જુલિયા મરી ગઈ હતી. જ્યારે એની બહેન મારિયાએ એનું મોઢું દબાવી રાખેલું ત્યારે જ એ ગુંગળાઈને મરી ગઈ હતી. મારિયાનું બધું ધ્યાન એ વખતે બહાર પેલા બે જણાની ગતિવિધિ પર હતું. એણે એક નજર જુલિયા તરફ કરી હોત તો એ એનો તરફડાટ જોઈ શકત...
પેલા બંને જણા નીચે ગયા હતા. એમણે આયાના રૂમમાં જઈને એના મોમાં ખોસેલો ગાભાનો ટુકડો ખેંચી નાખી, બંને છોકરીઓ ક્યાં સંતાઈ હશે એ વિશે પૂછેલું.
આયાએ બંધાયેલી હાલતમાંય હસીને કહેલું, “મારો ભગવાન એમની સાથે છે. તમને લોકોને એ નહીં મળે.”
બેમાંથી એક જણાએ ગુસ્સે થઈ આયાના વાળ પકડી ખેંચ્યા અને સીધી રીતે બોલવા કહ્યું. ત્યારે બીજાએ કહ્યું, “છોડ યાર! પરીઓ આજે નસીબમાં નથી. ફરી કોઈવાર એમનો નંબર. હાલ, મૂડ શું કરવા ખરાબ કરે છે. આનાથી જ કામ ચલાવી લે...” પેલો એના વિચારો જેવુજ ગંદુ હસ્યો હતો. બીજો પણ આયાના વાળ છોડી, ગાલ પર હાથ ફેરવી હસ્યો હતો. બંને જણાએ આયાને ઉઠાવીને પલંગ પર નાખેલી અને વારાફરથી એમની વાસના સંતોષેલી.
એ આયાનો દીકરો પીટર એજ રૂમમાં એના નાના અલગ પલંગ પર સૂતો હતો. એણે માથા સુંધી ચાદર ઓઢેલી હોવાથી એની તરફ કોઈનું ધ્યાન નહતું ગયું. એ બિચારો એની મમ્મી પર થયેલા અત્યાચારનો મૂક સાક્ષી બનીને રહી ગયો.
“ઈશ્વર તમને ક્યારેય ક્ષમા નહિ કરે!” આયા બોલેલી.
“આનું શું કરીશું? સવારે એ બધાને કહી દેશે તો આપણું આવી બનશે. "
“કહેવા લાયક બચશે તો ને.” આટલું બોલતાં એણે આયાનું ગળું પકડી બે હાથે દબાવી દીધું. મરતા મરતા પણ આયા એમને બદદુઆ આપતી રહી. એનો છોકરો ચાદર સહેજ ઊંચી કરી આ ડરાવની બીના જોઇજ રહ્યો. એ રડી રહ્યો હતો. એ ફક્ત ત્રણ વરસનો હતો. ઈચ્છે તો પણ કંઈ કરી શકે એમ ન હતો.
કાળીરાત વીતી ગઈ પણ એનો ખોફનાક સાયો હંમેશા માટે એ જગાએ છોડતી ગઈ. સવારે એક માણસ દૂધ આપવા આવેલો. ઘરનો દરવાજો ખુલ્લો હતો અને બોલાવવા છતાં કોઈ બહાર ના આવ્યું એટલે એ અંદર ગયેલો. આયાના રૂમમાં એની નજર ગયેલી. એ એના દીકરા સાથે ચાદર ઓઢીને સૂતી હતી. દૂધવાળાને ગુસ્સો આવ્યો.
“અરીઓ... મેમસાબ ઉઠો હવે સવાર પડી ગઈ. સાહેબ ઘરે નથી એટલે જોને...હજી કેવી ઘોરે છે!”
આ અવાજથી પેલો છોકરો જાગી ગયો. એ એની મમ્મીને વીંટળાઈને ઊંઘી ગયો હતો.એણે ઊભા થઈને દૂધવાળા પાસે જઈ કહ્યું, “મમ્મી બીમાર છે. એને ગુંડાએ માર્યું. મેં એને ચાદર ઓઢાડી સુવડાવી છે. તમે ડૉક્ટરને લઈ આવોને.”
એ છોકરો આ બધું અંગ્રેજીમાં બોલેલો. દૂધવાળો અડધું પડધું સમજ્યો પણ એને કંઇક ગરબડ લાગી. એણે ગામમાં જઈ બીજા લોકોને
બોલાવ્યા. પછી ખબર પડી કે આયા મૃત્યું પામી હતી. કોઈએ એની આબરૂ લૂંટી એની હત્યા કરી હતી. સાહેબની બંને દીકરીઓની શોધ હાથ ધરાઈ. એ ઘરમાં ક્યાંય ના દેખાતાં બધાને થયું કે નક્કી જેણે આયાને મારી એ લોકો બંને છોકરીઓને ઉઠાવી ગયા...
ઉપર સંદૂકમાં બંધ મારિયા જૂલિયાના મૃત શરીર સાથે બેભાન જેવી અવસ્થામાં પહોંચી ગયેલી. ભૂખ, તરસ, ગરમી અને હવામાં પ્રાણવાયુની કમીને લીધે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયેલું. એ કંઇક સપના જોતી હતી. એની બહેન અને મમ્મી પાપા સાથેના...જો કોઈ આવીને એ સંદૂક ખોલે તો એ બચી જાય.
એ ભારે પટારો આખરે ખુલેલો... એજ દિવસે સાંજે જ્યોર્જ વિલ્સન એના ઘરે પરત ફર્યો તો દરવાજેથી દોડીને આવીને એને બાથ ભરવાવાળી દીકરીઓ ત્યાં ન હતી. સર ચા બનાવી લાવું, એવું સ્મિત સાથે પૂછવાવાળી માર્થા ત્યાં ન હતી. ગામમાં દાખલ થતાંજ એને પોલીસે બધી વાત કરી હતી. પોલીસે કહેલું કે બંને છોકરીઓને એ લોકો કદાચ ઉઠાવી ગયા છે. ઉપરના રૂમમાં બધું જેમનુ તેમ હતું. ફક્ત માર્થાના રૂમમાં જ જપાજપીના ચિન્હો જોવા મળેલ... માર્થાના દીકરાએ જ્યોર્જને જોતાજ એને જે જે ખબર હતી એ બધું કહી દીધું. એણે ફક્ત એની મમ્મીની સાથે જે ઘટયું એ જ જોયું હતું અને પછી એ બંને ગુંડા એકલા જ બહાર ગયેલા. એમની સાથે જુલિયા કે મારિયા ન હતી એ વાત પર એ અડગ રહ્યો હતો.
અચાનક જ્યોર્જના મનમાં એક ભયાનક વિચાર આવેલો અને એ ભાગીને ઘરે આવેલો. ઉપરના રૂમમાં જઈને સંદૂકનું ઢાંકણું બહારથી બંધ જોતાજ એ હારી ગયો હતો...છતાં હિંમત કરીને એને સંદૂક ઉઘાડેલો.
જુલિયાની આંખો ખુલ્લી હતી. એની આંખોમાં હજી થીજી ગયેલો ભય સાફ દેખાતો હતો. મારિયા નીચે માથું ઢાળીને ઢળી પડી હતી. એને હાથ લગાવતા જ ઠંડુ, લાકડા જેવું થઈ ગયેલું શરીર કહી રહ્યું, હું મરી ગઈ છું! પોતાની બે વહાલસોયી દીકરીઓના આટલા કરૂણ અંજામથી હતભ્રત થઈ ગયેલો જ્યૉર્જ ત્યાંજ ઊભો રહી ગયો. એની પાછળ એની પત્ની આવીને આ દર્દનાક દૃશ્ય જોઈ ગઈ એ વાતથી બેખબર જ્યૉર્જ એમજ નિષ્ક્રિય ઊભો રહ્યો.
પોલીસે આવીને લાશનો કબજો લીધો અને ઘરની તલાશી લીધી. કોઈ ખાસ સબૂત હાથ ના લાગ્યા. નાના ત્રણ વરસના છોકરાની ગવાહી પર તપાસ ચાલી. જ્યોર્જે બધે તપાસ કરાવી. હજી અહીં અંગ્રેજોનો પાવર ચાલતો હતો. જ્યોર્જ શક્ય એટલા બધા પ્રયત્ન કરી જોયા પણ પેલા બે જણા ના મળ્યા. પોલીસે ગામના દરેક પુરુષ આગળ પેલા છોકરાને ઊભો રાખીને ઓળખ કરવા કહ્યું હતું. એનો એકજ જવાબ હતો, આ એ નથી!
અઠવાડિયું વીત્યું હશે ને જ્યોર્જની પત્નીએ ઉપરના એક રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો. બંને દીકરીઓની પટારામાં પુરાયેલી લાશ જોઈ ત્યારની એ મગજ પરનો કાબૂ ગુમાવી ચૂકી હતી....! ભલો માણસ જ્યોર્જ હવે દુનિયામાં એકલો રહી ગયો અને એની સાથે આયાનો દીકરો પીટર પણ.
જ્યોર્જની જીંદગીનું હવે એક જ મકસદ હતું, પેલાબે નરાધમોને શોધવા અને એમને સજા અપાવવી. જ્યોર્જને ગુસ્સો આવી રહ્યો હતો. જો એ બે જણા એના હાથમાં આવી જાય તો એ એમને તડપાવી તડપાવીને મારી નાખે. એ લોકોને ઓળખાવા માર્થાનો દીકરો પીટર જ એકમાત્ર એની સાથે હતો. રાતોરાત એ બંને જણાં જાણે હવામાં ઓગળી ગયા! ગાયબ થઈ ગયા! એમનો કોઈ જગાએ પત્તો ન હતો. પીટરે જે પ્રમાણે વર્ણન કરેલું એવું પોલીસે સ્કેચ બનાવતા ગામવાળાએ એ બંનેને ઓળખ્યા હતા. એ લાલો ઉર્ફે લલિત અને કલ્લું ઉર્ફે કલ્પેશ હતો. એ લોકોની શોધમાં ફરતો જ્યોર્જ એકલતા અને હતાશાથી અડધો પાગલ થઈ ગયેલો. પછી એ ક્યાંક ચાલી ગયો કે મરી ગયો!
એક આખો પરિવાર સમાપ્ત થઈ ગયો અને રહી ગયું એમનું ઘર. એક એવું ઘર જ્યાં ચાર ચાર અપમૃત્યુ થયેલા. કોણ રહેવા જાય એવી જગાએ! વરસોનાં વરસ એ આલિશાન કોઠી ખાલી પડી રહી. ધીરે ધીરે એ ખવાતી ગઈ. એની વાતો ભુલાતી ગઈ. આયાનો દીકરો પીટર એ કોઠીનું ધ્યાન રાખતો હતો. એ ત્યાં રહેતો નહતો બસ, દેખરેખ રાખતો. પછી એ ખંડેર થઈ ગયેલી કોઠીને કોઈ સારા કામ માટે વપરાશ થતો હોય તો પાણીના ભાવે વેચી દેવી એવું જ્યોર્જના દૂરના કોઈ સગા ઠેરવ્યું હતું. અને એનો લાભ તમારા દાદાજીને મળી ગયો. એમને હોસ્પિટલ બનાવવી હતી એટલે એ જમીન એમને સસ્તામાં પડી હતી.
એ હવેલીમાં દેખાતી ગળે ફાંસો ખાઈને લટકેલી આત્મા એ અંગ્રેજની પત્નીની છે. માર્થાની ભટકતી આત્મા પણ ઘણી વખત દેખાઈ છે.”
“માર્થા! અમારી હોસ્પિટલમાં પણ એક નર્સનું નામ માર્થા છે. કેવો યોગનુયોગ છે ને!” કાવ્યા બોલી ઉઠી.
“તને ખબર છે એ માર્થા કોણ છે?” પુજારીએ હસીને પૂછ્યું.
“ના કોણ છે?”
“પીટરની દીકરી! આયા માર્થાની પૌત્રી!”
“શું વાત કરો છો?” કાવ્યાને આંચકો લાગ્યો.
“બસ, આનાથી વધારે મને ખબર નથી. જે કંઈ હું જાણતો હતો એ બધું જણાવી દીધું.”
“એટલેકે એ પરિવાર સાથે એ દિવસે જ કંઈ ઘટી ગયું એ પછી એ લોકોની આત્મા હજી ત્યાં ભટકે છે. એ આત્મા જ બીજા લોકોને આત્મહત્યા કરવા પ્રેરતી હોય એવું બની શકે!” કાવ્યા જે સમજી હતી એ કહ્યું.
“એક બીજી વાત. કાલે હું ઘરે આવી હોસ્પિટલેથી ત્યારે મારી સાથે એક બાળકીનો આત્મા પણ આવેલો. એને મેં હોસ્પિટલમાં પણ જોયેલો એ આત્મા... એ આત્મા મારી જુડવા બહેન દિવ્યાનો હતો. એ મારી સાથે વાત કરવા આવી છે એવું કંઈ એ કહેતી હતી પણ હું એટલી ડરી ગયેલી કે,”
“તમારે એનાથી ડરવાનું કોઈ કારણ નથી. એની વાત સાંભળજો. આગળની ગુત્થી સુલઝાવવા એજ આપણી મદદ કરી શકશે. પેલો અંગ્રેજ અને તમારા પિતાજી ક્યાં ગયા એ પણ એ જાણતી હોવી જોઈએ. આત્મા છે તો બીજી આત્મા વિશે માહીતિ આપણને એ જ આપી શકે. તમે એની વાત સાંભળજો અને સવાલ પણ કરજો. કોને ખબર ભગવાને જ એને મોકલી હોય, વ્હાઈટ ડવ હોસ્પિટલમાં અટવાયેલી આત્માઓની મુક્તિ માટે!”
“તમારી વાત બરાબર લાગે છે. હું દિવ્યા સાથે જરૂર વાત કરીશ. આશીર્વાદ આપો કે હિંમત ન હારું!” કાવ્યાએ હાથ જોડી માથું નમાવ્યું.
“એ દિવ્ય આત્મા છે! એટલેજ એ તમારા ઘરમાં પ્રવેશી શક્યો. માતાજીની મરજી વિરુદ્ધ કોઈ શક્તિ હવેલીમાં પગ પણ ના મુકી શકે! મારા આશીર્વાદ છે. કલ્યાણ થાઓ!”
કાવ્યા ઓરડીની બહાર નીકળી તો એણે શશાંકને ત્યાં ઉભેલો જોયો. એણે પણ કદાચ બધી કે થોડી વાત જરૂર સાંભળી હશે...કાવ્યાએ વિચાર્યું.
“તું અહીં ઊભો ઊભો શું કરે છે?”
“તારી રાહ જોતો હતો. શું વાતો કરી આટલી બધી વાર? ત્યાં માધવી કેટલી પરેશાન છે તારી ચિંતામાં.” શશાંક ક્યારનોય અહીં આવી વાતો સાંભળતો હતો એ છુપાવી એણે બીજીજ વાત કરી.
“કેટલીવાર કહું મારી મમ્મીને આમ નામથી ન બોલાવ.” કાવ્યાએ ખોટો ગુસ્સો કરીને શશાંકની જેમ જ વાત બદલી અને ગાડી તરફ ચાલતી પકડી.
ઓરડી તરફ એક નજર નાખી શશાંક પણ જતો રહ્યો...