anaadi a cute love in Gujarati Short Stories by Bhagirath Gondaliya books and stories PDF | અનાડી 'a cute love'

Featured Books
Categories
Share

અનાડી 'a cute love'

ટીક-ટીક,,,ટીક-ટીક ,,,,ટીક-ટીક,,,,
ટીક-ટીક,,,ટીક-ટીક,,,,ટીક-ટીક,,,,
કરણ ના મોબાઈલ નો અલાર્મ વાગ્યો.એણે થોડો હાથ લંબાવી ને મોબાઇલ ઊંચો કર્યો અને આંખો મચોળી ને જોયું તો બરાબર પાંચ વાગ્યા હતા.
''ઓહ...!પાંચ વાગી ભી ગ્યાં?''
કહી કરણ થોડું મોઢું બગાડી ને પથારી માંથી પરાણે-પરાણે ઊભો થયો.બાથરૂમ માંથી બ્રશ ઉઠાયુ ને દાંત ઘસતો-ઘસતો બાલ્કની માં ઊભો રહ્યો.એક ઠંડો વાયરો એની છાતી પરથી સરકી ગયો.એ વાયરા ની ઠંડક છેક અંતર સુધી પોહચી અંદરથી બધુ તાજું કરી નાખ્યું.કરણે આજુ-બાજુ નજર કરી હજી તો માંડ મૂઠી ભર ઘરો ની બતી સળગતી હતી.આખો દિવસ દોડતું-ભાગતું શહેર બિલકુલ સુન મારી બેઠુંતું.એક દમ શાંત જાણે અહી કોઈ રહેતુજ ના હોય.આવા માહોલ માં ખાલી બેજ જણા જાગતા'તા.એક તો એ જેને સવારે વહેલું કામે જવાનું હોય અને બીજા આવા કરણ જેવા સ્ટુડન્ટ જેણે આખું સેમેસ્ટર રખડી ખાધું હોય ને પછી પાછળ થી છેલ્લે-છેલ્લે એન્ડ-ટાઈમે માંડ ચોપડી હાથ માં પકડે.
મોં-હાથ ધોય થોડો હુલિયો સુધારી 'વીરે'(કરણ) પહેલી ચોપડી નું પેહેલું પત્તું ખોલ્યું ને ગણપતિ નું નામ લઈ મંડાઇ ગ્યો રટ્ટો મારવા.આજ તો એની સ્પીડ એરો પ્લેન ને પણ શરમાવે એવી હતી.સટ..,સટ..,સટ..,પત્તા ફરતા જાણે કોઈ ઝેરોક્ષ મશીન નું સ્કેનિંગ ચાલતું હોય.પણ જેણે આખું વરશ ખાલી રખડવા માં જ કાઢ્યું હોય એને એક દિવસ માં કઈ ટપ્પો પડે ખરો?પ્લેન હજી તો રનવે થી ટેકોફ જ કર્યું તું ત્યાંતો પેટ્રોલ ખાલી...!સ્કેનિંગ મશીન ની બેટરી ડાઉન.હજી એક ચેપ્ટર તો માંડ પત્યુ હસે ત્યાતો કરણ બીલકુલ કંટાળી ગ્યો.હવે તો એક લાઇન વાચવી પણ માથા નો ઘા થતો.આગળ વાચવું મુશ્કેલ હતું તો એણે ઉપાય કાઢ્યો કે એક નાની એવી વોક લઇયાવું.
ઘડિયાળ પર નજર કરી લગભગ ''છ'' વાગ્યા'તા.બૂટ પહેરયા મોબાઈલ માં ગીત સેટ કર્યું ને કાન માં એરફોન ભરાવી કરણે ધીમા-ધીમા ઘરની બાર કદમ માંડ્યા.ગીત ના બોલ બકતો-બકતો નજીક ના ચોક સુધી પોહચ્યો.આખો દિવસ જે ચોક પર પગ મૂકવાનીય જગ્યા ન મળતી એ ચોક માં કાળો કાગડોય નતો ફરક્તો.આ દૃશ્ય જોય એ મનોમન મલકાયો.અને આગળ પગ ધપાવ્યા.એની નજર ચારે બાજુ ફરતી-ફરતી અચાનક ચોકના ખૂણા ની બંધદુકાન ના દાદરે અટકી ગય.
જ્યાં સ્કૂલ યુનિફોર્મમાં એક છોકરી માથું નીચું કરીન બેઠી હતી.એને જોતાં એવું લાગતું કે જાણે કોઈ ટેન્શન માં હોય.પણ આટલી એવડી છોકરી ને શેનું ટેન્શન ?એની નજર જમીન પરથી લેષ માત્ર પણ નોતી ફરકતી.ખબર નય કેમ ?પણ કરણ ની આંખો એના પર સ્થિર થય ગય.એની આંખો માં કઈક અલગજ જાત ની ચમક હતી.જેમાં કપટ કે ચંચળતા નય પણ મૃદુતા ને માયુસી હતી.કઈક ખુબજ ઊંડું.
એને વધુ નિહાળવા નજીક થી બિસ્કિટ લઈ આવ્યો અને એ બંધ દુકાન ની બાજુમાં બનેલા નાના ચકલા પર વેરવા માંડ્યો.વેહરતા-વેહરતા પણ એની નજર બસ પેલી ની આંખો નેજ ઘૂરી રહી હતી.પણ છોકરી એ તો એક મટકું પણ ના માર્યું.એટલામાં એક પીળી બસ આવી ત્યાં ઊભી રહી.છોકરી એ થેલો ઉઠાયો ને એ બસ માં ચડી ગય.
કરણ પણ ઘર બાજુ ચાલતો થયો.ઘર પોહચતા-પોહચતા તો આખા રસ્તે પેલીની આંખો વારાઘડીએ એની નજર સામે તરવરી આવતી.આખો દિવસ નીકળી ગયો પણ સવાર ની આ એક જલક હજી એને નથી ભૂલાય.આમ તો એણે કેટલીય સુંદર છોકરીયુ ને જોય હસે જે એના કરતાય ઘણી આકર્ષક હતી પણ આજ થી પેહલા કોઈ ને જોય એને આવો ભાવ ક્યારેય નતો જાગ્યો.ખબર નય કેમ? પણ હવે એને આ ચિત્ર રોજ રોજ જોવા ની લાલચ જાગી.
બીજા દિવસે કરણ ફરી ત્યાં પોહચી ગયો.ફરી બિસ્કિટ વેરતા-વેરતા પેલીને તાકતોજ રહ્યો.આજ પણ સામો કોઈ પ્રતિભાવ ના મળ્યો.હવે તો એ રોજ-રોજ આંમજ કરતો.આમને-આમ અઠવાડિયું વીતી ગયું પણ એ છોકરી એ તો એની સામે ત્રાસી નજર પણ નોતી મારી.એનો આવો વિચિત્ર સ્વભાવ જોય એ દંગ ભી હતો ને સમજી પણ ગયો કે આ કોય એવી આલતુ-ફાલતુ યુવતી નથી.જેની સામું જવો,એને ભાવ આપો,એની પાછળ-પાછળ ફરો એટ્લે એને મજા આવે.બલ્કે એને જોતાં હવે સાફ થય ગયું હતું કે આ કોઈ સારા સંસ્કારી ઘર માં ઉછરેલી શાંત સ્વભાવ ની સાવ સીધી ને સિમ્પલ છોકરી છે.દુનિયાના કાળા મોઢા થી અજાણ.પોતાનીજ દુનિયામાં ખોવાયેલી.
કરણે આ વાત પોતાના ખાસ એવા ભાઈબંધ ને કરી.આ ભાઈબંધ ની ચર્ચા આખા ક્લાસ માં થતી.એવું નતું કે એ કોઈ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતો.હતો તો એભી ઠોઠ નિહાળિયો જ.પણ એનું કહેવું એવું હતું કે એના ત્રણ-ચાર જણી જોડે ચક્કર ચાલે છે.અમીર,ગરીબ,હોશીયાર કે ડફોળ કોઈ ભી છોકરી કેમ ના હોય એ એની જોડે એવી રીતે વાત કરતો કે છોકરી તરત એની વાતમાં આવીજ જતી.એની માટે છોકરી પટાવવી એટ્લે રમત જેવી વાત.નામ એનું સુનીલ હતું પણ બધા એને હુલામણા નામે ''ભાઉ'' કહી બોલાવતા.
ભાઉ, કરણ અને એક ત્રીજો ભાઈબંધ જીગો.કેન્ટીનના ટેબલ પર સામસામે બેઠા.ખુબજ સ્ટાઈલ થી ભાઉ એ ચાય ની પ્યાલી હાથ માં પકડી ને પોતાનું અમુલ્ય જ્ઞાન વેચવા નું ચાલુ કર્યુ.
ભાઉ
(વાઇડાઈમાં)
''તો...તારે એ છોકરી હારે વાત કરવી છે? એમને?''
કરણ
(માથું ધુનાવીને )
હમ્મ......
ભાઉ
એ ભલે તારી સામે જોતીય નથી !
પણ...!તારે એની હારે વાત કરવીજ છે એમને?
કરણ
(માથું હા માં હલાવતા)
હમ્મ...
ભાઉ એ બે હાથ ટેબલ પર પછાડ્યા ને હાથ ના ટેકે ઊભો થય જોશીલા અવાજે બોલ્યો.
ભાઉ
તું એની પાછળ અઠવાડીયા થી પડ્યો છો! ને એ તને જરીકેય ભાવ નથી આપતી.
તોય તારે એની હારે વાત કરવીજ છે ને ?
કરણ નું મગજ હલી ગ્યું.ચિડાય ને એણે ઊભા થય બેય હાથે ભાઉ ની કોલર પકડી એને આખો ધુણાવી નાખ્યો.એને જોય જીગો પણ જસકીને ઊભો થય ગ્યો.
કરણ
(ગુસ્સામાં)
બે હોપારા તો હું તને કારનો શું કવ છુ?
વારા ઘડીએ એકની એક વાત શું કઈર સો?
કા'ક આગળતો ફાટ સાળા ડફફોળ.
ભાઉ સાવ ઢીલો પડી ગ્યો.ને નીમાયો થય પાછો બેસી ગ્યો.
ભાઉ
(કોમળ અવાજે)
''હા...કરાવું છુ ને ભાઈ.કરાવું છુ ને...!
તમતારે ચિંતા શું કામ કઈર સો?.કા'ક ને કા'ક કરીયે છીએ ને...!''
ભાઉ એ પ્લેન બનાવ્યો .એ ક્યાથી આવતી ,ઘરે થી કેટલા વાગે નીકળતી,કેટલી ઘડી બેસતી, બસ કેટલા વાગે આવતી,અને ક્યારે બસ માં ચડી જતી આ બધા નો પાક્કો હિસાબ લગાયો.બધુ પ્લેનનિંગ પ્રમાણે થવા લાગ્યું.કરણ પણ પ્લાન મુજબ વેહલો ટાઈમ સર નીર્ધારિત જગ્યા એ પોહચી ગ્યો.ફોન માં ડોકાચીયું કઈરું ''બરોબર છ ને સતર (6:17)થાય છે.પેલી નો આવવા નો ટાઈમ થયો.એના ઘર તરફ મીટ માંડી તો ત્યાંથી એક પડછાયો બહાર આવતા દેખાયો.કરણે દૂર થી નજર કરી જોયું.તો એજ ચાલી આવતી હતી.એના ચાલવા નો ઢંગજ કઈક અલગ હતો.એક પગ આમ જતો હોય તો બીજો પગ તેમનો ભાગે.એટ્લે લુલી-લંગડી નો'તી પણ એની ચાલમાં એક જાત ની ખુમારી હતી પોતાનીજ ધૂનમાં કદમ વધારતી.એની ચાલ આમ તો બેફિકર કેહવાય પણ હકીકત માં વીચીત્ર હતી.ઠેલા નો ભાર માંડ-માંડ ઉચકા તો હોય એવું લાગતું.બંને હાથ હવા માં લેહરાવતા-લેહરાવતા તે એની જગ્યા એ આવી ને બેઠી.
કરણ દરોજ ની જેમ આયો બિસ્કિટ નાખ્યા ને એની સામે ઘૂરવા લાગ્યો.એ આમતો એવો હતો કે કોઈ ની સામે કઈ પણ બોલી શકતો.એવું ભી નતું કે એને ક્યારેય છોકરી હારે વાત નતી કરી એટ્લે બોલતા ના આવડે! પણ ખબર નઇ કેમ આ એક ની સામે એને બોલવા માં એક જીજક જેવી મહેસુસ થતી'તી.તોબી એણે એની બધી હિમ્મત ભેગી કરી ને એની નજીક જય ને કહ્યું.
કરણ
''હાઇ...
ગૂડ મોર્નિંગ''
છોકરીએ એને સિમ્પલ વેય માં જવાબ આપ્યો ને પ્રશ્નાર્થ ભાવે એની સામે જોતા કહ્યું.
છોકરી
''ગૂડ મોર્નિંગ.''
કરણ
''એક નાની એવી હેલ્પ કરશો ?
એટ્લે કે મારે જાણવું હતું કે બારમાની બોર્ડ ની એક્જામ ના ફોર્મ ક્યારે ભરાવા ના ચાલુ થસે એ જરા તમારી સ્કૂલ માં તપાસ કરજો ને.''
છોકરી
''બોર્ડ ના ફોર્મ ?''
કરણ
(સહેજ માથું હલાવીને )
હમ્મ...
છોકરી
''એતો કાલથી જ ચાલુ થવા ના છે .''
કરણ
''આવતી કાલ થીજ ?....''
છોકરી
''હા આવતી કાલ થી''
કરણ
''ઓકે...થેન્ક યૂ.''
આટલું કહી કરણે એક મીઠી એવી મુસ્કાન સાથે ત્યાથી વીદાય લીધી સામે બેચારી છોકરી એ પણ એક નીર્દોષ સ્મિત સામું ફરકાવ્યું અને કરણ ત્યાથી નીકળી આવ્યો.
આજ હસી જાણે એના ચેહરા પર ચોંટીજ રહી ગયતી.ખુશી ના ઉબરખા રય-રય ને બહાર આવ્યા કરતાં.આ જીણી એવી વાત અખોદિવસ એના મનમાં ઘૂમયાજ કરી.પેલી નું સ્મિત જાણે એના મનમાં ઘર કરી ગયું હતું.
સાંજે કોલેજ કેન્ટીન માં.>
કરણ,ભાઉ અને એક બીજો મિત્ર જીગો ત્રણે બેઠા-બેઠા હવે આગળ ની રણનીતી તૈયાર કરે છે.
કરણ
''ભાઉ !અહી સુધી તો બરોબર છે.
પણ હવે આગળ?
ભાઉ
''હવે આગળ...?
હવે તને એ રોજ ક્યાક ને ક્યાક મળવાની તો છેજ!તો એ તને જ્યાં મળે ત્યાં એને જોય સ્માઇલ આપતો રેહજે.
એ પણ સામે જરૂર આપશે!
પછી ધીમે-ધીમે ગૂડ મોર્નિંગ બોલવા નું....(આગળ)
ભાઉ જે બોલે કરણ એ કરતો ને ભાઉ ની વાત સાચી પણ પડતી.આત્યાર સુધી બધુ ભાઉના કહેવા મુજબજ થાય છે.ને કરણ ને પણ તેની સામે હસવામાં,બોલવા માં,એક મજા આવતી.એ એક-એક પળ એની માટે સોના નો હતો.એટલામાંજ એ ઘણું જીવી ગ્યો.જીવન માં પેહલી વાર એને કોઈ છોકરી પસંદ આવી હતી.
ભાઉ
(આગળ નું ચાલુ)
થોડા દિવસો આમને આમ જતાં રહે તો એક સારો એવો દિવસ કાઢીને એને એક ચોકલેટ આપી દે.''
કરણ
''પણ એ લેશે?''
ભાઉ
''બે...એમ ગાંડા ની જેમ નઇ આપવાની!
'આલે ખા ભૂખડી' એમ નઇ.
પ્રેમ થી કેહવાનું કે 'મારો બર્થડે છે.'
પછી તો ના પાડવાનો કશો સવાલજ નથી ઊઠતો.
ને તમે બેય રોજ સામસામે સ્માઇલ તો કરોજ છો.ગૂડમોર્નિંગ પણ શેર કરો છો.તો એને આમાં કઈ વાંધો નઇ આવે અને જો એ ચોકલેટ લઈ લેશે તો એ ફાઇનલ કે એ પણ તને પસંદ કરે છે.''
સવાર થય ને રોજ ની જેમ આજે પણ કરણ ટાઈમે પોહચીજ ગયો.આજ પેલી છોકરી પહેલેથીજ ત્યાં બેઠી હતી.એને જોય કરણે ઊંડો શ્વાસ ભર્યો ઘબરાહાટ ના મારે એના હાથ પગ માં જાણે કોઈ કપકપી ઉઠતી હતી.ધબકારા વધવા લાગ્યા.''કહું કે નય?-કહું કે નય?''બસ આ એકજ વાત એના મન માં વારાઘડીએ ઘુમતી હતી.આખરે એણે એની બધી હિમ્મત ભેગી કરી ને કહ્યું.
કરણ
(બાજુમાં આંગળી ચીંધી)
''હું અહી બેસી શકું?''
છોકરી
(માથું હલાવી ને.)
''હમ્મ....''
હામી મળતા કરણ એની બાજુ માં જય ને બેસી ગયો.પેન્ટ ના ખીચા માં થી એણે એક ચોકલેટ બહાર કાઢી અને પેલી છોકરી તરફ લંબાવી.છોકરી ને થયું કે આ કેમ મને ચોકલેટ આપે છે?
કરણ
''આજ મારો બર્થડે છે.''
આટલું કહી કરણે તેના હાથ માં ચોકલેટ ધરી.તેણે પણ ચોકલેટ સ્વીકારી ને મીઠા સ્મિત સાથે હાથ મીલાવી ને બોલી
છોકરી
''ઓહ....હેપી બર્થડે.''
કરણ
(હાથ મિલાવીને )
''થેન્ક યૂ ....થેંક્યુ''
કરણ....''
છોકરી
''હે...?''
કરણ
''નામ....!કરણ.''
છોકરી
(માથું હલાવી ને )
''હમ્મ...''
એ સાવ શાંત થય કઈ વિચારવા લાગી.
કરણ
''તમારું.?''
છોકરી
''વૈભવી.''
કરણ
''વૈભવી...(માથું હલાવીને)હમ્મ...સારું નામ છે!''
વૈભવી
''પણ હું ચોકલેટ નથી ખાતી.''
કહી એણે ચોકલેટ પાછી આપવા હાથ લંબાવ્યો.કરણે ઇનકાર કરતાં એનો હાથ પાછો ધકેલ્યો ને રિકવેસ્ટ કરી
કરણ
''પ્લીઝ...''
વૈભવી હવે એને ''ના'' નાપાડી શકી ને એણે ચોકલેટ બેગ માં મૂકી દીધી.કરણતો રાજી નો રેડ થય ગ્યો.ખુશી એના ચેહરા પર સાફ જલકાય આવી હતી.તેણે ત્યાથી વિદાય લીધી ને ઘરે પાછો આવ્યો.હરખના મારે એ ફુલો નતો સમાતો.એને પાકકું લાગવા માંડ્યુ હતું કે વૈભવી પણ એને પસંદ કરે છે.
એ પછી તો એના પર જાણે કોઈ નશો જ ચડી ગયો'તો!ગુલાબી નશો.હવે એને બ...ધ્ધુ રંગીન દેખાતું.બધુ ખુશનુમા.એક પછી એક સપના ના મહેલ ઊભા કરવા લાગ્યો.કોઈ યુગલ એની બાજુ માંથી બાઇક લઈને નીકળતું તો એને દેખાતું કે એ પોતે સ્ટાઈલ થી બાઇક ચલાવે છે અને વૈભવી એને ભીહંદયને પકડી પાછળ બેઠી છે.કોઈ ગાર્ડન સામે થી નીકળે ને જો એને કોઈ પ્રેમીજોડી દેખાય જાય તો એ પોતાનું ને વૈભવી નું પણ આવું ચીત્ર મનમાં ધારી લેતો.જો કોઈ પોતાની ગર્લફ્રેંડ ના ખોળા માં માથું રાખી ને એના વાળની લટું સાથે રમતો નજરે ચડે તો એને લાગતું એ પોતે બનનેજ આવું કરે છે.પાણી પુરીની લારી પર,હિડોળા પર ,આઈસ ક્રીમની દુકાનમાં,રસ્તા પર ચાલતા,દુકાનું ની બહાર લગાવેલા પોસ્ટર માં, આજુ-બાજુ જ્યાં નજર કરે ત્યાં એને બસ વૈભવીજ દેખાતી.વૈભવી પાછળતો એ ગાંડો તુર થય ગ્યો
સાંજે કોલેજ કેન્ટીન :>
આખું ટેબલ જાત-જાત ની વાનગીઑ થી ભરેલું છે.જેને જે ભાવતું એ બધુ ઓર્ડર કરાવી દીધું.ત્રણે નમૂના હરખ થી ઘેલા થય ગ્યાં છે.ભાઉ નું પાસું સાચું જો પડ્યું હતું!એટ્લે ''પાર્ટી તો બનતી હે''કરીને કર્યા કંકુના.ને કરણ નામ ના બકરા ને કાપી નાખ્યો.
ભાઉ
(ઉત્સાહ માં)
''જોયું ને ?આપડુ તીર કોઈ દી ખાલી નો જાય.બે આમનમ થોડા ત્રણ-ત્રણ લઇન રખડતા હશું.!
કરાઇ દીધું ને તારું સે...ટ્ટિં...ગ!''
આજ કરણ ને ભાઉ કોઈ દેવતા જેવો લાગતો'તો.કોઈ પણ ચિંતા વગર સૌ કોઈ દાવત ની મજા માણવા લાગ્યા.આજ નો દિવસ કરણ ની જિંદગી નો સૌથી ખુશનુમા દિવસ હતો.
બીજો દિવસ થયો કરણ ફરી વોક માટે તૈયાર થય ગ્યો.આજે જીગો પણ એની ભેળો હતો.બંને જણા ચાલતા-ચાલતા ચોક સુધી પોહચ્યા.વૈભવી પેહલાથીજ ત્યાં આવી બેઠી હતી.કરણે જીગા ને આગળ જતો રેવા ઈશારો કર્યો ને પોતે ધીમે-ધીમે ચાલતો ચાલતો પાછળ થી આયો.રોજ ની જેમ બિસ્કિટ નાખ્યા ને વૈભવી સામું જોય મીઠું સ્મિત ફરકાવ્યું.
વૈભવી એ માથું નમાવ્યું ને આજુ બાજુ નજર કરી પછી આંગળી નો ઈશારો કરી કરણ ને પાસે બેસવા બોલાવ્યો.કરણ ને જરાય પણ અંદાજો નતો કે એ શું કેહવાની છે?એતો ધડ દઈને પાસે બેસી ગ્યો. વૈભવી એ બેગ માં હાથ નાખ્યો ને બેગ માંથી એક ચોકલેટ બહાર નિકાળી આ એજ ચોકલેટ હતી જે કાલે એને કરણે આપી હતી.ચોકલેટ હાથમાં લઈ એણે કરણ તરફ લંબાવી .
વૈભવી
''મને લાગે તમને કોઈ મિસ-અંડરસ્ટેંડીંગ થય છે.
કરણ તો ડોળા ફાડે એને જોતોજ રહ્યો.એના મન માં હજારો સવાલો ઊભા થવા લાગ્યા ને એકટૂક વૈભવી ની સામું જોતોજ રહ્યો.
વૈભવી
(આગળનું ચાલુ)
હું તો તમને મારા ભાઈ જેવો માનું છુ.''
આટલું સાંભળતા તો કરણ ના હોશ જ ઉદીગયા.જેની પાછળ બે-ત્રણ મહિનાથી પડ્યો છે એ એને ભાઈ જેવો માને છે?સપના ના મહેલો ભાંગી પડ્યા.જેનો હાથ પકડી લાંબુ ચાલવા નું હતું એણે તો પેહલાજ ડગલે હાથ છોડી દીધો.જેના ખોળામાં માથું મૂકીને એના વાળ હારે રમવું'તું,જેની આંગળિયુમાં પોતાની આંગળિયું પોરવવી'તી.જેની હારે પોતાની એકલતા વેચવી'તી.જેના મેસેજ રાતે સંતાય-સંતાય ને વાચવા'તા,જેની હારે કલાકો સુધી વાતું કરવી'તી એ પોતે એને કશું માનતીજ નોતી?તો પછી રોજ સ્માઇલ આપવી,હસવું એ બધુ શું હતું?કરણ ને કશું સમજાતું નોહતું.મગજ જાણે બેર મારી ગયુ.હવે શું કરવું?શું નય?કશું દશ નોતી સુજતી.કરણ બિલકુલ શૂન્ય વિચારે ગુમસુમ બેઠો રહ્યો.પછી થોડો સ્થિર થયો ને ચોકલેટ પાછી લેવા ઇનકાર કરતાં બોલ્યો.
કરણ
''અરે.....મારે હવે આ પાછી થોડી લેવાય.કાઈ વાંધો નય મે તો બસ રોજ મળતા એટ્લે બસ એક ઓળખીતા માણસ ની જેમજ આપી બાકી કશું બીજું નથી.''
કહી કરણે વૈભવી નો હાથ પાછો ધકેલ્યો.વૈભવી એ પણ એની વાત નું માન રાખી ચોકલેટ પાછી બેગ માં મૂકી દીધી.હવે એના મુખ પર એક સંતોષ જનક સ્મિત જલકાઈ આવ્યું જાણે એના માથે થી કોઈ મોટો ભાર ઉતરી ગયો હોય.બંને માથી કોઈ ની ભી પાસે આ ક્ષણે બોલવા કોઈ શબ્દ નતા.બિલકુલ સૂનકાર થય ગ્યો.કરણ ઊભો થયો ને એની સામે જોયને એ પણ ખોટેખોટું મલકાયો ને પોતાને રસ્તે નીકળી પડ્યો.
આગળ જય એ ખાંચા માં વળ્યો.કરણ ના મનમાં હજી વિચારોની ઘડમથલ ચાલતીજ હતી. ત્યાં કોઈ એ અચાનક ચીખ પાડી.
''ભવ.....''
કરણ એક દમ થી જસકી ગયો ને પાછો ભાન માં આવ્યો.બાજુ માં જોયું તો જીગો એક પગે દીવાલને ટેકો દઈને ઊભો હતો.કરણ ને જોય એ હરખાય ને કૂદી પડ્યો.
જીગો
''હા...હ....શું કેહતાતા ભાભી?''
કરણ
''કઈ નય એક રીટર્ન ગીફ્ટ આપવું તું.''
જીગો
''આપ્યું?...શું આપ્યું?
બતાય,બતાય,બતાયને!''
કરણ (ખોટું સ્મિત આપી)
''કાતક હું તને બતાવી હકત.''
આટલું કહતા તો કરણ ની આંખો માં ભીનાશ ઉતરી આવી.પણ પોતાના ભાવ ને અંદરજ છુપાવી દેવા પડ્યા.જીગા ને વધારે જાણવા ની ઉત્કંઠા થય.
જીગો
''એલા,,,એવું શું આપ્યું?ચોકલેટ આપી...!,કે વીંટી,લેટર,એલા કિસ્સ.....તો નથી કરી ને?...ના-ના એવું તો ના હોય બે કેને શું.....
બબડતા બબડતા જીગો ને કરણ આગળ વધી ગ્યાં.
-------------------------------------------------
કરણ ના બાથરૂમ નો ફુવારો ચાલુ થયો.કરણ કપડાં સંગાથેજ નીચે ઊભો છે.અંદર એક આગ સળગતી હતી જેને બુજાવવા આ ફુવારા નું પાણી જરા પણ કારગર નો'તું.એક ની એક વાત વારા ઘડીએ એના મગજ માં ઘૂમયા કરતી.
વૈભવી વોઇસ>''મને લાગે તમને કાઇ મિસ-અંડરસ્ટેન્ડિંગ થાય છે.......'
''હું તો તમને મારા ભાઈ જેવો માનું છુ......''
ગોઠણીયા ભેર કરણ નીચે પછ્ડાયો બેય હાથ બાથરૂમ ની દીવાલ પર રાખ્યા ને નીચું જોય ને એક ઊંડો નીસાસો નાખ્યો.રોકાયેલા આંસુ બહાર આવી ગ્યાં.એની હાલત કોઈ તૂટેલા કાંચ ના કટકા જેવી હતી.જેને દર્પણ તો કહી શકાય પણ કશું કામમાં ના આવે.કોઈ પાંખ વીનાના પંખી જેવો જેણે મીટ તો માંડી દૂર સાત સમંદર પાર પણ રસ્તામાજ પાંખ બળી ગ્યાં.હવે કોઈ ને કહેવું હોય તો કહે ભી શું?ના કહી શકાય ના રહી શકાય.આમ તેમ પોતાનો ગુસ્સો ઉતાર્યા કરતો.
બીજા દિવસે સ્કૂલના વેકેશન ચાલુ થયા.એણે પણ વાત ને માંડી વાળી.સમય ધીમે-ધીમે વીતવા લાગ્યો.કરણ ને હવે થતું કે આ પ્રેમ-બ્રેમ બધુ ખોટી વાતું છે.એમાં ટાઈમ બગાડવા કરતાં કા'ક ભણવા માં ધ્યાન આપું.આવું કહી એ ખુદને તો મનાવી લેતો પણ જ્યાં ચોપડી હાથ માં આવતી ને પેલા-બીજા પતે પોહચતા જ મનમાં ફરી એની એજ વાત તરવરી આવતી.
વૈભવી વોઇસ>''મને લાગે તમને કાઇ મિસ-અંડરસ્ટેન્ડિંગ થાય છે.......'
''હું તો તમને મારા ભાઈ જેવો માનું છુ.''
જે પેન લખવા લીધી હોય એજ પેન થી ચોપડીના ચીથડેચિથડા થઈ જતાં.હવે સુવામાં સપના ઓછા આવતા ને પડખા વધારે ફરતા.દિનરાત ભગવાન ને કોસ્યાં કરતો,પોતાની કિસ્મત પર રોતો ને આખરે નિરાશ થય બેઠતો કોઈ ભાઈબંધ એની આવી હાલત જોય એને હસાવવા પ્રયત્ન કરે તો ભી ચિડાયને એને ખીજાય જતો.લોકો એનાથી દૂર થવા લાગ્યા. ભીડમાં હોવા છતાં પણ એ એકલો પડી ગ્યોતો.બધુ હતું તોઈ કઈ ખાલી હોય એવું લાગતું. આખો દિવસ બસ એકલો-એકલો સૂનમૂન પડ્યો રેહતો.ભાઉ તો એને ઘણી વાર કહતો કે
''જવા દેને બે એને..! બીજી ગોતી લેજે.''
પણ કોઈ ને ભૂલવું એટલું સેહલું હોય છે?કોઈ માણસ હારે રેહવાના નઇ પણ જીવવાના સપના જોયા હોય એને ભૂલવું શું સાવ સહેલું હશે?ભૂલાવવા છતાં એ નથી ભૂલાતી જેટલો એ એનાથી દૂર જવા કરે એટલો નજીક આવી જતો.રસ્તો બદલવા કરે તો કદમ આપો આપ એનાજ રસ્તે વધતાં.સૂઈ રેહવા માંગે તોય આપમેળે જગાય જાતુ.શરીર પર જાણે એનો કાબૂજ નતો રહ્યો.પાસે રેહવું મુમકિન નતું ને દૂર જાવું પણ મુશ્કિલ હતું.
એક-બે અઠવાડીયા જેવુ થવા આયુ. જે ભાવનાઓ ના ઘોડાપૂરમાં કરણ વલોવાતો હતો એ પણ શાંત પડી ગયું.બધુ ધીમે-ધીમે પાછું પેલા જેવુ થવા લાગ્યું.સ્કૂલના વેકેશન પણ પૂરા થવા આયાતા પણ કરણ ને એની જાણ નોતી. ખબર નય?કેમ પણ આજ કરણ ફરી વેહલો તૈયાર થય વોક માટે નીકળી પડ્યો.કોઈ પણ જાત ના મનસૂબા વીના બેફિકર થય ચાલ્યો જતો.ચાલતા-ચાલતા એ ચોક આયો જે ચોક માં એ બેઠતી હતી.જ્યાં કારક આવવા માટે પ્લાનિગ કરવી પડતી'તી.જ્યાં આવવા રાત પણ માંડ-માંડ કપાતી હતી.પણ હવે એ ચોક જાણે કોઈ સ્મશાન જેવો લાગતો.કરણે ત્યાથી નજર હટાવી ને આગળ ચાલતો થયો.એને ખબર નય આજ શું થયું છે?એનું મન આજ ભાનમાં નોતું.જાણે કોઈ અલગ્જ દુનિયામાં હતો.ફરી એને જૂના દિવસો યાદ કરવા'તા.બિસ્કિટ લાવી ને ફરી એ ખૂણા ના પથ્થર પર વહેરવા માંડ્યો.એટલામાં સામે અંધારા માંથી કોઈ ચાલતું-ચાલતું આવ્યું દુકાન ના દાદરે ધડ દઈને બેગ પછાડ્યુ ને કરણ ની નજર ત્યાં દોરાઈ,જોવે છે તો વૈભવી પોતે.કરણ તો એને એક ટૂક જોતોજ રહ્યો વૈભવી એ પણ કરણ સામે જોયું અને એક મીઠી એવી સ્માઇલ આપી.
પેલા દિવસ પછી કરણ ને એવું લાગતું હતું કે વૈભવી તો એને કોય દિવસ બોલાવશે ભી નય! ને આજ જોવે છે,તો' એને તો કશું મનમાંય નથી. વૈભવી જેવી નિખાલસ છોકરી ભાગ્યેજ ક્યાંક જોવા મળે.એ એટલી સ્વીટ હતી કે કોઈ ને ભી એની જોડે પ્રેમ થય જાય તો પછી બેચારા કરણ નો શો વાંક?એતો બેચારો મન ની વાત માં આવી ને ફસાય ગ્યો.અને મન પર ક્યાં માણસ નો બસ ચાલે?માં ને દીકરો ગમે,દીકરા ને માં,બેટી ને પણ માં કરતાં બાપ વધારે વાહલો લાગે,કોઈ ને જે કદરૂપું લાગે એ પણ કોઈ ને રૂપાળું જણાય,બધા જેના પર નફરત કરે કોઈ એને ભી પ્યાર તો આપેજ છેને.કોઈ ને બધાને ગમે એવું ગમે કોઈ ને સૌથી જુદું ગમે.તો પછી આ ગમવું ના ગમવું શું છે? બિલાડી ને ઉંદર સાથે વેર અને કાગડા ને કોયલ સાથે પ્રેમ શું કામ.?કુદરતે પહલેથીજ આ બધુ નક્કી કરેલું છે એવું નથી લાગતું?કોઈ ગમે ના ગમે એ આપડા હાથ માં થોડું છે એતો બધુ કોઈ ઉપર બેઠો-બેઠો નક્કી કરે છે.
હવે રોજ મળ્વાં નો,મુસ્કાવાનો,હસી ને ગૂડ મોર્નિંગ બોલવા નો સિલસિલો ફરી ચાલુ થયો.રોજ -રોજ મળતા ભી ,સામું-સામું હસતાં ભી.આના થી કરણ ફરી રાજી રેહવા લાગ્યો.આમને-આંમજ કેટલાય મહિનાઓ નીકળી ગ્યાં.પેહલા તો બેય થોડી જીજક અનુભવતા પણ એભી કેટલો ટાઈમ ?સમય જતાં એ જીજક પણ દૂર થય,હવે કોઈ મિસ-અંડરસ્ટેન્ડિંગ બાકી નોતી બધુ કાંચ ની જેમ સાફ હતું.પણ એક કંફ્યૂઝન હતું.વૈભવી ને લાગતું કે કરણ એના ભાઈજેવો છે ને કરણ તો વૈભવી ને દિલ દઈ બેઠો છે.તો આ બંને નું કનફ્યૂઝન નું કોલ્કક્યૂઝન કેમ થસે?
એક દિવસ વેહેલી સવારે કરણ આવી પોહચ્યો ચોક માં..!પણ કઈક નવા અંદાઝ માં.નવા કપડાં,બૂટ,ને પરફ્યુમ-બરફ્યુમ લગાવી કોઈ ફિલમ ના હીરો લાઈક ''જેંટલમેન'' જેમ તૈયાર થઈને બાઇક પર સવાર હતો.વૈભવી આવી કરણ ને બેઠો જોયો ને થોડું માથું જુકાવી હસી.
કરણ
''ગુડ મોર્નિંગ''
વૈભવી
(સ્મિત સાથે )
''ગૂડ મોર્નિંગ''
કરણ
''તમારી પાસે થોડો ટાઈમ હોય તો મારી એક નાની એવી હેલ્પ કરશો.?.''
કરણે એના બેગ માથી એક નાની એવી ફાઇલ બહાર નીકાળી.ફાઇલ પરના આંછા પુઠા પર થી અંદર છપાયેલા અક્ષરો સાફ વંચાતા હતા.એના પર મોટા અક્ષરે ગુજરાતી અને નીચે નાના ઇંગલીશ ના અક્ષર માં ''અનાડી{ANAADI}''લખેલું હતું.કરણે ફાઇલ વૈભવી ના હાથમાં પકડાવી.
કરણ
''આ એક સ્ટોરી છે.જે મારે કોલેજ માં પ્રેઝેંત કરવાની છે.તમે જરા એક વાર આને વાંચી કહેશો કે કેવી લખાણી છે? ''
વૈભવીએ ફાઇલ પર નજર મારી ને એના તરફ પરત કરતાં હાથ લંબાવ્યો.
વૈભવી
''પણ મને આવી બધી ના ખબર પડે!''
કરણ
''એટ્લે તો તમને આપી છે!તમે વાંચશો તો એક ઓડિયન્સ ની જેમ વાંચશો.જેની સામે અમારે આ પ્રેજેંટ કરવાનું છે.જો તમને ગમશે તો નક્કી છે કે બીજા લોકો ને પણ જરૂર ગમશે.''
વૈભવી એક દમ શાંત મન થી વિચારવા લાગી.કરણે ફરી ખુબજ કરગરતા કહ્યું.
કરણ
''પ્લીઝ.!
તમતારે મારે કોઈ ઉતાવળ નથી. ભલે ચાર-પાંચ દિવસ થાય પણ આખી નિરાંતે વાચજો!''
આખરે કરણ ની થોડી જીદ કર્યા બાદ વૈભવી માનીજ ગય અને એણે સ્ક્રીપ્ટ લઈ પોતાના બેગમાં મૂકી.કરણ બાઇક ચાલુ કરીન જતો રહ્યો અને વૈભવી પણ બસ માં બેસી સ્કૂલ તરફ રવાના થય.આખો દિવસ એની નજર વળી,વળી ને બેગ તરફ જોતી.અંદર પડેલી ફાઇલ માં ઘણા સવાલો હતા જે જાણવાના હતા.
રાત પડી દિવસ નો બધો થાક ઉતારી વૈભવી એ પલંગ પર પૈર પસરાઈવ્યા ને બેગ માંથી એક ચોપડી કાઢી જેના પર અનાડી લખ્યુ'તું.ધીરે,ધીરે કરીન એણે એક-એક પત્તું વાંચવા નું ચાલુ કર્યું.સ્ટોરી બહુ સારી રીતે લખેલી હતી.વૈભવી ને પણ વાંચવા માં મજા આવતી.પેહલા-પેહલા તો સ્ટોરી ખુબજ ઇન્ટરેસ્ટિંગ લાગી પછી થોડું આગળ વધતાં એને ખબર પડી કે આતો એની ને કરણનીજ આખી કહાની છે.કરણ નું ચાલતા-ચાલતા ચોકમાં આવવું,વૈભવી પર નજર પડવી,ધીમે-ધીમે વાત-ચીત ની કોશિશ કરવી,એનો ઇનકાર,કરણ નું માયુસ થવું,ફરી મળવું,ને છેલ્લે આ સ્ટોરી આપવા સુધી ની બધી વાત અક્ષર સહ,ટાઈમ સાથે,એક દમ જિણવટથી લખેલી હતી.પણ હજી એન્ડ લખવા નો બાકી હતો.છેલ્લે એણે બસ આટલું લખ્યું કે;-
''ખબર નય એને પેહલી વાર જોતાજ મને શું થયું?એને જોય દિલ કોઈ ટ્રેકટર ના એન્જિન જેમ ધગધગવા લાગ્યું.સમય જાણે અટકી ગ્યો.નજર સામે બધુ ધૂવા-ધૂવા થય ઊડી ગયું દેખાતી તો બસ એ અને એની દરીયા કરતાય વધારે ઊંડી આંખો.આંખો માં છુપાયેલી લાટ બધી વાતો.એ આંખ માં કોઈ કપટ નોતું,કે ના કોઈ છલ હતું.હતી તો બસ ખાલી એક્લી નિખાલસ્તા.પેહલા તો જોતાં કોઈ નોર્મલ છોકરી જેવીજ લાગતી પણ પછી ખબર પડી કે આતો સાવ અલગ્જ છે.કઈક તો હતું એની પાસે કશું ખાસ! જે મને એની તરફ ખેંચી જતું.શું ?શું કામ ?એ નથી ખબર પણ કઈક તો ખાસ હતું એમાં.જે કોઈ દિવસ કોઈ છોકરી સામું જોતો સુધા નો'તો એ કેમ આ એક ને જોવા રોજ વહલો પોહચી જતો?,જે એની દુનિયામાંજ ખુશ હતો એ કેમ સાવ એકલો પડી ગ્યો?જે બધાને પોહચી પાછો ફરતો એ કેમ આ એક થી હારી ગ્યો?જે બધુ બેધડક કહતો એ કેમ ગુમસુમ થય ગ્યો?કેમ કોઈ આટલું બધુ ગમી જાય?કેમ કોઈ થી આટલો બધો લગાવ થય જાય?શું કામ કોઈ સંબંધ ને નામ આપવું પડે?શું કામ છોકરો ને છોકરી વચે ખાલી એકજ સંબંધ ગણવા માં આવે? કેમ?......શું કામ?........શું કામ?કો'ક તો જવાબ આપી દે કે હું એને શું નામ આપું?.....મેરબાની કરીન કો'ક તો કહો કે હું એને શું નામ આપું?
વૈભવી એ આગળ નું પત્તું પલટાવ્યું......ખાલી....
બીજું ફેરવ્યું......ખાલી...
ત્રીજું ફેરવ્યું...એભી ખાલી..
ચોથૂ,પાંચમું,છ્ઠુ,એક પછી એક આખી ચોપડી ના બધાજ પત્તા જોયા પણ આગળ કોઈ માં કશુજ નોતું લખ્યું.વિચારો ના ઘોડા દોડવા લાગ્યા.કરણ ના સવાલો મન પર એક છાપ છોડી ગ્યાં.એ ફાઇલ બંધ કરી ને સૂઈ ગય.મન માં ખાલી એકજ સવાલ વારાઘડીએ ઘૂમ્મ,ઘૂમ્મ કરે.
karan voice;>શું નામ આપું?....શું નામ આપું....શું નામ આપું?......
બીજા દિવસે વૈભવી સમય પેહેલાજ ત્યાં ઉભી રહીને કરણ ની વાટ જોતી'તી પણ એ ના આવ્યો.એના બીજા દિવસે પણ ઘણું ઊભી તો ભી ના આયો.ત્રીજા દિવસે ભી આવુજ થયું.આજ ચોથો દિવસ હતો અને સ્કૂલ નો છેલ્લો જો આજ કરણ નય મળે તો પછી આગળ ક્યારેય બંને ભેગા થાય એવી સંભાવના નો'તી.વૈભવી આજ પણ સમય પેહલાજ આવી ગય ને ખાસો ટાઈમ કરણ ની રાહ જોય પણ આજેય કરણ પેહલા બસ આવતી દેખાય.વૈભવી એ છેલ્લી નજર પાછળ મારી કે જો એ દેખાય તો.ને પાછળ પલટી જોયું તો આ વખતે સામેથી કરણ આવતો દેખાયો કરણ ત્યાં પોહચે એ પેહલા તો એણે બેગમાંથી પેલી ફાઇલ બહાર કાઢી લીધી.અને જ્યાં એ નજીક પોહચ્યો ત્યાં એ એના હાથ માં પકડાવી દીધી.વૈભવી આજ નતો હસી કે નો કાઇ બોલી. એકાએક બસ પણ આવીને ઊભી રહી.કરણ એક હાથે ફાઇલ પકડીને ઊભો રહી ગયો અને સહેજ જીજક સાથે એને પુછ્યું.
કરણ
''વાંચી ?''
વૈભવી
(હા માં માથું નમાવતા)
''હમ્મ....''
કરણ
''તો...કેવી લાગી?''
વૈભવી કઈ પણ જાતનો જવાબ આપ્યા વગર પાછી ફરી બસ ના દરવાજા તરફ ચાલવા માંડી.કરણ ને જે થોડી એવી આશા હતી એભી મરી ગય.એને નક્કી થય ગયું કે હવે ક્યારેય ભેટો નય થાય.છેલ્લી કોશીશે પણ નીરાશા સીવા કશું હાથમાં ના આવ્યું.હતાશ થય એનો ફાઇલ પકડેલો હાથ નીચે નમ્યો.ફાઇલ માંથી એક કાગળ બહાર સરકી આવ્યો.કરણે એને ઉઠાયો ને જોયું તો એ કોરા કાગળ ની અંદર પેન થી મોટા-મોટા અક્ષરે ''દોસ્ત'' લખ્યું હતું અને નીચે ઇંગ્લિશ માં ''વોટ્સઅપ ઓન્લી'' કરી ને એક દસ આંકડા નો નંબર પણ લખ્યો તો.
કરણે આશા ભરી નજરે વૈભવીની સામું જોયું.વૈભવી દરવાજનું હેન્ડલ પકડીને હજી ત્યાજ ઊભી'તી.એણે કરણ ની સામું જોતાં માથું હલાવીને થોડું મલકાતા હથેળી ઊંચી કરીને''બસ...'' જેવો ઈશારો કર્યો.કરણ તો એની સામું જોતોજ રહી ગયો.આજ એને વૈદેહી ની હસીમાં એક સંતોષ દેખાતો હતો.અનાયાસે એ પણ ખુશી-ખુશી હરખ ભેળો મલકાયો.
વૈભવી બસ માં ચડી ગય ને બસ ચાલવા માંડી.એણે સહેજ બાર ડોકું કર્યું તો કરણ ગાંડા ની જેમ પત્તા ફેરવતો,ફાઇલ ઊંધી છતી કરતો,પોતે પોતાનાજ માથે ટપલી મારતો નેમાથું હલાવી ને હસી પડતો.આમ થી આમ ટળવળતા જાત-જાત ના ગાંડા કાઢતો.એને આમ કરતાં જોય વૈભવી હસી ને માથું હલાવતા ધીમા સ્વરે બોલી
''પાગલ.....''
by;-
bhagirath gondaliya