મોબાઈલ માટે આત્મહત્યા ?
જિંદગી માં કેટલીક બાબતો આપણા હાથ માં નથી હોતી પણ જે આપણા હાથ માં છે એ બાબતે બેદરકારી આફત નોતરે ત્યારે વીતેલા સમય ને પાછો નહિ મેળવવા ના નિશાસા સિવાય કઈ બાકી રહેતું નથી.
ગઈ કાલે એક સમાચાર જોયા ૧૫ વર્ષ ની છોકરી ને એની દાદી મોબાઇલ માં વધુ સમય આપવા બાબતે અવાર નવાર ઠપકો આપતા હતા. પણ મોબાઇલ ની એડિટ થઇ ચુકેલી છોકરી એમની વાત સાંભળવા તૈયાર નહોતી.દાદી જે કહે છે એ એના ભવિષ્ય અને વર્તમાન માટે સારું છે એ સમજવાની એની તૈયારી નહોતી. એની મોબાઈલ ને વળગી રેહવાની આદત થી તંગ આવીને એક દિવસ એનો મોબાઈલ લઇ લેવામાં આવ્યો.(આશય હતો એને આ લત માંથી બહાર કાઢવાનો) અને પરિણામ ૧૫ વર્ષ ની એ નાસમજ દીકરીએ વોશરૂમ માં જઈને આત્મા હત્યા કરી લીધી.
દાદી કે એના ઘર ના સભ્યો એના દુશ્મન નહોતા પણ એના શુભચિંતક હતા. જયારે એ દીકરી ના માટે મોબાઈલ મહત્વનો હતો અને એના માટે ઘરના સભ્યો એની અને મોબાઈલ વચ્ચે આવતા વિલનો હતા.
અહીં મોબાઈલ એ અત્યારના સમય નું એવું ગેજેટ છે જે ને અવોઇડ કરવું મુશ્કેલ છે. દુનિયામાં મોબાઈલ જ ના હોવો એ આપણા હાથ ની વાત નથી પણ મોબાઈલ ના એડિટ ના બની જવું એતો આપણા હાથ માં હોય જ.
જેમ નર્મદા કેનાલ લોકો ની જીવાદોરી છે જયારે એમાં પણ કેટલાક લોકો મોત ની છલાંગ લગાવી ને ડૂબી મરે છે. નર્મદા કેનાલ હોય,રેલવે ની લાઈન હોય,પેટ્રોલ હોય,એસિડ હોય કે ઉધઈ ની દવા હોય આ બધી શોધ માનવ ને ઉપયોગી થવા માટે છે કોઈ ના જીવ લેવા માટે નથી. આ બધા ઉત્પાદન બંધ કરવાનું આપણા હાથ માં ના હોય પણ એના થી મરી જવું કે એનો સદુપયોગ કરવો એતો આપણા હાથ માં હોય ને?
આજે જે મોબાઇલ દુનિયાભર ની માહિતી મુઠ્ઠી માં આપી દે છે એ મોબાઇલ તમને આવતા થોડા વર્ષો માં જ તમારી આંખો ને ૧૦૦ વર્ષ ની બુઢી બનાવી દેશે એ સમજી વિચારી ને એને સાચવવાનું તો આપણા હાથ માં છે ને.
આપણા હાથ માં જે નથી એનો વસવસો છોડી ને આપણા હાથમાંજ જે છે એનો તો પુરે પુરે ઉપયોગ કરીયે તોય ઘણું છે.
જે તમને એડિટ બનાવીદે છે એ લાંબા ગાળે નુકસાન કારક જ છે. જેમાં મજા છે એની પણ અતિ થઇ જાય તો એ મજા સજા તરફ લઇ જાય છે.
અહીં આત્મહત્યા કરનારી છોકરી મોબાઈલ ની એ હદે એડિટ થઇ ચુકી હતી કે એને સારા ખોટાની સમજ આવે એ પેહલા મોબાઈલ ની એપ માં ગૂંથાઈ ગઈ.એને આ ફેમિલી મારુ છે મને બધા પ્રેમ કરે છે એ ના દેખાયું પણ મારી પાસે થી મોબાઈલ છીનવી લે છે તો એ લોકો મારા માટે સારા નથી. એવી નાસમજ નો શિકાર બની ગઈ. આ ઉમર એવી અલ્લડ હોય છે કે બાળકોને પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવા ની જગ્યા એ ઉગ્ર થવાનું જ શીખવે. માં બાપ કે વડીલો કોઈ બાબતે ટોકે વારંવાર ઠપકો આપે તો સામે માં બાપ ને મારી શકાય નહીં પણ મરીતો જવાય ને આવી આત્મઘાતી માનસિકતા પ્રબળ હોય છે. આ મરી જવા પાછળ પણ બતાવી દેવાની ભાવના જોડાયેલી હોય છે. તમે મારી સાથે આ વ્યવહાર કર્યો તો તમે પણ જોવો કેવા પસ્તાવશો જોઈ લો. આવી એક ગુસ્સો,અહં,નાદાની,અને નાસમજી થી ભરેલી ક્ષણ માણસ ની મહામૂલી જિંદગી ને છીનવી જાય છે.
જીતેન્દ્ર વાઘેલા