એક સુમસામ ગામડાના રસ્તા પર ભૂમિ એકલી ચાલી રહી હતી.એક વિશાલ નદીનાં કાંઠે રસ્તાની પેલી બાજુ એક સુમસામ મંદીર પર તેણીની નજર પડી. મંદીર કઈક અવજ્ઞ અવાજ આવી રહ્યો હતો. મંદીરના મુખ્ય દ્વારની બહાર ત્રીસેક દાદરા હતાં, ભૂમિ હળવેથી એ દાદર ચડી ગઇ અને જુનવાણી દરવાજા ને ધીમેથી ધક્કો માર્યો , દરવાજાના ડરાવનાર અવાજ થી ભૂમિના હ્રદયમા ધ્રાસકો પડ્યો, દરવાજો ખૂલતાજ પંદર-વિસ ચામાંચીડ઼િયા ફડફડ....ફડફડ કરતા ભૂમીની ઉપર થઈ ને મંદીરની બહાર તરફ ઊડી ગયા. ભૂમી જસકિ ગઇ, તેણીએ સાવચેત થઈ પોતાની પાછળ નજર ફેરવી લીધી, અને આગળ જોયું તો આ શુ!! મંદીરની જગ્યા પર વાંસની જેટલી ઉંચે સુધી માત્ર આગ જ ચારે તરફ આગ , ભૂમિ ભાગવા માટે પાછળ ફરી , પણ તેં હેબતાઈ ગઇ , કેમકે તેણીની પાછળ રહેલા દાદર દરવાજા અને નદી પણ ગાયબ તેની જગ્યાએ પણ માત્ર ધુમાડાના ગોટા કાઢતી અગ્નિ જ અગ્નિ, તેણી ચીલ્લાંવા લાગી 'બચાવો- બચાવો' રડવા લાગી, ફરીથી ચીલ્લાંવા લાગી... એટલામાં તેની આંખ ખુલી ગઇ અને બે ત્રણ 'બચાવો'તો પથારીમા બેઠી થઈને બોલી ગઇ.
'હાશ' છાતી પર હાથ મુકી ભૂમિ બબડી, થેન્ક ગોડ એ સપનું હતુ.
* * *
'વેલકમ ટુ બી કે મેહતા આર્ટસ કૉલેજ'.. પ્રોફેસર પાંડે એ ક્લાસનાં પેહલા દીવસનાં ઓરીએન્ટેશનમા કહ્યુ. હા આજે ભૂમિનો પહેલો દીવસ હતો. તેણીની જ સ્કુલના ફ્રેન્ડ્સ આ કૉલેજમા આવ્યાં હોવાથી તેને ફ્રેન્ડ્સ ગોતવાની જરૂર જ ન હતી. જ્યારે ક્લાસમા તેં પોતાના ફ્રેન્ડ્સની સાથે પ્રવેશી ત્યારે તેણીના બધાં ફ્રેન્ડ્સ એક કોલમમા ગોઠવાઈ ગયા, એટ્લે ભૂમિ નિરાશ થઈ પાછળની બેન્ચમા બેઠી. તેં બેન્ચમા જોવામાં શરમાળ લાગતી એક પીળા ડ્રેસ વાળી છોકરી બેઠી હતી, ભૂમિ તેણીની બાજુમા બેસી ગઇ.
'હાઈ, હુ ભૂમિ અને તુ??- ભૂમિ એ પોતાનું પરિચય આપતાં કહ્યુ, બે સેકન્ડ તો પેલી છોકરી કઇ ન બોલી, પછી ધીમેથી બોલી - 'સ્વાતિ _ મારુ નામ સ્વાતિ છે'. તેણીએ સારો રિસ્પોન્સ ન આપ્યો એવું લાગતા, ભૂમિ પોતાના સ્થાન પર બેસી ગઇ.
ઓરિએન્ટેશન પુર્ણ થતા, ભૂમિએ સ્વાતિને નરમાશથી પુછ્યું- તને કઇ પ્રોબ્લેમ છે ,કેમ નિરાશ બેઠી છો??
'એક્ચ્યુંઅલી મારા કોઈ પણ ફ્રેન્ડ મારી સાથે આ કૉલેજમા નથી આવ્યાં, એટ્લે હુ થોડી નર્વસ છું'- સ્વાતિએ પોતાની વ્યથા કહી. ભૂમિ બહુજ ખૂલા દિલ વાળી હતી, અને તરત જ પરિસ્થિતિ સાથે અનુકુળ થઈ જતી, સ્વાતિની વ્યથા સાંભળી તરત જ કહ્યુ- આજથી આપણે ફ્રેન્ડ્સ. આ સાંભળી સ્વાતિએ પણ હકારમા માથું ધુણાવ્યું. ત્યારબાદ ભૂમિએ સ્વાતિને પોતાના મિત્રો સાથે પરિચિત કરાવી, 'જુઓ ફ્રેન્ડ્સ આપણાં ગ્રુપની નવી બ્યુટી -સ્વાતિ, અને સ્વાતિ, આ છે મારા મિત્રો, - અવની, ધેર્યાં, અવિનાશ અને સ્વસ્તિક.
અવિનાશ, અવની ,ભૂમિ, ધેર્યાં અને સ્વસ્તિકનાં માતાપિતા પણ એકબીજાને સારી રીતે ઓળખતા, એટ્લે તેઓ વચ્ચે ઘર જેવા જ સંબંધો હતાં., રાજકોટ જેવા મેગા સિટીમા પણ તેઓ વચ્ચે સારી અવરજવર રહેતી.
એક દીવસ ભૂમિ અને તેણીના મિત્રો કૉલેજ કેન્ટીનમા બેસીને કંટાળી રહ્યાં હતાં. તેવામા ધેર્યાની આંખો ચમકી, -હેય ફ્રેન્ડ્સ ચાલોને આપણે એક પીકનીક ટુર પર જઇએ- ધેર્યાંએ બધાનું ધ્યાન દોર્યું.
'ગ્રેટ'- સ્વસ્તિકે કહ્યુ, પણ જઈશું ક્યાં?,
' ઘૂમલિ જઇએ ' - ભૂમિ બોલી- ' મે સાંભળ્યું છે કે ત્યાં સરસ હિલસ્ટેશન છે.
એ ક્યાં આવ્યુ??'- અવિનાશે પુછ્યું,
આ પણ પંચાતિયૉ- ધેર્યાંએ કમેન્ટ મુકી.
પોરબંદર પાસે- ભૂમિએ ઉતાવળે કહ્યુ.
પણ આ બધાં વચ્ચે સ્વાતિ નિરાશ થઈને બેઠી હતી. ધેર્યાં સમજી ગઇ , તેણીએ પુછ્યું,-' એ દુઃખીઆત્મા', 'તુ કેમ ચુપ બેઠી છે, તને ટુરમા રસ નથી?.
'મને એકલી જવાની પરમિશન ઘરેથી નહીં મળે'- સ્વાતિ નિરાશ થઈ બોલી.
ભૂમિ ઉત્સુકતાથી બોલી -'હેય ,આઈડીયા - કેમ ન આપણે ફેમિલી ટુર જ ગોઠવીએ એ બહાને સ્વાતિનાં ઘર સાથે બધાને ઓળખાણ પણ થઈ જશે.' અને સૌ એ એની હા મા હા સાથે માથું ધુણાવી દીધું.
સૌએ પોતાના ઘરે જઇ પ્રવાસનો પ્લાન વર્ણવી દીધો.
સ્વસ્તિકનાં પપા એ કહ્યુ-' તારા જેન્તિ મામા ત્યાં ઘૂમલિ ની બાજુ મા બિલેષ્વરમા જ પોસ્ટ ઓફીસમા અધિકારી છે, આપણે શિવરાત્રી છે તો ત્યાંજ રોકાશુ.'
રવિવારનાં સવારમા સૌ ભૂમિનાં ઘરે એકઠા થયાં, બધાએ સ્વાતિનાં મમીપપા સાથે ઓળખાણ કાઢી, બાંધેલી મીનીબસમા ગોઠવાઈ ગયા, એ સાથે જ સાતેક વાગ્યે રાજકોટથી નીકળી પડ્યા . બધાની મમીઓ એ તો બસમા વાતોનાં ઝપટા શરૂ કરી દીધાં, અને આ તરફ પુરુષો પણ મઝાકમા ઓછાં ઉતરતા નહીં.
બસ રાણાવાવ પહોંચવા આવી ત્યારે સ્વાતિ સફાળી બેઠી થઈ ,તેં એકદમ ડરી ગઇ. તેણીની આંખો જાણે મોત ભાળી ગઇ હોય તેમ સ્થિર થઈ ગઇ. હકીકતમા તેં બસ મા સુઈ ગઇ હતી. અને તેને પણ એ જ સ્વપ્ન આવ્યુ કે તેં સુમસામ ગામનાં મંદીરની આગમા ફસાય ગઇ - બિલકુલ એવજ સ્વપ્ન જેવું ભૂમિને તેણીના બેડ પર આવ્યુ હતુ. પરંતું તેં બન્ને ને ખબર ન હતી કે બન્નેએ એકસરખું જ સ્વપ્ન જોયું. ભૂમિએ તો સ્વપ્નની યાદ ટાળી દીધી હતી. પણ સ્વાતિ સ્વભાવે બીકણ એટ્લે તેણીની આખી યાત્રા પણ એ જ વિચારવામા રહી. એ હજુ વિચારતી હતી ત્યાંજ બસને જોરથી બ્રેક લાગી અને સ્વાતિનું માથું આગળની સીટ સાથે એટલાં જોરથી અથડાયું કે તેણી મગજમા ટનનન.. અવાજ સાથે તેં ચકર ખાઈ પડી જ ગઇ. સ્વાતિ અવનીની બાજુમાં બેસી હતી ત્યારે બધાં વાતોમા મગ્ન હતાં. અચાનક બ્રેક લાગતા ઇજા બધાને થઈ. પરંતું સ્વાતિતો બેભાન થઈ ગઇ.
બધા સ્વાતિની પાસે દોડી આવ્યાં. એવામાં બસ ડ્રાઇવર અને સ્વસ્તિક દરવાજેથી નીચે ઉતર્યા. બસની સામે અચાનક ત્રણ સાધુબાવા આવી ગયા હતાં એટ્લે આ જોરદાર બ્રેક લગાડવી પડી હતી. એટ્લે ડ્રાઇવર ચીડાયો ,આંધળા છો ગમે ત્યાં રસ્તામા હાલી નીકળો છો. પરંતું એમનાં મુખ્ય સાધુએ ડ્રાઇવરની વાત મા ધ્યાન ન આપ્યું અને સ્વસ્તિક તરફ જોઇ કહ્યુ- 'મત જા , મતજા વહાં વરના યજ્ઞ નીગલ જાયેગા'
કોન સા યજ્ઞ?? કેસા યજ્ઞ? - સ્વસ્તિકે જિજ્ઞાસા થી પુછ્યું.
એટ્લે સાધુ ભસ્મ ઉડાડતા ચાલ્યા ગયા અને જતા જતા બોલ્યા "કાલીયજ્ઞ".
* * *
જો તમને વાર્તાનો પહેલો ભાગ પસંદ પડે તો પ્રતિભાવ જરૂર આપજો.