Hotel Haunted - 4 in Gujarati Horror Stories by Prem Rathod books and stories PDF | હોટેલ હોન્ટેડ ભાગ - ૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હોટેલ હોન્ટેડ ભાગ - ૪

મિત્રો તમે આગલા પ્રકરણમાં તમે જોયું કે હોટેલના ઉદ્ઘાટન સમયે રામ 
અને
 ગાર્ડ્સ ગાયબ થઈ જાય છે.બધા લોકો ડરી જાય છે.પણ ત્યાં પોલીસ આવી પહોંચે છે અને લોકોને પોત પોતાના ઘરે જવા માટે કહે છે.થોડા દિવસો પછી નિકુંજ અને ઈનસ્પેક્ટર પાટિલ હોટેલ તપાસ કરવા જાય છે.પરંતુ નિકુંજને ખબર પડે છે કે તે ઉતાવળમાં હોટેલની ચાવી લાવવાનું ભૂલી ગયો છે.તે ચાવ લેવા પાછા જવા જાય છે ત્યાં વરસાદ શરૂ થઇ જાય છે.નિકુંજ અને પાટિલ ઊભા હોય છે ત્યાં પાછળથી કંઈક અવાજ સંભળાય છે બંન્ને જુએ છે તો તાળું તૂટી નીચે પડ્યું હોય છે અને દરવાજો ખુલવાનો અવાજ આવે છે.બંન્ને આશ્ચર્યચકિત થઈ જાય છે કે દરવાજો ખુલ્યો કઈ રીતે??હવે આગળ......
હોટેલ હોન્ટેડ.ભાગ-૪
બંન્ને અંદર પરંતુ હજી સુધી બંનેને ખબર નહોતી પડતી કે દરવાજો ખુલ્યો કઈ રીતે.થોડીવાર પછી પાટિલ બોલ્યો જવા દો ને હે અત્યારે આવા વરસાદ અને ઠંડીમાં આવું વિચારવા કરતા અંદર જવું સારું.નિકુંજ હજી ચૂપ હતો.તે સમજી નહોતો શકતો કે દરવાજો કઈ રીતે ખુલ્યો.થોડીવાર પછી તે ભાનમાં આવ્યો તેને પાટિલ સામે જોયું તે હજી તેની સામે જોઈ રહ્યો હતો.તેને માથું હલાવી હા પાડી અને બંન્ને અંદર જવા લાગ્યા.
બંન્ને અંદર પ્રવેશ્યા.અંદર બહુ અંધારું હતું.અંદર એકદમ શાંતિ છવાયેલી હતી.બંન્નેમાંથી કોઈ બોલતું ન હતું.અવાજ આવતો હતો તો ફક્ત બાહાર પડતા વરસાદનો.એક પળ માટે તો પાટિલે તો લાગ્યું કે આ જગ્યા પર સાચેજ કોઈ આત્મા હશે.આ વિચારને કારણે તે ધ્રુજી ગયો.નિકુંજ તો હજુ ચૂપચાપ જ હતો.ખબર નહી તેને શું થઈ ગયું હતું?પાટિલે જઈને લાઈટની સ્વીચ ચાલું કરી.પણ લાઈટ ચાલું ન થઈ.પાટિલને ખબર નહોતી પડતી કે હજી હોટેલ બન્યાને હજી થોડા જ દિવસ થયા છે,તો પ્રોબ્લેમ કઈ રીતે થઈ શકે?
સર,આપણે જનરેટર રૂમમાં જઈ ચેક કરવું પડશે.આખરે નિકુંજ બોલ્યો.
પાટિલે હોટેલની બારીમાંથી જોયું તો અંધારું થવાની તૈયારી હતી.બહાર વરસાદ હજી ચાલું જ હતો,બહાર ઠંડી હવા વહેતી હતી અને ઊપરથી તેની જીપ પણ ખરાબ થઈ હતી.આથી તેને લાગ્યું કે આજે રાત અહી કાઢવી પડશે.આખરે તેને હા પાડી.
બંને કોરિડોરની તરફ અંદર તરફ જતા હતા. કોરિડોરમાં સખત અંધારું હતું બંને એકબીજાના પોતાની ફોનની બેટરી ચાલુ કરીને ચાલતા હતા. ત્યાં અચાનક ઉપરથી કંઈક અવાજ આવ્યો બંને ઉપર ની તરફ જોયું પણ ત્યાં તેમને કશું દેખાયું નહીં
કોણ છે ત્યાં પાટીલ જોરથી બોલ્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં આખરે તેને ઉપરની તરફ બેટરી કરી જોયું તો ત્યાં તેને અંધારા સિવાય કશું દેખાયું નહીં તેને લાગ્યું કે તેનો વહેમ હશે એટલે બંને આગળની તરફ જતા રહ્યા
જનરેટર રૂમ ક્યાં છે પાટીલે પૂછ્યું
નીચે બેસમેન્ટ ની તરફ નિકુંજે કહ્યું
બંને સીડી ઊતરીને નીચે તરફ જતા હતા અચાનક નિકુંજને લાગ્યું કે તેની સાથે સાથે કોઈ ચાલી રહ્યું છે તેણે પાછળ ફરીને જોયું તો કોઈ દેખાયું નહિ આથી તે પોતાનો વહેમ સમજીને આગળ ચાલવા લાગ્યો બંને જનરેટરરૂમ સુધી પહોંચી ગયા ત્યાં નિકુંજની જમણી તરફથી કંઈક અવાજ આવ્યો પાટીલનું ધ્યાન હતું નહીં તેથી તેણે બેટરી કરીને તે તરફ જોયું નિકુંજ તે તરફ જોતાં તેની આંખો ફાટી રહી તેના હાથમાંથી બેટરી પડી ગઈ તેના શરીરનું સંતુલન રહ્યું નહિ અને તે જમીન પર પડ્યો. તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ આઆઆ...
શું થયું મિસ્ટર પાટીલે પૂછ્યું
મેં તેને ત્યાં ઉભેલી જોઈ સફેદ આંખો ચહેરા પર ગુસ્સો અને તે આપણી તરફ જોઈ રહી હતી. કોઈ છોકરી હતી મને લાગે છે કે સાચી આ જગ્યા પર કોઈ છે ગામ લોકો જે કહે છે તે સાચું છે જેને આપણે જોઈ શકતા નથી કદાચ આજે આ જગ્યાએ કોઈ આત્મા તો...
હાહા...તમે કેવી વાત કરો છો નિકુંજ તમને સાચી જ લાગે છે કે આ જગ્યા પર કોઈ છે કદાચ તમારો વહેમ હશે
પાટીલે તે તરફ બેટરી કરીને જોયું તેને કઈ દેખાયું નહિ નિકુંજ મેં તમને કહ્યું હતું ને અહીં કઈ નથી બસ તમારો વહેમ હશે
હા સર તમે સાચું કહો છો લાગે છે મારો વહેમ જ છે
નિકુંજ ઊભો થયો તેણે રૂમનો દરવાજો ખોલ્યો અને બંને રૂમની અંદર જતા રહ્યા નિકુંજ એક જગ્યાએ જઈ ઊભો રહી ગયો ત્યાં કેટલાય બોર્ડ લાગેલા હતા તેમાંથી એક બોર્ડની સ્વીચ ચાલુ બંધ કરી જોઈએ પરંતુ કશું થયું નહીં આથી તેણે પાટીલને રૂમની બહાર જવા કહ્યું કારણકે રૂમની બહાર કૉરીડોરમાં એક બલ્બ લાગેલો હતો તેની  સ્વિચ રૂમની બહાર હતી નિકુંજ ના કહેવા પ્રમાણે તે રૂમની બહાર જતો રહ્યો તેના ગયા પછી નિકુંજ એક પછી એક સ્વીચ ચાલુ બંધ કરી જોવા લાગ્યો તેને એક પછી એક બધી સ્વીચ પાડી દીધી બસ એક જ પાડવાની બાકી હતી અને તે એક ખૂણામાં હતી
તેને ખબર નહોતી કે તેની પાછળ કોઈક ઊભું છે અને તેને જોઈ રહ્યું છે તે ક્યારની નિકુંજ સાથે સાથે ચાલતી હતી નિકુંજ નથી એ વાતની ખબર નહોતી આ બધી વાતોથી અજાણ નિકુંજ તે સ્વિચ પાસે પહોંચ્યો તેણે સ્વીચ ઉપર કરી પણ તે સ્વીચ પાછી પડી ગઈ તેણે પાછી સ્વીચ ઉપર કરી પણ તે પાછી પડી ગઈ નિકુંજ આશ્ચર્ય સાથે તે બોર્ડની જોઈ રહ્યો તેને ખબર નહોતી પડતી કે આ શું થઈ રહ્યું છે આખરે તેણે છેલ્લી વાર સ્વીચ પાડી પણ આ વખતે તે બંધ ન થઈ તેણે પાટીલને બહારનો બલ્બ ચાલુ કરવા કહ્યું અને તે બલ્બ ચાલુ થઈ ગયો નિકુંજ રૂમની બહાર નીકળી ગયો પણ તેને ખબર નથી પડતી કે હમણાં જે થયું તે શું હતું નિકુંજ અને પાટીલ બંને કોરીડોરમાંથી ચાલતા ચાલતા જતા હતા નિકુંજ તે વાત વિશે વિચારી રહ્યો હતો આખરે પાટીલ હોલમાં પહોંચી તેણે હોલ ની લાઈટ ચાલુ કરી હોલ ની લાઈટ ચાલુ કરતાની સાથે તેની આંખો ફાટી રહી નિકુંજ ક્યાંક ખોવાયેલો હતો પણ તે જોતાની સાથે તે પણ આશ્ચર્યચકિત થઇ ગયો તેના મોઢામાંથી અવાજ નીકળતો નહોતો
કારણ કે સામે દિવાલ પર રામ ની લાશ ટાંકેલી હતી તેનું શરીર આખું લોહીલુહાણ હતું તેના શરીર પર કેટલાય લાગેલા હતા અને શરીરની કેટલાય સ્થાનેથી લોહી નીકળતું હતું તેનો ચહેરો એટલો ખરાબ હતો કે એક પળ માટે તેને ઓળખવું મુશ્કેલ થઈ ગયું તેના શરીરમાંથી નીકળતું લોહી દિવાલ પરથી સરકી નીચે પડતું હતું નિકુંજ અને પાટિલ એક બીજા ની સામે જોતા હતા અચાનક નિકુંજ ના ખભા પર એક લોહીનું ટીપું પડ્યું તેણે ઉપરની તરફ જોયું તો બંને ગાર્ડ્સ ની લાશ ઝુમ્મર પર લાગેલી હતી તેમના શરીરમાંથી લોહી નીકળતું હતું અને નીચે જમીન પર પડતું હતું આ જોઈને નિકુંજ અને પાર્ટી એકદમ ડરી ગયા
બંને હોલના રિઝર્વેશન ટેબલ પાસે જોયું તો ત્યાં તેમને કોઈક છોકરી બેસેલી હોય તેવું લાગ્યું નિકુંજ ત્યાં પહોંચ્યો એ છોકરી નીચેની તરફ માથું નમાવી ને બેઠી હતી નિકુંજે તેનું માથું ઉપર કર્યું તેનું માથું ઉપર કરતાની સાથે નિકુંજ એકદમ ડરી ગયો તેની આંખો કાઢી લેવામાં આવી હતી તેના મોઢા પર અનેક જગ્યાએ ઉઝરડા પડેલા હતા તેનું શરીર જોઈને એવું લાગતું હતું કે કોઈ ધારદાર વસ્તુથી તેના પર અનેકવાર ઘા કરવામાં આવ્યા હતા નિકુંજે એ ધ્યાનથી જોયું તો આ તે જ છોકરી હતી જે રામ ને ઢસડીને કોરિડોરના અંધકારમાં લઈ ગઈ હતી અને ત્યારથી રામ અને તે છોકરી બંને ગાયબ હતા
પાટીલ એ ખબર નહોતી પડતી કે આ લોકોની લાશ અહીં આવી કઈ રીતે તે લોકોએ હોટલ નો એક એક ખૂણો ધ્યાનથી તપાસ્યો હતો અને હોટેલની બહાર ની તરફ પણ બરાબર જોયું હતું તો પણ તેમની લાશ નહોતી મળી તો હવે આ લાશો અહીં આવી કઈ રીતે કારણકે તે ઘટના પછી હોટલ તો આજે જ ખોલવામાં આવ્યો હતો.
પાટિલે અબ્દુલ ને ફોન કર્યો હેલો સર તે લોકોની લાશો મળી ગઈ છે અને સર રામ નું પણ મોત થઈ ગયું છે 
વોટ આ કેવી રીતે થઈ શકે સારુ કહેવાય બીજાને મળ્યા પહેલા આપણને મળી ગઈ ધ્યાન રાખજો આ વાત મીડિયા સુધી ના પહોંચે કારણકે પહેલા જે ઘટના બની હતી તેને લીધે મીડિયાવાળા કેટલી વાતો બનાવવા લાગ્યા છે અને હું નથી ઈચ્છતો કે આ વાત વધારે ફેલાય
ઓકે સર હું ધ્યાન આપીશ અને આ લાશોને ક્યાંક ધ્યાનપૂર્વક દાટી દઈશ
પાટીલે ફોન કટ કર્યો અને નિકુંજ સામે જોયું તે હજુ  લાશો ને જ જોતો હતો નિકુંજ ચાલ આપણે અબ્દુલ સરના ઘરે જવું પડશે એટલું બોલ્યો ત્યારે નિકુંજ ભાનમાં આવ્યો તેને પોતાનું માથું હલાવી હા પાડી મને હોટલની બહાર નીકળ્યા ચાલતા ચાલતા તે જીપ પાસે પહોંચ્યા પાટીલ ને એમ થયું કે એકવાર જીપ સ્ટાર્ટ કરી જોવું કદાચ સ્ટાર્ટ થઈ જાય એમ વિચારી તેને જીપ સ્ટાર્ટ કરી એક જ વારમાં જીપ સ્ટાર્ટ થઈ ગઈ પાટીલ ને આશ્ચર્ય થયું કે કાલે જીપ સ્ટાર્ટ થતી ન હતી અને આજે એક જ વારમાં સ્ટાર્ટ થઈ ગઈ નિકુંજ અને પાટીલ જીપમાં બેસી અબ્દુલ ના ઘરે પહોંચ્યા.
અબ્દુલ ખુરશીમાં બેઠો હતો તે બેઠો બેઠો વિસ્કી પી રહ્યો હતો અને સામે ટીવી ચાલુ હતું તે ટીવીમાં હોટેલ વિશે ચાલતી ન્યુઝ જોઈ રહ્યો હતો નિકુંજ અને પાટીલને જોઈને તેણે ટીવી બંધ કર્યુ
આવો તમે લોકો બેસો
સર હું તમને તે કહેવા આવ્યો હતો કે લાશો મળી ગઈ છે અને મારા માણસો તેને દાટી દેશે
સારી વાત છે પાટીલ હોટેલના ઉદ્ઘાટન દિવસે જે બન્યું તેને કારણે મીડિયાવાળા હોટેલ વિશે કેટલીય વાતો બનાવવા લાગ્યા છે અને જુઓ આ વાત બહાર આવી ગઈ તો હોટલનું નામ ખરાબ થશે જે હું નથી ઈચ્છતો
સર મારું માનો તો તે હોટેલ બંધ કરી દેવી જોઈએ કારણકે તે જગ્યા સારી નથી લાગતી તે જગ્યાએ સાચે જ કોઈ આત્મા લાગે છે જો હોટેલ બંધ કરવામાં આવી તો તે જગ્યાએ લોકોનો જીવ જશે જ અત્યાર સુધી ચૂપ રહેલો નિકુંજ આખરે બોલ્યો
તુ આ શું કહે છે નિકુંજ
હા સર મને લાગે છે કે તે જગ્યાએ સાચે જ કોઈ આત્મા છે કારણકે આવી રીતે કોઈ નું મોત ન થઈ શકે કે કોઈ જાનવર પણ આવી રીતે ના મારી શકે જે ઘટનાઓ થઈ છે તે જોઈને તો એ જ લાગે છે
પાટીલ નિકુંજ ની સામે જ જોઈ રહ્યો હતો
નહિ નહિ હોટલ કોઈપણ કિંમતે બંધ નહીં થાય કારણ કે તે હોટેલમાં કરોડો રૂપિયા રોકાયેલા છે હું હોટેલ ને કોઈ પણ કિંમતે બંધ નહીં થવા દઉ પછી મારે ગમે તે કરવું પડે હોટેલ તો બંધ નહીં જ થાય
પણ સર.... નિકુંજ એટલું જ બોલ્યો ત્યાં અબ્દુલે તેને રોકીને કહ્યું આ મારો ફાઈનલ ડીસીઝન છે Now You are go
આખરે નિકુંજ અને પાટીલ ત્યાંથી નીકળી ગયા અને અબ્દુલ આખી વાતને દબાવી લીધી અને હોટેલ ફરીથી સ્ટાર્ટ થઈ ગયો
માણસ પોતાના સ્વાર્થ માં કોઇક વાર એવા કામ કરી બેસતો હોય છે કે જેના પરિણામ અત્યંત ભયંકર હોય છે અબ્દુલ પણ આ સમયે આજ ભૂલ કરી રહ્યો હતો તેને ખબર નહોતી કે હવે આ હોટલ કેટલા લોકોનો જીવ લેશે અને તેનો પણ.
થોડા મહિના પછી.....
એક કપલ હોટેલ રિઝર્વેશન પર રૂમ બુક કરી રહ્યું હતું
અરે મેં તો સાંભળ્યું છે ને કે આ હોટેલ haunted છે
ના સર એવું કાંઈ નથી આ તો લોકો વાતો બનાવે છે તમને જોઇને લાગે છે કે આ હોટેલ Haunted હોય.
 અરે ડાર્લિંગ એવું કાંઈ નથી આ તો લોકો એવી વાતો કરે છે તો કાંઈ સાચું ના માની લેવાય સાચે જ આ જગ્યા હોય તો આ હોટેલ જ ક્યાંથી બન્યો હોય
તેમનો રૂમ બુક થઈ ગયો એટલે તે લોકોને 121 નંબરના રૂમની ચાવી આપવામાં આવી તે લોકો પોતાનો લગેજ લઈને જવા લાગ્યા તેમને એક servant ને સાથે લીધો
તે લોકો લિફ્ટ માં ગયા
આ જગ્યા સાચે જ તો haunted નહી હોય ને મને ડર લાગે છે
અરે મેં તને કહ્યું હતું ને કે લોકો વાતો કરે છે બાકી આ જગ્યા પણ એવું કાંઈ નથી અને હું આ બધી વાતોમાં બીલીવ નથી કરતો
જે વસ્તુને આપણે જોઈ શકતા નથી તેનો મતલબ એ નથી કે એ વસ્તુ છે જ નહીં કારણકે આ બધી વસ્તુ જ્યારે સામે આવે ત્યારે આ વસ્તુઓ નો સાક્ષાત્કાર બહુ ભયાનક હોય છે
ક્રમશઃ
વધુ આવતા અંકે
તો મિત્રો મને જણાવજો કે તમને આ પાર્ટ કેવો લાગ્યો.