Kal kalank-22 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | કાલ કલંક-22

Featured Books
Categories
Share

કાલ કલંક-22

(પાછળના ભાગમાં આપણે જોયું કે અઘોરી પોતાની માયાજાળ પાથરીને કહેર વર્તાવે છે. હજારો સંખ્યામાં રહેલી લાલ રંગની શૈતાની જીવાત રક્ત પ્યાસ મિટાવવા તૂટી પડે છે.
બધાને વિખુટા પડ્યા પછી એનું કામ આસાન થઈ જાય છે હવે આગળ)

પવનની થપાટો અને ધૂળની ડમરીઓ ઘેરાઈને દૂર ભાગતા અનુરાગને રોકવાની ઇચ્છા હોવા છતાં વિલિયમ રોકી શક્યો નહીં. એક-મેકને જોઈના શકે એવી સ્થિતિ હોવાથી નાક પર હાથરૂમાલ રાખી બંધ આંખે વિલિયમ આગળ વધ્યો. ધુમિલ માહોલમાં ખૂબ જ ઓછું અંતર કાપ્યું હશે કે અચાનક કોઈએ જોરદાર ધક્કો એને માર્યો. એ ગડથોલું ખાઈ ગયો. અનુરાગનો હાથ છૂટતાં જ વિલિયમ પર આફત આવી. પ્રહાર એટલો જબરદસ્ત હતો કે જાણે સિમેન્ટના થાંભલા વડે કોઈએ એને હડસેલ્યો હોય એવું એને લાગ્યું.
એકાએક ભારેખમ હાથોની પકડમાંથી વિલિયમ ઊંચકાયો પોતાને હલકા લાકડા પેઠે મજબૂત પકડ પ્રેતાત્માની જ વિલિયમને લાગી વિલિયમ્સની દયાજનક હાલત પર તરસ ખાનારો કોઈ જ નહોતું ધૂળ ની થપાટો ના એને મોઢુ ખોલવા દેતી હતી ના આંખો..!
મૂંગોમંતર થઇને રૂંધામણ ભર્યુ દોજખ જેવું કષ્ટ એ ભોગવી રહ્યો હતો. પેલા મજબુત હાથોએ વિલિયમને ઢસડ્યો.પૂરપાટ ઢસડાતોવિલિયમ કોઈ નક્કર ખડક સાથે અથડાયો. વિલિયમને માથાના ભાગે ઇજા થઇ હતી. હાથ-પગ જાણે કોઈ અદ્રશ્ય અસ્તિત્વ એની પ્રચંડ શક્તિ વડે વિલિયમને રાખવા માંગતું હતું.
ઠરેલ પવનના સુસવાટામાં બિહામણું હાસ્ય ભળી જતાં વિલિયમ ભડક્યો. માથામાં વાગવાથી થયેલા મોટા ઢીમચાને ખુલ્લી આંખે જોવા લાગ્યો.
પોતાની જાતને પાસે પ્રતિમાઓ વચ્ચે ફસાયેલી જોઈ એને બેહદ આઘાત લાગ્યો પ્રેતાત્મા એમ એને સાવ અજાણ્યા કમરામાં લાવી પટકી દીધો હતો.
એના મોઢા આગળ આવીને ઊભેલી પ્રતિમાને ધક્કો મારીને નીચે પાડી પણ નજર સામે નું દ્રશ્ય જોઈ એના મોતિયા મરી ગયા સામે મોટા જેવો લાલઘૂમ આંખો કાઢતો દેડકો ઉભો હતો દેડકા નું નાક કાન આંખો મનુષ્યના અંગોને હળવદ મળતા હતા એના મોઢેથી ફિણ જેવો ચપટો ચીકણો પદાર્થ નીકળી રહ્યો હતો.
વિલિયમ એ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પાછળથી કોઈએ પકડી રાખ્યો છે એ જાણતા વિલિયમનાં ગાત્રો ઢીલાં પડી ગયો.
પાછળ વિલિયમ ની લગોલગ ઉભેલી ભૈરવીને ખખડીને હસી.
વિલિયમ એ પાછળ જોયું ભેળવી હસી હસીને બેવડ વળી જતી હતી..
"ગદ્દારરર...! વિશ્વાસઘાત કર્યો અમારી સાથે ?"
વિલિયમ બરાડી ઉઠ્યો. જવાબમાં દેડકો ભારેખમ અપ્રિય અવાજે ખંધુ હસ્યો.
પછી વિલિયમ ની ઠેકડી ઉડાડતો હોય એમ બોલ્યો.
"પ્રેતાત્મા પર ભરોસો કરવામાં ભૂલ તારી કે અમારી..?"
ભૈરવી પુનઃ ખડખડાટ હસી પડી.
વિલિયમને રોઝીનો દયામણો ચહેરો યાદ આવ્યો જો એની વાત માની લીધી હોત તો આ સમયે જોવાનો વારો ન આવતો.
"હવે ફોગટ પસ્તાવો કરે કશું વળવાનું નથી!"
ભૈરવીએ વિલિયમને ટોણો માર્યો.
ભૈરવી કપટ રમી રહી હતી સુરક્ષિત કમરામાં રાખવાની લાલચ આપી એણે બધાને કમરામાં ગોંધી રાખેલાં. ભૈરવી જુઠ્ઠું બોલી હતી કે સુરક્ષિત કમરામાં એના અસ્તિત્વની જાણ પ્રેતાત્માને નથી.
વાસ્તવમાં બંને મળીને કંઈક આવું ષડ્યંત્ર રચ્યુ હશે.
વિલિયમની આંખો ઉઘડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હવે બચવાની કોઈ જ શક્યતા નહોતી.! વિલિયમને બાવડેથી ઝાલીને ભૈરવીએ ઉચક્યો. હવે આવી જ બન્યું..! પોતાને પછાડી પછાડીને મારી નાખશે એવો વિલિયમને લાગ્યું. ભૈરવી ઘોઘરા હાસ્ય સાથે ખડખડાટ હસતી હતી.
વાસ્તવિકતાની ભયાનકતા જોતાં જ વિલિયમનું જોર નીચોવાઈ ગયુ. ભૈરવીએ પોતાનો હાથ વિંજોળી વિલિયમને દૂર ફેંકી દીધો. વિલિયમ છેક ખૂણામાં જઈ પટકાયો એને ખભા પર અને બરડા પર ખૂબ વાગ્યું.
(ક્રમશ:)
અઘોરી ના સામ્રાજ્યમાં ગંગારામ વિલિયમ અનુરાગ અને રોઝી નું શું થશે જાણવા વાંચવાનું ન ભૂલશો હવે પછી નું છેલ્લું પ્રકરણ ..
આ સાથે જ મારી બીજી હોરર કથાઓ મૃગજળની મમત
અંધારી રાતના ઓછાયા
વો કોન થી..
અને આગામી કહાની
દાસ્તાન એ અશ્ક વાંચવાનું ચૂકશો નહીં..