Selfie - 12 in Gujarati Horror Stories by Disha books and stories PDF | સેલ્ફી ભાગ-12

The Author
Featured Books
Categories
Share

સેલ્ફી ભાગ-12

સેલ્ફી:-the last photo

Paart-12

માણસ જ્યારે બધું ગુમાવી ચુક્યો હોય ત્યારે એ દરેક નાના માં નાની વસ્તુમાં મોટી ખુશી શોધી લેતો હોય છે.અત્યારે ગુફાની બીજી તરફથી આવી રહેલ સૂર્યનાં કિરણો એ ત્રણેય યુગલો માટે આશાનું અને ઉમ્મીદનું કિરણ સાબિત થઈ રહ્યું હતું.ત્યાં બહાર નીકળવાનો રસ્તો હશે એવું માની એ લોકો ઉતાવળાં એ દિશામાં અગ્રેસર થઈ રહ્યાં હતાં.

ગુફાનો એ બહાર નીકળવાનો જ રસ્તો હતો..ત્યાં પહોંચીને ખુલ્લી હવામાં એ લોકો આવી પહોંચ્યા..બહાર આવતાં જ સુરજનો તડકો એ લોકોનાં ચહેરા પર પડી રહ્યો હતો.બહારના વાતાવરણમાં પહોંચી એ બધાંએ હાથ ફેલાવીને તાજી હવાને પોતાનાં નાકમાં ભરી અને હવે હવેલી તરફ આગળ વધવાનો રસ્તો શોધવા શું કરવું એ વિશેની ચર્ચા કરવા લાગ્યાં.

"હવે કઈ તરફ જઈશું..અહીંથી તો કઈ તરફ જવું એ વિશે કંઈપણ ખ્યાલ નથી આવી રહ્યો.."જેડી બોલ્યો.

"હા યાર..બહાર તો આવી ગયાં ગુફામાંથી પણ અહીંથી હવેલીનો રસ્તો શોધવો એ નવી ઉપાધિ જેવું છે.."પૂજા આજુબાજુ નજર ઘુમાવતા બોલી.

"વેઈટ..."આટલું કહી શુભમ ઘૂંટણનાં બળે નીચે જમીન પર બેઠો.. શુભમનાં હાથમાં એક નાનું લાકડું હતું જેની ઉપરથી એને ડેથ આઈલેન્ડનો આશરે પડતો નકશો બનાવવાનું શરૂ કર્યું.

"આપણે ઉત્તર તરફ જઈ રહ્યાં હતાં કાર લઈને ત્યારે ટાયર નીકળી જતાં કાર નું બેલેન્સ જતું રહ્યું અને એ જમણી તરફ પૂર્વ દિશામાં ઢોળાવ પર ગબડી પડી..ત્યાંથી આપણે ગોળ ગોળ ઘુમી ત્યાંજ મોજુદ રહ્યાં.. વરુઓનાં હુમલાથી આપણે ઉત્તર પશ્ચિમ તરફ ભાગી ગુફામાં પ્રવેશ્યાં..ગુફામાં આપણે દક્ષિણ પૂર્વ તરફ ચાલતાં ચાલતાં આગળ વધ્યા..અને અત્યારે આપણે અહીં હાજર છીએ.."જમીન પર ઘણી બધી રેખાઓ બનાવી લાકડું એક જગ્યાએ સ્થિર કરી શુભમ બોલ્યો અને એને બધાં તરફ નજર કરી.

"શુભમ તું કહેવા શું માંગે છે..?"રોહને સવાલસૂચક નજરે રોહન તરફ જોઈને પૂછ્યું.

"મતલબ કે હવે હવેલીમાં પાછાં જવું હોય તો આપણે દક્ષિણ દિશા તરફ આગળ વધવું જોઈએ..એમાં પણ સીધાં વધવાના બદલે આપણે દક્ષિણની સાથે સહેજ પશ્ચિમ તરફ આગળ વધીશું.."શુભમ આંખો મોટી કરી બોલ્યો.

શુભમ શું કહી રહ્યો હતો એ વિશે ઘણું વિચાર્યા બાદ પણ અન્ય લોકોને ઝાઝી ખબર ના પડી પણ શુભમ બોલી રહ્યો હતો એ વાત પરથી એવું લાગી રહ્યું હતું કે એ કંઈક સમજી વિચારીને જ પોતાની વાત રજૂ કરી રહ્યો હતો.

"આમ પણ દિશા શૂન્ય બની આગળ વધવા કરતાં તારાં બંધ બેસાડેલાં અનુમાન પર આગળ વધવું સારું.."શુભમ બોલ્યો.

"હા શુભમ કહે એ તરફ આગળ વધીએ.."બધાં એકસુરમાં બોલી ઉઠયાં.

ગુફાનો ઢોળાવવાળો રસ્તો પાર કરી સાવચેતી પૂર્વક એ લોકો શુભમની પાછળ પાછળ આગળ વધી રહ્યાં હતાં..સૂર્ય હવે માથે આવી પહોંચ્યો હોવાથી તાપ આકરો થઈ ગયો હતો..તળાવમાંથી પોતાની જોડે રહેલી બોટલો ભરી છોકરીઓએ ઘણું બુદ્ધિમત્તા નું કામ કર્યું હતું નહીંતો આ તાપમાં એમનાં હાલ બેહાલ થઈ જાત.

સતત ચાર કલાક જેટલું ચાલવા છતાં ક્યાંક હવેલી તરફ પહોંચવાનો કોઈ માર્ગ એ લોકોની નજરે નહોતો પડ્યો.. હવે શુભમે કહેલી વાત એમને ખોટી લાગી રહી હતી.

"શુભમ મને લાગે છે તારાંથી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે..બાકી આપણે તે કહ્યું એ મુજબ જ ચાલી રહ્યાં છીએ..છતાં ક્યાંક કોઈ એવો રસ્તો નથી નજરે પડતો જ્યાં આગળ વધવાનો માર્ગ દેખાય.."જેડી હતાશ થઈને નીચે બેસતાં બોલ્યો.

"જેડી સાચું કહી રહ્યો છે શુભમ લાગે છે આપણે રસ્તો ભટકી ગયાં છીએ.."શુભમનાં ખભે હાથ મૂકીને રુહી બોલી..શુભમે રુહીની આંખોમાં જોયું અને સાચેમાં એને એવું લાગ્યું કે એનાંથી કોઈ સામાન્ય ભૂલ જરૂર થઈ હતી જેથી એ લોકો રસ્તો ભટકી ચૂક્યાં હતાં.

"હવે શું કરીશું..કોઈ ઉપાય.."મેઘા બોલી.

અચાનક રોહનની નજર જેડી જ્યાં બેઠો હતો એ તરફ ગઈ..હકીકતમાં જેડી જે ઝાડ નીચે ટેકો દઈને બેઠો હતો એની ઉપરથી એક boom slang નામનો લીલો સાપ સરકતો સરકતો જેડીની તરફ ગતિ કરી રહ્યો હતો..આ લીલાશ પડતાં જહેરીલા સાપની લપલપાતી જીભ એ વાતનો પુરાવો હતી કે એ જેડીનાં શરીરની ગરમી નું અનુમાન લગાવી રહ્યો હતો..જેડી થી એ સાપનું અંતર માંડ બે વેંત હતું ત્યાં રોહને મોટાં સાડે "જેડી દૂર ખસી જા.." એવી બુમ પાડી એ સાપને પકડીને દૂર ઝાડીઓ તરફ ફેંકી દીધો.

આ બધો ખેલ ઘડીનાં છઠ્ઠા ભાગમાં રમાઈ ગયો હતો એટલે પળવારમાં બનેલી આ નવી ઘટનાથી એ લોકો હતપ્રભ હતાં.. જેડી તો મોતને બે વેંત જેટલી નજીક જોઈને ડરથી ધ્રુજી રહ્યો હતો..એને રોહનનો આભાર માની સાપ ને જ્યાં રોહને ફેંક્યો હતો એ તરફ નજર કરી..જેડી ની સાથે બધાંએ પોતાની નજરને એ તરફ ફેરવી.

"શુભમ,ત્યાં ઝાડીઓ પાછળ કંઈક છે.."શુભમની તરફ જોઈ રુહી બોલી.

"હા કંઈક તો છે.."મેઘા પણ બોલી.

"ચાલો જઈને જોઈએ તો ખરાં ત્યાં આખરે છે શું..?"રોહન બોલ્યો.

ધીરા ડગ માંડી એ લોકો રોહને સાપને જ્યાં ફેંક્યો હતો એ ઝાડીઓ તરફ આગળ વધ્યા..સાવધાની ખાતર રોહન અને જેડી એ એક લાકડી પોતાનાં હાથમાં લઈ રાખી હતી..લાકડીથી ઝાડીઓ ખસેડી રોહન,જેડી અને શુભમ અંદરની તરફ ગયાં.

ત્યાં જઈને એમને એક બહુ જુનું લાકડાનું બનાવેલું એક સાઈન બોર્ડ દ્રશ્યમાન થયું..બોર્ડ પરનાં વેલાઓ દૂર કરતાં એ લોકોએ બોર્ડ પર એક તીર નું નિશાન જોયું જેની નીચે કંઈક લખેલું હતું.એ લખાણનાં મોટાંભાગનાં શબ્દો ભૂંસાઈ ચૂક્યાં હતાં.માત્ર પાંચ શબ્દો દેખાઈ રહ્યાં હતાં અને એ પણ સાવ ઝાંખા.

"M.. T.. H.. S....L"

આ અધુરા લખાણનો ભેદ સમજવો બધાં માટે મુશ્કેલ થઈ રહ્યો હતો..ઘણાં બધાં શબ્દોને એ ઝાંખા શબ્દોની વચ્ચે ગોઠવવાની પળોજણમાં પડ્યાં પછી પણ કોઈ ચોક્કસ શબ્દ બનતો એ લોકોને ના દેખાયો.

"મને સમજાઈ ગયું આ અધૂરાં શબ્દો કયો શબ્દ બનાવે છે.."ચપટી વગાડતાં રુહી બોલી.

"શું સમજાયું જલ્દી બોલ..?"મેઘાએ પૂછ્યું.

"MENTAL HOSPITAL"રુહી મેઘનાં સવાલનો જવાબ આપતાં બોલી.

"MENTAL HOSPITAL.. તો પહેલા હવેલીને કહેતાં હતાં ને..?"જેડી બોલ્યો.

"હા..પહેલાં હવેલીની જગ્યાએ મેન્ટલ હોસ્પિટલ સ્થિત હતી..એટલે આ તીર જે દિશા બતાવે એ રસ્તો મેન્ટલ હોસ્પિટલ એટલે કે હવેલી તરફ જાય છે.."ખુશ થઈને શુભમ બોલ્યો..પોતે જે દિશા તરફ જવાનું કહી રહ્યો હતો એ દિશા એ સાઈન બોર્ડ નું તીર દર્શાવી રહ્યું હતું એ વાતનો શુભમને બેવડો આનંદ હતો.

"તો હવે રાહ શેની ચાલો નીકળી પડીએ તીર ની દિશામાં.."જુસ્સાભેર જેડી બોલ્યો.

ત્યાસરબાદ એ લોકો નીકળી પડ્યાં એ દિશામાં જે દિશા તરફ જવાનું નિશાન પેલાં સાઈન બોર્ડ માં દર્શાવેલ તીર બતાવી રહ્યું હતું..હવે આગામી મંજીલ તરફ જવાનો યોગ્ય રસ્તો મળી જવાનાં લીધે એમની ચાલવાની ગતિમાં પણ વધારો થઈ ચૂક્યો હતો..એકાદ કલાક ચાલ્યાં બાદ એ લોકો એક પગદંડી પર આવી પહોંચ્યા..આ પગદંડી ની જમણી તરફ એક બીજું એવું જ સાઈન બોર્ડ હતું જેની ઉપર લખેલું લખાણ MENTAL HOSPITAL THIS WAY દર્શાવી રહ્યું હતું.

લખાણની નીચે એક તીર બન્યું હતું જે પૂર્વ તરફ જવાનું દર્શાવી રહ્યું હતું..આ પગદંડી એમને હવેલી સુધી લઈ જવાની હતી એ વાત ચોક્કસ હોવાથી એ બધાં મિત્રોનું ટોળું હવે ઝડપથી કદમથી કદમ મિલાવી આગળ વધી રહ્યાં હતાં..અડધો કિલોમીટર અંતર કાપ્યા બાદ એમને હવેલીનાં દર્શન થઈ ગયાં.ઢળતાં સૂરજની સાથે દૂરથી હવેલીની જોતાં જ એ લોકો નાં ચહેરા ખીલી ઉઠયાં.

જે હવેલી ને છોડીને એ લોકો ત્યાંથી ભાગી જવા ઇચ્છતાં હતાં અત્યારે એજ હવેલી પર પાછાં આવવાની ખુશી એ લોકોને થઈ રહી હતી.સમય નું ચક્ર પણ કેવું ગજબનું હોય છે એ વાતનું આ જીવતું જાગતું ઉદાહરણ હતું.બે દિવસની રઝળપાટ પછી હવે વહેલીમાં વહેલી તકે હવેલી સુધી પહોંચવું જરૂરી સમજતાં એ બધાં દોડતાં હોય એમ ઉતાવળાં ચાલીને હવેલી તરફ અગ્રેસર થયાં.

"આખરે આપણે હવેલી સુધી આવી જ ગયાં.."ઉંડો શ્વાસ લેતાં જેડી બોલ્યો.

"હા આપણે એ હવેલી એ આવી પહોંચ્યા જેને મૂકીને જવા માટે આપણે નીકળ્યાં હતાં."રોહન બોલ્યો..રોહનનાં અવાજમાં એક વિચિત્ર બેચેની હતી.

રોહનની વાતનો અર્થ સમજતાં બાકીનાં બધાં થોડાં ઉચાટમાં જરૂર આવી ગયાં.. પણ અત્યારે જ્યાં સુધી આ આઈલેન્ડ મુકવા માટેનો બીજો કોઈ ઉપાય ના મળે ત્યાં સુધી આ હવેલી જ એમનું ઘર બની રહેવાની હતી એ વાતનો સ્વીકાર કર્યાં સિવાય છૂટકો નહોતો.

"રોહન હવે આજની રાત તો ધરાઈને સૂવું છે.. ભલે જેને જે કરવું હોય એ કરે..આમ ને આમ ડરતાં ડરતાં ક્યાં સુધી રહીશું.."શુભમ હાથ પહોળા કરી આળસ ખાતો હોય એવી અદાથી બોલ્યો.

"શુભમ હું પણ તારી વાત સાથે સહમત છું..જો એકબીજાનો સાથ આપીશું તો આ મુશ્કેલીનો પણ જરૂર ખાત્મો થઈ જશે."મેઘા બોલી.

"આ આવી ગઈ હવેલી.."હવેલી નાં ચોગાનમાં આવતાંની સાથે પૂજા બોલી.

એ લોકો હજુ ચોગાનમાં આવ્યાં હતાં ત્યાં એમની નજર હવેલીમાં જતાં બાલુ પર પડી..

"બાલુ..."મોટેથી બુમ પાડતાં રોહન બોલ્યો..પણ રોહનની વાત ની બાલુ પર કોઈ અસર ના થઈ.

બાલુનો દેખાવ જોતાં જ શુભમે બધાંને ચૂપ રહેવાનો ઈશારો કરી ત્યાંજ રોકાઈ જવા કહ્યું. અત્યારે બાલુ હાથમાં એક લોહી નીતરતી કુહાડી સાથે હવેલીમાં પ્રવેશ્યો હતો..બાલુ નો શર્ટ અને ચહેરો પણ લોહી વડે ખરડાઈ ગયો હતો.હવેલીમાં પગ મુકતાંની સાથે આવું દ્રશ્ય નજરે પડતાં એ બધાં નો જીવ તાળવે ચોંટી ગયો.

"ચાલ જઈને તપાસ કરીએ આખરે બાલુ કરી શું રહ્યો છે.."રોહન તરફ જોઈ જેડી આવેશમાં આવી બોલ્યો.

"હા ચાલ..શુભમ તું પણ ચાલ મારી સાથે..અને ગર્લ્સ તમે અહીં જ ઉભી રહો.."જેડી ની વાત સાંભળી રોહન બોલ્યો.

હજુ રોહન,જેડી અને શુભમ ત્યાં જઈને બાલુ શું કરી રહ્યો હતો એની તપાસ કરે એ પહેલાં તો બાલુ હવેલીમાં ગયો હતો એનાંથી પણ વધુ ગતિએ હવેલીમાંથી બહાર નીકળ્યો..અત્યારે બાલુ નાં હાથમાં એક પાવડો હતો.અંદર જતી વખતે લોહી વાળી કુહાડી અને બહાર નીકળતી વખતે પાવડો..આનો મતલબ ત્યાં ચોગાનમાં ઊભેલાં દરેકને થોડો ઘણો સમજાઈ રહ્યો હતો.

રોહન,જેડી અને શુભમે પહેલાં એકબીજાની તરફ જોયું અને આંખો આંખોમાં જ જાણે શું કહેવા માંગતા હતાં એ સમજી ચૂક્યાં હતાં.. પાવડો લઈને બાલુ હવેલીની પાછળની તરફ આગળ વધ્યો.

"ચાલો ત્યાં જઈને જોઈએ આખરે અહીં ચાલી શું રહ્યું છે.."શુભમે કહ્યું.

"હા હા જઈને ચેક કરવું પડશે આખરે બાલુ કરી શું રહ્યો છે.."વ્યગ્રતા સાથે જેડી બોલી ઉઠ્યો.

ત્યારબાદ ત્રણેય યુગલ પોતપોતાનો સામાન હવેલીનાં દરવાજા જોડે રાખીને હવેલીની પાછળની દિશા તરફ દબાતાં પગલે આગળ વધી ગયાં જે તરફ બાલુ ગયો હતો..!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

આખરે બાલુ શું કરી રહ્યો હતો..??પૂજાએ કરેલ ચોરીનું શું પરિણામ આવશે??પૂજા અને રોહનનો આ સંબંધ પોતાની સાથે કેવી મુસીબતો ઉભી કરશે..??કોમલની હત્યા રોબિને કરી હતી..??હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ