Pranay Saptarangi - 2 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી - પ્રકરણ - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય સપ્તરંગી - પ્રકરણ - 2

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 2

અમી, સીમાનો કાગળ લઇને એકટીવા ઉપર સાગરનાં ઘરે પહોંચી. સાગરનો બંગલો મધ્યમ કદનો પરંતુ સુંદર હતો વિશાળ બગીચાવાળો અને કલાત્મક દેખાતો હતો. અમીએ કાગળનું કવર લઇને કમ્પાઉન્ડનો મુખ્ય ગેટ ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામે સાગરનાં પિતા કંદર્પરાય એમનાં પોલીસનાં પોશાકમાં પૂરા રુઆબ સાથે એમનાં મદદનીશ સાથે બંગલાની બહાર નીકળી રહ્યા હતા અમી દરવાજો (ગેટ), ખોલે પહેલાંજ એમનાં મદદનીશે ખોલી નાંખ્યો અને પૂછ્યું "તમારે કોનું કામ છે ?

અમીએ કહ્યુ "અંકલ મારે સાગરભાઇનું કામ છે. એટલે કંદર્પરાયે કહ્યું" ભલે જા અંદરજ છે અને પોતે આગળ વધી ગયાં મદદનીશે ગેટ બંધ કર્યો. પરંતુ કંદર્પરાય અચાનકજ પાછળ ફરીને અમીને જતી જોઇ રહ્યાં. તેઓને એવું લાગ્યું કે આ છોકરીને ક્યાંક જોઇ છે. અને યાદ એટલે છે કે કોઇ ખાસ ઘટનામાં કે કોઇ સ્થળે જોઇ છે. પરંતુ યાદ નહોતું આવતું. એમણે વિચાર્યું. અહીં ઘરેજ આવતાં જતાં કદાચ જોઇ હશે. હશે સાગરની મિત્ર એમ વિચારી જીપમાં બેસીને નીકળી ગયાં.

અમીએ બંગલાનાં વરંડામાં પહોચીને બેલ વગાડ્યો અને થોડીવારમાં સાગરની મંમીજ દરવાજો ખોલવા આવી પહોંચ્યા એમણે દરવાજો ખોલ્યો. એમણે વિચાર્યું. સાગરનાં પપ્પા હજી હમણાં ગયા છે એજ આવ્યા કે શું પણ સામે એક યુવાન છોકરી જોઇને બોલ્યા ? "તું કોણ છે દીકરા ? કોનું કામ છે ? અમીએ કૌશલ્યાબહેનનાં પ્રભાવ જોઇને આપો આપ નમસ્કાર મુદ્દામાં હાથ જોડાઇ ગયાં બોલી" આંટી હું અમી છું મારે સાગર ભાઇનું કામ છે.

કૌશલ્યા બેહેને કહ્યું "ભલે આવ અંદર બેસ હું સાગરને બોલાવું છું. એમ કહી એમનાં નોકર રામુને કહ્યું. "જો સાગરભાઇને બોલાવ એમને કહે એમને મળવા કોઇ આવ્યું છે. અમી વિશાળ ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર બેઠી અને આજુબાજુ બધુ જોઇ રહી અને મનમાં વિચારતી રહી દીદીએ બંકરો તો માલેતુમર ફસાવ્યો છે બાપ કમીશ્નર અને પછી જોવાનું શું. આતો પપ્પાનો કેસ લાગે છે એમ મનમાં વિચારી હસુ આવીગયું. કૌશલ્યા બહેને હસવાનો અવાજ સાંભળી પૂછ્યું શું થયું દીકરા કેમ હસવું આવી ગયું. ? અમીએ જરા ગભરાતા કહ્યું કંઇ નહીં આંટી આતો કોલેજમાં કંઇક એવું થયું એ યાદ આવી ગયું અને ચૂપ થઇ ગઇ. પોતાનાં વિચારોને કાબૂ કરવા લાગી.

કૌશલ્યા બહેને પૂછ્યું "સાગરની સાથે ભણે છે ? અમી કહે નાં આંટી મારી દીદી ભણે છે હું એજ કોલેજમાં છું પરંતુ પ્રથમ વર્ષમાં છું. અમી વિચારી રહી કે હમણાં આ આંટી એવું પૂછશે શું કામ છે સાગરનું તો શું કહીશ ? પોલીસવાળાની પત્નિ છે એટલે પૂછશે જ.. અને કૌશલ્યા બહેન ખરેખર કંઇક પૂછવા જ ગયા અને ત્યાં સાગર આવી ગયો અને બોલ્યો અરે અમી તું ? કેમ અચાનક શું થયું ? અને અમીની બાજુમાં આવી બેઠો.

અમીનો થોડીવાર સાગરની સામે જ જોઇ રહી પછી સ્વસ્થ થતાં કંઇક બોલવા ગઇ અને કૌશલ્યા બહેને કહ્યું. તમે લોકો બેસો હું કોફી મોકલાવું. તું કોફી પીવે છે ને ? તારું નામ શું કીધું ? અમી બોલી અમી "હા અમી તું કોફી પીવે છે. અમીએ કહ્યું " હા આંટી પણ ચાલશે અરે સાગર પીશે સાથે હું મોકલાવું કહીને ગયા.

જેવા કૌશલ્યા બહેન ગયાં અને અમીએ તરતજ પર્સમાંથી કવર કાઢીને સાગરને પકડાવી દીધું. અને બોલી દીદીએ મોકલાવ્યુ છે. આ કવર આપવા માટે મારે કેટ-કેટલાને જવાબ આપવા પડ્યા. તમે આ મૂકી દો પ્લીઝ નહીંતર તમારાં મંમી આવીને ફરીથી ઉલટતપાસ લેશે. સાગર આવું સાંભળીને હસી પડ્યો. "અરે ચિંતા ના કરીશ હવે મંમી નહીં આવે રામુકાકા જ કોફી આપી જશે.

અમી કહે "તમારા પપ્પા પોલીસ કમીશ્નર છે ? એમની જીપ પર લખેલું હતું. હું તો પહેલાં ગભરાઇ કે તમારાં ઘરે પોલીસ કેમ આવી છે ? મને પોલીસનો ખૂબ ડર લાગે છે. સાગરે હસતાં હસતાં ક્યું હા એ ડેપ્યુટી પોલીસ કમીશ્નર છે અને ખૂબ કડક છે પરંતુ ખૂબ માયાળું પણ છે. અને તું તો ખૂબ બહાદુર અને બોલ્ડ છોકરી છે અને તને પોલીસનો ડર ? અમી કહે પોલીસથી તો ભલભલાને ડર લાગે અને એ અચાનક ઊંડા વિચારોમાં પડી ગઇ.

એટલીવારમાં રામુકાકા કોફી આપી ગયાં અને સાગરે અમીનાં હાથમાં કોફીનો કપ આપ્યો. અમીતો હજી વિચારોમાં હતી એકદમ ચમકી... સાગરે કહ્યુ "શું? શું અમી ? અમી કહે કંઇ નહીં અને કોફી પીવા લાગી. કોફી પીતા પીતાં સાગરને લાગ્યું કે અહીં આવ્યા પછી અમી કોઇક વિચારોમાં પડી ગઇ છે. હશે... એને હવે કવરમાં રહેલાં સીમાનાંપત્રને વાંચી લેવામાં વધુ રસ હતો. અમીએ કોફી પીને તુરતંજ પાછા જવા કહ્યુ અને ઠીક પત્ર વાંચીને દીદીને ફોન કરી દેજો એમ આંખી મીચકાવીને ધરથી બહાર નીકળી ગઇ.

અમીનાં ગયા પછી સાગર પોતાનાં રૂમમાં આવ્યો અને સીમાનો કાગળ વાંચવા લાગ્યો. એક એક અક્ષર-શબ્દ રચનાં વાચતો વાંચતો ચાવતો હૃદયમાં ઉતારતો ગયો. એને ખૂબ આનંદ થયો એને લાગ્યું મારાં જીવનમાં જાણે આનંદનો સાગર ઉભરાઇ ગયો. મારું નામ આગળ પ્રેમ અને આનંદનું બિરૃદ લાગી ગયું માં અને પાપા મને ખુબ પ્રેમ કરે છે પરંતુ મને મારાં હૃદય મનને ઝગમગાવતો મારો પ્રેમ મળી ગયો અને હું સંપૂર્ણ સાગર જાણે બની ગયો. કાગળ વાંચીને એણે ચૂમી લીધો અને પોતાનાં ટેબલના ડ્રોઅરમાં મૂકી દીધો.

એણે તુરંતજ સીમાને મોબાઇલથી ફોન કર્યો. હજી એકજ રીંગ વાગી અને સામેથી ફોન ઊંચકાઇ ગયો. સાગરે કહ્યું. મારી સીમા... અને સામેથી બસ ઉચછવાસ સંભળાયો. ઉચ્ચશ્વાસમાં આનંદનો સાગર ઉભરાતો હતો. સાગરે એ આનંદની આહટ સાંભળી અને એ પણ પ્રેમમાં ભીંજાયો એણે કહ્યું “મારી સીમા તારો પત્ર વાંચીને ખૂબ આનંદ થયો જાણે તારાં પ્રેમમાં પડ્યા પછી જાણે જીવનનો માહોલ - લક્ષ્ય અને દુનિયાજ બદલાઇ ગઇ. આવી બદલાયેલી બદલાયેલી દુનિયા મને આજે ખૂબ આનંદદાયક લાગે છે. ખુશી અને આનંદનો પાર નથી જાણે મને મારાં જીવન જીવવાનું લક્ષ્ય માનો ભાગીદાર મારું સર્વસ્વ મળી ગયું સાચેજ જ હું ખૂબ જ ખુશ છું.

સીમાએ કહ્યુ "મારાં માણીગર હું તમને સાંભળીને ગદ ગદ થઇ ગઇ છું. એક એક શબ્દો તમારાં મારાં હૃદયમાં ઉતરી રહ્યાં છે અને મને ખૂબ આનંદ આપી રહ્યાં છે તમે મારાંથી અંતરમાં દૂર છો છતાં બસ મારાં જ અંતરમાં સ્થાયી છો આજનો આ શુખદ અનુભવ આ અનમોલ ઘડી ક્યારેય નહીં ભૂલાય એવી છે. સાગર આઇ લવ યુ, લવયુ, લવ યું. સાગરે કહ્યુ "સીમા હું પણ તને ખૂબ ચાહુ છું સાચું કહ્યું આપણે એકજ કલાસમાં ભણયાં, ઓળખાણ થઇ પછી મિત્ર બન્યા એવો એહસાસ હતો જે મને તારી સાથે ધણુ ફાવે છે પરંતુ આ સમય ગાળામાં ફાઇન્લ એક્ઝામ સમયે એવું લાગ્યું કે મિત્રથી વિશેષ કંઇક છે અને એ "કંઇક" આજે ફળ સ્વરૃપે સામે છે. સીમા આઇ લવ યૂ મને લાગે છે કે આપણે આવી પ્રેમથી કબૂલાત કર્યા પછી રૂબરૂ મળવું જોઇએ. બોલને સીમા ક્યારે ક્યાં અને ક્યા સમયે મળ્યુ છે હવે મને એવું થાય છે કે આ નવા પ્રેમનાં સ્વરૂપને રૂબરૂ જોવો છે. તારી આંખમાં આંખ. પરોવીને તારાં આંખમાં વસેલાં પ્રેમ સાગરમાં ઊંડા ઉતરવું છે. તને સ્પર્શીને તારાં મારાં પ્રેમનો જાદુ જોવો છે.

સીમા એકદમ હસી પડી અને કહે "સ્પર્શીને પ્રેમનો જાદુ જોવો છે ? મને તો તમારાં શબ્દો સ્પર્શે છે ને જાણે કોઇ બીજા સ્પર્શની જરૂર નથી. સાગર હું તમારી સીમા તમારાં જીવનમાં, તમારાં પ્રેમમાં પણ હું સીમા બની રહીશ આપણાં લગ્ન સુધી પછી તમારાં સંપૂર્ણ પ્રેમ સાગરને પામવા માટે સાગરની બધી સીમા ઓળંગી જઇશ.

સાગરે કહ્યુ એટલે જ મને ઇશ્વરે સીમા આપી દીધી અને એણે મને તારામાં બાંધી દીધો. હવે બોલને ક્યાં મળીએ ? માત્ર વાણી વિલાસથી મારું મન નહીં ભરાય.

સીમાએ કહ્યુ "સાગર તમે કહો ત્યારે, તમે બોલાવશો ત્યાં હું આવી જવા તત્પર જ છું. પણ મેં અમીને પ્રોમીસ કર્યું છે કે અમે પહેલીવાર પ્રેમ કબુલાત કરી મળી શું ત્યારે તને બોલાવી શું. સાગર એણે પાર્ટી માંગી છે એ ખૂબ ચતુર છે એટલે મને બાંધી છે.

સાગર કહે "કંઇ નિર્ણય લીધો નથી એને આપણે બોલાવી લઈશું પણ પહેલાં આપણે મળી લઇશું. સંબંધમાં આપણાં પ્રમોશન થયું છે. મૈત્રી પ્રેમમાં પરિણમી છે એટલે સૌથી પહેલાં અભિનંદન આપણે એકમેકને આપીશું. હું સાગર અમર પ્રેમનો પ્રેમી તને અમાપ પ્રેમ ધરીને પણ એક ચોક્કસ સીમામાં રહીશ લવ યુ સીમા. સીમા કહે "અને પાકી જ ખબર છે મારાં સાગરની એ અમાપ અને અફાટ પ્રેમ આપીને પણ સંસ્કારની સીમામાં રહેશે જ. કહો ક્યાં આવું ?

સાગરે કહ્યું "સીમા બસ તું તૈયાર થઇને રહે હું થોડીવારમાં તને લેવા આવું છુ મળ્યા પછી નક્કી કરીએ કારણ કે અચાનક બહુ બની ગયું છે મારું મગજ કામ જ નથી કરતું મને કંઇ સૂઝતું નથી કહ્યુ ક્યાં જવું પરંતુ હું આવુ છું પછી નક્કી કરીને નીકળી જઇશુ. ફોન મુકું તું તૈયાર રહેજે.

સીમા કહે ભલે. હું તૈયાર થઇને રહુ છું પણ હવે એમ થાય છે કે ક્યારે મળ્યે ? હવે સમયજ નહીં જાય આવી જાઓ સાગર હું તમારાં માં સમાવવાની રાહ જ જોઉ છું.

સાગરે ફોન મૂક્યો અને એ પણ તૈયાર થવા ગયો. થોડીવારમાં તૈયાર થઇને સાગર નીચે આવ્યો જીન્સનું પેન્ટ ઉપર ગ્રીન કલરનું ફુલ સ્લીવ્સ ટીશર્ટ પહેરીને અને પોતાનુ મન ગમતું પરફ્યુમ છોટીને છટાદાર ચાલ સાથે આવ્યો અને કૌશલ્યા બહેને પુછ્યુ "અરે દિકરા એકદમ આમ અચાનક તૈયાર થઇને ક્યાં નીકળ્યો ?

સાગરે કહ્યું "માં હું આવું છું હમાણાં પરિણામ આવી ગયું છે તમે ચિંતા ના કરશો. અને ખાસ કે મારું જમવાનું ના બનાવશો હું બહાર જ જમીને આવવાનો છું.

માં એ કહ્યું "એનો વાંધો નથી પરંતુ આ છોકરી મળવા આવી હતી કે આમંત્રણ આપવા ? એનાં ગયા પછી તરતજ તારો પ્રોગ્રામ બની ગયો ? અને હસવા લાગ્યા. સાગરે કહ્યું "માં તમે ક્યાંથી ક્યા વાતને જોડો છો ? અને મનમાં વિચાર્યુ એજ તો કનેકશન છે. પછી હસતાં કહ્યું " ચલો માં જે હશે એ... તમે ચિંતા ના કરશો હું આવુ છું કહીને સાગર કમ્પાઉન્ડમાં એની ગમતી બુલેટ (એન્ફ્રીલ્ડ) બાઇક લઇને ધમ ધમાઇને નીકળી ગયો.

કૌશલ્યા બહેન જતા સાગરને જોઇ રહ્યો. આટલાં વરસો પાણીમાં કાઢ્યા નહોતાં. પાછા પુલીસવાળાનાં પત્નિ માં એમને પાકો એહસાસ હતો કે મારો સાગર ગઇકાલ સુધી આટલો આનંદે ઉછળતો નહોતો આજે તો એ આનંદનાં મોજે ઉછળી રહ્યો છે જરૂર કાઇ વાત છે. હશે યુવાન થયો છે છોકરો એટલે મિત્રો બન્યા હશે એમ કહીને મુસ્કુરાતા મુસ્કુરતા વિચાર વાળી લીધા.

સાગર સીમાનાં ઘરનાં દરવાજા સામે આવીને ઉભો રહ્યો. બાઇક આવ્યાનો અવાજ સાંભળીને જ સીમા અંદરથી વરંડાનાં પગથિયાં ઉતરીને માંળો ખોલી બહાર આવી ગઇ. સરલા બહેન પાછળ આવ્યા અને કહેવા જતાં હતાં કંઇક અને સાગરને જોઇ અટકી ગયાં. સીમાએ પાછળ એમને કહ્યું "મંમી હું હમણાં આવુ છું આ મારો મિત્ર સાગર છે આજે રીઝલ્ટ આવ્યું છે એટલે બધાં મિત્રો ભેગા થવાનાં છે. સાગરે પોતાનું નામ બોલાયેલું સાંભળી ત્થા સરલાબહેનને સામે વરન્ડામાં ઉભેલા જોઇને સ્ટીયરીંગ છોડી બે હાથ જોડી નમસ્કાર કર્યા અને બોલ્યો "આંટી હું જ પાછો મૂકી જઇશ" સરલા બહેને કહ્યું" ભલે જઈ આવો અને બોલ્યા ટેઇકકેર સીમા અને એ અંદર ગયાં.

સાગરે સીમાને પૂછ્યું "સીમા તારાં મંમી ખુબ સારાં સ્વભાવતાં છે તારાં પર ઘણો વિશ્વાસ છે. અને તેં એમને પહેલેથી કંઇ કીધુ નહોતું ? સીમા કહે "સાગર અમારાં ઘરમાં મંમી પપ્પા હું અને અમી છીએ. અમારા બન્ને બહેનોના ઉછેર એવી રીતે થયો છે કે અમારાં માતા પિતાને અમારી બન્ને બહેનો ઉપર ખૂબ જ ભરોસો છે. અને એમની સામે ક્યારેય જુઠુ નહીં બોલીએ. અમે કદી બોલતાં પણ નથી. મારાં પાપા ઈંકમેંટેક્સમાં મોટાં ઓફીસર છે. ઘણીવાર એવાં પ્રસંગો બને છે કે પાપાને લાંચ આપવા માટે ત્થા ધમકી આપવા માટે પણ ઘણાં લોકોનો સામનો કરવો પડે છે પરંતુ મારા પાપા કંઇક જુદી જ માટીનાં બન્યાં છે અને ક્યારેય ડરતાં નથી ક્યારેય પોતાનાં સિધ્ધાંતોમાં ડગતાં નથી અમને બંન્ને બહેનોને સંપૂર્ણ છૂટ મળેલી છે. એક ચોક્કસ મર્યાદામાં અને અમે લોકો ક્યારેય એ મર્યાદા લાંઘતા નથી. એય સાગર ચલ બહુ લેક્ચર થઇ ગયું. આજે આપણો સ્પેશીયલ દિવસ છે ક્યાં લઇ જાય છે એતો કહે....

સાગરે કહ્યું "આપણે પહોંચીએ ત્યાં સુધી તો મને તારાં અને તારાં કુટુંબ માટેની ઘણી વાતો જાણવા મળી જે આટલા મૈત્રીના સમય દરમ્યાન ક્યારેય જાણી નહોતી. સીમા કહે એ મૈત્રી હતી એમાં વધારે પડતું ઘરનું કે મારું સેર કરવું જરૂરી નહોતું. પરંતુ હવે તો આપણે બે ક્યાં રહ્યાં છીએ એક છીએ એટલે કહું છું અને કહીશ.

એવામાં સાગરે વાતોનાં ચાલુદોરમાં એની એન્ફીલ્ડ એક જગ્યાએ ઉભી રાખી. સીમા કહે અરે આ કંઈ જગ્યાએ આવ્યાં છીએ. સાગરે કહ્યું" અહીં આ ગાર્ડન રેસ્ટોરન્ટ જે મહીસાગરનાં તટ પર નવીજ ખૂલી છે અને આ ખૂબ સેફ છે મને પાપા દ્વારા પણ જાણવા મળેલું કે આ રેસ્ટોરન્ટ સારી છે અને સારા માણસોનું સંચાલન છે.

સીમા એ કહ્યું "સાગર તને તારાં પાપા પાસેથી આવી બધી ટીપ મળતી જ હશે હે ને ! સાગર કહે આમતો પાપા ખૂબ બીઝી હોય પરંતુ મારા જવાનીમાં પ્રવેશ પછી વધુ કેર લેવા લાગ્યા છે કે હું કોની સાથે ફરુ છું. ક્યાં જઊ છું ? મારી પસંદ શું છે ? એ ખૂબ જ રસ લઇ રહ્યા છે અને મને એ ગમે છે મારાં પાપા મારી પાસે ગીતો પણ ગવડાવે અને સાથે સાથે સૂર પૂરાવે એ હવે મારાં પાપા કરતાં મારાં મિત્ર વધુ છે. એમણે જ કહ્યું હતુ ક્યારેક સરસ જ્યારે ફરવા અને જમવા જવાનું મન થાય કોઇ મિત્ર સાથે ત્યારે મહીસાગર રીસોર્ટ એન્ડ રેસ્ટોરેન્ટમાં જજે કહી આંખ પણ મારી હતી. અને પછી હસી પડેલાં. સીમાએ કહ્યું "શું વાત કરે છે ? પુત્ર સાથે આટલી બધી નીકકટતા ? સારું છે સગાર એવું જ તું એમની સાથે કાયમ નિખાલસ રહેજે એ તારાં અને હવે આપણાં માટે પણ સારું છે.

હવે મારાં સાગર તમારી બાઇક પાર્ક કરો તો આપણે અંદર જઇએ નહીંતર આપણે અહીંજ વાતો કરતાં કરતાં સાંજ પાડી દઇશું અને હજી પેલાં તોફાનને આમંત્રવાનો છે સમજે છો ને ? સાગરે હસતાં હસતાં કહ્યું "તારી સાથે પ્રેમની કબૂલાત થયાં પછી હું વાચાળ જ થઇ ગયો છું. બોલ બોલ કરવાનું જ મન થાય છે. તું એટલી મીઠી છું ને કે બસ તને જોયાં જ કરું અને તારી સાથે મીઠી મીઠી વાતો કર્યા કરું બસ ચાલ હવે અંદર જઇએ બાઇક પાર્ક કરી દીધી.

મહીસાગરનાં કાંઠે વડોદરા શહરનાં કિનારે આવેલાં કોતરોની જગ્યામાં આમ અંદર અને આમ ચહલપહલ એવો વિસ્તાર હતો. માણસો વાહનોની અવર જવર પણ હતી અને થોડી પ્રાઇવેસી પણ હતી. એટલે સુંદર વાતાવરણમાં અનેક નાળિયેરોનાં વૃક્ષારોપણની વચ્ચે આ રેસ્ટોરન્ટથી ત્યાં આગળનાં ભાગમાં ગાર્ડન રેસ્ટોરન્ટ અને પછી નાનકડો ચીલ્ડ્રન પાર્ક અને પછી વૃક્ષોની હારમાળા વટાવીને અંદર પાછળનાં ભાગમાં રૂમ્સ, બેન્કવેટ હોલ, મોટો લોનનો એરીયા જ્યાં નાનાં મોટાં લગ્નનાં પ્રસંગો કરી શકાય ત્થા એની પાછળ મોટો કન્ટુર વિસ્તાર હતો જ્યાં લીલી લીલી ઇટાલીયન લોન લાવીને લોન ટેનીસ ત્થા ગોલ્ફની ગેઇમ રમવા માટે વિશાળ ગ્રાઉન્ડ બનેલા હતાં.

સગારતો આ જગ્યા જોઈને ખુશ થઇ ગયો. એણે રેસ્ટોરન્ટમાં એક ટેબલ બુક કરાવીને પછી સ્ટાફને પૂછીને પાછળનાં ભાગમાં આવી ગયો. બધીજ જાતની એક્ટીવીટી જોઈને મન ખુશ થઇ ગયું.

આગળ જતાં વૃક્ષોની એવન્યુ આવી ત્યાં થોડું ચાલ્વાનો ટ્રેક બનેલો હતો એ લોકો હાથમાં હાથ પકડીને ચાલી રહ્યાં થોડે આગળ જતાં એકદમ શાંત વિસ્તાર જોઈ એક બાંકડા પર બેઠાં.

સાગર સીમાને જોઇ જ રહ્યો એની આંખો જાણે સીમાને જોતાં ધરાતી જ નહોતી એણે સીમાને કહ્યું "કાગળ વાંચીને પછી મેં કહ્યું હતું કે સાગર આજે એની સીમાને નવા રૂપમાં પ્રેયસીનાં રૂપમાં જોશે અને સ્પર્શીને પ્રણય કરશે અને છતાં સીમામાં રહેશે. સીમા પણ લાગણી વશ થયેલી હતી એની આંખો પ્રેમ ભાવથી ઉભરાઇ ગયેલી અને હર્ષનાં આંસુ નીકળી આવ્યાં. સાગરે એ હર્ષ બિંદુ પોતાનો હોઠ પર ઝીલી લીધાં અને સીમાને બંન્ને આંખને પ્રેમથી ચૂમી લીધી અને ફરી સીમાની આંખોમાં જોવા લાગ્યો.

સીમાએ સાગરની સામે જોતાં જોતાં સાગરનાં ખબે માથું ઢાળી દીધું અને કહ્યું "સાગર આજે મારાં જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ છે આજે જાણે મને બધુંજ મળી ગયું છે. મારે જીવનમાં કંઇ હવે જોઇતું જ નથી. તમને પામીને હું જાણે દુનિયા જીતી ગઇ છું. સાગર મને તમારો અમાપ પ્રેમ આપજો ક્યારેય મને તરછોડશો નહી. કયારેય મને ... એ આગળ બોલે પહેલાં સાગરે સીમાનો ચહેરો પકડીને એનાં લાલ પરવાળા જેવાં મીઠાં રતુંવડા હોઠો પર હોઠ મૂકી દીધાં અને અમૃતરસ પીવા લાગ્યો.

સાગરે મીઠું દીર્ધ ચુંબન કર્યા પછી કહ્યું "સીમા તારો આ સાગર તને ખૂબ પ્રેમ કરશે ક્યારેય તને તરછોડશેજ નહીં. એકવાર તું મારા પ્રેમ સાગરમાં સરીતા બની સમાઇ ગઇ પછી આપણને કોઇ જુદા નહીં કરી શકે. હું પોતે પણ નહીં. સીમા હું તને અનહદ ચાહું છું. મારી હવે પળ પળ ચાહત વધતી જાય છે. જે હું તને વર્ણન કરી શકું એમ નથી.

સીમા અને સાગર બંન્ને જણાં પોતાનાં પ્રેમ-વફાદારી વિશ્વાસમાં વચન આપીને એકમેકમાં ખોવાઇ ગયાં. મૈત્રી પછીમાં પ્રેમનાં બંધનમાં બંધાઇ ગયાં. એકમેકમાં પરોવાયેલાં આ પારેવડા સમય-સ્થળ-કાળ ભૂલીને જાણે આજે એક થઇ ગયાં.

એટલામાં સીમાનો મોબાઇલમાં રીંગ આવી અને બંન્ને મદહોશ જીવ હોશમાં આવ્યાં. સીમાએ સ્ક્રીન પર અમીનું નામ જોયું અને સાગર સામે જોઈને હસી. સાગરે ઇશારો કરીને વાત કરવા કહ્યું "બોલ અમી" સીમાએ કહ્યું " તમે લોકો ક્યાં છો અમીએ સીધુજ પૂછ્યું. સીમાએ કહ્યું તમે લોકો એટલે ?કેમ આવુ પૂછે ? અમે કહે "દીદી હું અમી છું બધુજ જાણું છું તમને મને પ્રોમીસ કરેલું કે તમે પહેલી વાર મળો તો મને સાથે પાર્ટી આપશો કેમ અંચાઇ કરી ?

સીમાએ કહ્યું "તને કેવી રીતે ખબર પડી ? અમીએ કહ્યું મારાં જાસુસ ચારે બાજુ હોય છે ક્યાં છો ? સાગરે સીમાનાં હાથમાંથી ફોન લઇને વાત કરવાની શરૃ કરી. "બેટા અમી કેમ છે ? અમે લોકો જ્યાં છીએ તું ત્યાં એકલી આવી શકીશ ? અમીએ કહ્યું " જીજા બન્યા પહેલા બેટા ? વાહ ક્યા બાત હૈ એકદમ જ આગળ વધીને સંબંધો બાંધવાનુ કોઇ તમારી પાસેથી શીખે સાગરને હસુ આવી ગયુ. એણે હસતા હસતાં કહ્યું તને અમે ઇન્વાઇટ કરીએ છીએ. તો તમે અહીં મહીસાગર કિનારે મહીસાગર રીસોર્ટ આવી જાઓ આપણું ટેબલ પણ બુક કરેલુ છે. પધારો તમે .

અમીએ કહ્યુ "બસ ત્યારે ચલો હું ત્યાં થોડીવારમાં પહોચું છું વળી રૂબરૂ જ તમારાં બંન્નેની ખબર લઉં છું. કહી ફોન મુક્યો. સાગરે સીમાની સામે જોઇ હસીને પછી એને એવી બાહોમાં ભરી દીધી. એ અહી આવે ત્યાં સુધી હું પાકો પ્રણય કરી લઊં કહીને હોઠ પર હોઠ મૂકી દીધાં.....

થોડાં સમયબાદ સાગર અને સીમા પાછળનાં ભાગમાંથી રેસ્ટોરન્ટમાં આવી ગયાં ત્યાં અમી વાવાઝોડાની જેમજ આવી ગઇ. એ આવી ગઇ. એ આવીને ટેબલ પર આવીને એની સીટ પર બેઠી અને સાગર સીમા જોડે જોડે બેઠેલા. અમી, સીમા અને સવારની સામે થોડીવાર સુધી જોઇ રહી પછી એણે નજર સાગર સામે રાખી અને સીમાને ઉદેશીને કહ્યું તમે લોકો જે કંઇ કરીને આવ્યા છો એનાં પુરાવા મારે બતાવવાથી જરૂર છે ?સીમા થોડી શરમ અને સંકોચ સાથે બોલી એટલે ? " અમી કહે દીદી તમારાં હોઠની લાલી જીજુનાં હોઠ નીચે એકઠી થઇ ગઇ છે તમે લોકો રંગે હાથ ઝડપાયા છો. અને સીમાથી નજર તરત સાગરનાં હોઠ પર પડી તો એવું જ હતું એણે તરત જ પોતાનાં દુપટ્ટાથી લુછવા ગઇ થોડું લૂછ્યું અને સાગર કહે

"ભલેને રહી મીઠી નિશાની હવે ક્યાં ડર છે ? અને આતો મારી સાળી છે એનાથી શું સંકોચ કે ડર શેનો ?

"વાહ જીજા વાહ તમારી ઝડપ તો અનોખી છે મારે આવું બધુ. જલ્દી શીખવું અને સ્વીકારવું પડશે ચાલો પાર્ટીમાં શું છે ? સાગરે કહ્યું પાર્ટીમાં બસ અમે છીએ અને સામે તું અમી કહે એવી ઠંડી ઠંડી પાર્ટી નહીં ચાલે મારે તો જબરજસ્ત ગ્રાન્ડ પાર્ટી જોઇએ.

સાગરે કહ્યું "તું કહે એવીજ મળશે પણ આજે તો પ્રથમ મુલાકાતનાં કંકુ છાંટણા છે એટલે અહીં તારે જે ખાવું હોય જે આઇસ્ક્રીમ અરે જે કરવું હોય એ બાકી ગ્રાન્ટપાર્ટી હજી બાકી બસ ?

અમીએ કહ્યું "ઓ કે ડન" અને એ લોકો બેરાને બોલાવી ઓર્ડર આપ્યો અને ખાવાની લહેજત માણી.

પ્રકરણ-2 સમાપ્ત

રેસ્ટોરન્ટમાં જમ્યા પછી બહાર નીકળતાં સીમા સાગર અને અમીને કોઇ નજર જોઇ રહી હતી. અને એ નજરને પણ આશ્ચર્ય હતું કે આ લોકો સાથે કેવી રીતે ? અમીને જોઇને એ નજરોનાં થોડી ઇર્ષ્યા અને ગુસ્સો પણ આવી ગયો. એને થયુ કે આ બે જણ વચ્ચે આ છોકરો કોણ છે ? વધુ રસપ્રદ પ્રકરણ આવતાં અંકે વાંચો.