Abhisharika - 3 in Gujarati Love Stories by Dharati Dave books and stories PDF | અભિસારિકા- part-3 

Featured Books
Categories
Share

અભિસારિકા- part-3 



પ્રોફેસર ને પ્રોજેક્ટ સબમીટ કર્યા પછી બહાર આવતાની સાથે જ. સારિકાએ અભિને પોતાના મનની વાત કહી દીધી. સારિકા નો જવાબ સાંભળીને તરત જ અભિ પોતાની જિંદગીની  સૌથી મોટી ખુશી પોતાની બેસ્ટ ફ્રેન્ડ કોયલ સાથે શેર કરવા જાય છે. આ બધું સાંભળીને પહેલા તો કોયલ સમસમી જાય છે. પછી ઠંડા દિમાગથી કામ લે છે તેને એમ કહે  છે કે  બહુજ ખુશ છું અભિ તારા માટે. અને મનમાં વિચારવાનું શરૂ કરી દે છે કે કેવી રીતે અભિ અને સારિકાને દૂર કરવા.

કોયલ સારિકાની સાથે ફ્રેન્ડશીપ નું નાટક કરે છે. થોડા સમય પછી અભિ નો બર્થ ડે આવવાનું હોય છે. એ દિવસે  એ surprise પાર્ટી આપવાનું નક્કી કરે છે. અને એના માટે એ સારિકાને પોતાની સાથે હેલ્પ કરવા માટે કહે છે. એમના પ્લાન મુજબ સારિકાએ અભિ ને એના ઘરે થી દુર રાખવાનો જેથી ઘરે આવે ત્યાં સુધી ઘર ડેકોરેટ થઈ જાય. અને કેવી રીતે અને ઘરથી દૂર રાખવાનું એનો પ્લાન પણ કોયલ જ બનાવે છે.

બર્થ ડે ના દિવસે અભી ના ફોન પર સારિકા નો ફોન આવે છે પણ અવાજ સારીકાનો નથી હોતો-" hello કોણ બોલો છો આ નંબર જેનો પણ છે વ્યક્તિને ભયંકર એકસીડન્ટ થયો છે એ સિટી હોસ્પિટલમાં છે તમે એમના સગા હોવ તો જલ્દી આવી જાવ નહિતો  એમના પરિવારને જાણ કરો"

  આ સાંભળીને ગાંડાની જેમ દોડીને અભિ હોસ્પિટલ પહોંચે છે. પણ જાણે નસીબનો સાથ આપવાનું હોય સારિકા સાચે જ નીચે પડી ગઈ હોય છે. અને એ city hospital ઉભી હોય છે ત્યાં અભિ અને જુએ છે. હગ કરી અને બહુ જ રડે છે. કોયલ નો પ્લાન હતો કે ખોટું બોલીને અભિ ને ત્યાં મોકલીશ એટલે એ વિચારશે કે આ બધું સારિકા એ કર્યું છે. અને જૂઠ્ઠાણા થી નફરત કરવા વાળો અભી સારિકા થી પણ નફરત કરવા લાગશે. ઘાયલ થયેલી સારિકાને અભિ એની હોસ્ટેલ મુકવા જાય છે. અને પછી ઘરે પહોંચે છે ત્યારે કોયલે એના માટે તૈયારી કરેલી surprise party જોઇને ગુસ્સો કરે છે અને બધાજ ફ્રેન્ડ્સ ને ત્યાંથી નીકળી જવા માટે કહે છે.

પાર્ટી ભલે કેન્સલ થઈ હોય પણ એનો ગુસ્સો જોઈને કોયલ વિચારે છે કે એનો પ્લાન સફળ રહ્યો છે. અને પછી હરખાતી હરખાતી પોતાના ઘરે જતી રહે છે.  બીજા દિવસે કોલેજમાં ફરીથી અભિ અને સારિકાને સાથે જોઈને એ  વધુ ગુસ્સે થાય છે. અને નક્કી કરે છે કે હવે એ પણ થાય લાસ્ટ સેમેસ્ટર પૂરું થતા પહેલા સારિકા નામનો કાંટો દૂર કરવો જ પડશે.

શેતાની દિમાગ એ ફરીથી એક નવો પ્લાન રચ્યો જેમાં વાતવાતમાં સારિકા પાસેથી એના મમ્મી-પપ્પાનો ફોન નંબર લઇ લીધો. અને ત્યાં ફોન કરાવી અને એવું કહ્યું કે તમારી છોકરી શહેરમાં ભણવાનાં બદલે છોકરાઓ સાથે ફરે છે. સારિકા જે ગામ થી, સમાજમાંથી આવતી હતી ત્યાં બધું સામાન્ય ના કહેવાય. એના માતા-પિતા શહેર માં આવે છે. અને સારીકા ની પાસેથી વચન લે છે આજ પછી ક્યારે અભિ ની સાથે વાત તો દૂર એની સામે પણ નહિ આવે. મમ્મી પપ્પાની આજ્ઞા  સામે એના પ્રેમને ઝૂકવું પડે છે. સારીકા  માં અચાનક જ આવેલા પરિવર્તન એ જોઈને. અભિ જેટલો હેરાન પરેશાન હોય છે  કોયલ એટલી જ  ખુશ હોય છે.

હવે અભિને આવી હાલતમાં સપોર્ટ કરવાના બહાને એની નજીક આવી જાય છે. જીવતી લાશ બની ચૂકેલો અભિ પોતાની જીંદગી  કોયલ ના ઇશારા ઉપર જીવતો હતો. લાસ્ટ સેમેસ્ટર ના એન્ડમાં અભિના પપ્પા અને કોયલ ના પપ્પા બંનેની સગાઇ કરવાનું નક્કી કરે છે. અને હરખપદુડી કોયલ આ વાત સૌથી પહેલા સારિકાને કરે છે.
 

શું ખરેખર અભિની સગાઈ કોયલ સાથે થશે ? 
કે કોઈ નવો વળાંક આવશે? 
બધાંજ સવાલનો જવાબ next part માં

ધરતી દવે

તમને આ સ્ટોરી કેવી લાગી એ અમને comment boxમાં જણાવાનું ભૂલતા નહિ