મલય તેના મમ્મી પપ્પા સાથે હોસ્પિટલ ના ઓપરેશન થીએટર ની બહાર બેેેેઠો હતો. બધાના ચહેરા પર એક અવર્ણનીય ભાવો રેલાતા હતા.
અચાનક અંદર થી નર્સ આવી દીકરી જન્મ ના વધામણાં આપે છે .
બધાના ચહેરા પર ખુશી છે સિવાય એક એ છે એના પિતા મલય.. એ પિતા તો જાણે બોજ પોતાના ઘરે આવી ગયો હોય એવા ભાવ સાથે સ્વીકારવા તૈયાર જ નથી કે પોતે એક દીકરી ના પિતા બન્યા છે.
બીજી તરફ ઓપરેશન થિયેટર માંથી નિત્યા ની ખુશી નો કોઈ પાર નથી .. લગન જીવન ના ૮/૮ વર્ષો વીત્યાં પછી પોતે માતૃત્વ ધારણ કરે છે એ જ એના આનંદ ની વાત છે . મોઢા પર આનંદ ની કરચલીઓ છવાઈ ગઈ છે.. દીકરી. ના દાદા દાદી તો જાણે વ્યાજ ના વ્યાજ ને રમાડવા માટે તલપાપડ થઇ રહ્યા છે..
નર્સ દીકરી ને દાદી. ના હાથ માં સોંપે છે. બધા ખૂબ જ આનંદિત છે. સિવાય કે મલય એને દીકરી જન્મ નો આઘાત લાગે છે.એ તો બસ હોસ્પિટલ ની પ્રોસેસ પૂરી કરે છે અને એક ખૂણા માં શાંતિ થી બેઠો હતો.
હોસ્પિટલ થી દીકરીને ઘરે લાવવાનો સમય થાય છે..
ઘર ને શણગારવા. માં આવ્યું છે . લક્ષ્મી જી ના સ્વાગત ની તૈયારીઓ થાય છે.
દાદી વહુ અને દીકરીના ઓવારણાં લે છે દીકરીનું સ્વાગત કરે છે. કુળદેવી આગળ દીકરી ને પગે લગાડે છે. પણ પિતા ક્યાંય દેખાતા નથી. મલય તો જરૂરી મીટીંગ નું બહાનું કાઢી બસ ઓફિસ માં જ પોતાનો સમય વિતાવે છે.
આ બાજુ નિત્યા ને મલય નું દીકરી પ્રત્યે નું વર્તન ખૂબ હેરાન કરે છે. પરંતુ ઘરે મહેમાનો અને દીકરી જન્મ ના આનંદ સામે કઈ બોલતી નથી વિચારે છે કે સમય આવ્યે બધું સારું થઈ જશે.
એક દિવસ સવારે નિત્યા મલય ને પૂછે છે " શું થયું છે તમને? કેમ તમે ખુશ નથી લાગતા ? શું ઓફિસ ની કઈ ચિંતા છે ? તમારું વર્તન કેમ બદલાઈ ગયુ છે?" જાણે એક સાથે મન ના બધા જ સવાલો પૂછવા માંગતી હોય એમ એક જ શ્વાસ માં એ બધું બોલી જાય છે. આ બાજુ મલય પત્ની ની ખુશી માટે થઈને ચૂપ રહે છે .
ઓફિસ ની ચિંતા છે એવું કહીને જલ્દી થી નીકળી જાય છે. નિત્યા ના મન માં જાણે પ્રશ્નો નું વમળ ચાલી રહ્યું છે.
આ બાજુ નાનકડી દીકરી. ને જોઇને નિત્યા પોતાની જાત ને સંભાળે છે . ૬ દિવસ વીત્યા પછી દીકરીના નામ પાડવાનો સમય થાય છે. આ ૬ દિવસો માં ઘરે ચર્ચા ઓ થાય છે . કોઈક કહે આ નામ પાડીએ કોઈક આ કહે.
એકવાર દાદી મલય ને પૂછે છે " બોલ બેટા તારી દીકરી નું નામ શું રાખવું છે તારે? " મલય ના મોઢા પરના ભાવો જોઇને નિત્યા સમજી જાય છે કે એને નથી ગમ્યું એટલે વાત ટાળી દે છે. નિત્યા પોતાની દીકરી નું નામ પોતે જ રાખવાનું નક્કી કરે છે. આખરે દીકરીનું નામ પડે છે વીર. હા વીર , નિત્યા એને બહાદુર બનાવવા માગે છે કારણ એ પણ જાણે છે કે ભવિષ્ય માં વીર ને કેવો સામનો કરવાનો આવશે.
વીર ધીરે ધીરે મોટી થાય છે . પોતાના પિતા ના પ્રેમ માટે એ નાનકડી દિકરી જાણે મન મા જ બોલતી હોય" પપ્પા ઓ પપ્પા તમે મને કેમ નથી વ્હાલ કરતા? કેમ નથી રમાડતા ? કેમ ઉચકી ને છાતી સરસી નથી ચાંપતા? હું બોજ નથી પપ્પા . હું તમારો સહારો બનીશ પપ્પા . પ્લીઝ મને વ્હાલ કરોને !." દીકરી ની મૂક વાચા પણ મલય. ના કઠોર હદય ને પીગળાવી નથી શકતી.
મલય તો રોજ સવારે વહેલા કામ પર ચાલ્યો જાય ને રાતે પાછો આવે .
આ બાજુ નિત્યા મન માં ને મન માં મુંજાય છે . ઘણીવાર જાણવાની કોશિશ કરે છે પણ મલય દર વખતે વાત ને ટાળી જ દે છે . વીર સામે જોઈને નિત્યા ફરી એકવાર નિત્યક્રમ માં વ્યસ્ત થઈ જાય છે.