Rediff Love Part 4 in Gujarati Love Stories by A friend books and stories PDF | રેડીફ લવ ભાગ ૪

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રેડીફ લવ ભાગ ૪

રેડીફ લવ ભાગ ૪

રેડિફ લવ ભાગ - ૧ ,૨ અને 3 માં આપે વાંચ્યું કે હું ખાલી સમયમાં નેટ ચેટિંગ કરવાનું શરૂ કરું છું, અને મારા મિત્રો મને એક વાર કોઈ છોકરીના ખોટા આઈ.ડી. થી ચેટ કરીને ડફોર પણ બનાવે છે, અને પછી હું રેડીફ ચેટ મેસેન્જર માં ચેટ ચાલુ કરું છું અને મારી ચેટ પદમીની નામ ની એક છોકરી સાથે શરૂ થાય છે, હું તેને મારુ નામ અમિત બતાવું છું જે ખોટું છે, અને પદમીની સાથે ચેટ માં હું એને મારો ફોટો શેર કરું છું, જે ખરેખર અમિત નો હોય છે, અને પદમીનીને એસ.ટી.ડી. બુથ માંથી ફોન કરું છું, અમને એકબીજા સાથે વાત કરવાની આદત પડી જાય છે અને છેલ્લે એક દિવસ હું ચેટ ઉપર પદમીનીને જણાવું છું કે હું તેને પ્રેમ કરું છું, અને એના જવાબ ની રાહ જોવું છું, હવે આગળ વાંચો.

મને બીક છે કે મારી આ ઉતાવળ કદાચ પદમીનીને કાયમ માટે મારા થી દૂર ના કરી દે, અને મને જે એક સારી દોસ્ત મળી છે એ પણ ના જતી રહે.
જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ મારા દિલ ની ધડકનો વધી રહી હતી, હું કમ્પ્યુટર સ્ક્રીન ની સામે એકીટસે જોઈ રહ્યો હતો. અને ત્યાંજ સ્ક્રીન ઉપર એક મેસેજ આવ્યો કે "સોરી".
મારુ દિલ જાણે ધડકન ચુકી ગયો આ મેસેજ વાંચીને, સોરી નો એકજ મતલબ હોઈ શકે કે તેને મારા પ્રેમ ને કબુલ નથી કર્યો. પણ ત્યાંજ સ્ક્રીન ઉપર બીજો એક મેસેજ આવ્યો, " સોરી, હું થોડી બીઝી થઇ ગઈ હતી, મેં તારો છેલ્લો મેસેજ વાંચ્યો, પણ હું અત્યારે કૈજ નક્કી કરી શકતી નથી. મને લાગે છે કે કદાચ મને પણ તારી સાથે અટેચમેન્ટ છે, પણ હું એને પ્રેમ નું નામ આપું એ કદાચ થોડું જલ્દી હશે, મારે હજુ થોડો સમય જોઈએ છે. પ્લીઝ તું સમજી શકે છે."
આ મેસેજ વાંચીને મારા જીવમાં જીવ આવી ગયો. મેં રિપ્લાય કર્યો, " ઓકે , ટેક યોર ઓઉન ટાઈમ ". સામે રિપ્લાય આવ્યો " થૅન્ક્સ, મારી ફીલિંગ્સ સમજવા માટે."
એ પછી મેં નક્કી કર્યું કે મારે હવે ફરીથી આવી ઉતાવળ કરવી નથી, મારે હજુ એને થોડો સમય આપવો જોઈએ, અને એક વખત હું પદમીનીને ફોન કરું છું, એના અવાજ પરથી એવું લાગે છે કે એ કોઈ ટેન્શન માં છે, હું એને બહુજ ફોર્સ કરું છું ત્યારે એ મને જણાવે છે કે એના મમ્મી ની સોના ની ચૈન ક્યાંક કોઈ સોની ને ત્યાં ગીરવે મુકેલી છે, જેનું વ્યાજ ચુકવાયું નથી જેને કારણે કદાચ બીજા દિવસે એના મમ્મી ની ચૈન એ સોનીએ વેચી નાખવાનું કીધું છે પરંતુ એની પાસે એટલા પૈસા નથી કે હમણાં તે એ ચૈન છોડાવી શકે.હું પદમીનીને મારા સોગંદ આપીને મારી પાસેથી પૈસા લેવા રાજી કરું છું , અને તેને પેમેન્ટ મોકલી આપું છું, એ દિવસે એ ખુબજ ખુશ હોય છે, અને બીજા દિવસે પદમીની મને પોતાના મોટા ભાઈ વિશેની એક અંગત વાત કહે છે, અને જણાવે છે કે મારા ઘરમાં આવા ઘણા પ્રોબ્લેમ છે જેથી હું તારો પ્રેમ સ્વીકારતા ખચકાઉં છું. હું તેને સમજાવું છું કે" મેં તને પ્રેમ કર્યો છે, તારા કુટુંબ ની વ્યક્તિઓ ને નહિ. એમની સારી કે ખરાબ આદતો ને કારણે મારા તારા તરફના પ્રેમ માં કોઈ પણ ફરક પડતો નથી." અને પછી સામેથી એ મેસેજ આવ્યો કે જેનો દુનિયાના મોટા ભાગના છોકરાઓ રાહ જોતા હોય છે," i love you ". આ મારી જિંદગી નો સૌથી સોનેરી પળ હતો, બસ પછી તો શુ હતું, અમે રોજ વાતો કરતા રહ્યા, હવે ચેટ ઉપર વાતો ઓછી થતી હતી અને ફોન ઉપર વધારે, પદમીનીએ અમારા રિલેશન વિષે એના મોટા ભાઈ ને વાત કરી હતી, અને એટલે એ રોજ એના ભાઈ પાસેથી રાત્રે એક કલાક માટે એમનો ફોન મેળવી લેતી અને હું નજીકના એસ.ટી.ડી. માં જઈને રોજ એની સાથે એક કલાક વાત કરતો, વાતો તો નહોતી ખૂટતી પણ મારા ખિસ્સામાં રૂપિયા ખૂટી જાય એટલે અમે બંને કચવાતા મને ફોન મૂકી દેતા, મારુ રોજ નું ફોન નું બિલ આશરે સો થી એકસો વીસ રૂપિયા જેવું આવવા લાગ્યું. અને આમ ને આમ ઓગસ્ટ મહિનો ચાલુ થઇ ગયો, મારી બર્થ ડેટ નજીક હતી અને એક દિવસ પદમીનીએ મને કહ્યું કે એ ઈચ્છે છે કે હું મારી બર્થ ડેટ એની સાથે મનાવું, હું એને મુંબઈ મળવા આવું, એક બાજુ હું આ વાત થી ખુશ હતો અને બીજી બાજુ થોડો મૂંઝવણમાં, કે મને જોયા પછી પદમીની મને ના પાડશે, મારો પ્રેમ છોડી દેશે તો, પણ પછી મારા મનને તૈયાર કર્યું કે, ક્યારેક ને ક્યારેક તો આ સ્થિતિ નો સામનો કરવાનો જ છે, તો પછી હમણાં જ કેમ નહિ. અને જો મારો પ્રેમ સાચો હશે અને પદમીનીએ મારા સ્વભાવ ને મારી ભાવનાઓ ને સ્વીકારી હશે તો એ મારા શરીર ના દેખાવ ને પણ જરૂરથી સ્વીકારશે, હા અમે બંને એ એકબીજાને એ તો ચોક્કસ થી જણાવ્યું હતું કે બંને નું શરીર થોડું ભારે છે.એટલે મને થોડી મનોમન રાહત પણ હતી કે એ પણ મારી જેમ થોડી ભારે શરીર ની છે તો ચોક્કસ થી મને ના નહીંજ પડે, અને મેં મારા બે મિત્રો સાથે મારી મુંબઈ ની ટિકિટ બુક કરાવી ને પદમીનીને મળવા ઉપડી ગયો. શનિવાર નો દિવસ હતો, બપોરનો એક વાગી ચુક્યો હતો અને વરસાદ પણ મને જાણેકે હેરાન કરવા માંગતો હોય તેમ વારેઘડીયે ચાલુ બંધ થતો હતો, મેં મારા બંને મિત્રો ને સમજાવી દીધા હતા કે જેવા હું અને પદમીની મળીયે એટલે તમારે ત્યાંથી રવાના થઇ જવાનું.
પદમીનીએ મને એની ઓફિસે ની નજીક માં એક રેસ્ટોરન્ટ હતી ત્યાં રાહ જોવા જણાવ્યું અને પોતે પાંચજ મિનિટ માં ત્યાં પહોંચે છે એવું જણાવ્યું. એક એક મિનિટ જાણે એક એક વર્ષ જેવી લાગતી હતી, જેને ક્યારેય જોઈ નથી, અને જેના વગર ચાલતું નથી એવી વ્યક્તિ ને જિંદગી માં પેહલી વાર મળવાની ઉત્સુકતા હું વર્ણન નથી કરી શકતો.
પદમીનીએ મને મારો પહેરવેશ પૂછી લીધો હોય છે અને મેં તેને કીધું હોય છે કે હું મારા હાથમાં feelings ની એક ગુલાબી કલરની પ્લાસ્ટિક બેગ લઈને ઉભો છું જેથી તે મને ઓળખી શકે. લગભગ દસ મિનિટ રાહ જોયા બાદ રેસ્ટોરન્ટ માં બે યુવતીઓ પ્રવેશ કરે છે, અને ધીમે ધીમે મારા ટેબલ તરફ આગળ વધે છે, હું એટલો નર્વસ થઇ રહ્યો હોઉં છું કે મારા હાથ થોડા કાંપી રહ્યા હોય છે, જેણે જિંદગી માં ક્યારેય કોઈ છોકરી સાથે સામો સામ વાત પણ નથી કરી એવો હું આજે ચેટ ઉપર મુંબઈ ની એક ગર્લ ફ્રેન્ડ બનાઈ , એને જ પૃપોઝ પણ કરી ને અને પ્રેમ માં પડીને આજે એને મળવા પણ પહોંચી ગયો છું અને હવે એ મારી સામે છે.
"A ", બેમાંથી એક યુવતી મને મારુ નામ કહી ઓળખવાનો પ્રયત્ન કરે છે.
"યસ", પ્લીઝ બેસો, હું એટલું જ બોલી શકું છું અને એમને મારા બે ફ્રેન્ડ નો ઈન્ટ્રો કરાવું છું.
ત્યારે જેણે મને મારા નામ થી બોલાવ્યો હોય છે એ યુવતી કહે છે, " હું પદમીની, અને આ મારી ફ્રેન્ડ શીતલ". હું એ બને સામે જોઈ રહુ છું. લગભગ પાંચ ફૂટ નવ ઇંચ ની ઊંચાઈ , બ્લેક જિન્સ અને પિન્ક ટી શર્ટ, એવરેજ બોડી ના બહુ જાડું કહી શકાય ના બહુ પાતળું, ઘઉંવર્ણો દેખાવ, આ વર્ણન છે મારી સાથે વાત કરતી યુવતીનું અને હું ઓચિંતું જ કહી ઉઠું છું," સોરી, પણ તમે પદમીની નથી , તમે શીતલ છો, અને આ તમારી સાથે છે એ કદાચ પદમીની.'


વધુ આગળના અંકમાં,