Daheshat - 1 in Gujarati Horror Stories by Sayma books and stories PDF | દહેશત -પાર્ટ 1

The Author
Featured Books
Categories
Share

દહેશત -પાર્ટ 1

હું દોડી-દોડીને થાકી ગઇ છુ. મારી સ્થિતિ અત્યારે ખૂબજ ખરાબ હતી. હું ઘણી દૂર આવી ગઇ હતી, છતાં મારો ડર ઓછો થયો ન હતો. હું અત્યારે એક સાંકડી ગલીમાં ઊભી હતી. હું પાછળ જોવા માટે જેવી ફરી એટલે એક-બે સેકંડ એવું લાગ્યું કે મારુ હૃદય હમણાં જ બંઘ પડી જશે! મારી સામે એક ભયાનક ચહેરાવાળો અત્યંત વિકરાળ સ્વરૂપ ધરાવતો રાક્ષસ ઊભો હતો. તેના મોમાંથી વિચિત્ર અવાજો નીકળી રહ્યા હતા. તેની અત્યંત બિહામણી લાલચોળ આંખોમાંથી ક્રોધ વરસી રહ્યો હતો. તેના દાંત અને નખ અત્યંત લાંબા અને ધારદાર હતા. તે હમણા જ મારો જીવ લઇ લેશે એમ માની હું આંખ બંધ કરી પ્રાથઁના કરવા લાગી અને જેવા અણિયાળા દાંત મારી નાજૂક ડોક પર લાગ્યા એટલે હું ચીસ પાડીને મારી પથારીમાં બેઠી થઇ ગઇ. કારણકે તમે ભર નિદ્રામાં હોવ અને પાછું આવું બિહામણું સ્વપ્ન જોઇ રહ્યા હોવ અને કોઇ તમારી ઉપર ગ્લાસ ભરીને પાણી નાખી દે તો એમ જ તમે પણ મારી જેમ ઝબકીને સફાળા બેઠા થઇ જાવ. હું આંખો ચોળીને જોવા લાગી તો ખબર પડી કે આવું આતંકવાદી કૃત્ય મારી સિસ્ટર કમ ન્યુ રુમમેટે કર્યુ હતુ. અમીરા જોર-જોરથી હસી રહી હતી અને અમારી ત્રીજી રુમમેટ કમ વહાલી સખી મહેક કયારેક મારી બાજુ કયારેક અમીરા તરફ જોઇ રહી હતી. કદાચ તેને મારી બહેન અમીરા ગાંડી છે એમ લાગતું હશે પણ એ વાત થોડા ઘણા અંશે સાચી છે અમીરા હજુ ઘણી ચાઇલ્ડીશ છે. પાણીના લીધે મારી ઊંઘ તો કયારની ઉડી ગઇ હતી પણ મને અમીરા પર ગુસ્સો આવતો હતો આથી મે મોટેથી ચિલ્લાઇને કહ્યુ," યુ સ્ટૂપીડ ઇડિયટ ગર્લ. તને કાંઇ સમજ જેવી પડે કે નહી. આમ કોઇને ઊંઘમાંથી ઉઠાડાતુ હશે?"

અમીરા:"સાનુ તુ કોઇ થોડી છો. તુ અને હું બહેનો છીએ અને આવી મસ્તી તો ચાલતી જ રહે છે. એમાં આટલી જોરથી શા માટે બરાડે છે?" તેણે તીખા સૂરમાં કહ્યુ.

મને આમ પાણી નાખી જગાડવી એના માટે સામાન્ય મસ્તી છે. ગુસ્સો આવવા છતાં મે ગુસ્સા પર કાબૂ રાખી ફ્રેશ થવા જતી રહી. શાવરમાંથી પાણીં બુંદો મારા શરીર પરથી વહીને જઇ રહી હતી. પાણીના ટીપાઓની ઝડપે મારા મગજમાં વિચારો વહી રહ્યા હતા. હું અને અમીરા સગી જ નહિં પરંતુ જુડવા બહેનો છીએ. અમારા માતાપિતા આમ તો અમને બંનેને સરખો જ પ્રેમ કરતા પણ કયારેક મને લાગતું કે તેઓ મને કોઇ કારણસર વધુ ચાલાક સમજતા. જયારે પણ અમારા બંને બહેનો વચ્ચે ઝઘડો થતો ત્યારે અમીરા મમ્મીને અને પપ્પાને વધારે પડતું જુઠું બોલી અને રડીને મને હંમેશાં જુઠ્ઠી સાબિત કરી દેતી અને મમ્મી-પપ્પા એની વાત માની મને હંમેશાં દોષી ગણતા પછી મારી ભૂલ હોય કે ન હોય. આમ જ અમારુ બાળપણ વીતી ગયું. શરૂઆતમાં મે દલીલ કરી જોઇ પણ કોઇ મતલબ ન હતો. આથી મે સ્વીકારી લીધુ કે આમને કંઈ કહેવાનો કે પોતાને સાચી સાબિત કરવાનો કોઇ અર્થ નથી. આ કારણે જ તો મે પાંચમાં ધોરણ બાદ આગળનો અભ્યાસ હોસ્ટેલમાં જ રહીને કર્યો. રજા થોડા જ દિવસ ઘરે રહી પાછી હોસ્ટેલ પર આવી જતી. હજુ ગઇકાલે જ તો અહી અમારી સાથે અમીરા અહીં ફ્લેટમાં સિફ્ટ થઇ અને એની હરકતો એણે શરૂ કરી દીધી પણ સારી વાત તો એ છે કે અહીં એ મને કોની સામે જુઠ્ઠી પાડશે અને જો એ એવુ કરે તોપણ મને કોઇ ફરક ન હતો પડવાનો કારણકે હું અને મારી બેસ્ટફ્રેન્ડ મહેક પણ એક અઠવાડિયા પહેલાં જ અહીં શહેરની કોલેજમાં એડમિશન લઇ આવ્યા છીએ. અને મને મહેક પર પૂરો ભરોસો છે તે મને કયારેય ખોટી ન સમજી શકે.
ત્યાંર બાદ ફટાફટ બ્લેક જીન્સ અને બ્લેક ટોપ પહેરી હું બહાર આવી.  અમીરા અને મહેક વાતો કરી રહ્યા હતા.
મને જોઇ મહેક બોલી," વાઉ સાનિયા યુ આર લૂકિંક સો બ્યુટીફૂલ."
"થેંક્યુ મહેક" મે કહ્યું.
અમીરા અણગમા સાથે બોલી," સાનુ આ શું? બ્લેક  જીન્સ અને ટોપ. આઇ મીન આ તો કેટલું વિયર્ડ લાગે છે."
"બધાને પોતાની પસંદના કપડા પહેરવાનો અધિકાર છે અને હું તારી જેમ મમ્મીની ઢીંગલી નથી કે તેમની પસંદના અને તે કહે તેવા કપડાં પહેરું." મે થોડા તીખા સ્વરે  કહ્યું. 
આટલું કહેતા તે મને વળગી અને કહેવા લાગી," સોરી સાનુ. હવે હું પણ આઝાદ પંખી છું તારી જેમ."
મહેક બોલી,"ચાલો હવે મોડું થાય છે કોલેજ માટે."
પછી અમે કોલેજ જવા નીકળી પડ્યા.
કોલેજમાં પહોંચ્યા બાદ મહેકે કહ્યુ કે આકાંશા અને સ્નેહા કેન્ટીનમાં આપણી રાહ જોઈ રહયા છે એવો સ્નેહાનો મેસેજ આવ્યો છે. તેથી અમે કેન્ટીન તરફ ચાલવા લાગ્યા. કેન્ટીનમાં પહોંચતા મારી નજરો સ્નેહા અને આંકાશાને શોધી રહી હતી ત્યાં મારી નજરો એક ચહેરા પર ચોંટી ગઇ.

----આવતાં ભાગમાં...

આ મારી ફર્સ્ટ સ્ટોરી છે. કોઈ ભૂલ થતી હોય તો મને   જણાવી શકો છો.

-સાયમા