pahele pyar ka nasha aur jindgi ki kadhi hakiqut - 6 in Gujarati Love Stories by Shaimee oza Lafj books and stories PDF | પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત ભાગઃ6

Featured Books
Categories
Share

પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત ભાગઃ6


પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત ભાગ 6. 

પ્રેમ શબ્દ છે, અઢી અક્ષર નો પણ દિલ માં આવી જાય તો તમને જીંદગી બદલી પણ જાય છે, કાંતો બગડી પણ જાય છે, પ્રેમ કોઈ ધંધો નથી કે આપણે તેને નિષ્ફળ કે સફળ થાય. પ્રેમ એ અનંત કાળ થી ચાલી આવતો પ્રવાહ છે.રાધાજી અને કૃષ્ણ ને તો તમે જાણો છો જ પણ તમે જ્યારે મીરા નો પ્રેમ સમજતા થશો ,ત્યારે તમને સમજાશે પ્રેમ નો સાચો મતલબ.

પ્રેમ બદલવામાં નહીં પણ જે છે તે ને અપનાવવામાં રહેલો છે. પ્રેમ કોઈ પર કબજો કરવામાં નહીં પણ તેને ખુલ્લી હવા માં ઉડવા દેવા માં રહેલો છે. પ્રેમ એ લગ્ન પુરતો જ સિમિત નથી હોતો. આખી જીંદગી આ જીવન અને 84,0000 લાખ અવતાર સાથે રહેવાનો કોન્ટ્રાક્ટ છે. પ્રેમ થતો નથી પણ કરવો પડે છે, પહેલ આપણે જ કરવી પડે છે.જે થાય એતો કોન્ટ્રાક્ટ છે, જે જ્યાં સુધી બરાબર હોય ત્યાં સુધી ઠીક છે, પછી તે તેનો સ્વાર્થ, શોધી લે,છે.આ પછી વધુ ચાલતો નથી.કોઈનકોઈને

    પ્રેમ પહેલાં તો એક બીજા ની  શરૂઆત માં તો  ખુબી ઓ જ જોતા હોઈએ. છીએ. ને પછી આપણે એકબીજા ની કમી ઓ કેમ જોવા લાગીએ છીએ, પછી સમય જતાં એકબીજા કેમ કંટાળી જઈએ છીએ.પછી આપણે એકબીજા થી આપણે સમય રહેતા રહેવું પણ કઠીન થઇ જાય છે.કેમ આપણે એક બીજા ને પછી કોષી એ છીએ.લગ્ન એ વિશ્વાસ અને જતું કરવાની ભાવના થી ટકે છે,લગ્ન એ કોઇ વ્યક્તિ ને જડમૂળથી થી બદલવાનો કેમ્પ નથી,કે બદલી દેવાય.આપણને માબાપ,કુટુંબ, બદલવા નો હક નથી, તેમ જીવનસાથી પણ બદલી શકાતો નથી.

   આપણે વાત કરીએ  આવા જ  બે લોકોની‌ કે  જેમને લગ્ન કર્યા પછી પણ એમના પ્રેમ ને પણ  એમ નાં એમ જ ટકાવી રાખ્યો.તો પણ તેઓ ખુશ છે.આ વાત છે,એમ.બી.એ. નાં અક્ષર અને પ્રત્યુષા ની.તે બંને ની કોલેજ માં પણ સાથે હતાં,  પણ તેમને વાત પણ નહોતી કરી એકબીજા સાથે. કોલેજ માં  ફેરવેલ પાર્ટી હતી .ત્યાંરે કોલેજ માં ક્લાસ ડેકોરેશન ના ટાઇમે જ એકબીજા જોડે વાત કરી હતી.

        પછી તે બંને એ ક્યારેય વાત સુધા તક નહતી કરી.આ વાત ને ત્રણ વર્ષ વીતી ગયાં . પછી  પ્રત્યુષા નું ફેમીલી એ પ્રત્યુષા ની નોકરી આવી એટલે પછી ત્યાં સેટલ થઇ ગયા. પણ કર્મ માં લખ્યુ હોય તો ગમે ત્યાં થી મળી જાય છે,અને ઉપરવાળા ની મરજી ન હોય તો છુટા પણ પડાય છે, લગ્ન કર્યા પછી પણ,

     જે આપણું હોય એતો મળી જાય છે,જ્યારે પ્રત્યુષા ને ત્યાં અક્ષર મળ્યો, તેને કોલેજ ક્લાસ મેટ હોવાના નાતે બે મળ્યા, પ્રત્યુષા નાં ઓફીસ માં આજે વહેલા આવી હતી,કોઇ કામ હતું નહીં તો.પછી તે બંને  રેસ્ટોરન્ટ માં ગયાં, પછી બંને કોફી પીને વાતો કરતાં હતા. બંને મિત્રો કોલેજ કાળ ના સંસ્મરણો ને યાદ કરતાં હતા, તે પણ જોબ હોવા ના કારણે તે પણ ત્યાં જ રહેવા આવ્યો હતો. પછી તે બંને પોતપોતાના ઘરે ગયાં,ત્યારે દોસ્તી તેમની પ્રેમ ના પહેલા પડાવ માં પહોંચી.

      પણ શું થાય છે. હવે જોઈએ આગળ કે ક્યાં સુધી આ બંને ની સ્ટોરી જાય છે.

    પ્રત્યુષા નાં માટે સારા ઘર થી વાતો આવતી હતી. પણ તેનાં પપ્પા ગણકારતા નહીં. પણ હવે તેની મમ્મી નાં બહુ આગ્રહ ને કારણે પછી જોવા બોલાવ્યા.પ્રત્યુષા એ સુંદર, સુશીલ, અને સંસ્કારી હતી.તેને પપ્પા ના કહેવાથી  તેને કહ્યું કે પપ્પા તમારી મરજી પછી આ છોકરા વાળા આવ્યાં.

    એ છોકરો બીજો કોઈ નહીં પણ અક્ષર જ હતો. તેની ખુશી નો તો પાર જ ન રહ્યો.તેને આશ્ચર્ય થયું કે આવું પણ થઇ શકે. પછી બંનેની યોગ્ય મુહુર્ત કઢાવી સગાઇ પણ કરી. સગાઇ થી લગ્ન ની કંકોતરી વહેંચાય તેનો ટાઈમ પણ બહુ ગોલ્ડન હોય છે. ત્યારે એકબીજાને સમજાવવા જાણવા અને એકબીજા ને સમજવા ને 'કંઈજ નહીં 'માં પણ ઘણું બધું બોલાઈ જાય છે. ને વચનો પણ તેમાં જ અપાઇ જાય છે. 

     પછી તે દિવસ નજીક આવી ગયો.બંને વિખુટા પડેલા લોકો એક થયા.આ દિવસ નો તો દરેક પતિ પત્ની ને અને પ્રેમી પંખીડા ઓને તો ખાસ ઉતાવળ હોય છે.

     પછી  બંને ના લગ્ન નો દિવસ આવ્યો. લગ્નની ની એક રશ્મો તેમને રસ્તા ના કાંટા ઓ જેવી લાગે છે.પણ પછી કન્યાવિદાય નો ટાઇમ આવ્યો જે ફેશન શો થાય બાકી આનંદ ના પ્રસંગે રડું શેનું આવે, મને એ સમજાતું નથી, વાતા વરણ એવું બનાવે કે લગ્ન પ્રસંગ કયો ને મરણ પ્રસંગ કયો ?એજ ન સમજાય માર જેવી નોટ તો કોઈ ના બેસણા માં પણ ન રડે .ને જો છોકરી ન રડે તો તેને જબરજસ્તી રડાવે પાછા રિવાજ નું નામ આપી પથારી ફેરવે.બધાં દુઃખી ફરો.અમે ખુશ ન રહીએ ને કોઈ ને રહેવા પણ ન દઈએ માટે લોકો એ ગોઠવી ને રાખ્યું હોય.મારે શું કરવું મને ખબર જ છે. એ તારે કહેવાની જરૂર નથી જોવો આવો પાવર આવી જાય પછી જોવો કેવી પિસ્તોલો તૈયાર થાય છે. મિલન જુદાઈ તો કુદરત ને હાથે છે. પણ તે જો સમજી તો કોઈ દુખી નહીં થાય. 

      પછી પ્રત્યુષા પછી વિદાય થઇ. પછી વિયોગ ની ઘડી પુરી થઇ. પછી જન્મ જન્મ ના પ્રેમીપંખી ઓ તેમની પહેલી રાત્રી એ એક બીજા માં સમાઈ ગયા.કેટલા જન્મ નાં વિખુટા પડી ગયા. પ્રેમની જાણે લાકડા ના થડ ને લત્તા ન ચિપકતી હોય તેમ તે બંને ચોટી ગયા.બંનેને આ મિલન ની પ્રતીક્ષા ન હોય. પણ કેમ ન હોય દરેક ને પોતાનું લગ્ન જીવન સુખી  થાય તેવું દરેક ની ઇચ્છા હોય છે. કે મારા પ્રેમ એવો કે બધા મોટા મોટા અમર થઇ ગયેલા મારી જીંદગી સામે જખ મારે.તે માટે નો એક રસ્તો બતાવું 

એક અબળા સ્ત્રી તરીકે "હું તમને સલાહ છે.તમે તમારા પાર્ટનર માં એક્ટર એકટ્રેસ શોધો છો.તમારો પાર્ટનર કદી એકટર કે એકટ્રેસ ન હોઇ શકે. ને એકટ્રેસ કે એક્ટર એ તમારો પાર્ટનર ન હોઈ શકે." જે છે તે છે મને જે મળશે જેવું મળે તેની સાથે હું બહુ સારું જીવીશ ત્યારે થાય છે. સુખી લગ્નજીવન. તું સારો કે સારી હોય તો મારી અથવા મારો ને પછી ખરાબ સમય આવે ત્યારે કંઈ નહીં. આ પ્રેમ નથી. આ સોદા બાજી સિનેમા માં સારી લાગે વાસ્તવ જીંદગી ની હકીકત અલગ છે દોસ્તો .આ જીંદગી આમ સહેલી નથી કે ફિલ્મો ની જેમ જલ્દી પતી જાય.જીંદગી ની એકએક હાલત તમને તમારો આત્મા પુછશે કે શું આ યોગ્ય છે? તેને તમે નહીં છેતરી શકો.

આ સ્ટોરી માં બંને ને ખબર પણ ન હતી કે તે બંને પતિ પત્ની બનશે,પણ કુદરત  ધારે તો તમે મળી જવાના છો.એમાં વધુ સમય ન બગાડતા કેટલાય કામો છે. તમારું હશે તો તમને મળી જશે કોઈ પણ સંજોગો માં.

અમુક તો પાછા તાંત્રીક પાસે જાય.આ વસ્તુ માટે એટલે તે લોકો ને પણ મજા આવે કે ને મન માં બોલે કે "આજ મારું અેટીએમ આવ્યું"લુંટો સાલા ને ખાલી કરો. આપણે આવા પાસે જઈ આપણી બુદ્ધિનું પ્રદર્શન કરીએ. એ લોકો તમારી મદદ ન કરે .પણ એમની દુકાન ચલાવે.

લોકો મદદ નહીં કરે પણ તમને દાઝયાં પર ડામ દેશે. પણ તમારું દિલ કહે તે કરવું.
   
- shaimee Prajapati