Who am I in Gujarati Magazine by Sem Patel books and stories PDF | હું કોણ છું?

Featured Books
Categories
Share

હું કોણ છું?

હું કોણ છું? નવાઈની વાત એ છે કે આ પ્રશ્ન પુછવાની આપણને શું જરૂર પડી? આજના સમયમાં અનેક સળગતા અને સવેંદનશીલ પ્રશ્નો વચ્ચે આવો પ્રશ્ન નિરર્થક જણાતો હશે પરતું આપણે આ બાબતમાં સાચા નથી. ઘણી વાર આપણે દુનિયાને જાણવાની ચાહતમા અને ચાહતમાં આપણે પોતાની જાતને જાણવાની ચેષ્ટા પણ નથી કરતાં. હું કોણ છું એ પ્રશ્ન કોઈ બીજા માટે નહી પણ પોતાના અસ્તિત્વનું કારણ, પોતાની આવડત તથા નબળાઈ તેમજ પોતાની જાતને ઓળખવા માટે છે.

ભારત જેવા વિશાળ દેશમાં એક એવો મોટો સમૂહ છે જે જિંદગીમાં એવા માણસ બને છે જે એમના કુટુંબીજનો કે સ્નેહીજનો ઇચ્છાતા હોય, એ એમના કુટુંબીજનો કે સ્નેહીજનોના પ્યાર અને આદરના લીધે નહી પણ પોતાની જાતને ના ઓળખી શકવાના કારણે તે બીજાની ઈચ્છા કે સલાહને સ્વીકારી લઈને પોતાની કારકિર્દી અને પોતાની જાતને બનાવતા હોય છે અને એના કારણે જ તેઓને નોકરી કે કામ તો મળી જાય છે પણ પોતાના કામને પ્રેમ ના કરી શકવાના કારણે પોતાની કારકિર્દીમાં વધુ મહેનત કરવા છતાં પણ ઇચ્છિત સફળતા મેળવી શકતા નથી તદુપરાંત કામ કરવાની મહેચ્છા હોય તો પણ ધગસના અભાવે મનગમતો મુકામ પ્રાપ્ત કરી શકતા નથી. હવે આપણને જે જમવાનું ભાવતુ નથી પણ તો પણ આપણે ભૂખ સંતોષવા માટે એ ખાઈ તો શકીએ છીએ પણ એટલા પ્રેમ કે ઇચ્છાથી એને જમી શકતા નથી એ સ્વાભાવિક વાત છે. અહી જમવાણે કામ તરીકે લઈ તો આભાસ થશે કે આપણે જે કામ કરીએ છીએ એ ભલે ગમતુ નથી આપણી જરૂરિયાતોને સંતોષવા માટે આપણે કરી લેતા હોઈએ છીએ પણ આપણે એ કામની એટલા પ્રેમ કે નિષ્ઠાથી ભજવી શકતા નથી, હવે આ વાત ખાસ કરીને પોતાની પસંદગીને નેવે મૂકીને સરકારી નોકરીની આંધણી દોડમાં દોડી ચૂકેલા આજના સરકારી બાબુઓમા જોવા મળશે એટલેજ ભારત દેશમાં મોટા ભાગની સરકારી શંસ્થા પોતાના કાર્યક્ષમતાને અનુરૂપ અડધુએ કામ કરી શકતી નથી. ખરેખર આવા સંજોગોમાં તેઓ અજાણતા પોતાની શંસ્થા તેમજ કામ પ્રત્યેજ ફક્ત અન્યાય કરી નથી રહ્યા હોતા પણ તેઓ પોતાની જાતને એટલોજ દગો આપી રહ્યા હોય છે એનું ફક્ત એજ કારણ છે કે આપણે પોતાની જાતને ઓળખ્યા વગર અન્ય કામોમાં નાખી દીધી હોય છે. આ ઉપરાંત હાલના સમયમાં એવા ઘણા લોકો હોય છે પોતે જે માટે બન્યા છે એ જાણવાની કોશિશ કર્યા વગર જ બીજા જેવા બનવાની આંધણી અને નિરર્થક દોડ મૂકી પોતાની અસલ જાત અને આવડતને પાછળ મૂકી દેતા હોય છે. બધા માનવીઓ પાસે અલગ અલગ શક્તિઓ રહેલી હોય છે અને તેઓ કદીએ સરખા હોતા નથી, આશ્ચર્યની વાત તો એ છે કે આપણે આટલી સામાન્ય વાત જાણવા છતાં પણ પોતાને બીજા જેવા બનાવવામાં વેડફી દેતા હોઈએ છીએ. જો તમે પોતાની જાતને ઓળખી શકો, તમારી ઈચ્છા, શક્તિઓ અને આવડત શેનામાં છે એ જાણી શકો અને એ કામ સ્વીકારીને એમાં આગળ ધપો તો તમને અપાર સફળ અને પ્રખ્યાત થવામાં કોઈ રોકી શકતું નથી. અહિયાં તમને તમારા મનપસંદ કામને તમારે કોઈ બનાવટી પ્રેમ કરવાની જરૂર પડતી નથી પણ તમે કુદરતી લાક્ષણીકતાના કારણે એ તરફ આપો આપ ખેંચાઇ જાઓ છો અને ઇચ્છિત સફળતા પણ આપો આપ ખેંચાઇ આવે છે. હવે વિચારો કે આપણાં દેશના જ નહી પણ વિશ્વના મહાન ક્રિકેટર એવા સચિન તેંદુલકર જો પોતાની જાત અને કાબેલિયતને ઓળખી શક્યા ના હોત તો આજે આપણને એક મહાન ક્રિકેટરણી અણમોલ ભેટ ના મળી હોત અને જો એમને ડોક્ટર બનાવવ્યા હોત તો સ્વાભાવીક રીતે આ દેશ એમને ઓળખતો પણ ના હોત અને પોતાના કામને ક્રિકેટ જેટલો પ્રેમ ના કરી શકવાના કારણે તેઓ એટલા સારા ડોક્ટર પણ બની શક્યા ના હોત. આ એક દમ સાચી વાત છે કે બહુ જૂજ લોકો જ પોતાની જાતને ઓળખી શકતા હોય છે અને પોતાને પસંદગી હોય એવામાં કારકિર્દી બનાવતા હોય છે એનું મૂળ કારણ ફક્ત એજ હોય શકે કે આપણે પોતાની જાતને સમયસર એક ટૂંકો પણ અતી આવશ્યક પ્રશ્ન પૂછવાની પણ ચેષ્ટા કરતા નથી અને એ પ્રશ્ન છે, હું કોણ છું?