બાળવાર્તા – દગાખોરને મળ્યો પરભોગોર
– ‘સાગર’ રામોલિયા
નામ તો એનું પ્રભાશંકર. જાતે બ્રાહ્મણ. ગોરપદું કરે એટલે લોકો પરભોગોર કહે. એકદમ ભોળો. લોકો તેને જે આપે તે લઈને સંતોષ માની લે. કોઈ જાતની રકઝક ન કરે. એને તો પોતે ભલો ને પોતાનું કામ ભલું. એ ગામમાં રહે એક માણસ. નામ એનું મગન. મોટો દગાખોર! કોઈને છેતરવું એતો એના માટે રમત વાત! કોઈને ન છોડે! હવે એક વખત મગનને થયું કે ઘરમાં સત્યનારાયણની કથા કરાવું. મગન તો પહોંચ્યો પરભાગોર પાસે. કથાની વાત કરી. ગોરજીએ દિવસ ને સમય કહ્યો. નક્કી કરેલ દિવસે કથા થઈ. દક્ષિણા આપવાના સમયે તો મગનની ‘વાહ, વાહ’ થઈ ગઈ. મોટી કીટલી ભરીને ઘી, મોટો ડબરો ભરીને લોટ, એક થેલીમાં સૂકોમેવો, તેજાના, એવું તો ઘણું ઘણું મગને આપ્યું. પરભોગોર તો આશીર્વાદનો વરસાદ વરસાવવાથી થાકતો નહોતો. લોકોને પણ અચરજ થયું કે, ‘‘આ કંજૂસનો આટલું આપવામાં જીવ કેમ ચાલ્યો?’’ પરભોગોર તો આનંદથી ઘરે ગયો. ગોરાણીને દક્ષિણાની વાત કરી.
જમી લીધા પછી ગોર–ગોરાણીએ દક્ષિણા ઠેકાણે મૂકવાની તૈયારી કરી. પરંતુ આ શું? કીટલીમાં ઉપર ઉપર થોડુંક જ ઘી હતું, નીચે તો પાણી ભરેલું હતું. પરભોગોર મનમાં બધું સમજી ગયો. પછી લોટ જોયો. તો તેમાં પણ ઉપર ઉપર સારો લોટ હતો, નીચે તો ચારણ(થૂલું) ભરેલું હતું. પરભાગોરે મગનને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું.
મગનને કોઈ છોકરી આપતું નહોતું. પરભોગોર મગનને કહે, ‘‘હું તારા લગ્ન કરાવી દઉં. તારે મને પાંચસો રૂપિયા આપવા પડશે.’’ મગન તો રાજી રાજી થઈ ગયો. તેણે પાંચસો રૂપિયા આપવાની વાત કબૂલ કરી લીધી. પરભાગોરે તો મગનના લગ્ન એક છોકરી સાથે કરાવી દીધા. મગને તો પરભાગોરને પાંચસો રૂપિયા પણ આપી દીધા. મગન તો લાડી પાસે ગયો! મગને કંઈક પૂછયું તો લાડી બોલી, ‘‘ઊં, ઊં!’’ મગને ઘૂંઘટ ઊંચો કર્યો તો લાડીની આંખ અને મોઢું જોઈને તે ચક્કર ખાઈને પડી ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે સીધો પરભાગોર પાસે પહોંચ્યો.
મગનને જોઈને પરભોગોર બોલ્યો, ‘‘જેમ લોટની સાથે થૂલું, એમ લાડીની આંખે ફૂલું. જેમ ઘી સાથે પાણી, એમ લાડીની આંખ કાણી. જેમ સૂકોમેવો ખોટો, એમ લાડીની જીભે તોટો. જેમ બીજાની આબરું બાળી, એમ લાડી આવી કાળી!’’
આ સાંભળી મગન તો કંઈ બોલી શકયો નહિ. તેને હવે સાચી શિખામણ મળી ચૂકી હતી. તે કંઈ બોલ્યા વગર ઘેર પાછો ફર્યો અને પોતાના નસીબને રોવા બેઠો.
* * *
બાળવાર્તા – દગાખોરને મળ્યો પરભોગોર
– ‘સાગર’ રામોલિયા
મગનને જોઈને પરભોગોર બોલ્યો, ‘‘જેમ લોટની સાથે થૂલું, એમ લાડીની આંખે ફૂલું. જેમ ઘી સાથે પાણી, એમ લાડીની આંખ કાણી. જેમ સૂકોમેવો ખોટો, એમ લાડીની જીભે તોટો. જેમ બીજાની આબરું બાળી, એમ લાડી આવી કાળી!’’
આ સાંભળી મગન તો કંઈ બોલી શકયો નહિ. તેને હવે સાચી શિખામણ મળી ચૂકી હતી. તે કંઈ બોલ્યા વગર ઘેર પાછો ફર્યો અને પોતાના નસીબને રોવા બેઠો.
* *