રિવ્યુ ઓફ મણિકર્ણીકા..queen of zansi
દોસ્તો આજે હું રીવ્યુ કરીશ કંગના રાણાવત ને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ નાં અવતારમાં રજુ કરતી એક બેનમૂન ફિલ્મ મણિકર્ણીકા ની.
ડિરેકટર:-ક્રિશ, કંગના રાણાવત
પ્રોડ્યુસર:-ઝી ટેલિવિઝન,કમલ જૈન
સ્ટોરી અને સ્ક્રીનપ્લે:-વિજેન્દ્ર પ્રસાદ
મ્યુઝિક:-શંકર-અહેસાન-લોય
ફિલ્મ ની લંબાઈ:-148 મિનિટ
સ્ટાર કાસ્ટ:-કંગના રાણાવત,અંકિતા લોખંડે,ડેની,અતુલ કુલકર્ણી, મોહમ્મદ જીશાન અયુબ, જીશુ સેન ગુપ્તા,રિચાર્ડ કીપ
પ્લોટ:-આ ફિલ્મનો પ્લોટ તો દસ વર્ષનો બાળક પણ જાણતો હશે..ભારત માતા ની મહિલા વિરાંગના એવી મણિકર્ણીકા ની ઝાંસી ની રાણી બનવા સુધી ની દાસ્તાન આ ફિલ્મમાં છે..મેં ઝાંસી નહીં દુંગી કહીને બ્રિટિશરો ને પડકારનાર લક્ષ્મીબાઈનાં જીવન ચરિત્રને રજૂ કરતી આ ફિલ્મ ખરેખર દરેક ભારતીય ને ગર્વ અપાવનારી છે.
સ્ટોરી લાઈન:- ફિલ્મની કહાની શરૂ થાય છે અમિતાભ બચ્ચનનાં વોઈસ ઓવર થી..આજકાલની દરેક હિસ્ટ્રી ફિલ્મમાં બચ્ચન સાહેબનો અવાજ ફિલ્મનાં વોઈસ ઓવરમાં હોય એ જરૂરી બનતું જાય છે.આગળ વાત કરીએ તો એ વોઈસ ઓવરમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતનાં અલગ અલગ રાજ્યો પર પોતાની સત્તા જમાવવા લાગી હતી.
ત્યારબાદ ફિલ્મ જાય છે ઈસ.1928 નાં ગાળામાં જ્યાં પુણેમાં લક્ષ્મીબાઈ નું બાળપણ અને પછી યુવાની તરફ આગળ વધતાં એમની યુદ્ધ કળાની તાલીમ તાલીમ બતાવવામાં આવે છે..લક્ષ્મીબાઈ નાં કિરદાર ની જે રીતે એન્ટ્રી થાય છે એ રૂંવાડા ઉભાં કરી મૂકે છે.
આગળ જતાં દર્શાવાયું છે કે મણિકર્ણીકા નાં લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે કરવામાં આવે છે..ઝાંસીની પરંપરા મુજબ મણિકર્ણીકાને નવું નામ આપવામાં આવે છે "લક્ષ્મીબાઈ".આગળ જતાં લક્ષ્મીબાઈ એક પુત્ર રત્નને જન્મ આપે છે..બધું યોગ્ય રીતે ચાલી રહ્યું હોય છે ત્યાં એમનાં પતિ ગંગાધર રાવનું અવસાન થાય છે અને બ્રિટિશ ઓફિસર ડેલહાઉસી એ બનાવેલાં એક તુઘલખી ફરમાન મુજબ રાજાનું અવસાન થાય અને એનો પુત્ર શાસન કરવાની આયુ ના ધરાવતો હોય તો એનું રાજ્ય બ્રિટિશ શાસન નીચે આવી જાય.
આ નિયમ મુજબ હવે ઝાંસી પણ અંગ્રેજો આંચકી લેવા માંગતા હતાં.. પણ લક્ષ્મીબાઈ અંગ્રેજો ને પોતાની માં ભોમ આપવાની મનાઈ ફરમાવી દે છે અને અંગ્રેજોના યુદ્ધ માટેનો લલકાર સ્વીકારી લે છે.ફિલ્મનાં ફર્સ્ટ હાફ એટલે કે ઈન્ટરવલ સુધી યુદ્ધ માટેની તૈયારી દર્શાવવામાં આવી છે.આ બધાં દરમિયાન રાણી લક્ષ્મીબાઈ નું એક દીકરી,એક માં,એક રાણી અને એક લીડર તરીકેનું પાસું આબેહુબ દર્શાવાયું છે.
પોતાનાં વફાદાર ગોષ ખાન અને મહિલા સાથી ઝલકારી બાઈ ની સાથે લક્ષ્મીબાઈ કઈ રીતે યુદ્ધમાં દુશ્મનો ની સાથે બાથ થી બાથ ભીડાવે છે એ ઈન્ટરવલ પછી દર્શાવાયું છે.અંગ્રેજ ઓફિસર હ્યુજ રોઝ ની સામે કઈ રીતે ઝાંસીની સેના લક્ષ્મીબાઈ નાં નેતૃત્વ નીચે લડે છે એ ફિલ્મની બાકીની સ્ટોરી છે.દુશ્મનો ની સાથે અંદરના જ લોકો દ્વારા પણ કઈ રીતે અડચણ બનવાનો પ્રયત્ન કરાયો છે એ પણ ફિલ્મનાં ઘણાં દ્રશ્યોમાં જોવાં મળે છે.
એક્ટિંગ:-આ ફિલ્મ માટે કંગના રાણાવત બેસ્ટ ફિમેલ એક્ટ્રેસ નો એવોર્ડ ના જીતે તો મને નવાઈ થશે..મારાં મુજબ queen of bollywood કંગના દ્વારા queen of zansi નાં રોલ માટે કરેલી મહેનત જોતાં જ સમજાઈ જાય એવી છે.આ ફિલ્મનાં મોટાં ભાગનાં સ્ટંટ પણ કંગના દ્વારા જાતે જ કરવામાં આવ્યાં છે.કંગના દ્વારા બોલવામાં આવતાં દરેક ડાયલોગ,એનાં posture, એની ચાલવાની રીત,એક્સપ્રેશન બધું જ up to mark.. ફિલ્મ જોતાં તમે ભૂલી જશો કે તમે સ્ક્રીન પર કંગના રાણાવત ને જોઈ રહ્યાં છો પણ તમને એવું જ લાગશે કે તમારી નજરો સામે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉભાં છે.
ફિલ્મનાં બીજી મહત્વની ફિમેલ એક્ટ્રેસ ની વાત કરું તો લક્ષ્મીબાઈ નાં અંતિમ શ્વાસ સુધી એમની પડખે ઉભી રહેતી ઝલકારી બાઈ નાં કિરદારમાં અંકિતા લોખંડે વધાઈ નાં પાત્ર કામ કરી ગઈ છે.અંકિતા લોખંડે એટલે ઝી ટીવી પર આવતાં ફેમસ ધારાવાહિક પવિત્ર રિશ્તાની લીડ અદાકારા.
ડેની નાં કામ પર તો આંગળી ઉઠાવવી જ ગુનો છે..આ ચરિત્ર અભિનેતા એ ઝાંસી નાં વફાદાર સેનાપતિનાં રોલમાં પોતાની હાજરી સાબિત કરી છે.ચહેરા નાં હાવભાવથી એક્ટિંગ કઈ રીતે થાય એ ડેની એ આ રોલમાં પુરવાર કરી દીધું છે.આ સિવાય બીજાં એક્ટરમાં તાત્યા ટોપે નાં કિરદારમાં અતુલ કુલકર્ણી,પેશ્વા બાજીરાવ દ્વિતીય નાં રોલમાં સુરેશ ઓબેરોય અને ગંગાધર રાવ નાં કિરદાર માં જિસુ સેન ગુપ્તા નાં ભાગે જે થોડું ઘણું કામ આવ્યું એ એમને બખૂબી નિભાવ્યું છે.
રાંજણા ફિલ્મમાં ધનુષ નાં મિત્ર બનતો ટેલેન્ટેડ એકટર મોહમ્મદ જિશાન અયુબ અંગ્રેજો ને સાથ આપતાં ગદ્દાર સદાશિવ નાં રોલમાં બખૂબી પોતાનું કામ નિભાવી ગયો છે.અંગ્રેજ ઓફિસર તો ફિલ્મમાં ઘણાં છે પણ ઓફિસર હ્યુજ રોઝ નાં રોલમાં રિચાર્ડ કિપ નું કામ દાદ માંગી લે એવું છે.
ડાયલોગ અને ડાયરેક્શન:- ફિલ્મનું ડાયરેક્શન કરવાનાં હતાં ક્રિશ પણ ક્રિશ દ્વારા અડધી ફિલ્મનાં શૂટ પછી પોતાનું કામ પડતું મુકતાં ડાયરેક્શનની કમાન સંભાળી કંગના રાણાવતે.. એટલે જ ડિરેકટર લિસ્ટમાં ક્રિશની સાથે કંગના નું નામ પણ જોવાં મળે છે.
ફિલ્મનાં દરેક સીન ને યોગ્ય રીતે ફિલ્મવાયો છે.હા સંજય લીલા ભણસાલી અને આશુતોષ ગોવરીકર ની પ્રિયડ હિસ્ટ્રી ફિલ્મોની જેમ ભવ્ય સેટ,મોંઘી જવેલરી,મોંઘા પહેરવેશ કે કોઈ ગીત નથી..છતાં આ ફિલ્મ માટે જેટલું જરૂરી હતું એ બધું જ આ ફિલ્મમાં યોગ્ય રીતે માવજત સાથે બતાવાયું હતું.
ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખ્યો છે બજરંગી ભાઈજાન અને બાહુબલીનાં લેખક વિજેન્દ્ર પ્રસાદે..જે ફિલ્મની જાન છે.ઘણીવાર આવી ફિલ્મ દર્શકો માટે બોરિંગ બની જતી હોય છે પણ વિજેન્દ્ર પ્રસાદે જે રીતે સ્ટોરી અને સ્ક્રીન પ્લે લખ્યો છે એ તમારાં આગળ જે બનવાનું છે એ વિશે બધું જાણતાં હોવાં છતાં તમારી ઉત્સુકતા બનાવી રાખશે.
"જબ બેટીયા ખડી હોતી હૈ..તબ હી વિજય બડી હોતી હૈં"
"ઝાંસી આપ ભી ચાહતે હૈ ઔર ઝાંસી હમ ભી..ફર્ક ઇતના હૈ કે આપ રાજ કરના ચાહતે હો ઔર હમ સેવા."
"હમ લડેગે ક્યોંકી આને વાલી પીઢીયાં આઝાદી કા જશ્ન મના શકે.."
ઉપર જે ડાયલોગ લખ્યાં છે એવાં જ બીજાં ઘણાં રૂંવાડા ઉભાં કરી મુકતાં પ્રસુન્ન જોશીનાં લખેલાં ડાયલોગ ફિલ્મની જાન છે.કંગના નાં મોંઢેથી આ દરેક ડાયલોગ સાંભળવા તમને ખૂબ પસંદ આવશે.
મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર:-ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે શંકર-અહેસાન-લોય એ..ફિલ્મનું શંકર મહાદેવનનાં સ્વરે મઢેલું એક ગીત 'મેં રહું કે ના રહું ભારત એ રહેના ચાહિયે' જેટલી વખત તમને ફિલ્મ દરમિયાન સાંભળવા મળશે ત્યારે તમારી આંખો ભીની થઈ જશે.ફિલ્મ જોવાનો મેળ ના પડે તો કંઈ નહીં આ ગીત એક વાર આંખો બંધ કરી આંખો સામે રાષ્ટ્રધ્વજ લાવી સાંભળી જોજો.આ ગીત મારાં ફેવરિટ ગીતની લિસ્ટમાં આવી ગયું છે.
આ સિવાય વિજયી ભવ સોન્ગ પણ ફિલ્મની સ્ટોરીને આગળ વધારવાનું કામ કરે છે.આ ગીત ની કોરિયોગ્રાફી પણ અદ્ભૂત છે.ઓવર ઓલ શંકર-અહેસાન-લોય નું મ્યુઝિક કર્ણપ્રિય હોવાની સાથે ફિલ્મનું જમા પાસું પણ છે.
અંકિત બલહારા અને સંચિત બલહારા નું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકમાં આપેલું યોગદાન પણ ખૂબ સરસ છે.ફિલ્મનાં વોર હોય કે પછી ડ્રામા સીન દરેકમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક એક cherry on top of cake નું કામ કરે છે.
ફિલ્મ ની જાણી અજાણી વાતો:-ફિલ્મનાં ડિરેકટર ક્રિશ ની જેમ જ એક અન્ય વ્યક્તિ એ પણ આ ફિલ્મ અધૂરી છોડી હતી.ફિલ્મમાં રાજા ગંગાધર રાવ નો રોલ પહેલાં સોનુ સુદ કરી રહ્યો હતો પણ કંઈક અંગત પ્રોબ્લેમનાં લીધે મોટાં ભાગની ફિલ્મ શૂટ થયાં બાદ એને ફિલ્મ મૂકી દીધી અને પછી ગંગાધર રાવ નાં રોલ માટે જિસુ સેન ગુપ્તા ને લેવામાં આવ્યાં.
ફિલ્મનાં એક દ્રશ્ય માં તલવાર ચલાવતી વખતે કંગના રાણાવત ને તલવાર વાગી ગઈ હતી અને શૂટિંગ થોડાં દિવસ રોકવામાં આવ્યું હતું.
રેટિંગ:- આ ફિલ્મને રેટિંગ આપવાની ક્ષમતા મારામાં નથી..જો આ ફિલ્મને હું સહેજ પણ ઓછી આંકુ તો એ આ દેશની મહિલા વિરાંગનાં લક્ષ્મીબાઈ ને ઓછાં આંકવા બરોબર થશે.આવી દેશભક્તિથી છલોછલ ફિલ્મો બનવી જોઈએ અને આપણે સૌની ફરજ બને છે કે નકામી હથોડા છાપ ચીલા ચાલુ ફિલ્મો જોવાનું બંધ કરી આવી દેશદાઝ પેદા કરતી ફિલ્મો જોવી જોઈએ.
ઉરી ફિલ્મ બાદ ફરી કોઈ બીજી ફિલ્મ દિલનાં આરપાર નીકળી ગઈ છે..હું બીજીવાર આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યો છું.જ્યારે બીજાં રાજાઓ પોતાનાં અંગત જીવન માટે ઝૂકી ગયાં હતાં ત્યારે આખાં હિન્દુસ્તાન માટે એક સ્ત્રી હોવાં છતાં મેદાને પડનાર મણિકર્ણીકા-queen of zansi ને મારાં શત શત વંદન.
-જતીન.આર.પટેલ.(શિવાય)
સીટી ગોલ્ડ,બોપલ,અમદાવાદ.