Ishqwala Love - 4 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | ઈશ્કવાલા Love - ભાગ ૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઈશ્કવાલા Love - ભાગ ૪

ગઈકાલે હોટેલમાં જે ઘટના બની તે  ફોન કરીને સઘળી હકીકત પ્રિયા કેયાને જણાવે છે. બીજા દિવસે કોલેજમાં કેયા KD ને શોધતી શોધતી આવતી હોય છે. KD અને એના બે મિત્રો રૉય અને વિકી સાથે સામેના રિહર્સલ રૂમમાં હોય છે. કેયાની નજર KD પર પડે છે. KDની નજર કેયા પર પડે છે. ટૂંકુ ટીશર્ટ અને ટૂંકુ સ્કર્ટ પહેરી કેયાને જોતા જ KD ને ગુસ્સો આવે છે. અને ગઈકાલે જે ઘટના બની તે યાદ આવે છે. કેયા જેવી KD પાસે આવીને કંઈક કહે છે એ પહેલાં તો કેયાના ગાલે KDના હાથની એક થપ્પડ પડે છે. 

KD:- "આ થપ્પડની જરૂર હતી. ખૂબ લાડકોડમાં મમ્મી પપ્પાએ ઉછેરી છે. તને ખબર છે ગઈકાલની ઘટનાને લીધે હું કેટલો ચિંતામાં મૂકાઈ ગયો હતો. તો તારા મમ્મી, પપ્પાની શું હાલત થતી હશે..!! Actually આ થપ્પડ  મમ્મી પપ્પાએ બહુ પહેલા મારવી જોઈતી હતી. આ થપ્પડ યોગ્ય સમયે પડતે તો તને સારા નરસાનું ભાન થતે."

    રૉય અને વીકી તો સ્તબ્ધ બની KD ને જોઈ જ રહ્યા. થપ્પડ પડેલા ગાલ પર હાથ રાખી કેયા સીધી કેન્ટીનમાં ગઈ. રૂમની બહાર આ થપ્પડનો તમાશો જોતા કેયાના ફ્રેન્ડસ પણ પાછળ પાછળ કેન્ટીનમાં ગયા. 

રાજ:- "એની હિંમત જ કેમ થઈ કેયાને આ રીતે થપ્પડ મારવાની!"

    બધા ફ્રેન્ડસ એક પછી એક બોલવા લાગ્યા. આપણે આમ કરીશું અને આપણે તેમ કરીશું. કેયા તું એક વાર કહી તો જો. અમે તારી સાથે જ છીએ. પરંતુ કેયા તો ગાલ પર હાથ રાખી અલગ જ દુનિયામાં ખોવાયેલી હતી.

   એટલામાં જ કેન્ટીનમાં રૉય અને વિકી આવે છે. આ ટેબલ પાસે આટલી ભીડ કેમ છે એમ વિચારી બંન્ને જોય છે તો કેયા ગાલ પર હાથ રાખી બેઠી હોય છે.

રૉય:- "KDને આના પર હાથ ઉપાડવાની શું જરૂર હતી? અમીર બાપની લાડલી દીકરી ચોક્કસ KD ને માર ખવડાવશે." 

વિકી:- "KD સાથે કેવી રીતના બદલો લેવો તે જ વિચારી રહી છે. જોને કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલી છે."

રૉય:- "એ પહેલા કે એ આપણને જોય અને KD સાથે સાથે આપણને પણ માર ખવડાવે એ પહેલાં ચાલ અહીંથી નીકળી જઈએ."

  રૉય અને વિકી ત્યાંથી નીકળવાની તૈયારીમાં જ હોય છે કે એ પહેલાં કેયા એમને જોય છે અને કહે છે " Hey listen" 

વિકી:- "આપણે તો હવે ગયા કામમાંથી."

રૉય:- "મિસ અમે કંઈ નથી કર્યું અને અમે કંઈ નથી જોયું."

વિકી:- "હા અમને તમારા પપ્પા પાસે માર ન ખવડાવતા. પ્લીઝ"

કેયા:- "Hey guys અમને જોઈન કરો. શું ખાશો તમે?"

વિકી:- "અલ્યા આનું છટકી ગયું છે કે શું?"

રૉય:- "લાગે છે ખવડાવી ખવડાવીને બદલો લેશે."

કેયા:- "Come on guys...please join us."

    કેયાને આ રીતે હસતા અને નોર્મલી વાત કરતા જોઈ બધા મિત્રોએ નાસ્તો કર્યો. સાથે સાથે વિકી અને રૉયે પણ.

    બધા નાસ્તો કરીને ક્લાસમાં જતા હતા જ્યારે રૉય અને વિકી હજુ પાંચ-દસ મિનીટની વાર છે એમ વિચારી રિહર્સલ હોલમાં જઈ રહ્યા હતા. એ લોકોને જોઈને " પ્રિયા હું હમણાં જ આવી "  એમ કહી રૉય અને વિકીની પાછળ પાછળ કેયા  જાય છે.

કેયા:- "Hey."

વિકી:- 'Hi."

રૉય:- "Hello"

"Hi..I'm keya" એમ કહી Shake hand કરે છે.

રૉય:- "I'm Roy."

વિકી:-  "I'm vicky. Nice to meet you."

કેયા:- "me too...અને પેલા તમારા ફ્રેન્ડનું નામ?"

વિકી:- "Actually Sorry. અમારા ફ્રેન્ડવતી અમે માફી માંગીએ છીએ."

કેયા:- "ના...ના...માફી માંગવાની જરૂર નથી. હું એની સાથે ફ્રેન્ડશીપ કરવા માંગુ છું. તો પ્લીઝ મને એનું નામ કહેવાની મહેરબાની કરશો."

રૉય:- "કૃણાલ દેસાઈ."

કેયા:- "તમે લોકો સિંગર છો?" 

વિકી:- "હા અમારું બેન્ડ છે."

"શું વાત કરો છો? રિયલી...હું પણ એક સિંગર છું." કેયા ખુશ થતા બોલી.

રૉય:- "Ohh તો તો બહુ જ સરસ. Actually
KD એક ફિમેલ સિંગર શોધે છે. કેયા તું KDને એક song સંભળાવજે."

કેયા:- "તો કાલે હું કેટલા વાગે આવીશ?"

રૉય:- "૧૦:૦૦ વાગે."

વિકી:- "Ok તો ચલો. ક્લાસનો ટાઈમ થઈ ગયો છે."

    ક્લાસમાં પણ કેયા KDને જોઈ લેતી. એક બે વાર KDએ કેયા તરફ જોયું. સાંજે કેયા KDના વિચારોમાં ખોવાયેલી હતી. પોતાની આટલી બધી ચિંતા કરી KDએ. કેયાને તો વિશ્વાસ જ નહોતો આવતો. થપ્પડની અસર ગાલ પર ઓછી અને દિલ પર વધારે થઈ હતી. KDના એ થપ્પડમાં ગુસ્સો ઓછો અને પોતાના પ્રત્યેની ચિંતા કેયાને સ્પષ્ટ અનુભવાઈ. કેયા તો KDને દિલ દઈ બેઠી. આવા જ કોઈ વ્યક્તિની કેયાને તલાશ હતી. જે એની ચિંતા કરે, કાળજી રાખે. અત્યાર સુધી જેટલા Boys એની પાછળ પડ્યા હતા તે તો કેયાની સુંદરતા પાછળ ફિદા હતા. ક્યારે સવાર થાય અને ક્યારે KDને જઈને મળું એવું કેયાને લાગી આવ્યું.


ક્રમશ: