આ કહાની દર્શાવવા માટે પાત્રોના નામ અને સ્થાનના નામ બદલેલ છે.
પ્રેમ જેટલો મીઠો છે એટલો જ દર્દભર્યો પણ છે, આવો જ પ્રેમ એક યુવાન નું જીવન બરબાદ કરી નાખે છે. માધ્યમિક શાળામાં શરૂ થયેલો પ્રેમ કયા અંશે જઈને પૂરો થાય છે એનો તર્ક સમજાવતી હાલના સમયની પ્રેમ કહાની.
મહેસાણા જીલ્લાના બલોલ ગામમાં આવેલી આઈ.એમ.જે. હાઈસ્કુલમાં પ્રાથમિક અને માધ્યમીક અને એમાં બોઇઝ હોસ્ટેલ પણ છે. બલોલ ગામના અને આજુબાજુના ગામના પંદરસો જેટલા વિદ્યાર્થીઓ અહિયાં અભ્યાસ કરે છે, બીજા ગામથી આવતા વિદ્યાર્થીઓ બસ માં અપડાઉન કરીને આવે છે એમાં હાઈસ્કુલથી નવ કિલોમીટર દૂર એક ગામથી પંકજ પટેલ નામનો છોકરો જે મધ્યમ વર્ગના સારા એવા પરિવાર માંથી 12 સાયન્સ માં અભ્યાસ કરતો હોય છે ને એથી થોડા નજીકના ગામ ની આશા પટેલ નામની છોકરી જે પણ મધ્યમ વર્ગ ના પરિવારથી 11 સાયન્સ માં અભ્યાસ કરતી હોય છે.
પંકજ અને આશા ના ક્લાસરૂમ જોડે હોવાથી પંકજ રોજ આશા ને નિહાળતો હોય છે ને એને આશા મનોમન ગમી જાય છે આશા સિમ્પલ અને સાદી છોકરી હતી એને બઉ સજવું ગમતું નઈ, તો પણ એ એક નજરમાં કોઈપણ છોકરાને ઘાયલ કરી દે એવી નમણી અને રૂપાળી હતી, પણ પંકજ એને પોતાના મન ની વાત કહી નહોતો શકતો, પંકજ દેખાવે ઘઉવર્ણો અને દેખાવડો છોકરો હતો એની બોલવાની અલગ જ છટા એની પર્સનાલિટી ને વધારે નિખારી રહી હતી. પંકજ અભ્યાસના રૂટીન અપડાઉન માં પહેલાંથી બે છોકરીઓ જોડે ટાઈમપાસ ખાતર ચક્કર ચલાવી ચુકયો હોય છે. એક જ સ્કૂલ માં અને અપ ડાઉન માં સાથે રહેવાથી બંનેની આંખો મળે છે ને એકબીજાને પસંદ કરી લે છે પણ કોઈ દિલનો પ્રસ્તાવ કહી નથી સકતા.
પંકજ ના ફ્રેંડ પ્રિતેશ ની ગર્લફ્રેંડ રિંકુ એ આશા ની ખાસ સહેલી હોય છે તો પંકજ પ્રિતેશ ની ગર્લફ્રેંડ ના માધ્યમ થી પોતાના દિલની વાત આશા સુધી પહોચાડે છે તો આશા પણ આ રીકવેસ્ટ ને મંજૂરી આપી દે છે કેમ કે તે પણ આ જ ચાહતી હોય છે અને અહીંયા થી ચાલુ થાય છે બંનેના પ્રેમ ની શરુઆત.
એક દિવસ ક્લાસ ની આગળ લાંબી માં બંને મળે છે અને શેકહેન્ડ કરે છે, એમની આંખો માં પ્રેમની લાગણી સાફ વર્તાઈ રહી હતી પણ મોં સીવાઈ ગયા હોય એમ બંનેના મોંઢા માંથી એક શબ્દ પણ નહોતો નીકળી રહ્યો, એકબીજાના નામ જાણતાં હોવા છતાં વાત કરવા માટે તેઓ માત્ર સામસામે નામ પૂછે છે અને થોડી સ્ટડી ની ને આમતેમ વાત કરે છે આમ ધીરે ધીરે વાતો નો દોર ચાલે છે.
સ્કૂલમાં હોવાથી બંને હજી બાલીશ અને કાચી ઉંમર ના હતા એટલે એક પણ જોડે મોબાઇલ હોતો નથી પણ પ્રેમ થઇ જવાથી થોડા પરિપક્વ અને સમજણા થઇ ગયા એમ દિલ ની લાગણીઓને કાગળ માં ઉતારીને મતલબ પ્રેમપત્ર લખીને પોતપોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, અને આમનેઆમ એકબીજાની લાગણીઓ નો વ્યવહાર થતો રહે છે.
પંકજ 12 સાયન્સ ની પરીક્ષા આપીને મહેસાણા ની પ્રતિસ્થિત કોલેજ માં બી.એસ.સી માં અભ્યાસ ચાલુ કરે છે તો આ બાજુ આશા 12 સાયન્સ માં આવે છે, હવે બંને વચ્ચે ઘણું અંતર આવી જાય છે, જોવા અને વાત કરવા માટે બંને પોતપોતાની જગ્યા એ તડપી રહ્યા હોય છે એટલા માટે પંકજ એક મોબાઇલ લઈને આશા ને આપે છે, હવે પ્રેમપત્રો થી થતી વાતો મોબાઇલ માં થવા લાગે છે અને મોબાઇલ માં લાંબી રાત સુધી થતી વાત બંનેને પ્રેમ માં તરબોળ કરી નાખે છે.
હવે તો એકબીજા વગર રહી નથી સકતા, સાથે જીવવા મરવા ના કોલ આપી દે છે, એક તો યુવા હૈયા અને એમાં પ્રેમ નો નશો બંને ને પાગલ કરી રહ્યો હતો.એકમય અને પ્રેમાતુર થઇ ગયા હતા, પણ હદ થી વધારે પ્રેમ નુકસાનદાયક હોય છે એવું શાયદ આ પ્રેમી પંખીડાં જાણતાં નઈ હોય, અને એકબીજાને પામી લેવાની હોડ માં લાગી જાય છે.
1 વર્ષ પછી આશા 12 સાયન્સ નો અભ્યાસ પૂરો કરી મહેસાણા ની કોલેજ માં બી.ફાર્મ નો અભ્યાસ ચાલુ કરે છે, હવે ફરીથી એક જ સ્ટડી રૂટિન અને એક જ સિટી હોવાથી આ બંને લવબર્ડ ના ચહેરા પર અનેરું નૂર આવી જાય છે, રોજબરોજ નું મળવાનું અને રોજ ની મુલાકાતો માં દિલ ની બેચેની અને દિલ નો અહેસાસ બંને ના ચહેરા પર પ્રત્યક્ષ વર્તાઇ રહ્યો હતો.
એક દિવસ બંને મહેસાણા ના વાઈડ એંગલ થિયેટર માં મૂવી જોવા જાય છે, પણ હાલના સમયમાં થતા પ્રેમ માં જ્યાં સુધી શરીરનો સ્પર્શ ના થાય ત્યાં સુધી પ્રેમ પૂરો ના થાય એવું આજનું યુવાધન માની બેઠું છે, એવું જ કંઈક આ બંનેને પણ થયું, મૂવીમાં ચાલી રહેલા રોમેન્ટિક સીન જોઈને કોર્નર સીટમાં બેઠેલા પંકજ અને આશા વચ્ચે એક ચુંબન થઇ જાય છે અને બંને એકબીજાને બાહોમાં લઇ લે છે.
***
આખરે કયુ દર્દ મળશે?બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? વધુ આવતા અંકે...
નીતિન પટેલ
8849633855