જયારે લાઈફ કોઈ પણ પ્રોબ્લેમ વગર સરળતા થી પાટા પર ચાલતી હોય. ત્યારે કયા આપણે ઈશ્વર ને યાદ કરીએ છીએ ? પણ જો એમા નાનો એવો પણ સ્પીડ બ્રેકર આવે તો આપણી ઉપર દુઃખ ના ડુંગરા તૂટયા હોય એવો અનુભવ થાવા લાગે છે .ઈશ્વર ની યાદ આવવા લાગે છે .આવુ જ કંઇક બન્યુ મીરા અને જીત ની લાઈફ મા .બન્ને ના લગ્ન થયા ને ત્રણ વર્ષ પુરા થવા આવિયા હતા .બન્ને ગવર્મેન્ટ સર્વિસ કરતા હતા.પોતાનુ ઘર પણ લઇ લીધુ હતુ .જીત હવે આપણે બધુ જ સેટ થઇ ગયુ છે .હવે આપણે બેબી પ્લાન્નીંગ માટે વિચારવું જોઈયે .અને એમ પણ તારા કરતા તો સગા -સબંધીઓ ને વધારે ચિંતા થાય છે.કોઈ પણ પ્રસંગો પાત મળવા નું થાય એટલે વાત વાત માં પૂછી જ લે હવે કયારે આપો છો શુભ સમાચાર ? જવા દે ને મીરા ગામ ના મોઠે થોડાક ગરણા બંધાય છે.અને એમ પણ આપણે જ વિચારીયુ તુ જયા સુધી આપણે સેટ ના થાય ત્યા સુધી બેબી નથી જોયતું.મીરા હવે મને બેબી પ્લાન્નીંગ માટે કંઈજ પ્રોબ્લેમ નથી.જીત આજ-કાલ સાયન્સ પણ ગર્ભસંસ્કાર ને સ્વીકાર છે .અમુક હોસ્પિટલો મા ડૉકટરો ગર્ભસંસ્કાર ની સલાહ આપતા હોઈ છે.મારી પણ એવી ઈચ્છા છે કે આપણુ આવનારુ બાળક ગર્ભ મા જ સંસ્કાર લઇ ને જન્મે.આપણે જો સામાન્ય શાકભાજી લેવા જઈયે છીયે ત્યારે પણ ત્રણ -ચાર લારી પર ચેક કરી ને લઇયે છીએ.તો આવનારુ બાળક તો દેશ નુ ભાવિ નાગરિક છે એના માટે આપણે વિચારવુ જોઈયે.મીરા આપણે ચોક્કસ ગર્ભસંસ્કાર ના ક્લાસ મા જોઈન કરશુ.ગર્ભસંસ્કાર માટે અમે ડૉ.અશોકભાઈ ને પસંદ કરીયા હતા.આશરે તેમની ઉમર ૭૦ વર્ષ ની હશે.પણ તેને જોતા લાગે નહિ કે ૭૦ વર્ષ ના હશે.એટલા તંદુરસ્ત શાંત સ્વભાવ .અને જ્ઞાન નોતો જાણે ભંડાર. અમારા ગર્ભસંસ્કાર ના કલાશિશ ૬ મહિના સુધી ચાલીયા.આ દરમિયાન આમારા ભોજન મા થોડા -ઘણો ફેરફાર કરવા મા આવિઓ હતો .આમારી રૂટિન એક્ટીવીટી મા ફેરફાર કરવા મા આવિયો હતો.સૂર્ય -નમસ્કાર ,યોગા ,ધ્યાન પર ખાસ ભાર આપવા મા આવિયો.ગાયત્રી મંત્રો અને અમુક પ્રકાર નુ સંગીત સંભળાવવા મા આવતુ હતુ.અમને બન્ને ખુબજ મજા આવતી.આ ૬ મહિના દરમ્યાન અમારી વચ્ચે ડોક્ટર ને પેસેન્ટ કરતા .દાદા ને દીકરી જેવા સંબધ બંધાઈ ગયા હતા.અમારા આવનારા બાળક માટે હવે અમે મેન્ટલી ,ફિજીકલી, અને ઇકોનોમિકલી સક્ષમ હતા.દાદાયે અમને આવનારા બાળક માટે શુભ -આશિષ આપીને અમને રજા આપી.જીત બધુજ આપણા પ્લાનિંગ મુજબ થઇ ગયુ ખરેખર આપણે ભાગ્યસાળી છીએ.પણ કાલે શું થવાનુ છે એ જાનકી નો નાથ પણ નોતો જાણી સકીયો તો આ તો કાળા માથા વારા માનવી ની શુ ઓકાત ?હવે અમે બેબી માટે પ્રયત્નો ચાલુ કરી દીધા હતા .લગભગ ૭-૮ મહિના ના પ્રયત્નો બાદ પણ અમને સફળતા મળી ન હતી.જીત હવે મને ખબર નહિ પણ ડર લાગે છે કદાચ હુ કયારેય માં નહિ બની શકુ તો ?શુ કામ નેગેટીવ વિચારો ને મન મા ઘર કરવા દે છે ? મીરા બધુ બરાબર થઇ જશે ઈશ્વર પર ભરોશો રાખ ને ધીરજ રાખ.જીત હુ હવે ધીરજ નથી રાખી શકતી .મને લાગે છે આપણે કોઈ ગાયનેક પાસે જઈ .કદાચ આપણ ને આપણા પ્રોબ્લેમ નુ સોલ્યુશન મળી જાય .હા મીરા ચોક્કસ જાશુ.અમે ડૉ.કવિત પટેલ પાસે ગયા લગભગ ત્રણ મહિના સુધી આમારી દવા ચાલી .બધા જ રીપોર્ટ નોર્મલ હોવા છતા અમને રિજલ્ટ મળતુ ન હતુ .વારે વારે હું જીત ને એક ને એક સવાલ પૂછીને પરેશાન કરવા લાગી .છતા પણ જીત હંમેશા મને શાંતિ થી સમજાવતો રહીયો.કદાચ બાળક ના થાય તો કઈ વાંધો નઈ શું કામ એક ને એક વિચાર કરી ને તારી જાત ને દુઃખ આપે છે.તારી પાસે જે નથી એની તુ શુ કામ આટલી ચિંતા કરે છે.તારી પાસે જે છે એમા તુ કેમ ખુશ નથી રહી શકતી ? .આપણા જેવી લાઈફ કેટલાય ના નસીબ મા પણ નઈ હોય.જીત ના સમજાવા લગભગ દરેક પ્રયત્ન નિષ્ફળ જતા .મે મારી જાત ને આ નેગેટીવીટી મા થી બહાર લાવવા લગભગ તમામ પ્રયત્ન કરીયા .પોઝિટીવ બુક્સ ,લેખો ,મૂવી જોવા નુ ચાલુ કરી દીધુ.પોઝીટીવ વિચારો વારા લેકચર સાંભળીયા પણ આ બધા થી મને સારુ લાગતુ ફક્ત કલાક કે એક-બે દિવસ પછી ફરી થી મારા વિચારો મા નેગેટીવીટી આવી જતી .મને જોબ પર ભી કામ કરવા ની મજા આવતી નહિ .જયારે મારા તમામ પ્રયત્નો નિષ્ફળ જતા હતા ત્યારે ખુબજ જ રડવુ આવતુ હતુ .જેમ જેમ અમે સોલ્યુસન લાવવાનો પ્રયત્નો કરતા અમે તેમ તેમ ગૂચવાતા જતા હતા.લગભગ એક વર્ષ પછી અમે ફરી થી ગર્ભસંકાર વારા દાદા પાસે ગયા .ત્યાં જઈને હુ ખુબજ રળી .દાદા એ મને આશ્વાસન આપતા કહ્યું બેટા શું કામ ચિંતા કરે છે? બધુ બરાબર થઇ જશે.જયારે ઈશ્વર કઈ આપવા મા વાર લગાડે ત્યારે ચોક્કસ કઈક વધારે સારુ આપે છે.સારી વસ્તુ કયારેય સરળતા થી નથી મળતી .અને જો ઈશ્વર સરળતા થી આપી દે તો આપણને તેમની કિંમત નથી થાતી.જયારે હુ ખુબજ મુશ્કેલી ના સમય માંથી પસાર થઇ રહી હતી ત્યારે દાદાએ મને પોઝીટીવ પાસવર્ડ આપીઓ .બેટા તુ તમામ પ્રયત્નો બાદ પણ નિષ્ફળ જાય છે તો તારે દુઃખી થવાની જરૂર નથી બલ્કી ખુશ થવુ જોઇયે .કે તુ સફળતા ની તરફ એક ડગલુ આગળ વધી રહી છે.આ પોઝીટીવ પાસવડે મારી લાઈફ ફરી થી રંગ -બેરંગી રંગો થી ભરી દીધા .મારી લાઈફ ફરી થી ખુશ-ખુશાલ ચાલવા લાગી .એક વર્ષ ને ત્રણ મહિના બાદ અમને સફળતા મળી ગઈ.
નોધ : વિકટ સમય મા જયારે આવા પોઝીટીવ પાસવર્ડ જો સમય પર મળી જાય તો પરિસ્થિતિ નો સામનો કરવા ની હિંમત મળે છે.ઈશ્વર પર હંમેશા શ્રદ્ધા રાખવી જોઈએ. આ કહાની સત્ય ધટના પર આધારિત છે ફક્ત પાત્રો ના નામ બદલાવા મા આવિયા છે.
* સમાપ્ત *