મિત્રો,ચાલો હવે ક્યાંક ફરવા જઈએ હવે બોવ કંટાળો આવે છે,થોડો સમય બધા સાથે રઈને મસ્તી-મજાક કરીએ.
આવી અમે વાતો કરતા હતા,જોકે આવી વાતો તો અમારે લગભગ ચાલુ જ હોય છે પણ અમને શું ખબર હતી કે આ વખતે આ વાત સાચી થઇ જશે.વાત છે આ ગઈ દિવાળી વખતની,તહેવારમા તો ઘરે ફરવા જવાની વાત કરાય જ નહી,અને એમાં પણ ઉદયની દુકાન અરે બાપા ત્યાં તો દિવાળીમાં તો ફૂલ ઘરાકી હોય એટલે અમે બધા લગભગ આખો દિવસ ત્યાં જ બેસતા કામ કરતા અને મજા કરતા એટલે દિવાળી પછી કઈક નક્કી કરશું એવું બધાયે ભેગા મળી નક્કી કર્યું.દિવાળી બોવ સરસ ગઈ ખુબ મજા કરી.ફટાકડા ફોડવાનો તો કોઈને બોવ શોખ નહી,પણ હા અમારા નંદનભાઈએ ગરીબોને ફટાકડા આપીને એક સારું કામ કર્યું.નવા વરસના દિવસે જ હુ મારા ફેમીલી સાથે બે દિવસના પ્રવાસમાં નીકળી ગયેલો.પણ આ બાજુ હવે નંદનથી રેવાતું નોતું એ આખા દિવસમાં અમારા માંથી સૌથી વધારે ફરવું-ફરવું કરતો હોય છે.એલા તને આખા દિવસમાં કદાચ એક કલાકનો પણ સમય
મળે તો પણ તું નજીકમાં ક્યાંક ફરવા નીકળીજા એમ છો,સાચું ને?,આવું હુ નંદન ને ઘણી વાર મસ્તી કરતા-કરતા કહેતો હોવ છુ ને એ છે પણ એવો.અને અત્યારે પણ જેવી દિવાળી ગઈ એટલે એનું ફરવા જાવું...ફરવા જાવું એવું કેવાનું ચાલુ થઇ ગયું.
અધૂરામાં પૂરું નીકુંજ (નીકુંજ ભટ્ટ) ની કાર ઘરે હતી એટલે અમે બેઠા હતા ત્યારે એમ નક્કી થયું કે આપણે નીકુજની કાર લઈને ફરવા જશું.હવે એવો પ્રશ્ન આવ્યો કે જશું ક્યાં ને કેટલા દિવસ જશું.એ સમયે અમારા નસીબ પણ જોર કરતા હોય એમ પાર્થના કાકા (દીપાકાકા) પણ ભાવનગરમાં હતા એટલે એમની પાસે જઈને આ રીતે વાત કરી કે અમારે ફરવા જવું છે તો તમે કોઈ સારો રૂટ બતાવો.જોકે આ બધા સમયે હુ ત્યાં હાજર ન હતો હુ તો બહારગામ હતો અને મને આ પ્રોગ્રામની ખબર પણ ના હતી અને અમારે તો ફેમીલી સાથે આબુ-અંબાજી જવાનો પ્રોગ્રામ નક્કી થયો હતો.
હુ ભાવનગર આવી ગયો રોજની જેમ ઉદયની દુકાને બધા ભેગા થતા તેમ બધા ત્યાં મળ્યા અને મને આ ફરવા જવાના પ્રોગ્રામની ખબર પડી,અમે બધા આ વિશે વાતો કરતા હતા એમાં બધાયે કીધું કે તું અમારી સાથે આવે છોને ફરવા?મે ના પાડી મે કીધું કે અમારે તો આબુ-અંબાજી જવાનું છે હુ નહી આવી શકુ. એટલે બધા ખીજાવા લાગ્યા કે તારે દર વખતે આવું જ કરવાનું હોય,અમારી સાથે આવવાનું જ ના હોય,હવે અમે તને કહેશું જ નહી ક્યાય આવવાનું,હવે તને અમે લઇ જ નહી જઈએ. આ બધું કેવામા નંદન અને ઉદય પેલા હતા.હુ આ બધું પ્રેમ થી સાંભળતો રહ્યો કારણ કે હુ ઘરે કે આ મિત્રો ને કઈ જ કઈ શકું તેમ ન હતો.
હવે થોડો-ઘણો ફરવા માટેનો રૂટ નક્કી થઇ ગયો હતો એટલે હવે વારો હતો બધાના ઘરે કેવાનો,એ બધાયે નીકુંજની ગાડી લઇને જવાનો વિચાર કર્યો હતો એટલે પેલા નીકુંજને પૂછ્યું પણ એને કે એના ઘરમાં કઈ પ્રોબ્લેમ ના હતો,પાર્થ ને પણ કઈ પ્રોબ્લેમ ના હતો,નંદનને કોઈ દિવસ ફરવા જવા માટે કઈ પ્રોબ્લેમ હોતો જ નથી,તો હવે વાત આવે છે ઉદયની ઉદયે ઘરે પપ્પાને વાત કરી કે અમારે ફરવા જવું છે તો પપ્પાએ જવાબ આપ્યો ઓકે વાંધો નહી જાવ પણ ઉદયે જેવું કીધું કે અમે નીકુંજની ગાડી લઇને જવાના છીએ બસ આ સાંભળતા જ પૂરું જવાબ આવ્યો "ના".તો હવે? હવે શું કરવું? કદાચ બે વાર બધા ઉદયના પપ્પાની મુલાકાત લઇ આવ્યા એમને મનાવા માટે પણ બધું જ નિષ્ફળ ગયું.ઉદય તો રિસાય ગયો એના પપ્પાથી કાઈ સરખી વાત ના કરે સરખું જમ્યો નઈ આખો દિવસ મોઢું ચડાવી રાખ્યું.
આ બધી વાત વચ્ચે બપોરે હુ ઘરે હતો ત્યારે ઉદયનો ફોન આવ્યો મને કીધું ક્યાં છો? મેં કીધું ઘરે છુ, તો ઉદયે કીધું અમે વેલેન્ટાઈન આવીએ છીએ તું આવ.
પછી હુ,ઉદય,નીકુંજ અને નંદન અમે વેલેન્ટાઈન ભેગા થયા આગળની વાત કરવા માટે અમે વાત કરતા હતા ત્યારે એક માગવાવાળા ડોસીમા ત્યાં આવ્યા એટલે નંદને અને નીકુંજે એકસાથે ખિસ્સામાં હાથ નાખ્યો એટલે નીકુંજે નંદનને કીધું દઈ દે તું,નંદને દસ રૂપિયા આપ્યા પછી ડોસીમા નીકુંજને કહે ખિસ્સામાં હાથ નાખ્યો તો હવે તું પણ દઈ દે ત્યારે નંદને મસ્ત વાત કરી બોવ હસવું આવ્યું એણે ડોસીમાને કીધું કે અમે પૈસા તો આપીએ પણ પેલા તમે અમને આશીર્વાદ આપો કે અમારે
ફરવા જવાનું છે એનું નક્કી થઇ જાય એટલે ડોસીમાએ કીધું કે તમારે જવાનું પાક્કું બસ,નંદન કે અરે વાહ! તો તો સારું આલ્યો એમ કરી બધાયે પૈસા કાઢી ડોસીમાને પચાસ રૂપિયા આપ્યા.આવું તો ફરવા જવા માટેનું અમારું ગાંડપણ,ઉદયના પપ્પાએ પેલા એક ઉપાય આપેલો કે તમે ભલે નીકુંજની ગાડી લઇને જાવ પણ સાથે ડ્રાઈવર લઇ જાવ.આ ઉપાય કોઈને ગમ્યો નહી કારણ કે ગાડી આપણી ને ડ્રાઈવર અજાણ્યો અને એમાં પણ વડોદરા થી નીકુંદા (નીકુંજ પોપટાણી) આવાનો હતો એટલે ગાડી માં છ જણા થાય કારણ કે એ ગાડી સ્વિફ્ટ હતી તો એ મજા ના આવે એટલે આ વિચારમાં કોઈને મેળ આવે એમ હતું નહી તો પછી હવે કાર જ બંધાવીને જાયે એવું વિચાર્યું પણ તો બજેટ વધી જતું હતું એટલે પછી એમ જ વિચાર્યું કે હવે કાતો ઉદયના પપ્પાને મનાવવા પડે ને કાતો જવાનું કેન્સલ કરવું પડે.બધા નિરાશ થઇ ગયા.એવા માં પાર્થનો ફોન આવ્યો અને ખબર પડી કે પાર્થ નું આવવાનું કેન્સલ થયુ છે એને અમદાવાદ ઈન્ટરવ્યું આપવા જવાનું છે એમાં પાછી મુશ્કેલી વધી,હવે તો લાગતું હતું કે લગભગ કેન્સલ,છતાં પણ ઉમ્મીદ નહી હારીને હવે છેલ્લી વાર ઉદયના પપ્પાને મનાવવાની કોશિશ કરી જોઈએ એમ વિચારી એના પપ્પા પાસે અમે ગયા.પાર્થને રસ્તામાં ટ્રાવેલ્સની ઓફિસે ઉતારી અમે નીકળી ગયા ઉદયના પપ્પાએ નંદનનું જોરદાર સ્વાગત કર્યું,આવો નંદનભાઈ આ વખતે શું નવું લઇને આવ્યા છો?મન માં ને મન માં બધાને બોવ જ હસવું આવ્યું પછી કાકાને વાત કરી કે અમને જવા દ્યો પણ પેલાની જેમ કાકાએ ના જ પાડી.કાકાએ એક જ વાત કરી કે કાતો ડ્રાઈવરને લઇને જાવ અને કાતો કાર બંધાવીને જાવ.કાકા સાથે વાત કરતા હતા ત્યારે બધાના મોઢા જોવા જેવા હતા,સારું તો હવે કાઈક કાર નું જ કરીએ બીજું શું...બાકી જવું છે એ વાત તો ફાઈનલ હતી.પછી કાકાએ એના સંપર્કમાં હતા એ લોકોને વાત કરી પણ કઈ મેળ ના આવ્યો.પછી મેં મારા સંપર્કમાં હતા એ સંતોષ પાનવાળા સંજયભાઈ(લાલાભાઈ) ને વાત કરી તો એમણે કીધું કે હા ગાડી છે એટલે મેં કીધું કે અમારે ફરવા જવાનો પ્લાન છે તો એમણે કીધું કે વાંધો નહી તમે નક્કી કરીને ફોન કરજો.અમે બધાએ કીધું સરસ લ્યો થઇ ગયું હવે આપણે સાંજે વાત કરીએ પણ અમારે કોઈને સાંજે વાત ના થઇ એટલે કાઈ ફોન ના થયો,
પછી અમે રાત્રે ભેગા થયા અને બધા ફૂલ જોશમાં કે કરો લાલાભાઈને ફોન અને કરો પાક્કું.પછી મેં કીધું કે હવે જવું જ છે તો ફોનમાં વાત નથી કરવી ચાલો આપણે સીધા રૂબરૂ જ મળવા જઈએ અને અમે ગયા લાલાભાઈ પાસે અને કીધુ કે હવે અમારો પ્રોગ્રામ ફાઈનલ છે પણ સારા કામમાં સો વિઘ્ન એમ એમણે ના પાડી કે મેં તો ગાડી બીજા ફેરામાં મોકલી દીધી હવે બીજી કોઈ ગાડી નથી.લ્યો પાછું હતું એજ થયું બધાના મોઢા પડી ગયા બોવ સમજાવ્યા લાલાભાઈને પણ ફરવાની ફૂલ સીઝન હતી એટલે બીજું કઈ થાય એમ પણ ના હતું.પછી ત્યાં નીકુંજના ભાઈના એક મિત્રના ઘરે ગયા અને ત્યાં એના સંપર્કમાં હતા એ ભાઈ સાથે ગાડીનું નક્કી કર્યું.અને ગાડી પણ કઈ ઈનોવા વાહ! મારી મનપસંદ કારો માની એક પણ હુ જ નહોતો જવાનો.સરસ લ્યો કાર નું નક્કી થઇ ગયું બધા ખુશ થઇ ગયા.પણ આવડી મોટી ઈનોવામાં ખાલી ચાર જ જણા? વિચારીને પણ અજીબ લાગે અને બજેટ પણ ના પોસાય,એટલે હવે બીજા લોકોને પણ આવવા માટે તૈયાર કરો એવું બધા કેવા લાગ્યા આ બધી મસ્તી-મજાક વચ્ચે અમારો બીજો એક મિત્ર વીકીને વાત કરી તો એ પણ આવવા તૈયાર થઇ ગયો.તો હવે ફાઈનલી કાર પણ તૈયાર હતી,રૂટ પણ તૈયાર હતો,અને વ્યક્તિ પણ તૈયાર હતા.એટલે બીજે દિવસે સવારે ચાર વાગે નીકળવાનું એમ નક્કી કરી અમે બધા છુટા પડ્યા.
હવે મારી વાત શરુ થાય છે,અમારે જવાનું હતું આબુ-અંબાજી અને એ પણ બે-ત્રણ ફેમિલી સાથે એટલે ત્યાં જવાની અને રહેવાની વ્યવસ્થા કરતા હતા ત્યારે અમને ખબર પડી કે અત્યારે ફૂલ સીઝન હોવાથી અને અંબાજી માં ગાયત્રી માતાની કથા હોવાથી ત્યાં રહેવાની કોઈ વ્યવસ્થા થઇ શકે તેમ નથી એટલે અમે ત્યાં જવાનું બંધ રાખ્યું અને મને આ ટ્રીપ પર જવાનો મોકો મળી ગયો આ વાત ત્યારે નક્કી થઇ કે જયારે ટ્રીપ માટે સવારે ચાર વાગે નીકળવાનું હતું અને રાત્રે સાડા દશે મારુ નક્કી થયું.મારી ત્યારે બે વાત હતી પરિવાર સાથે ના જવાનું દુ:ખ અને મિત્રો સાથે જવાનો આનંદ મારી ત્યારે દશા ખરાબ હતી પણ વાંધો નઈ જે હોય તે જવાના આનંદમાં હુ આવી ગયો અને મેં ત્યારે રાત્રે નીકુંજને ફોન કર્યો કે બાર આવ કામ છે અને એ આવ્યો પછી મેં એને વાત કરી કે હુ પણ આવવાનો છુ અને એ ખુબ ખુશ થઇ ગયો પછી ઉદયને ફોન કર્યો અને એને પણ કીધું પણ એ ના માન્યો એને એમ કે હુ મસ્તી કરતો હોઇસ એ સિવાય મેં કોઈને વાત નહોતી કરી.મારે બધાને સરપ્રાઈઝ આપવું હતું,ત્યારે રાત્રે નીકુંદાનો ફોન આવેલો અને એ બોવ ગુસ્સામાં હતો એણે મને પૂછ્યું કે તું આવવાનો છો કે નહી?અને મેં ના પાડેલી એટલે એણે ખીજાયને ફોન કાપી નાખેલો.નીકુંજને મળીને ઘરે આવ્યો મમ્મી-પપ્પા જાગતા હતા એ મારુ જ પેકિંગ કરતા હતા,બહાર ફરવા જઈએ ત્યારે પેકિંગ કરવાની મજા પણ કઈક જુદી જ હોય છે.બસ બધું જ પેકિંગ કરીને સુતો પણ ઊંઘ જ ક્યાં આવવાની હતી કારણ કે કાલે સવારે જવાનો રોમાંચ પણ હતો કાલે એક નવી સવાર થવાની છે અને બસ એજ બધા ફરવાના મસ્ત-મસ્ત નવા-નવા વિચાર કરતા કરતા સુઈ ગયો.
સવારે ચાર વાગ્યાનો એલાર્મ વાગે એ પેલા જ હુ જાગી ગયેલો,મેં રાત્રે નીકુંજને કીધેલું કે તું સવારે જાગ ત્યારે મને ફોન કરજે એટલે સવારે એનો ફોન આવ્યો એ હજી સુતો હતો પરંતુ હુ જાગી ગયો હતો,સવારની બધી વિધિ પતાવી તૈયાર થઇ પૂજા-પાઠ કરી નીકુંજને ફોન કર્યો તો એણે કીધું કે બસ જો ગાડી આવી ગઈ છે હુ આવું જ છુ આ કીધું એને ઘણી વાર થઇ ગયેલી એટલે મેં પાછો ફોન કર્યો મેં કીધુકે એલા કેટલી વાર છે?તો એણે કીધું કે બસ જો તારા ઘરે પહોચવા આવ્યો અને પછી નીચે ગાડીનો હોર્ન સંભળાયો અને મેં બાલ્કનીમાંથી નીચે જોયું તો સિલ્વર કલરની ઈનોવા ગાડી અને બાર નીકુંજ ઉભો હતો,મમ્મીને અને પપ્પાને પગે લાગી આવજો કહી હુ થેલો લઇને ગાડીમાં બેઠો અને અમે નીકળ્યા ઉદયના ઘરે જવા,એમને ફોનથી કહી દીધું કે તૈયાર રહેજો અમે આવીએ છીએ,ઉદયના ઘરે પહોચ્યા ત્યાં ઉદય એના પપ્પા અને નંદન સામેથી આવતા હતા,હા નંદન એ રાત ઉદયના ઘરે જ રોકાણો હતો,ઉદયના પપ્પાએ ડ્રાઈવરને થોડી ભલામણ કરી પછી ઉદયના પપ્પાને આવજો કહી અમે નીકળી ગયા સીધા વડોદરા જવા માટે.વડોદરાથી નીકુંદા અને વીકીને લેવાના હતા.વીકી વલસાડથી ટ્રૈનમાં વડોદરા આવવાનો હતો.
વાહ! શું એ વહેલી સવારનો સમય થોડી-થોડી ઠંડી અને સૂર્યોદય થવાનો સમય...સવારનું એ શાંત અને ધુમ્મસવાળું બોવ જ મસ્ત વાતાવરણ હતું.અમે થોડી-ઘણી વાતો કરી,ત્યાં જ મારો ફોન વાગ્યો આટલી વહેલી સવારમાં કોનો ફોન હશે જોયું તો વીકીનો ફોન હતો એણે પૂછ્યું કે ક્યાં પહોચ્યા?એટલે મેં એને કીધું કે થોડીવાર થઇ ભાવનગરથી નીકળ્યા એને,તું નીકળ્યો તો એણે કીધું કે હા હુ પણ ટ્રૈન માં બેસી ગયો છુ આ રીતે વીકી સાથે પણ વાત થઇ ગઈ,થોડીવારમાં નીકુંજ વાતો કરતો બંધ થઇ ગયો જોયું તો એ સુઈ ગયો હતો,પછી મેં અને ઉદયે પણ સુવાની કોશિશ કરી અલબત્ત નંદનને તો આવું હોય ત્યારે ઊંઘ આવે જ નહી અને એના લીધે મને અને ઉદયને પણ સરખું સુવા ના મળ્યું જેવું-તેવું સુતા ત્યાં આગળ એક હોટેલે ગાડી ઉભી રાખી,હવે બરાબર સૂર્યોદય થઇ ચુક્યો હતો અને આજુ-બાજુ બધી વસ્તુ બોવ મસ્ત લાગતી હતી,સવારનો ચા-નાસ્તો કર્યો થોડીવાર ઉભા અને પાછા વડોદરા જવા નીકળી ગયા.હવે બધા થોડા-થોડા ફ્રેશ થઇ ગયા હતા એટલે પાછી વાતું ચાલુ કરી અને સાથે ગીતો પણ ચાલુ કર્યા પણ એ બોવ ના ચાલ્યું કારણ કે પછી બધા સુઈ ગયા હતા.અને એટલામાં
વડોદરા આવી ગયું.અને એ સમયે વીકી પણ ત્યાં પહોચી ગયો હતો પછી નીકુંદાને ફોન પર અને ગામવાળાને પૂછતાં-પૂછતાં એ લોકો જ્યાં ઉભા હતા ત્યાં અમે પહોચ્યા.હુ પણ આવ્યો છુ એ નીકુંદાને ત્યારે ખબર પડી,ત્યાં બધા સાથે ભરત-મિલાપ કરી નીકુંદાના ઘરે ગયા.ત્યાં બધા નીકુંદાના મમ્મીને મળ્યા થોડી વાતો કરી પછી ફ્રેશ થઇ ચા-નાસ્તો કરી,સમાન લઈને બધા તૈયાર થઇ ગયા આ "બિન્દાસ સફર" કરવા માટે.હવે અમારી ગાડી નીકુંદાના ઘરેથી ઉપડી.ફાઈનલી અમે બધા આ યાદગાર પ્રવાસ માટે નીકળી ગયા હતા.
હુ,વીકી,ઉદય,નીકુંજ,નીકુંદા,નંદન અને અમારા સારથી (નંદને પાડેલું નામ) હસમુખભાઈ.
હવે હુ તમને અમારા પ્રવાસનો રૂટ જણાવું:ભાવનગર-વડોદરા-સરદાર સરોવર ડેમ,ઉકાઈ ડેમ-ડાંગ ના જંગલો-મહાલ ના જંગલો-શબરી વન-પમ્પા સરોવર-ગીરા ધોધ-સાપુતારા-વલસાડ સીટી-તીથ્થલ દરીયા કિનારો-સુરત સીટી-વડોદરા-ભાવનગર.
હવે અમે અમારી પહેલી જગ્યા સરદાર સરોવર ડેમ પર જવા નીકળ્યા અને આ સાથે શરુ થઇ અમારી સાચી મજા,બહાર હાઈ-વે ના રસ્તા અને અંદર ગાડીની મજા.ગાડી માં ધબધબાટી બોલાવાનું ચાલુ કર્યું ગીતોની રમઝટ સાથે એકબીજાની મસ્તી.એક ગીત સારું આવે ત્યારે નંદન કેતો વાહ ઉદય કેવા મસ્ત ગીત નાખ્યા છે,અને બીજા જ ગીતે જે એને ના ગમતું હોય ત્યારે ઉદય આવા ગીત નાખવાના સાવ ભંગાર છે તને ગીત નાખતા જ નથી આવડતું અને પછી પાછું શું વાત છે ઉદય શું ગીત છે.એમાં હેરાન નીકુંજ થતો કારણ કે એ આગળ બેઠો હતો એટલે થોડી-થોડી વારે અવાજ આવે નીકુંજ ગીત ફેરવ,એલા ફાસ કરને કેવું મસ્ત ગીત છે,ઓયે થોડું ધીમું કર.એમાં જયારે નીકુંજ કંટાળતો ત્યારે બંધ જ કરી દેતો પાછું થોડી વારે વાતું કરતા-કરતા યાદ આવે કે ગીત તો બંધ છે એટલે પાછું ચાલુ કરે.પાછું ગીતની સાથે-સાથે જોર-જોર થી ગાવાનું અને સાથે ડાન્સ કરવાનો ખરેખર તો એ મારે વધારે હતું આવી નિખાલસ મસ્તી ચાલુ જ રહેતી.સરદાર સરોવર ડેમ નામ તો બોવ સાંભળ્યું હતું પણ ખબર ના હતી કે અચાનક જવાનું થશે,ત્યાં જવાનું નક્કી ન હતું પરંતુ રસ્તામાં બોર્ડ વાચેલું અને અમારા રૂટ થી બોવ દુર નહોતું એટલે ત્યાં જવાનું નક્કી કર્યું.ત્યાંનો રસ્તો એટલે જોરદાર પરંતુ જેવો સારો રસ્તો એટલું જ ત્યાં પહોચવું મુશ્કેલ કારણ કે ત્યાં સુરક્ષા બોવ છે એટલે બે કે ત્રણ તો ચેક-પોસ્ટ હતી એમાં પણ ત્રીજી ચેક-પોસ્ટ પર મજા આવી કારણ કે પહેલી પોસ્ટ પર તમને અંદર જવા માટે પરવાનગી પત્ર આપે છે અને તેને આગળ આપી દેવાનો હોય છે.તો નીકુંજ પાસે એ પત્ર હતો અને બીજી પોસ્ટ પર એને જોવા માંગ્યો અને નીકુંજે આપી દીધો પછી અમે ત્યાંથી આગળ નીકળી ગયા અને ત્રીજી પોસ્ટે એ પત્ર માંગ્યો તો નીકુંજે કીધું કે એ તો અમે આગળ જ આપી દીધો,તો ત્યાંના સુરક્ષા-કર્મીઓ ના માન્યા એમણે કીધું પાછા જાવ અને લઇ આવો,હવે પાછા જવાનું બાપ...રે! કારણ કે એ બીજી ચેક-પોસ્ટ નજીક ના હતી પણ બીજું થાય પણ શું,એટલે ગાડીનો વળાંક વાળ્યો ત્યારે નીકુંજે ખિસ્સામાં જોયું તો એ પત્ર નીકળ્યો પછી એ પત્ર આપી
અમે ત્યાંથી નીકળી ગયા રસ્તામાં નીકુંજ સાથે બધાએ બોવ ધબધબાટી બોલાવી મોજ આવી ગઈ,બસ આટલી વારમાં સરદાર સરોવર ડેમ આવી ગયો.વાહ! શું દ્રશ્ય હતું,બધા ગાડી માંથી જ જોતા રહી ગયા,બસ ત્યાં આજુ-બાજુ બધું જોવાનું જ હતું બાકી ક્યાય નજીક જવું હોય તો અલગથી મંજુરી લેવી પડે એમ હતું.
હવે તમને હુ એવી એક વાત કરું છુ જે થોડી ગંભીર પણ છે અને થોડું હસવું આવે એવી પણ છે,ડેમના સાવ નીચેના ભાગમાં જોવા જેવું હતું પણ મુશ્કેલી એ હતી કે ત્યાં ગાડી લઇને જવું હોય તો બોવ ફરીને જવું પડે,હવે ત્યાં બધાને જવાની ઈચ્છા તો થઇ પણ ત્યાં જવા માટે ઝાડી-ઝાંખરા વાળા ઢાળ પરથી નીચે ઉતરવું પડે હવે બધા ગાંડા કાઢવામાં તો માહેર હતા જ એટલે નંદન અને નીકુંદા જવા તૈયાર થયા એટલે એની પાછળ નીકુંજ અને ઉદય પણ ગયા છેલ્લે વીકી પણ ગયો બસ ખાલી હુ અને અમારા સારથી જ ઉપર ઉભા રહ્યા જેમ-તેમ કરીને બધા નીચે ઉતર્યા ત્યાં એ લોકો બધું જોયને થોડીવાર માં ઉપર આવતા હતા ઉપર આવવામાં બધા જોશ માને જોશમાં દોડીને આવતા હતા બધા ઉપર તો પહોચી ગયા પણ ઉપર પહોચીને ત્યાં નીચેની બધી વાત કરતા હતા ત્યારે નંદને કીધું કે મને બોવ જ તરસ લાગી છે મારે પાણી પીવું છે પણ એની સહીત બધા વાતુંમાં જ હતા એટલે થોડીવાર પછી પાછું એણે કીધું કે મને બોવ તરસ લાગી છે આપણે સોડા પીએ એણે બે-ત્રણ વાર કીધું પણ કોઈનું ધ્યાન નહોતું એટલે છેલ્લે એણે કીધું કે હુ જાવ છુ તમારે આવું હોય તો આવો એ પછી વીકી કે ચાલ હુ સોડા લઇ આવું એટલે નંદન અને વીકી બન્ને સામે જ રોડ પર વેચવા બેઠેલા પાણી અને સોડાવાળા પાસે ગયા અહિયાં નીકુંદા અને ઉદય એ બન્ને ગાડીમાં પાછળની સીટ પર બેસી ગયા,હુ અને નીકુંજ અમે ગાડીના દરવાજા પાસે ઉભા-ઉભા વાતો કરતા હતા અમારા બન્નેનું ધ્યાન નંદન પર હતું એના હાથમાં પાણીની બોટલ હતી બસ હજી એણે ખોલી અને એ પીવા ગયો ત્યાં જ આખો ત્રાસો થઇને નીચે ઢળી પડ્યો,બાપ રે...! વીકીનું ધ્યાન નહી એ થોડો એનાથી દુર હતો નીકુંદા અને ઉદય તો ગાડીમાં હતા ગાડી ઉંધી દિશામાં હતી એટલે એ લોકોને કાઈ ખબર નહી આ દ્રશ્ય ખાલી મેં અને નીકુંજે જ જોયું અને અમે તો જોતા જ રહી ગયા પેલા તો કાઈ ખબર જ ના પડી અમને એમ કે એ મસ્તી કરતો હશે,નાચતો હશે કાતો બેસવા જતો હશે પણ ત્યાં તો ધફાંગ...!
હુ દોડ્યો નીકુંજે ગાડી માં અંદર જોરથી કીધું કે નંદન પડ્યો સામેથી વીકી દોડતો આવ્યો ત્યાં નવ થી દસ માણસો હશે એ બધા ભેગા થઇ ગયા એ લોકો મને આવતો જોય પૂછવા લાગ્યા
કે આની સાથે કોણ છે?ત્યાં અમે પહોચી ગયા નંદન ચત્તો પાટ જમીન પર પડેલો અને બેભાન થઇ ગયેલો,ત્યાના માણસોએ કીધું કે એને ચામડું સુંઘાડો એટલે બધાએ પાકીટ,પટ્ટો અને બુટ સુન્ઘાડ્યા પણ કાઈ ફેર ના પડે એની ઉપર પાણી નાખ્યું,પવન નાખ્યો તો પણ કાઈ નઈ,થોડીવાર તો ત્યારે બધાને પરસેવો વળી ગયો કે આને થયું શું?પરંતુ થોડી જ વાર માં એની મેળાયે સારું થઇ ગયું પછી એને માંડ-માંડ ઉભો કરી છાયે સુવડાવ્યો પાણી અને સોડા પીવડાવી,પવન નાખ્યો પછી થોડું સારું થઇ ગયું.પછી ત્યાં થોડીવાર અમે બેઠા.એમાં એવું હતુ કે નંદનને અમે નીકળવાના હતા એના આગલે દિવસે મજા ના હતી અને થોડી નબળાઈ હતી બે દિવસથી એણે કાઈ ખાધું નહોતું અને એના લીધે એને નબળાઈ આવી ગઈ અને ચક્કર આવીને પડી ગયો.માથા ના જોરે પડી જવાથી એને માથામાં થોડુક સાવ નઈ જેવું છોલાઈ એવું વાગેલું.
પછી અમે ત્યાંથી નીકળવા ગાડીમાં બેઠા હવે ડેમની જે મુખ્ય જગ્યા છે ત્યાં જવાનું હતું એ જગ્યા થોડી ઉપર છે ત્યાં પહોચ્યા ત્યાં સુધી તો ગાડીમાં કોઈ કાઈ બોલ્યું જ નહી ત્યાં પહોચીને બધા નંદનની આજુ-બાજુ જ ચાલતા હતા કારણ કે એ થોડું ઉપર ચડવાનું હતું.ત્યાં અમે બધાયે બધું જોયું,મસ્તી કરી,ફોટા પડાવ્યા,નીચે ઉતરી નંદનને નબળાઈ હતી એટલે નીકુંદાએ કીધું કે આને લીંબુ પીવડાવીએ પણ ત્યાં કાઈ હતું નહી પછી ત્યાંથી ગાડીમાં બેસીને નીકળી ગયા હવે માહોલ થોડો હળવો કરવા અમે નંદનની મસ્તી ચાલુ કરી કે એલા તારે પાણી જ પીવું હતું તો સીધી રીતે કહી દેવું તું ને એમાં આવી રીતે પડવાની શું જરૂર હતી?તું તો સાવ નબળો હો એટલા તડકામાં દોડીને ઢાળ ચડ્યો અને પાણી ના મળ્યું તો ચક્કર આવીને પડી ગયો.મેં કીધું કે આપણને ખબર છે કે આપણે આ નહી કરી શકીએ તો પછી એ નહી કરવાનું કાઈ બધી જગ્યાએ બધો લાડવો લઇ જ લેવો એવું જરૂરી નથી.નંદન થોડી-થોડી વારે બધાને પૂછે એલા મને માથામાં દુ:ખે છે જોવો તો કાઈ થયું છે પણ અમે એને કઈ કઈ ને થાકી ગયા કે તું પડ્યો હો એટલે થોડીવાર તો દુ:ખેને અને થયું કાઈ નથી ખાલી સહેજ જ છોલાણું છે પણ માને એ નંદન નહી તોય પૂછ્યા જ કરે.પછી આવી મસ્તી તો અમે ભાવનગર પહોચ્યા ત્યાં સુધી ચાલુ હતી,પછી આગળ એક જગ્યાએ ફ્રુટનો સ્ટોલ હતો ત્યાં ગાડી ઉભી રખાવી ત્યાં હુ અને નીકુંજ ઉતર્યા નંદન માટે સફરજન લીધા,લીંબુ અને થોડી ખાંડ પણ લીધી,ત્યારથી નંદને લીંબુ ચુસવાનું શરુ કરેલું.પણ ડેમથી નીકળ્યા પછી તો સારું હતું ત્યાં જ આગળ એક જોરદાર કુદરતી દ્રશ્ય હતું ત્યાં ગાડી ઉભી રખાવી અને બધાએ ફોટા પડાવ્યા.બસ પછી કાઈ વાંધો ના હતો હવે અમે ડેમની બહારના રસ્તે હતા.હવે એ જ રસ્તા પર બોર્ડ આવ્યું ઉકાઈ ડેમ એટલે સાથે-સાથે એ પણ જોય લેવાનું નક્કી કર્યું ત્યારે આગળના વળાંક પર ચા ની દુકાન આવી ત્યાં ચા-પાણી પીવા અને થોડો આરામ કરવા ગાડી ઉભી રખાવી હવે ત્યાંથી ઉકાઈ ડેમ સાવ નજીક અને પુરેપુરો દેખાતો હતો એટલે ચા સાથે ડેમ પણ જોવાય ગયો એટલે ત્યાં જવાનું કેન્સલ કર્યું.
હવે ત્યાંથી નાના-નાના ગામડાઓનો રસ્તો શરુ થતો હતો.હવે બપોરનો સમય થયો હતો અને થોડો-થોડો તડકો હતો,અને હવે તો નંદનની સાથે-સાથે બધાને ભૂખ લાગી હતી જોકે નંદનતો ડેમની બાર નીકળ્યા ત્યારનો જ જમવું-જમવું કરતો હતો,જમવા માટે દીપકાકાએ અમને એક જગ્યા કીધેલી કે ત્યાં જમવાનું સારું છે અમે એ ગોતતા હતા હવે કાકાએ જે જગ્યા કીધેલી એ પ્રમાણે અમે એક હોટેલમાં ગયા ત્યાં હુ અને નીકુંજ ઉતર્યા પહેલા અને પહેલા ત્યાં જમવાનું કેવુક છે એ જોવા માટે ગયા ત્યાં ગુજરાતી જમવાનું સારું હતું અને ત્યાં ઘણા માણસો હતા પણ નંદનને નહોતું લાગતું કે આ જગ્યા કાકાએ કીધી એ જ હશે એટલે અમે ત્યાંથી નીકળી ગયા આગળ અમે ઘણું ગયા પણ બીજી કોઈ હોટેલ આવતી નહોતી એમાં એક નાનકડા ધાબા જેવું આવ્યું,એ જગ્યાએ એક ભાઈને પૂછ્યું તો એણે કીધું કે આ રસ્તા ઉપર હવે બીજે ક્યાય જમવાનું નથી એટલે અમે એ ધાબે જ રોકાય ગયા જોતા જ ખબર પડી જાય એમ હતું કે અહિયાં પેલા જેવું સારું નહી હોય પણ હવે ત્યાં પાછું જવાય એમ હતું નહી એટલે ત્યાં જ ધાબે જમવાનું નક્કી કર્યું,હાથ-મોઢું ધોઈ અમે જમવા બેઠા જ્યાં અમે પૂછ્યું તો ખબર પડી કે અહી ગુજરાતી જમવાનું નથી પંજાબી જ છે,હવે આવી ભૂખમાં અને તડકામાં પંજાબી નો જ ખાયે તો સારું હતું પણ હશે થોડું ઓછું જમશું એવું વિચારી અમે જમવાનું મગાવ્યું,ઠીક હતું જમવાનું,બીજું તો એ કે ત્યાં છાશ કે બીજું કોઈ ઠંડુ પીણું નહી,ત્યાં લાઈટ જ નહોતી એટલે બધું ગરમ એટલે પછી જમવાનો સાવ મુડ નહોતો,જેવું-તેવું જમી અમે ત્યાં બહાર થોડીવાર બેઠા પછી હવે અમારે શબરીવન જવાનું હતું એટલે અમે ત્યાંથી નીકળ્યા.
અમને દીપકાકાએ મહાલના જંગલ જોવાનું કીધેલું એટલે અમે આગળ પૂછ્યું તો એ લોકોએ કીધું કે શબરીવન બે રસ્તે જવાય પણ તમારે મહાલના જંગલમાંથી જવું હોય તો આ રસ્તે નીકળી જાવ અને પછી અમે જંગલના રસ્તે હતા,ભરબપોર નો સમય અને આજુ-બાજુ ઘોર જંગલ જમી લીધા પછી બધાને બોવ મસ્તી ચડી હતી અને એમાં પણ નીકુંદા,નીકુંજ અને નંદનને ખાસ નંદન લીંબુ ચુસતો જાય અને મસ્તી કરતો જાય,જોર-જોરથી ગીતો ચાલુ હતા એમાં નીકુંદા,નીકુંજ અને નંદન એ ત્રણેય કારની બારી માંથી મોઢું બાર કાઢી નીકળ્યા હતા અને જોરથી ગીતો ગાતા હતા એમાં નંદનની બારી માં કકકડડડડડડડ...અવાજ આવ્યો એટલે મેં કીધું એલા બારીની ઉપર એસેસરીઝનું પ્લાસ્ટિક છે એ તૂટી જશે તો કે નાના એવું કાઈ નો થાય,ત્યાં જ એ કકકડડડડડડડડ...........જોરથી અવાજ આવ્યો આ વખતે આ અવાજ નીકુંદાની બારીની જગ્યાએ આવ્યો હતો અવાજ જોરથી આવ્યો એટલે સારથીએ ગાડી ઉભી રાખી અને બધા નીચે ઉતર્યા અને જોયું તો એ પ્લાસ્ટિક તૂટી ગયું હતું,સારથીએ કીધું કે વાંધો નહી જે થવાનું હતું એ થઇ ગયું પછી મેં અને ઉદયે નંદનને બરાબર લીધો બોવ ખીજ્વ્યો કે કા તું કેતો હતો ને કાઈ નાં થાય તારું તો થોડું જ રહી ગયું બાકી એ પણ તૂટી જ ગયું હોત,ઉદય નંદનને કહે કે ચાલ હવે તું પાછળ આવતો રહે પછી તો બધાએ કીધું કે હા નંદનને પાછળ મોકલો એમ કીધું ત્યારે નંદનના જવાબ સાંભળવા જેવા હતા મને ઉલટી થાય હુ બારી વગર ના બેસી શકું હુ તો અહિયાં જ બેસીસ એવું ઘણીવાર ચાલ્યું પછી નંદન કહે એલા તમે બોવ કરી મને ઉલટી થઇ જાય તમે ગાડી ઉભી રાખો અમે મસ્તી કરતા હતા એમાં એણે સાચું ગાડી ઉભી રખાવી અને નીચે ઉતરી એણે ઉલટી કરી,ત્યારે બોવ મજા આવી એની ઉલટી વિશિષ્ટ હતી...સોરી,એનું વર્ણન હુ નથી કરતો પણ અમને બધાને સારથી સહીત હસવું બોવ આવ્યું જંગલ માં મંગલ,મજા આવી ગઈ થોડીવાર ત્યાં ઉભા રહી અમે જંગલની મજા લેતા-લેતા શબરીવન નીકળ્યા,સાંજ પડવા આવી હતી અને શબરીવન હજી દૂર હતું પરંતુ જંગલની મજા અને એના રસ્તા ભૂલી ના શકાય એવા હતા.
શબરીવન આ નામ સંભાળતા જ રામ-ભગવાન અને શબરીનું મિલન યાદ આવે,અમે ત્યાં પહોચ્યા ત્યારે સમય હતો લગભગ સાત કે સાડા સાત વાગ્યાનો પણ ત્યાં લાગતું હતું કે રાતના એક વાગ્યા હોય કારણ કે ત્યાં ઘન-ઘોર જંગલ સિવાય કાઈ જ ના હતું.બાજુ માં કોણ બેઠું છે એ જોવું હોય તો પણ લાઈટ કરવી પડે એવું ત્યાનું અંધારું એવી જગ્યામા અમે પહોચ્યા.એકદમ સન્નાટો હતો અને આજુ-બાજુ કોઈ માણસો પણ દેખાતા નહોતા,ત્યાં મસ્તી કરવાની વાત તો દુર પણ કોઈને ગાડી માંથી નીચે ઉતરવાનું પણ મન થાય એમ ના હતું.પછી ત્યાં દુકાન અને રેસ્ટોરંટ સાથે કઈ શકાય એવી જગ્યાએ પૂછ્યું કે અહિયાં રાત રોકાવા માટે કઈ જગ્યા છે તો એણે કીધું કે અહીંથી બાજુમાં હોટેલ છે,અમે ત્યાં ગયા અને પેલા ભાવ પૂછ્યો તો એમણે કીધું કે એક વ્યક્તિના બસો રૂપિયા એટલે અમે કીધું કે ચાલશે હવે રૂમ બતાવો અને અમે રૂમ જોવા અંદર ગયા.આહા...હા! શું રૂમ અને એ જગ્યા હતી નવું-નવું બાંધકામ પ્લાસ્ટર નહોતું એટલે ઈટુ દેખાય અને જમીન ઉપર ખાલી સિમેન્ટનો રગડો પાથર્યો હોય એવું હતું,ઉપર પંખો પડવું-પડવું થતો હતો,મચ્છરની જાણે મહેફિલ જામી હતી,રૂમની બહાર ગારો-પોદડા અને ઘાસના ઢગલા.ઓઢવા માટેના ગોદડા એવા હતા કે ચાદર પણ જાડી હોય.બસ જોય ને જ ઊંઘ ઉડી ગઈ.અમે બાર નીકળ્યા ત્યાંના માણસને એમ હતું કે આ લોકો હમણાં ભાવ ઓછો કરવાનું કહેશે પણ અમે એમ પૂછ્યું કે અહિયાં બીજે ક્યાય રહેવાનું ક્યાં હશે?એટલે એ લોકોએ આશ્ચર્ય સાથે કીધું કે અહીંથી થોડે દુર જંગલમાં અમારો જ એક રિસોર્ટ છે ત્યાં તમને રહેવાનું મળી જશે.રિસોર્ટનું નામ સાંભળી બધાનું મોઢું પાછું સારું થઇ ગયું અને અમે ત્યાં ગયા ભયજનક રસ્તો,બાપ...રે! જોય ને તો ના લાગ્યું કે રિસોર્ટ છે પણ ત્યાંના પ્રમાણમાં એ બોવ મોટો રિસોર્ટ જ હતો અને એ સમયે તો અમારી માટે ખાસ.વીકી અને અમારા સારથી સિવાય અમે બધા અંદર ગયા,ત્યાંના રીસેપ્ટનીસ્ટ સાથે વાત કરી કે અમારે રૂમ જોવે છે,તો એણે કીધું કે રૂમ નથી બધું ફુલ છે.જોકે લાગતું તો નહોતું પણ હવે એણે આવો જવાબ આપ્યો અને અમારા બધાના મોઢા જોવા જેવા હતા,કાઈ જ થઇ શકે એમ નથી?ના કોઈ રૂમ જ નથી,અમે વાતું કરતા હતા ત્યારે એણે કીધું કે રૂમ નથી પણ એક હોલ છે આ સાંભળી અમારા બધાની નજર એની ઉપર,અરે ભાઈ તો એમ કયો ને,સારું ચાલો એ હોલ બતાવો એટલે એક એનો એક માણસ અમને હોલ બતાવવા લઇ ગયો,વાહ! મસ્ત હોલ હતો,મોટો હોલ એમાં પાચ સેટી અને એના ગાદલા હોલ જોય ને જ દિલ ખુશ થઇ ગયું,અમે હોલ જોઈ અને નીચે ઉતર્યા અને રીસેપ્ટનીસ્ટ પાસે ગયા અને કહ્યું બોલો શું ભાવ છે? એટલે રીસેપ્ટનીસ્ટએ કીધું કે પાચ હજાર...,શું? બધાના ભવા ઉચા ચડી ગયા. બધા એક-બીજા સામે જોવા લાગ્યા,કઈક વ્યાજબી કરો,ના આનાથી ઓછું નહી થાય.બસ પછી તો એની સાથે મગજમારી ચાલુ રહી.આ મગજમારીમાં નંદનની દલીલ સાંભળવા જેવી હતી,જોકે એ જ્યાં દલીલ કરે એ જોરદાર જ હોય એ કોઈ દિવસના ભુલાય જયારે યાદ આવે ત્યારે હસવું જ આવે.ત્યાની દલીલમા અમને ઓલા રીસેપ્ટનીસ્ટ વાળા કહે છે કે રૂમ નથી તો પણ,અમને રૂમ આપો,પાચ હજાર નહી કઈક વ્યાજબી કરો,ના એમાં કાઈ નહી થાય તો રૂમ આપો અમે છ જ જણા છીએ,પણ રૂમ જ નથી,તો વ્યાજબી કરો,આવા સંવાદ ચાલુ બન્ને વચ્ચે.મજા આવે સાંભળવાની,છેવટે રીસેપ્ટનીસ્ટએ ચાર હાજર કીધા પણ અમે ના પાડી.પછી બધા બહાર આવ્યા વાત કરી કે હવે શું કરવું,ચાર હાજર પોસાય તેમ નહોતા પણ બીજું થાય પણ શું,અમે જે પેલ્લી જગ્યાએ જોયું હતું એ તો બરાબર હતું જ નહી,પછી અમે અમારા સારથીને વાત કરી અને એમને ત્યાં લઇ ગયા પાછી થોડી મગજમારી કરી અને પછી છેલ્લે તે ત્રણ હજારમાં માની ગયો જે ભાવ અમે બહાર નક્કી કર્યો હતો,સરસ લ્યો થઇ ગયું.પછી હોલની ચાવી લઇ અમે ઉપર ગયા બે-ત્રણ જણા ગાડીમાંથી બધો અમારો સામાન લઇ આવ્યા,પછી અંદર બધા બેઠા બધાને હાશકારો થયો,થોડી વાતો કરી પછી બધાને ભૂખ તો લાગી જ હતી એટલે હાથ-પગ ધોય કપડા બદલાવી અમે જમવા માટે નીકળ્યા,જમવા માટે પાછું ઓલા જંગલ માંથી રોડ ઉપર જવાનું હતું એટલે ગાડીમાં બેસી ત્યાં ગયા.ત્યાં અમારી પાસે જમવા માટેના વધારે વિકલ્પો તો હતા જ નહી ત્યાં બે જ જગ્યા હતી જમવા માટેની એટલે એમાંથી એકમાં બધા બેઠા.એ મોટી હોટલ,રેસ્ટોરેન્ટ કે ધાબો તો હતો નહી કે ત્યાં જમવાનું તૈયાર હોય અને એ સમયે અમારી સિવાય ત્યાં બીજું કોઈ હતું પણ નહી એટલે ત્યાના મેનુની અમુક વસ્તુ માંથી અમે જે કહીએ તે એ બનાવી આપે એવું હતું.અમે મેનુ વાચ્યું એમાં એક વસ્તુ હતી નાગલી ના રોટલા,આશ્ચર્ય થયું ને?અમને પણ થયું હતું,એટલે અમે પણ પૂછ્યું કે આ શું છે એટલે એ ભાઈએ કીધું કે આ અહીની પ્રખ્યાત વસ્તુ છે જેમ બાજરાના રોટલા આવે તેમ જ આ નાગલીના રોટલા છે,એટલે અમને પણ એમ થયું કે ચાલો અહીની આ પ્રખ્યાત વસ્તુ અજમાવીએ પછી અમે ઓર્ડર આપ્યો બાજરાના રોટલા,નાગલીના રોટલા,સાદી રોટલી પણ આપણા કરતા જુદી,રીંગણા-બટેટા,સેવ ટામેટા,ઊંધિયું અને અડદની દાળ સાથે છાશ અને સોડા તો ખરી જ.જોરદાર ભૂખ લાગી હતી બધાને.હવે બધાને સાવ શાંતિ હતી રહેવાની વ્યવસ્થા થઇ ગઈ હતી અને જમવાનું પણ થઇ ગયું હતું કોઈને શું સમય થયો છે એ પણ ખબર નહી,હજી માંડ આઠ વાગ્યા હતા પણ મેં પેલા કીધું એમ ત્યાં એવું લાગતું હતું કે રાતના બે વાગ્યા હોય,કોઈના ફોન વાગે નહી,ત્યાં કોઈનું નેટવર્ક જ નહોતું આવતું ત્યાં એમ જ લાગતું હતું કે અમારો બધાથી સંપર્ક તૂટી ગયો છે.બસ અને પછી તો બધા વાતુએ ચડ્યા કોણ જાણે ક્યાંથી વાતની શરૂઆત થઇ બધાયે રામાયણ,ભાગવત અને ગીતા ખોલી નાખ્યા,થોડીવાર તો ત્યાં સંત-મહંતોનો સમાજ ભેગો થયો હોય એવું લાગતું હતું કારણ કે ત્યાં વાતું રામની,ક્રિષ્નાની,ક્રિષ્નાની
રાણીઓની,મોરારીબાપુની,વેદ-પુરાણની આવી બધી થતી હતી.બધી જ મહાનુભાવ હસ્તીઓ હતી હુ,વીકી,ઉદય,નીકુંદા,નીકુંજ,નંદન અને અમારા સારથી પછી કાઈ ઘટે. જમવાનું આવવામાં બોવ વાર લાગી પરંતુ બધા વાતું માં એટલા મશગુલ હતા કે કોઈને યાદ જ નહોતું આવતું.અને જમવાનું આવ્યું પછી તો એ વાતું બધી પડતી મૂકી
બધાનું ધ્યાન જમવામાં.અમારી કલ્પના કરતા બોવ જ સરસ જમવાનું હતું પેલા અમને એમ હતું કે જમવાનું બોવ સારું નહી હોય પણ જોરદાર.બધાય સરસ આનંદ કરતા-કરતા પેટ-ભરીને જમ્યા.જમીને અમને બધાને વધારે શાંતિ થઇ.જમીને પછી થોડીવાર ત્યાં જ બેઠા મજા આવી ગઈ.પછી અમે પાછા અમારા રિસોર્ટ ગયા.અમારા સારથીને સુવું હતું એટલે એ સુવા ગયા.
ચારે બાજુ ઘોર જંગલની વચ્ચે આ રિસોર્ટ હતું આજુ-બાજુ ઘોર અંધારું ત્યાં રિસોર્ટમાં નાનું એવું ગાર્ડન જેવું હતું ત્યાં બહાર અમે ખુરશી નાખી બેસવાનું નક્કી કર્યું અને સાથે ઠંડી હતી એટલે તાપણું પણ કરવું હતું એટલે એક-બે જણા ખુરશી લેવા
ગયા અને બાકીના લાકડા ગોતવા ગયા.હવે મારે ઘરે ફોન કરવો છે પણ કોઈમાં નેટવર્ક તો હતું નહી એટલે મને વિચાર આવ્યો કે અહી રિસોર્ટમાંથી જ કરી લવ એટલે હુ ફોન કરવા ગયો.ત્યાં રીસેપ્ટનીસ્ટના ફોન માંથી ઘરે ફોન કર્યો અને વાત કરી અને કીધું કે અહી કોઈને જ નેટવર્ક નથી એટલે ફોન નહી લાગે અને ચિંતા ના કરતા અહી બધાને સારું છે અને અમે ક્યાં હતા,રેવાનું જમવાનું બધી વાત કરી અને આ વાત ઉદયના ઘરે પણ ફોન કરીને કહી દેજો એટલે ત્યાં પણ ચિંતા ના કરે બસ આટલી વાત કરી ફોન મૂકી દીધો,રીસેપ્ટનીસ્ટને
પૂછ્યું કે શું આપવાનું તો મને કહે પંદર રૂપિયા...વાહ! પાચ મિનીટ વાત કરવાના પંદર રૂપિયા એટલે મને હસવું આવ્યું પણ કઈ વાંધો નહી ઘરે વાત તો થઇ ગઈ એટલે
વધારે શાંતિ થઇ ગઈ.પછી બધા બાર ખુરશી ઉપર બેઠા તાપણું કરીને,અમારી આજુ-બાજુ ત્યાં ફરવા આવેલા બીજા બે પરિવાર બેઠા હતા અને બધા તાપણું કરીને બેઠા હતા અમે ત્યાં લગભગ સોળ થી સત્તર જણા હતા.અંધારી રાત,ઘોર જંગલ,થોડી-થોડી ઠંડી અને ત્યાની નિખાલસ શાંતિ અદભુત એ વાતાવરણ હતું આજે પણ એ યાદ આવે છે.હવે એ શાંતિ વચ્ચે અમારા તોફાન શરુ થયા નીકુંદા,નંદન,નીકુંજ અને ઉદય એ બધાયે જંગલમાં જવાનું નક્કી કર્યું,અમારી પાસે બે બેટરી હતી એ જંગલમાં આજુ-બાજુ જોતા પણ બીક લાગે એવામાં ત્યાં જવું કેમ,પણ સાચી મજા તો એ જ છે ને,એટલે એ લોકો બેટરી લઇને નીકળ્યા હુ અને વીકી ત્યાં જ બેઠા,એક બેટરી નીકુંદાના હાથમાં અને બીજી નંદનના હાથ માં એ બેય આગળ અને ઉદય અને નીકુંજ પાછળ,અમને ખબર હતી કે એ લોકો કઈ બોવ આગળ નથી જવાના હજી તો થોડા આગળ ગયા ત્યાં મસ્તી ચાલુ જાતજાતના અવાજ કાઢે,એક-બીજાને બીવડાવે અને પછી ઓલા બંનેએ બેટરી બંધ કરી દીધી અને દોડ્યા અને પછી તો
પૂરું કોણ ક્યાં જાય,બધા દોડીને પાછા આવ્યા અને બેઠા.થોડી જ વાર માં તો હાલો પાછા જઈએ હવે બધાય જઈએ અમને પણ કીધું અને આ વખતે કોઈએ મસ્તી નહી કરવાની એવું બધાયે કીધું એટલે બધા પાછા ગયા,બેટરીવાળા એક આગળ અને એક વચ્ચે હજી તો થોડા જ આગળ ગયા ત્યાં કઈક અવાજ આવ્યો કે તરત બધા પાછા આવીને ખુરશી ઉપર બેસી ગયા.હવે પૂરું હવે કોઈને જવું નહોતું.નંદને અને નીકુંદાએ નક્કી કર્યું કે આપણે વહેલી સવારે જંગલમાં જશું,હવે બધા બેઠા-બેઠા વાતો કરતા હતા અને પછી અમે અંતાક્ષરી રમવાનું નક્કી કર્યું બે ટીમ પડી હુ,વીકી અને નંદન. બીજા માં નીકુંજ ઉદય અને નીકુંદા.બસ પછી તો ગીતોની રમઝટ બોલી એવા શાંત વાતાવરણ માં જોર-જોરથી ગીતો ગવાતા હતા.બસ ખાલી ત્યાં નાચવાનું બાકી રહી ગયું,એમાં અંતાક્ષરી પડતી મૂકી જેને જે ગમે એ ગીતો ગાવાના અને આનંદ કરવાનો એ મજા પણ ભુલાય એમ નથી.એવામાં ત્યાં નજીકમાં જ સાપ નીકળ્યો ત્યાં બેઠેલા એક ભાઈની નજર ગયેલી પછી તો અમે ત્યાં જેટલા હતા એ બધા સાપને જોવા ઉભા થયા,બોવ મોટો સાપ હતો
નજીકથી બધાએ જોયો પછી સાપ નીકળી ગયો પાછા બધા આવીને બેઠા,પછી મસ્તીની વાત એવી હતી કે જ્યાંથી સાપ નીકળ્યો હતો ત્યાં જ પહેલા નીકુંદા અને નંદન હાથ નાખી-નાખીને લાકડા કાઢતા હતા,પછી તો બોવ હસવું આવ્યું અને એ સાપ નીકળ્યા પછી ખબર પડી કે નીકુંજ સાપ થી બોવ જ બીવે છે એટલે પછી આખા પ્રવાસમાં એની સાપની મસ્તી ચાલુ રહી. ત્યાં અમારી પાસે જે લોકો બેઠા હતા તેની સાથે થોડી વાતો કરી.બસ થાક્યા બધા હવે આવતીકાલે શું કરવું છે એનો બધા પ્રોગ્રામ બનાવવા લાગ્યા.અને પછી બધા અમારા હોલમાં જવા ઉભા થયા.હોલ માં જઈને થોડી મસ્તી કરીને બધા સુઈ ગયા.
સવાર પડી અને બધા ઉઠ્યા થોડો થોડો થાક દેખાતો હતો સવારમા.રાતની જેમ જ સવારનું વાતાવરણ પણ આહલાદક હતું,આજુ-બાજુ લીલોતરી,ઠંડો પવન અને સૂર્યના કિરણો,સમય જોયો તો નવ વાગ્યા હતા સવારે આઠ વાગે નીકળી જવાનું નક્કી થયું હતું પણ કોઈ ઉઠ્યું જ નહી,વારાફરતી બધા ઉઠ્યા અને તૈયાર થતા હતા.સવારનું ઠંડુ પાણી એમાં હાથ પણ અડાડવાનું પણ મન ના થાય એમાં નાવું કેમ?પણ હુ ગરમ પાણી કરવા માટે હીટર સાથે લાવ્યો હતો પરંતુ ત્યાં સવારમા ગરમ પાણીની ડોલ આપતા હતા બસ,સરસ લ્યો થઇ ગયું નાવાનું.બધા તૈયાર થઇ ગયા એક-બે બધો જ સામાન લઈને ગાડીમાં મુકવા ગયા અને બાકીના હોલને તાળું દઈને નીચે ચાવી જમા કરાવવા ગયા.પછી ગાડીમાં બેસી ત્યાંથી નીકળ્યા.આવી સરસ જગ્યાને હવે અલવિદા કહેવાનું હતું મારી ત્યાં ફોટા પડાવવાની ઈચ્છા અધુરી રહી ગઈ પણ વાંધો નહી એ યાદ હજી સાથે છે.પછી અમે રાત્રે જ્યાં જમ્યા હતા ત્યાં ચા-નાસ્તો કરવા ગયા.સવારનો ચા-નાસ્તો કરી શબરીનું મંદિર જોવાનું હતું ત્યાંથી બસ સામે એક ઢાળ જ ચડવાનો હતો સરસ મંદિર છે,ભગવાન શ્રીરામ સીતામાતાની ખોજમા જંગલમા હતા ત્યારે અહી આવેલા શબરીવનમા અને શબરીની ઝુંપડીમા,દંતકથા પ્રમાણે એવું કહેવાય છે કે શબરી કેટલાય વર્ષોથી ભગવાન રામની રાહ જોતા હતા એમને વિશ્વાસ હતો કે એક દિવસ મારા પ્રભુ જરૂર આવશે અને એવું થયું પણ ખરું ભગવાન ત્યાં આવ્યા.પછી શબરી,રામ અને બોરની આગળની કથા તો બધાને ખબર જ છે.આ મંદિરમાં હજી એ ત્રણ પથ્થર છે જેની ઉપર ભગવાન રામ,લક્ષ્મણ અને શબરી બેઠા હતા અને બોર ખાતા હતા.બાજુમાં શંકર ભગવાનનું અને રામનું મંદિર છે ત્યાં દર્શન કર્યા અને આ ઐતિહાસિક સ્થળે આવવાનો મોકો મળ્યો એનો આનંદ અનુભવી ત્યાંથી નીકળ્યા.
હવે આગળનું અમારું સ્થળ હતું પમ્પા-સરોવર.જેટલું જ રોમાંચક નામ એટલો જ રોમાંચક ત્યાનો રસ્તો,આજુ-બાજુ ખેતર અને એમાં નાગલીનો અને બાજરીનો પાક,અને સૌથી વધારે જોવા જેવો ત્યાનો આદિવાસી રહેણાંક.જેવા આદિવાસી અત્યાર સુધી ટીવીમાં જોયા હતા,વાચ્યું હતું,સાંભળ્યું હતું તદ્દન એવા જ.એ લોકોના રહેવાના ઝુપડા જોય ત્યાની ગરીબી દેખાતી હતી.એ લોકોના નાના-નાના છોકરાની દશા જોય આંખમાં પાણી આવી જતા હતા.આવી ઉદાસી વચ્ચે પણ અમારી મસ્તી તો ચાલુ જ હતી,એ રોડ ઉપર જાણે કોઈ મીનીસ્ટરની ગાડી નીકળી હોય એવો મને અનુભવ થતો હતો એટલે હુ ગાડી માનો એક મીનીસ્ટર,સી.એમ. નારા લગાવા,ભાષણ કરવું એવું ચાલુ હતું બધાયે બોવ મસ્તી-મજાક કરી અને આનંદ કર્યો.અમે ત્યાં જંગલમાં ગાડી ઉભી રખાવી જોકે એ વિસ્તારમાં ગાડી ઉભી રખાવી નીચે ઉતરવું હિતાવહ નહોતું લાગતું તો પણ અમે ઉતર્યા અને મસ્તી કરતા હતા ફોટા પડાવતા હતા,ત્યાં જ બે આદિવાસી બોવ જ મોટી ઉમરના દાદા અને એક ભાઈ ત્યાંથી નીકળ્યા અમે બધા થોડીવાર તો જોતા જ રહી ગયા અને પછી એમને આગળનો રસ્તો પૂછી એની સાથે વાતું કરી.જોકે એ લોકોની ભાષા તો સમજાતી નહોતી ખાલી વીકી થોડી-ઘણી સમજતો હતો પણ બધા વાતું કરવા લાગી ગયા.વાતું કરતા-કરતા એમની સાથે નીકુંજ,નંદન અને ઉદયે ફોટા પણ પડાવ્યા,બસ પછી પાછા અમે ગાડીમાં બેઠા ત્યાં પેલા ભાઈએ અમને કીધું કે અમારે પણ આ જ રસ્તે આગળ જાવું છે તો અમને પણ સાથે લઇ જાવ એટલે અમે બધા થોડા ખચકાયા અને કીધું કે ગાડીમાં જગ્યા નથી તો એ ભાઈએ કીધું કે વાંધો નહી ખાલી દાદાને લઇ જાવ અને આગળ ઉતારી દેજો આ વખતે અમે ના નો પાડી શક્યા અને દાદાને ગાડીમાં બેસાડ્યા પછી તો એ દાદા સાથે વાતો ચાલુ કરી દાદાએ કીધું કે અમે લોકો અહી કેટલાય વર્ષોથી રહીએ છીએ,અહી વીજળીની સારી સુવિધા છે બાકી બધું ચાલ્યા કરે એવામાં નંદન ચુપ બેસે એતો કેમ ચાલે?આ તો ભાષા નહોતી આવડતી એટલે.તો પણ નંદને એક બોવ જ સરસ સવાલ કર્યો કે દાદા તમે રોજ અહી ચાલીને જ જાવ?અને બધાય હસી-હસીને ઉંધા,મેં કીધું કે નાના દાદાની ઈનોવા એના ઘરે પડી છે.પછી તો જોરદાર મસ્તી થઇ અને એ દાદાને જ્યાં ઉતારવાના હતા એ જગ્યા આવી ગઈ દાદાને ઉતાર્યા પછી અમે અમારા પમ્પા-સરોવરના રસ્તે આગળ નીકળ્યા.એ જંગલની મજા માણતા-માણતા અમે ત્યાં પહોચી ગયા.અદભુત...! જોય ને જ દિલ-ખુશ થઇ જાય એવી જગ્યા.નાના એવા ચેક ડેમ જેવું એમાંથી પાણી આવે પછી થોડી જગ્યા અને આગળ થોડા પથ્થર હતા એની ઉપરથી પાણી નીચે પડી જાય.અમે ઉપરથી જ આ દ્રશ્ય જોય આનંદિત થઇ ગયા ત્યાં ઘણા માણસો હતા પછી તો ફટાફટ નીચે ઉતર્યા અને ખિસ્સાના માલ-સામાન ખાલી કરી અમે અંદર ગયા અને પછીતો પાણી સાથે ખુબ મોજ કરી.ત્યાં બીક લાગે એવું કાંઈજ નહોતું ખાલી નીચે લીલ હોવાથી પગ નો લપસે એનું જ ધ્યાન રાખવાનું હતું બસ,ત્યાં તો બોવ જ આનંદ કર્યો,ઓડકાર આવી જાય એટલા ફોટા પડાવ્યા.ત્યાં એક મોટા પથ્થર ઉપર હનુમાનજીની મૂર્તિ હતી ત્યાં ચડીને નીકુંદા અને નીકુંજે ફોટા પડાવ્યા અને હનુમાનજી સાથે એમની પણ બોડી બતાવી.અમે અહી ઘણો સમય વિતાવ્યો.પણ હજી અમારે પાણી સાથે વધારે મસ્તી કરવાની હતી કારણ કે અમારું આગળનું સ્થળ હતું ગીરા-ધોધ એટલે અમે ત્યાંથી નીકળ્યા.
ગીરા-ધોધ મને પેલા એમ હતું કે આ જગ્યાએ અમે જઈ આવ્યા છીએ અમે જયારે પેલા ફરવા ગયેલા ત્યારે પણ ગીરા-ધોધ ગયા હતા એટલે પણ આ બીજો ધોધ હતો પણ નામ ગીર-ધોધ જ.બપોરનો સમય થઇ ગયેલો પરંતુ સવારનો નાસ્તો હજી પેટમાં હતો એટલે કોઈને બોવ ભૂખ હતી નહી ખાલી નંદન સિવાય પણ એને ત્યાં ધોધમાં નાવાની બોવ ઈચ્છા હતી એટલે ભૂખ યાદ નહોતી આવતી અને આમ પણ મારા ઘરેથી નાસ્તો આપેલો એ અમે ગાડીમાં કરેલો એટલે.હવે આ સમયે ગાડીમાં થોડી શાંતિ હતી બધા નાસ્તામાં,આરામમાં,આજુ-બાજુ જંગલમાં જોવામાં વ્યસ્ત હતા,બસ ત્યાં ગીરા-ધોધ આવી ગયો એ રસ્તો થોડો ઉપર-નીચે ઢાળ વાળો વિચિત્ર હતો પણ અમે પહોચી ગયા.ઉપરથી અમે ધોધ જોયો પાણી ઓછું હોવાને લીધે ધોધ બોવ ખાસ નહતો પણ એ જગ્યા એટલી જ સુંદર હતી.નંદનને નાવું હતું પણ અમે નાં પાડતા હતા કે ત્યાં નવાય એવું નથી પણ એ માને,એટલે એ ત્યાં કોકને પુછ્યાયવો તો કીધું કે હા ધોધની પાછળ નાવા જેવું છે.ધોધ પાસે જવા માટે નીચે ઉતરવાના દાદરા હતા અમે ત્યાંથી ઉતરવાનું શરુ કર્યું હુ અને નીકુંજ પાછળ હતા એમાં નીકુંજને યાદ આવ્યું કે એનું પાકીટ એના ખિસ્સામાં નથી એટલે અમે બન્ને ફટાફટ ગાડી પાસે ગયા અને અમારા સારથિને બોલાવ્યા ગાડીમાં ગોતવા લાગ્યા પેલાતો મળતું નહોતું.અમારા બધાના રૂપિયા નીકુંજના પાકીટ માં હતા કારણકે બધી જગ્યાએ એ જ રૂપિયા આપતો એટલે થોડીવાર
તો અમને બન્નેને પરસેવો વળી ગયો.ત્યાં અમારા સારથીને મળી ગયું પછી રાહત થઇ અને અમે પછી નીચે ઉતર્યા.ત્યાં પાણીથી ભરેલી નાની એવી જગ્યા હતી નાની હતી પણ એક મથાળા જેટલી ઊંડી હતી પરંતુ ત્યાં સાવ નાના-નાના છોકરા નાતા હતા એટલે બીક જેવું હતું નહી બસ જો કાઈ આઘા-પાછા થયા તો સીધા ધોધની નીચે કારણ કે એ પાણી સીધું જ ધોધમાં થઇને નીચે જતું હતું.મારી અને વીકી સિવાય બધા નાવા તૈયાર થયા અને પાણીમાં કૂદયા પછી વીકી પણ ગયો થોડીવાર તો
ઠંડુ લાગ્યું પણ પછી ફાવી ગયું.અને નાવાની તો મજા કોને ના આવે.બધા જ નવા-નવા ખેલ કરે,ડૂબકી મારે,પાણીમાં એક-બીજાની મસ્તી કરે,જાત-જાતના ખેલ કર્યા છે.મેં એ બધા જ ખેલ ફોટામાં કેદ કરી લીધા.એક-બીજાને બારથી પાણીમાં નાખવા માટે પાટા મારવાના એ જોવાની મજા જ કઈક જુદી હતી.
એક-બીજાનો મિત્રો પ્રત્યેનો પ્રેમ અને આનંદ જોયને પાણીમાં ગયા વગર મારી આંખ ભીની થઇ ગઈ હતી.એ લોકોને એમ હતું કે હુ બાર ઉભો-ઉભો ખાલી એના ફોટા પાડું છુ પણ એ લોકોને ખબર નહોતી કે હુ શું જોય રહ્યો છુ એ લોકોની મસ્તીની પળો તો હુ ફોટામાં કેદ કરતો હતો અને સાથે-સાથે એ પ્રેમ હુ મારી આંખોમાં પણ કેદ કરતો હતો.ત્યારે મારી માટે બે સમાન પળ હતી એક કાતો હુ એ પ્રેમ બાર ઉભો રહીને જોવ અને કાતો પાણીમાં જઈને બધા સાથે એને મેહસૂસ કરું.એ બન્ને મારી માટે સરખું હતું હુ શું કરું એની મને ખબર જ ના પડી અરે ત્યારે તો મારી પાસે બોલવાની પણ શક્તિ નહોતી,હુ અવાક જ થઇ ગયો હતો.એ લોકોને કદાચ ત્યારે એમ પણ લાગ્યું હશે કે કૌશલ કેમ કાઈ બોલતો નથી પણ જે હોય તે મારી એ વાત ત્યારે બસ મારી પાસે જ હતી.
બસ પછી તો બધા નાઈને ધીમે-ધીમે બાર નીકળવા લાગ્યા વીકી તો એકવાર કોરો થઇને પાછો અંદર ગયેલો,મજા ત્યારે આવી જયારે વિકીએ નીકુંદાના ટી-શર્ટથી શરીર લુછ્યું અને એની નીકુંદાને ખબર નહી નીકુંદાની પાછળ જ વીકી ઉભો હતો તો પણ,પછી તો નીકુંજે પણ એવું કર્યું આ વાત નીકુંદા સિવાય બધાને ખબર અને બધા જોર-જોરથી હસે.પછી બધા દાદરા ઉપર ફોટા પડાવતા ઉપર આવ્યા ત્યારે નીકુંદા અને નંદને ત્યાના છોકરાવ સાથે થોડો ડાન્સ પણ કરી લીધો.બધા નાયા હતા એટલે થોડી-થોડી ભૂખ લાગી હતી અને મારે ચા પીવી હતી એટલે બધાએ તૈયાર થઇ ચા-નાસ્તો કરી ગાડીમાં બેઠા.
જેવા હજી અમે થોડા બાર નીકળ્યા ત્યાં નંદને ચાલુ કર્યું મને ભૂખ લાગી છે,ચક્કર આવી ગયા પછી તો એની આ વાત અમે ગંભીરતા થી લેતા હતા જોકે નંદનના લીંબુ ચુસવાના તો ચાલુ જ હતા.અમારે જવાનું હતું હવે સાપુતારા એટલે શબરીવનથી જ એક રસ્તો નજીક હતો એટલે ત્યારે જમવાનું શબરીવનમાં જ ગોઠવ્યું જોકે મારી અને નંદન સિવાય બધાયે જમવાની ના પાડી હતી.કદાચ સાપુતારાના રસ્તા ના ડરને લીધે બધાયે ના પાડી હતી,અમને ત્યાં શબરીવનમા જમવાનું બોવ સારું લાગ્યું હતું એટલે ત્યાં અમે ગયા અને જમવા બેઠા બધાને થોડો આરામ પણ થઇ ગયો.મેં,નંદને અને અમારા સારથીએ જમવાનું અને બાકી બધાયે સોડા અને ચા-નાસ્તો મંગાવ્યા.થોડું-થોડું વીકી અને નીકુંદા પણ જમ્યા.જમી લીધા પછી મજા આવી ગઈ.હવે યાદ આવ્યું કે ઘરે ફોન કરી લવ પછી ઘરે ફોન કરી બધી વાત કરી અને હવે સાપુતારા જઈએ છીએ અને બધા મજામાં છે એમ વાત કરી.હવે બધા જવા માટે તૈયાર થઇ ગયા કારણ કે હવે નો રૂટ લાંબો હતો સાપુતારા અને વચ્ચે બીજે ક્યાય રોકાવાનું હતું નહી.બસ પછી શબરીવનને અને આ મનમોહક જંગલોને આવજો કહી અમે ગાડીમાં બેઠા.
સાપુતારાને નામ પ્રમાણેના ગુણ છે સાપ જેવા રસ્તામા ત્યાં પહોચતા તારા દેખાય જાય.અમારા છ માંથી હુ,ઉદય,વીકી,અને નીકુંદા અમે સાપુતારા પેલા જઈ આવ્યા છીએ.નીકુંજ અને નંદન બન્ને પેલીવાર હતા,નંદનને સામાન્ય રસ્તા ઉપર પણ કારમાં બેઠો હોય તોય ઉલટી થાય તો પછી એની સાપુતારાના રસ્તા ઉપર શું હાલત થાય.એવું અમે એને કહેતા હતા જોકે બીક તો અમને બધાને લાગતી હતી.સાંજનો સમય હતો,ગાડીની બહાર ધમધમાટ વાહનોની અવર-જવર અને અંદર થોડી શાંતિ હતી.અને અમે સાપુતારા પહોચ્યા.સુર્યાસ્ત થવાની બસ તૈયારી જ હતી અને એટલી જ ઉતાવળ અમને એ જોવાની હતી,ફટાફટ ગાડી પાર્ક કરી અમે સનસેટ પોઈન્ટનો ઢાળ ચડવા લાગ્યા,આ વખતે ફરવાનો જ સમય હોવાથી ઘણું પબ્લીક હતું બાકી અમે જયારે પહેલા ગયેલા ત્યારે અમારી છ સિવાય ત્યાં બીજું કોઈ જ નહી,બરાબર સુર્યાસ્તના સમયે અમે પહોચી ગયા જાણે સૂર્ય અમારી જ રાહ જોતો હતો મનભરીને અમે એ પળ માણી.પછી ત્યાં અમે આટો મારતા હતા ત્યારે ત્યાં એક ગેમ ચાલતી હતી એ ગેમ એવી કે ટેનીસના બોલથી થોડે અંતરે પડેલા ત્રણ ગ્લાસ પાડી દેવાના એક વારીના દશ રૂપિયા અને જો જીતે તો પચાસ રૂપિયા ઇનામ,અમે બધા એ જોવા ઉભા રહી ગયા અને જોતા-જોતા અમને પણ એ રમવાનું મન થઇ ગયું અને પછી તો વારાફરતી બધા રમ્યા,લગભગ બધાથી ત્રણમાંથી બે ગ્લાસ પડે પણ ત્રણેય નહોતા પડતા એમાં મજા આવી,અમે ત્યાં સો રૂપિયાની ગેમ રમ્યા કોઈ જીત્યું નહી.પછી અમે ત્યાં ફરીને નીચે ઉતર્યા,પછી નીકુંજને ત્યાની ચા બોવ ભાવતી એના અમે
રસ્તામાં એના મોઢે બોવ વખાણ સાંભળ્યા હતા એટલે અમે એ ચા પીવા ગયા પણ ખરેખર ચા સરસ હતી,ચા પીધા પછી અમે ગામમાં ફરવા નીકળ્યા જો ત્યાં મેળ આવે તો રહેવાનું હતું જો કાઈ ના થાય તો પછી વીકીના ઘરે વલસાડ નીકળી જવાનું હતું,ફરતા-ફરતા ત્યાની બધી હોટલમાં પણ પૂછતાં હતા પણ સીઝન હોવાથી ક્યાય જગ્યા નહોતી,હવે બધાના મોઢા ઉપર ભૂખ દેખાતી હતી એટલે પછી અમે જમવા માટે નીકળ્યા પણ ત્યાં ક્યાય જમવાનો મેળ આવે એમ હતો નહી એટલે પછી
નાસ્તાની લારીએ બેઠા ત્યાં પાવ-ભાજી,આલું-પરોઠા,ઢોસા,ઈડલી એવું બધું જ હતું એમાંથી અમે પેલા જોવા માટે એક આલું-પરાઠા અને એક પાવ-ભાજી મગાવી,
બન્ને ચાખ્યું એમાંથી આલું-પરાઠા અને દહીં સારા હતા બધાને ભાવ્યા અને પાવ-ભાજી સાવ બકવાસ હતી એ તો માંડ પૂરી કરી પરંતુ આલું-પરાઠાની ડીશ ઉપર ડીશ ચાલુ કેટલી ખાધી હશે એનો અંદાજ તો મુશ્કેલ છે.જોરદાર ખાધું તો પણ એમ લાગતું હતું કે હજી પેટ ખાલી જ છે.પછી અમે ત્યાજ સામે સાપુતારાનું ગાર્ડન છે ત્યાં ગયા અને શાંતિથી બેઠા કારણકે હવે કોઈ ઉતાવળ નહોતી ગમે ત્યારે જવાનું તો વીકીના ઘરે એ નક્કી હતું વીકી અને નીકુજ સોડા લઇ આવ્યા સોડા પીને મસ્ત પાન ખાઈને બેઠા,ધીમે-ધીમે રાત થતી જતી હતી,ગાર્ડનની સામે છેડે એક બોવ જ મોટી લકઝરીયસ હોટલ હતી ત્યાં ત્યારે કદાચ કોઈક પાર્ટી હશે કારણકે ત્યાં જોર-જોર થી ડી.જે.વાગતું હતું જે અમને અહી બેઠા-બેઠા સંભળાતું હતું એમની સાથે અમે પણ એ આનંદ લેતા હતા કારણકે ગીતો બોવ જ મસ્ત વાગતા હતા,હવે નંદનને બેસવામાં કંટાળો આવતો હતો એને હજી સાપુતારામાં ફરવા જવું હતું પણ હવે કોઈ ઉભું થાય એમ નહોતું તો પણ વીકી અને નીકુંદા નંદનની સાથે આટો-મારવા ગયા.હુ,નીકુંજ અને ઉદય અમે ત્રણેય ત્યાં બેઠા-બેઠા વાતું કરતા હતા અને અત્યાર સુધી પાડેલા ફોટા જોતા હતા,એ લોકો આવ્યા પછી હવે નીકળવાનું નક્કી કર્યું અને ગાડીએ પહોચ્યા
હવે રાત થઇ ગઈ હતી અને હવે સીધું જ વીકીના ઘરે જવાનું હતું એટલે અમે સાપુતારાથી નીકળ્યા.
રાત્રે સાપુતારાના રસ્તે નીકળવું અને ગાડી ચલાવવી અઘરી હોય છે,અને અમે ત્યાં રોડ ઉપર એક ભયંકર અકસ્માત જોયો પણ ખરો.સાપુતારાનો ઢાળ ઉતરતી વખતે અમે બધા વાતો કરતા હતા,શાયરીઓ બોલતા હતા,ગીતો ગાતા હતા,જોક્સ કેતા હતા,પણ જેવા અમે સાપુતારાથી નીકળ્યા અને વલસાડના રસ્તે પહોચ્યા પછી ધીમે-ધીમે બધાનો અવાજ બંધ થતો ગયો અને આંખુ પણ બંધ થતી ગઈ,મારી પણ આંખ ઘેરાતી હતી પરંતુ હુ આગળ બેઠો હતો એટલે સુવાય નહિ અને અમારા સારથિને પણ ઊંઘ ના આવે એ પણ જોવાનું.પછી અમે આગળ ચા પીવા ગાડી ઉભી રખાવી જેનાથી સારથિને ઊંઘનાં આવે,ત્યાં સારથી હુ,નીકુંજ,અને નીકુંદા ઉતર્યા બાકી બધા સુઈ ગયા હતા અમે ચા પીતા-પિતા વાતું કરતા હતા ત્યારે સારથીની નીકુંદા સાથે ઓળખાણ નીકળી અને પછી તો અમે ત્યાં બોવ વાતુંએ ચડી ગયા ઘણીવાર ત્યાં ઉભા રહ્યા ગાડીમાં તો બધા સુતા હતા એટલે કોઈને ખબર ના હતી સારથીની જૂની કહાનીઓ સાંભળવાની મજા આવી,પછી અમે ત્યાંથી નીકળ્યા અને સીધા વલસાડ વીકીના ઘરે.
વીકીના ઘરે પહોચી ગાડીમાંથી બધો અમારો સમાન બહાર કાઢ્યો હવે નક્કી એવું થયું હતું કે ત્રણ જણા વીકીના આ ઘરે સુવે અને બાકીના વીકીના બીજા ઘરે,એટલે વીકી,નીકુંજ,નંદન અને સારથી એ લોકો બીજા ઘરે ગયા અને હુ,ઉદય અને નીકુંદા અમે આ ઘરે જ રહ્યા.પથારી તૈયાર હતી અને રાત બોવ થઇ હતી એટલે વીકીના પપ્પાને ખાલી મળી કપડા બદલાવી અને સુઈ ગયા બધા જ થાકી એટલા ગયા હતા કે હવે તો સુતા ભેગી સવાર.
રૂમનો દરવાજો ખુલ્યો વીકી અંદર આવ્યો સવાર પડી ગઈ હતી આજુ-બાજુ જોયું તો નીકુંદા અને ઉદય આંખુ ચોળતા હતા,ફ્રેશ સવાર હતી તો પણ શબરીવન,પમ્પા-સરોવર,ગીર-ધોધ,અને સાપુતારા એક સાથે એટલા ફરેલા સ્થળોનો થોડો થાક દેખાતો હતો,ફટાફટ વારાફરતી બધા નાઈને નવા-નવા કપડા પહેરી તૈયાર થયા પછી બધા વીકીના મમ્મીને મળ્યા,સરસ મજાની ચા તૈયાર હતી ચા પીને અમે વલસાડ ફરવા નીકળ્યા પેલા અમે નાસ્તો કરવા ગયા ત્યાં ગરમ-ગરમ નાસ્તો કર્યો હજી નાસ્તો કરીને બહાર નીકળ્યા ત્યાં અમારા સારથીએ કીધું કે અમે જ્યાં રોડ ઉપર ગાડી પાર્ક કરી હતી ત્યાં પોલીસવાળા આવીને ગાડીને લોક કરી દીધી,થોડીવાર તો બધાય મુંજાય ગયા અને પોલીસ પણ ત્યાંથી નીકળી ગઈ હતી હવે શું કરવું,જોકે નીકુંજના પપ્પા પોલીસમાં છે એટલે વધારે ચિંતા તો નહોતી ત્યાજ કોઈકે કીધું કે એ પોલીસવાળા હજી થોડે જ આગળ છે એટલે ફટાફટ વીકીએ એક છોકરો જતો હતો ગાડીમાં એને ઉભી રખાવી એની પાછળ બેસી ને ગયો અને ત્યાં પોલીસવાળાને દંડ ભરી દીધો એની સાથે એક પોલીસવાળો આવ્યો અને અમારી ગાડીમાંથી લોક ખોલી દીધો,પછી બધાને શાંતિ થઇ આવી રીતે વલસાડમાં અમારું સ્વાગત થયું.પછી અમે વલસાડના તીથ્થલ બીચે ગયા આ વખતે અમારા નસીબ ખરાબ હતા કે દરિયામાં ઓટ હતી પાણી બોવ દુર હતું એટલે બોવ મજા આવે એવું નહોતું,પણ અમને બીચે રખડવાની મજા આવી ત્યાના છોકરાવ ક્રિકેટ રમતા હતા એમાં નીકુંદાએ એક બોલ ફેક્યો અને એજ બોલે એણે વિકેટ લીધી.પછી એક જગ્યાએ છાયો ગોતીને બધા બેઠા મસ્તી-મજાક કરી,વાતો કરી,નારિયેળ પાણી પીધું,મેં વીકીને ત્યારે બોવ ખીજવ્યો કે સવારે ફૂલ નાસ્તો કરાવ્યો અત્યારે નારિયેળ પાણી પીવડાવ્યું એટલે ભાઈ તારે ઘરે જમાડવાના ના હોય તો કઈ દે આવી મસ્તી ચાલુ હતી એમાં ઉદયે કીધું કે મારે હાથમાં ટેટુ પડાવવું છે,નીકુંજે પણ કીધું કે મારે પણ પડાવવું છે તો આપણે સુરત જઈએ ત્યાં પડાવશું,આમ અહીંથી હવે સુરત જવાનું નક્કી કરી અમે તીથ્થલ બીચેથી નીકળ્યા હવે બીજે ક્યાય જવાનું હતું નહી અને આમ પણ જમવાનો સમય થઇ ગયો હતો એટલે સીધા વીકીના ઘરે જ ગયા.
ઘરે પહોચી ગયા ત્યાં જમવાનું તૈયાર હતું એટલે હાથ-પગ ધોય અમે જમવા બેસી ગયા અને જમવામાં આહાહાહા...!!! વીકીના ઘરની રાજસ્થાની દાલ-બાટી મોજ પડી ગઈ,દાલ-બાટી,ઘી,સંભારો,ડુંગળી,અથાણું અને છાશ,બધાયે
પેટભરીને ખાધું,બસ બસ હવે નહી ચાલે એમ બધા કહેવા લાગ્યા.બપોરે એટલું ખાધા પછી તો એક જ વિચાર આવે સુવાનો હજી તો થાળીને એ લીધું-ના લીધું ત્યાં તો બધા ત્યાં જ આડા પડવા લાગ્યા,સુરત જઈને ત્યાંથી વડોદરા થઈને ભાવનગર પહોચવાનું હતું તો પણ બધા સુતા અને બધાને ઘસઘસાટ ઊંઘ પણ આવી ગયેલી.માંડ-માંડ બધા જાગ્યા,હવે નીકળવાનો સમય થઇ ગયો હતો વીકીએ કીધુંકે લારીએ પપ્પાને મળતા જજો પછી અમે અમારો સમાન લઇને વીકીને અને વીકીના મમ્મીને આવજો કઈ ત્યાંથી નીકળ્યા,અમારી વલસાડની મુખ્ય વસ્તુ તો બાકી જ રહી ગઈ હતી ફાલુદા અને કોકો હવે ત્યાં અમે લારીએ ગયા વીકીના પપ્પાને મળ્યા ફરવાની વાતું કરી અને વીકીના પપ્પાએ ફાલુદા,કોકો અને બીજી પણ આઈટમ પીવડાવી ત્યાં વીકીનો નાનો ભાઈ પણ હતો અભિષેક એ પણ વીકી જેવો જ થઇ ગયો છે એની સાથે પણ મજા આવી હવે જવાનું હતું એટલે કાકાને આવજો કહી અમે વલસાડમાંથી નીકળ્યા.
હવે સીધા સુરત હવે તો ગાડીમા સાવ શાંતિ હતી સુરત કેમ આવી ગયું એ પણ ખબર ના પડી લગભગ બધા સુઈ જ ગયા હતા સુરત શહેર આવી ગયું ત્યારે બધાની ઊંઘ ઉડી,સુરત શહેરની ચમક ઉડીને આંખે વળગે એવી છે,ગુજરાતનું ધમધમતું શહેર છે.સાંજ પડવા આવી હતી ધીમે-ધીમે શહેરની રોશની દેખાતી હતી,સુરતમાં બીજે ક્યાય જવાને બદલે અમે અહીની રોશની જોવાનું અને મોલમાં જવાનું પસંદ કર્યું અને પછી તો અમે વારાફરતી આલીશાન મોલમાં જવા લાગ્યા લેવાનું તો હતું નહિ બસ ખાલી ફરવા જ અને ટેટુનું પૂછવા,એમાં એક મોલમાં ટેટુનું મળી ગયું અને પછી ત્યાજ પાડવાનું નક્કી કર્યું નક્કી કરતા પહેલા ઉદયે અને નીકુંજે બંનેએ ઘરે પૂછ્યું તો ખાલી ઉદયને હા પાડી નીકુંજને ના પાડી એટલે ઉદયે ટેટુ માટેનું એક ચિત્ર પસંદ કરી એણે પડાવાનું શરુ કર્યું આ ટેટુમાં સાંજ થી રાત થઇ ગઈ આટલી વાર લાગી ટેટુ પડાવતી વખતે ઉદય જેટલો ગોરો છે એટલો જ લાલ થઇ ગયો પણ બાપુ તો વટનો કટકો એમ નો કે હા મને દુખે છે.ટેટુ પડાવી લીધા પછીતો શરૂઆતમાં જેવી નંદનને નબળાઈ હતી એવી ઉદયને લાગવા લાગી,અમે મોલ માંથી નીકળ્યા અને ગાડીમાં બેઠા એટલે એ સીધો જ પાછળની સીટે જઈને સુઈ જ ગયો અને પછીતો ઉદયની મસ્તી ચાલુ થઇ.
હવે અમે સુરતની બહાર હતા હવે જવાનું હતું વડોદરા નીકુંદાના ઘરે એનો સમાન લેવા,સુરતનો હાઈ-વે બનતો હશે એટલે ત્યાં ખુબ જ લાંબુ ટ્રાફિક હતું ત્યાં અવર-જવર માટે એક જ ભાગ ચાલુ હતો એટલે નીકળવામાં વાર લાગે એમ હતું અમે લગભગ એ ટ્રાફિકમાં કલાક ઉપર ખોટી થયા હશું,ગાડીમાં બેઠા-બેઠા અમે કંટાળી ગયા થોડીવાર પછી અમને ત્યાંથી નીકળવાનો મોકો મળ્યો રાત થઇ ગઈ હતી અને પાછી ભૂખ પણ લાગી હતી એટલે રસ્તા ઉપરની એક હોટલમાં ગાડી ઉભી રાખી ત્યાં અમે જમવા બેઠા ત્યાં જમવામાં કાંઈજ ઠેકાણું નહિ એટલે થોડું-ઘણું ખાધા પછી અમે ત્યાં થોડીવાર બેઠા,ઘરે ફોન કર્યો વાત કરી અમે સવારે ભાવનગર આવી જશું એમ કહી અમે હવે વડોદરા જવા માટે નીકળ્યા,બસ ગાડીમાં બેઠા પછી આંખ બંધ થઇ એ થઇ એ સીધી નીકુંદાના ઘરે ખુલી એવી ઊંઘ આવી ગયેલી,મોડી રાત થયેલી એટલે મેં સારથીને કીધું કે અત્યારે જો ગાડીના ચલાવવી હોય તો અહી થોડો આરામ કરીલ્યો આપણે પછી નીકળશું પણ પછી નાં પાડી અને સારથીએ કીધું કે એવું લાગશે તો આગળ રસ્તામાં ક્યાંક સુઈ જશું.એટલે પછી અમે નીકુંદાનો સમાન લઈને અમે નીકળ્યા અને બાર ગજબ ઠંડી હતી,બધાની ઊંઘ હજી ચાલુ જ હતી એટલે થોડે આગળ એક હોટલ પાસે ગાડી પાર્ક કરી બધા સુતા.
સૂર્યોદય થયો હજી ઝાંખો-ઝાંખો પ્રકાશ હતો બધાની થોડી-થોડી નીંદર ઉડી પછી હુ અને સારથી ચા પીવા ગયા,ચા પીને અમે નીકળ્યા સવારમાં નંદનને ટ્યુશનમાં અને નીકુંદાને હોસ્પીટલમાં જવાનું હતું અને હવે ભાવનગર બોવ દુર પણ નહોતું બસ પછી તો થોડી જ વારમાં સામે ભાવનગર દેખાણું અને બધા હવે જાગી ગયા પોતપોતાના સામાનની તૈયારી કરવા લાગ્યા.
ગાડી હવે ભાવનગરમાં આવી ગઈ હતી બધા જ એકબીજાથી કેમ લાંબા સમય માટે દુર જવાના હોય એમ મળવા લાગ્યા પેલ્લું ઘર ઉદયનું હતું અને ત્યાજ નંદનની ગાડી હતી એટલે એ બન્ને ત્યાંજ ઉતરવાના હતા અને ઉદયનું ઘર આવી ગયું નીચે ઉતરી ઉદયને અને નંદનને આવજો કીધું હવે જવાનું હતું નીકુંદાની હોસ્ટેલે ત્યાં નીકુંદાને ઉતારી આવજે કહી અમે આગળ નીકળ્યા અને હવે ગાડી મારા ઘરના રસ્તે હતી.મારા મનમાં પ્રવાસના વિચારો ચાલુ હતા ત્યાં મારુ ઘર આવી ગયું નીચે ઉતરી સામાન ઉતાર્યો અને નીકુંજ પણ નીચે ઉતર્યો એને ભેટી આવજે કીધું અને આ સાથે આ યાદગાર સફરનો અંત આવ્યો,નીકુંજનું ઘર છેલ્લું હતું અને ગાડી મારા ઘરેથી નીકળી ગઈ.
હવે પાછી ગાડી મારા ઘરે આવશે કે નહી? આ મિત્રો સાથે પાછું ફરવા જવાશે કે નહી? આવો પ્રેમ અને આવી મસ્તી કરવા મળશે કે નહી? હવે પાછી આવી
બિન્દાસ સફર થશે કે નહી?