Love quadrilateral in Gujarati Love Stories by Ekta Chirag Shah books and stories PDF | પ્રણય ચતુષ્કોણ.

Featured Books
Categories
Share

પ્રણય ચતુષ્કોણ.

જૂન મહિનાનો એન્ડ, સવારના 8 વાગ્યે વાદળ છાયું વાતાવરણ, મુંબઈની કડવીબાઈ કોલેજમાં વિદ્યાર્થીઓની અવર-જવર આજે વધારે હતી કેમકે સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ બધી સ્ટ્રીમનું રિઝલ્ટ આવી જતા આજથી ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ થતી હતી. બધા નવા વિદ્યાર્થીઓને ફર્સ્ટ ટાઈમ કોલેજ જવા માટે એક અલગ જ ઉત્સુકતા હોય છે જે 6 મહિના જેટલા ટાઈમમાં ઓસરી જતી હોય છે અને પછી બંક ચાલુ થાય છે. પરંતુ આ તો કડવી બાઈ કોલેજ, અહીં બધા સ્ટુડન્ટ્સને 80% હાજરી અનિવાર્ય છે, નહીં તો એ સ્ટુડન્ટ એક્ઝામ માંથી ડિટેઇન થઈ જાય છે.

કોલેજના કેેમ્પસમાં અલગ અલગ જગ્યાએ છોકરા-છોકરીઓના ટોળા ઉભા છે અને ગેેટ માંથી આવતા જુનિયર્સને જુએ છે અને એમની મસ્તી ઉડાડે છે. આવું જ એક ગ્રુપ રાજ, નિયત, અવની, મિલન અને સારાનું છે, જે એમનો અડ્ડો કહેેવાતા એક ઝાડ નીચે પોતાના વાહનો પાર્ક કરીને બેેેઠા છે. રાજ આ ગ્રુપનો લીડર છે. ભણવામાં સારો દેખાવ કરી લે છે, પરંતુ પૈસાદાર મા-બાપનું એક માત્ર સંતાન હોવાથી એટીટ્યુડ અને ઈગો વધારે છે. કોલેજમાં કોઈને નીચા દેખાડવા, પોતાનો હુકમ ચલાવવો,  પોતાના પાવરના જોરે કોઈ પણ કામ કરાવી લેેવુ, નવી નવી ગર્લ ફ્રેન્ડ બનાવવી આ બધો રાજનો શોખ કહી શકાય.

સારા રાજની નાનપણની ફ્રેન્ડ છે અને રાજના મમ્મી પલ્લવી બહેનના  
ખાસ ફ્રેન્ડ માયા બહેેેનની છોકરી. સારાને રાજનું લેડી વર્ઝન કહી શકાય. બસ એક જ ફેર છે કે રાજને ઘણી બધી ગર્લ ફ્રેન્ડ છે જ્યારે સારા
ને માત્ર રાજ માટે જ ફીલિંગ છે. રાજ એ વાત જાણેે છે પણ સ્વીકારતો નથી. કેમકે કોઈ એક જ છોકરી સાથે રિલેશન રાખવા એ રાજના સ્વભાવમાં નથી આવતું. બંને મુંબઇના પોશ એરિયા લોખંડવાલામા રહે છે.

અવની અને નિયત બંને ભાઈ-બહેન છે જે ફર્સ્ટ યરથી રાજના ગ્રુપમાં છે અને મિલન રાજનો જીગરી દોસ્ત છે જે રાજના દરેેેક સારા નરસા કામમાં રાજની મદદ કરે છે અને તેેની સાથે ઉભો રહે છે. આખી કોલેજ બને ત્યાં સુુધી આ ગ્રુપથી દુર રહેવાનો જ પ્રયત્ન કરે છે કેમકે આ ગ્રુપ સામે મેનેજમેન્ટ પણ ઘૂંટણ ટેકવી દે છે. રાજના કાકા મનોજ શેઠ ટ્રસ્ટી મંડળમાં શામેલ છે અને રાજને બગાડવામાંં એમનો પુરે પૂરો હાથ છે કેમકે મનોજ શેેેઠ અનમેરીડ છે અને બાળપણથી જ એમણે રાજની બધી જીદ પુરી કરી છે.

રાજને 1 વર્ષ પહેલાંનો પોતાનો કોલેજનો ફર્સ્ટ ડે યાદ આવે છે. એનો જ સીનીયર જેનું નામ હતું રોહિત એ એન્ટર થતાની સાથે જ તેની બાઈક આંતરે છે અને તેેેેને બાઇક સ્ટંટ કરવાનું કહે છે. એ જ ટાઈમે મીલન પણ એન્ટર થાય છે અને બંને સાથે મળીને સ્ટંટ કરે છે અને પહેલા જ દિવસે સિનિયરને હરાવે છે. ત્યારથી રાજ અને મિલન બેેેેસ્ટ ફ્રેન્ડ બની જાય છે અને પહેલા જ દિવસથી પોતાનું આધિપત્ય જમાવી દે છે.

રાજ અને મીલન આજે પોતાની સિનિયોરિટી બતાવવા ઈચ્છે છે. રાજ મિલનને કહે છે કે બરાબર 8:30 વાગ્યે ગેટ માંથી જે કોઈ પણ એન્ટર થશે એણે આપણી અગ્નિપરીક્ષા માંથી પાસ થવું પડશે પછી જ ક્લાસરુમમાં જવા મળશે. આખું ગ્રુપ આ વાતથી એક્સાઇટ થઈ જાય છે અને હાય-ફાઇવ કરે છે. બધા 8:30 થવાની રાહ જૂએ છે અને દરવાજા તરફ  મીટ  માંડીને બેઠા છે........

,___________________________________________________

કોણ આવશે 8:30  વાગ્યે ? કોઈ છોકરી કે છોકરો ? જે કોઈ પણ આવશે એ રાજ ગેંગને હરાવશે કે હારી જશે ? જાણવા માટે
વાંચો 
પ્રણય ચતુષ્કોણ ભાગ - 2.