Pyar to hona hi tha - 9 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | પ્યાર તો હોના હી થા..! - ૯

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્યાર તો હોના હી થા..! - ૯

પ્યાર તો હોના હી થા..!
ભાગ-૯

❤ ઈશ્ક કી આગ ન જાને ક્યાં લાયેગી અંજામ ❤
???????????????

શનિવારની સવાર હતી. વિકેન્ડના કારણે આજે ઈરફાન અને નિયતિને રજા હતી. બને પોતાના કામોમાં ફ્રી હતા એ જોઈ ઈરફાને નિયતિને મળવા બોલાવી. ઈરફાન કેફે પર પહોંચીને નિયતિની રાહ જોઈ રહ્યો હતો. થોડીવારમાં નિયતિ પણ ત્યાં પહોંચી.

"બોલ ઇર્ફી , શું થયું આમ અચાનક આજે મળવા બોલાવી?"

"અરે કઈ નઈ થયું વિકેન્ડ છે તો મળી લઈએ.."

"બસ બસ, ગપ્પાં ઓછા માર , કામની વાત કર.."

"હે હે.. , આદિત્ય સાથે મારી વાત થઇ બે દિવસ પહેલા.."

"ઓહ, તો એ વાત છે? શું સમાચાર નિગારના?"

"સમાચાર થોડા સિરિયસ છે. એ પાગલની જેમ બીહેવ કરે છે. ડ્રિન્ક, સ્મોક, ડ્રગસ બધું જ લે છે. હાલ મુંબઈમાં છે. એની કોઈ ફ્રેન્ડ દીપિકાના P.G. માં.."

"ઓહ, બહુ ગંભીર વાત છે આતો..."

"હા, એટલે જ તને બોલાવી છે. મને સાચી સલાહ આપવાવાળી એક તું જ છે. એતો તું જાણે જ છે. હાલ એ આત્મહત્યા કરવાની પણ કોશિસ કરે છે. એવું આદિત્યે કહ્યું.."

"ઇર્ફી, વાત બહુ ગંભીર છે. જો એને કઈ ઊંધું સીધું કર્યું તો તારી પર આફત આવી જશે. હવે જે કરવાનું છે એ તારે જ કરવાનું છે.."

"હા , પણ શું કરું તો આ પરિસ્થિતિ માંથી બહાર આવી શકાય?"

"જો સાંભળ ધ્યાનથી. છોકરીઓ આ બાબતે બહુ સેન્સીટીવ હોય છે. એ પોતાનું ધાર્યું ન થાય તો કઈ પણ કરી શકે. એટલે હવે તારે એને એકવાર રૂબરૂ મળી એને પ્રોબ્લેમ શું છે એ જાણીને એને સમજાવવાની કોશિસ કરવી જોઈએ. જો તું એની સાથે આગળ નથી વધવા માંગતો તો એનું સચોટ કારણ એને આપ. જો એ સમજી ને આગળ વધે તો તારી પરિસ્થિતિનો ઉકેલ મળી શકે. જાણું છું તારા માટે બધું ખુબ જ અઘરું છે. અહીં નવો બિઝનેસ છે. ઇન્ડિયા જઈશ તો કેટલા સમય માટે ત્યાં રોકાવું પડશે અને શું હાલત થશે એ બધા સવાલો તને થતા હશે, પણ એ વાત વિચાર કે એ છોકરી વધુ આઉટ ઓફ કન્ટ્રોલ બની તો તારી જિંદગી એક ઝાટકે ખરાબ થઇ જશે અને તું ના પોતાને માફ કરી સકીશ કે ના એ સમસ્યા માંથી જલ્દી બહાર આવી સકીશ.."

"નીતુ.. આઈ કેન અન્ડરસ્ટેન્ડ.. પણ તું જ કહે મારુ તો બંને બાજુ નુકશાન જ છે. હાલ હું ઇન્ડિયા જાઉં તો ત્યાં મારે રોકાવું પડે, કેમ કે એક દિવસમાં આ પરિસ્થિતિનું નિવારણ ન આવે. અને હું ત્યાં રોકાઉ તો અહીંયા બિઝનેસમાં પ્રોબ્લેમસ વધે..."

"પણ તારે આ સ્ટેપ તો લેવું જ રહ્યું. આ વસ્તુ લાઇટલી લઈ શકાય એમ નથી. હું બનશે એટલા પ્રયત્નો કરીશ કે તારી અહીંની પરિસ્થિતિમાં હેલ્પ કરું.."

"હા નિયતિ, થેન્ક્સ ડિયર.. ચાલ તો હું આજ રાતની જ ફ્લાઇટ કરાવીને મુંબઇ પહોંચું.."

"ઓકે, ટેન્શન ના લે, સૌ સારા વાના થશે. અહીંનું હું સંભાળી લઈશ. તું આરામથી નીકળ.."

"ઓકે નિયતિ, હોપ બધું સારું થાય. હું આદિને કોલ કરીને આ વિષે માહિતી આપું છું. એને પણ મુંબઇ બોલાવી લઉં."

"હા ઓકે. એ સારું રહેશે.."

નિયતિ અને ઈરફાન કેફે માંથી ઇરફાનને ઇન્ડિયા જવું જોઈએ એવો નિર્ણય કરીને છુટા પડ્યા. ઈરફાને ઘરે પહોંચી તત્કાલની જ રાતની ફ્લાઇટ બુક કરી અને પેકિંગ કરવા લાગ્યો.

**********

દર્શને અને દીપિકાએ નક્કી કર્યું હતું એ પ્રમાણે આજે વિકેન્ડ હોવાથી અક્રમને મળવાનું નક્કી કર્યું. શનિવારની સાંજે ૬:૩૦ એ દર્શનના કહેવા પ્રમાણે અક્રમ જુહુ બીચ પર પહોંચ્યો. દીપિકા અને દર્શન પહેલેથી જ ત્યાં એક ચટાઈ પાથરીને એના પર બેઠા બેઠા નારિયેળ પાણી પી રહ્યા હતા.

"હાય, દર્શન.." અક્રમેં આવતાંવેંત બોલ્યો.

"ઓહ.. હાય અક્રમ.. આવ બેસ.." દર્શને ઉભા થઇ અક્રમને આવકાર આપ્યો અને બંને દીપિકા સાથે ચટાઈ પર બેઠા.

"નમસ્તે.. " અક્રમ દીપિકા સામે બન્ને હાથ જોડી આદરથી બોલ્યો.

"નમસ્તે.." દીપિકા એ પણ એનો પ્રત્યુત્તર આદરભાવથી આપ્યો.

"તો બોલ ભાઈ આજકાલ શું ચાલે છે?"

"બસ દર્શન જો, આજકાલ તો પ્રેક્ટિસ સેશન વધુ હોય છે. રેડબોલ એન્ડ વાઈટબોલ બંને પર ભરપૂર પ્રેક્ટિસ કરું છું. સાથે બોલિંગની પણ તૈયારી ચાલે છે. દુઆ કરજે કે આઈ.પી.એલ માં જલ્દી નંબર લાગે.."

"સ્યોર ભાઈ, ફ્રેન્ડ આઈ.પી.એલ. માં રમે એનાથી મોટી ખુશીની વાત શું હોય.."

"હમ્મ, બાકી તારે કેવું ચાલે છે?"

"મારે તો બસ હાલ અમુક પ્રોજેક્ટસ છે. બાકી તો દીપિકા સાથે જલસાની લાઈફ.."

"વાહ, સહી હૈ બોસ.."

"તો અક્રમ તારી એક નાની મદદ જોઈએ છે. તું મારો ફ્રેન્ડ છે એટલે તારા પર ભરોસો મૂકીને વાત કરી શકું છું."

"હા ભાઈ આમ ફોર્માલિટી ન કર. બિન્દાસ બોલ.."

"આજે અમે બન્ને તને અહીં મળવા આવ્યા છીએ, એ પરથી તને થોડી હિંટ તો મળી જ ગઈ હશે.."

"ના ના, એમાં શું હિંટ મને થયું વિકેન્ડ છે તો આજે ફ્રેન્ડ્સ મળી શકે એમાં મોટી વાત શું છે.."

"હમ્મ બટ વાત એ છે કે તું અમારી મદદ કરે તો અમે એક પરિસ્થિતિનું સમાધાન કરી શકીએ.."

"હા, ભાઈ કરીશ હેલ્પ તું સીધે સીધું જે હોય તે બોલ.."

દર્શને દીપિકા સામે જોયું. જાણે બંને વચ્ચે આંખોમાં વાત ચાલતી હોય એમ દર્શન દીપિકા પાસેથી સયોરિટી માંગતો હતો અને દીપિકાએ આંખો મટમટાવીને હા માં જવાબ આપ્યો હોય એમ લાગતું હતું.

"તો જો ભાઈ, વાત એમ છે કે...." દર્શન એક ઊંડો શ્વાસ ભરીને બોલ્યો. અક્રમ એને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. જુહુ બીચ પર લોકોની ઉભરાતી ભીડની આ ત્રણેને કોઈ પરવાહ નહોતી. ત્રણે પોતાની વાતોમાં જ ગૂમ હતા.

"બોલ ને ભાઈ.. આમ સંકોચાઈને વાત ના કર.."

"અક્રમ તને યાદ છે? થોડા દિવસ પહેલા તે નિગાર વિષે મને પૂછેલું અને મેં તને માહિતી આપેલી.."

"હા યાદ છે ને ભાઈ... બોલ શું વાત છે?"

"જો મેં તને એ સમયે સવાલો કરેલા પણ મને તે થોડા ટેડા જવાબ આપ્યા હતા. હું જાણતો હતો છતાં મેં આર્ગયુમેન્ટ કર્યા વગર તને માહિતી આપેલી. પણ અત્યારે અમારી નાજુક પરિસ્થિતિ છે એટલે તને મળવા આવ્યા છીએ."

"શું મદદ જોઈએ બોલ ભાઈ.."

"અક્રમ એક ફ્રેન્ડ તરીકે પૂછું છું ખોટું ન લગાડતો. તું નિગાર વિષે જાણવા માંગતો હતો એનું કોઈ એવું કારણતો નથી ને કે તું એને લાઈક કરે?"

"ના ભાઈ એવી વાત નથી, હું મારા ક્રિકેટ માંથી જ ઊંચો નથી આવતો" અક્રમેં થોડીવાર વિચારીને જવાબ આપ્યો.

"તો પછી આ માહિતી તે મારી પાસે કેમ માંગેલી?"

અક્રમ થોડી દુવિધામાં મુકાયો. આદિત્ય એ એને કહેવાની ના પાડી હતી. પણ આજે દીપિકા અને દર્શનના ચહેરા પરથી એમની ચિંતા એને દેખાતી હતી. અક્રમ માટે આદિત્ય અને દર્શન બંને ખાસ મિત્રો હતા. પણ એકને કહેવાથી બીજાને દુઃખ થાય એવું હતું. પણ અક્રમેં પરિસ્થિતિ જોતા દર્શનને વાત જણાવવાનો નિર્ણય કર્યો. દીપિકા અક્રમના ચહેરાના એક્સપ્રેશન જોઈ રહી હતી. એને થતું હતું કે આ વ્યક્તિ કંઈક તો છુપાવી રહ્યો છે. થોડીવાર મુગ્ધ બન્યા પછી અક્રમ દર્શન અને દીપિકા સામે જોઈને બોલ્યો.

"તમેં બંને શું વિચારશો એ હું નથી જાણતો પણ હું જે હકીકત છે એ કહું છું. મારો એક ફ્રેન્ડ છે આદિત્ય અમદાવાદમાં એ ઘણા સમયથી નિગારની તપાસ કરતો હતો. એના અને મારા કોમન ફ્રેન્ડ દ્વારા મને એ ભાળ મળેલી. દર્શનના મોઢે ઘણા સમય પહેલા નિગાર અહીં આવી છે એવું મેં સાંભળેલું એટલે મેં આદિત્યને ફોન કરીને જણાવ્યું કે હું મારા ફ્રેન્ડ દર્શનને મળી પછી તને એ વિષે જણાવીશ. ત્યારબાદ આપણે મળેલા અને જેટલી મહિતી મળી શકે મેં મેળવી અને આદિત્યને આપી. બદલામાં મેં એને પૂછેલૂ કે એને કોના માટે આ જોઈએ તો પહેલા તો ફેરવી ફેરવીને જવાબ આપ્યા પણ થોડા દિવસ પછી એને કહ્યું એનો જીગરી દોસ્ત છે ઈરફાન. એને આ માહિતી જોઈએ છે.."

ઈરફાનનું નામ સાંભળતા જ દીપિકા અને દર્શનની આંખો પહોળી થઇ. ચહેરા પર એક ખુશી ઝળકી. ન જાણે કેમ એમને એવું લાગ્યું કે એમને જે કળી જોઈતી હતી એ આજે મળી ગઈ. અક્રમ નિખલાશતાથી દર્શન અને દીપિકાને આખી વાત જણાવી રહ્યો હતો.

"અક્રમ એક મિનિટ.. તું આ ઈરફાનને ઓળખે છે?"

"સાચું કહું તો ક્યારેય જોયો પણ નથી મેં એને. આદિત્યનો ખાસ ફ્રેન્ડ છે. એને બધી ખબર હશે.."

"તો હવે તું જેમ આદિત્યનું કામ કર્યું એમ અમારું કામ કરી શકે?"

"શું કામ?"

"આદિત્યને પૂછી શકે કે ઈરફાન આજકાલ ક્યાં છે? શું કરે છે?"

"હા, એમાં શું પ્રોબ્લેમ છે. હાલ જ ફોન કરું.."

"હાલ નઈ. હું તને જણાવીશ એ પછી તું કરજે.. અને અક્રમ પ્લીઝ નિગારની હાલત બહુ ખરાબ છે. અમે બંને એને કેવી રીતે સાચવીએ છીએ એ તો અમારું મન જાણે છે. એટલે આદિત્ય તારી પાસે હવે કોઈ માહિતી માંગે તો એને જણાવજે પણ અમને કહેજે કે એને શું શું માહિતી લીધી.."

"સ્યોર ભાઈ.."

"અને હા, આપણી આ મુલાકાતની ચર્ચા ગુપ્ત રાખી શકે તો અમે જલ્દી આ પરિસ્થિતિ માંથી બહાર આવી શકીશું.."

"સ્યોર ભાઈ આ વાત કોઈને નહી જણાવું.."

"થેન્ક્સ અક્રમ, અમારા લાયક કઈ પણ કામ હોય તો કહેજે. આજે તે અમારો ઘણોખરો બોજ હળવો કર્યો.."

"એમાં શું થેન્ક્સ ભાઈ. આ તો મારી ફરજ છે. તમારા લાયક કામ હશે તો જરૂર જણાવીશ.."

અક્રમ દીપિકા અને દર્શન નિગારની પરિસ્થિતિ અને અક્રમ પાસેથી ઘણીખરી માહિતી મેળવીને છુટા પડ્યા. દર્શન દીપિકાને P. G. પર ડ્રોપ કરવા ગયો. નિગાર બાલ્કનીમાં બેસીને ચા પી રહી હતી. એ જોઈ બન્નેએ થોડી રાહતની સાંસ લીધી.

"હે નિગાર, શું વાત છે. આજે ડ્રિંકની જગ્યા એ ટી.."

"હા.." નિગાર હળવું સ્મિત આપતા બોલી.

દર્શન પણ બન્ને સાથે બાલ્કનીમાં આવીને બેઠો. મુંબઇની ચમકતી રોશનીને ત્રણે જોઈ રહ્યા હતા અને જાણે હવે દુવિધામાંથી બહાર અવાશે એવો વિચાર દર્શન અને દીપિકા મનમાં સેવી રહ્યા હતા.

"આદિત્યને ઓળખે છે ?" નિગારને ધીમા અવાજે દીપિકાએ પૂછ્યું..

"હા, કેમ?" નિગાર દીપિકા સામે ફરી અને પ્રશ્નાર્થ ભાવે જોઈને બોલી.

"કેટલી સારી રીતે ઓળખે?"

"બહુ સારી રીતે તો નઈ, પણ ઈરફાનનો ખાસ ફ્રેન્ડ છે એટલે એક-બે વાર મળી છું... પણ તું કેમ પૂછે છે?"

"એને પૂછ્યું તે ક્યારેય કે ઈરફાન ક્યાં છે?"

"હા , અમદાવાદ હતી ત્યારે પૂછ્યું હતું પણ એને કોઈ માહિતી નહોતી.."

"તને કેમ એવું ન થયું કે એનો ફ્રેન્ડ છે એ ખોટું બોલતો હોય તો?"

"થયેલું પણ મને નથી લાગતું કે એને માહિતી હશે. કેમ કે મારી હાલત જોઈ એ મને કહી દેત. ચહેરાથી બહુ શરીફ લાગે એ.."

"કદાચ તું એને પરખવામાં ભૂલ કરી ગઈ હશે. અમને માહિતી મળી છે કે આદિત્ય ઈરફાનને તારી હાલત વિષે જણાવે છે.."

"વોટ... એવું બને જ નહીં.."

"હા એવું જ છે. એની વેય , અમે કોશિસ કરીએ છીએ કે આદિત્ય પાસેથી ઇરફાનની ભાળ મેળવીએ.."

"હું એને ફોન કરું.."

"ના, તું એને ન કરતી નહિતર એ સચેત થઇ જશે. આદિત્યનો ફ્રેન્ડ છે એક અક્રમ અમે એના દ્વારા એની પાસેથી માહિતી કઢાવીશું. તું હવે થોડી સ્વસ્થ થા, હવે એ દિવસ દૂર નથી કે ઈરફાન તારી સામે ઉભો હોય.."

દીપિકા અને દર્શનની વાતો સાંભળી નિગારના ચહેરે ચમક આવી. જાણે બહુ જલ્દી એ ઈરફાનને મળવાની હોય એ રીતે એની આંખો ઉત્સાહથી છલકી ઉઠી. ઇરફાનનું નામ સાંભળતા જ નિગાર ચાનો કપ બાજુમાં મૂકી ચેર પરથી ઉભી થઈને ડાન્સ મુવ્સ કરવા લાગી. દીપિકા અને દર્શન એની નિખલાશતા અને માસુમિયતથી ભરેલી એ ખુશીને જોઈ રહ્યા. બંને પણ મનોમન ખુશ થયા કે આજે એમને કારણે નિગારના ચહેરે આ ખુશી ફરીવળી. પણ બીજી જ ક્ષણે એ ખોવાઈ ગઈ કેમ કે એ વિચારી રહ્યા હતા કે જો અક્રમ પાસેથી કોઈ માહિતી ન મળી તો નિગાર પછી અસ્વસ્થ બની જશે. એની આ ખુશી ઝાઝું નહીં ટકે.

[ક્રમશ:]