Pranay Saptarangi - 1 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય સપ્તરંગી - 1

પરોઢ થવાની તૈયારી હતી. શહેરની સુપ્રસિદ્ધ હોસ્પીટલ સીટી મલ્ટી ઓપરેશનલ હોસ્પીટલનાં દસમાં માળનાં અઢાર નંબરનાં સ્પે.રૂમમાં સાગર ખૂલ્લી આંખે સૂઈ રહેલો. આખી રાત વિચારોમાં ગાળી હતી ક્યારે સવાર થાય એની રાહમાં જાણે જાગી રહેલો. આખી રાત એને માનસિક પીડામાં કાઢી હતી. જીવનની આ રાત ક્યારે પસાર થાય અને આનંદની સવાર પડે એની જ રાહ જોતો હતો.

રાત્રી દરમ્યાન નર્સ બે થી ત્રણ વાર આવી ગઇ દવાઓ આપવા - ટેમ્પરેચર માપીને અને છેલ્લી વાર ટકોર કરીને ગઇ કે સાગરભાઇ સૂઇ જાવ તમારે આરામની ખૂબ જરૂર છે. તમને ત્રાન્ક્વિલાઇઝેર આપી શકાય એમ નથી તમે કુદરતી રીતે નિશ્ચિંત મન કરીને સૂઇ જાવ એજ તમારા માટે સારું છે.

સાગર કાયમની જેમજ નર્સને અશક્ત શરીર હોવાં છતાં કંઇક કહેવા ગયો અને વાચાએ સાથ ના આપ્યો. વાચા હણાઇ ગઇ હતી એટલે આંસુઓએ સાથ આપ્યો અને એ વરસી ગયાં પરંતુ નર્સ સૂચના આપીને નીકળી ગઇ. એને સાગરનાં આંસુ કે કોઇ લાગણી સાથે મતલબ નહોતો એને ફક્ત ફરજનુંજ ભાન હતું સાગર એને જતી જોઇ રહ્યો અને વરસતી વિવશ આખો ધીમે રહીને બંધ કરી.

આંખો બંધ કરવા સાથે એને જૂની યાદો એ ઘેરી લીધો જીવનની શરૃઆતથી આજ સુધીની બધીજ વાત એક એક પળ એને યાદ આવવા લાગી. નિતરતી આંખોએ અગ્નિનું સ્વરૂપ ધારણ કર્યું આંસુ સૂકાયા અને અગ્નિ ભડકયો. માંડ માંડ મનને પાછુ શાંત કર્યું અને યાદો વાગોળવા લાગ્યો. જીવનની બધી જ યાદો મેઘ ધનુષ્યનાં રંગ જેવી સપ્તરંગી હતી. બધાંજ રંગ જીવને બતાવી દીધાં હતાં છતાં એનાં ગમતાં રંગ, લીલો, ભૂરો- ગુલાબી એજ એવાં રંગ જેવી યાદો તાજી થઇ ગઇ.

સાગર બેડ પર થોડું લંબાવીને સૂતો. એણે ઓશીકા ઉપર માથું બરાબર ટેકવ્યુ અને રૂમની સીલીંગને એકી નજરે જોઇ રહ્યો. યાદ આવી અને હોઠનાં ખૂણે થોડું સ્મિત આવી ગયું.

"એય સાગર... શું વિચારે છે ? આમ ક્યારનો ગૂપચૂપ ઉભો છે ? સાગરે પલટીને પાછળ જોયુ કે આ મીઠો ઘંટડી જેવો અવાજ કોનો છે ? એણે જોયું એની કલાસની એની મિત્ર સીમા ઉભી છે. અને સાગરને પૂછી રહી છે. સાગરે બે ઘડી એની સામે જોયુ અને પછી સ્મિત કરતાં કહ્યું હું એક રાજકુવરીની રાહ જોતો ઉભો હતો હવે એ આવી ગઇ છે એટલે વિચાર બંધ અને વાચા ચાલુ... એમ કહેતાં બંન્ને હસી પડ્યાં.

સાગર અને સીમા બંન્ને કોલેજનાં છેલ્લાં વર્ષમાં એકજ કલાસમાં અભ્યાસ કરતાં હતાં. બન્ને વચ્ચે સારી દોસ્તી હતી. હજી દોસ્તીમાં પ્રેમે દસ્તક નહોતી દીધી. બન્નેની દોસ્તી હતી ઘણી ગાઢ પણ હજી કોઇએ પ્રેમ કરું છું એવું કહેવાની પહેલ નહોતી કરી. સાગર ભણવામાં હોશિયાર હતો અને ઉચ્ચ મધ્યમ વર્ગનો એકનો એક કુટુંબમાં છોકરો હતો. સાથે સાથે થોડો રોમેન્ટીક ગંભીર અને વિચારશીલ હતો. એ કોઇ પણ વિષયની ચર્ચા કે માન્યતામાં વિશ્વાસ કરે પછી એનો માન આપતો એને સ્ત્રીઓ માટે ખાસ માન હતું. અને કાયમ એ રીતે જ વર્તન કરતો.

સાગર દેખાવમાં હેન્ડસમ હતો અને સાથે સાથે કપડાં પહેરવામાં પ્રવિણ હતો એટલે વધુ સોહામણો લાગતો હતો. સીમા એનાં કલાસમાં જ હતી. એનાં કુટુબમાં એ એની બહેન એનાં માતા પિતા આમ ચાર જણાં હતાં સીમા પણ દેખાવમાં સુંદર અને વિચારશીલ હતી. સીમાને સાગરનો દેખાવ અને સ્વભાવ બન્ને આકર્ષતા હતાં. સાગર કાયમ સ્ત્રીઓને માનભરી નજરે જોતો એ એને ખૂબ ગમતું કોલેજનાં બીજા રોમીયો જેવા કે સ્ત્રીઓને ટીકી ટીકીને ગંદી નજરે જોતાં એવા છોકરાઓથી ખૂબ નફરત થતી અને ચીડ ચડતી એ લોકો સ્ત્રીને પુરુષનાં હાથનું રમકડું અને આનંદનું સાધન સમજતાં. અને સાગરનાં વિચારો ઘણાં ઉચ્ચ હતાં.

સાગર અને સીમાં કોલેજનાં અત્યારમાં સાથે હતાં અને કોલેજની ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં હતાં. સાગરને ગાવાનો ખૂબ શોખ હતો એ જૂના અને નવાં બધાંજ ગીતો સુંદર ગીતો ગાતો કોલેજ ઇવેન્ટમાં એની ટેલેન્ટ દેખાઇ આવતી અને કાયમ એ ઇનામ જીતી લેતો.

કોલેજનાં અંતિમ વર્ષની ફાઇનલ એક્ઝામ આવી ગઇ અને સાગર સીમા પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયાં. અને હમણાં મળવાનું પણ બંધ થઇ ગયું.

પરીક્ષાઓની તૈયારીઓનાં સમયગાળા દરમ્યાન બંન્ને જણાં ખંતથી મહેનત કરવા લાગ્યા. સાગર ખૂબ ગંભીરતા પૂર્વક અભ્યાસ અને પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એને થયુ કંઇક ખૂટે છે. આટલી બધી તૈયારી દરેક વાતની સગવડ છતાં ક્યાં કંઇક ખૂટે છે. અંદરને અંદર એ વિચારવા લાગ્યો કે મને આ શું થઇ રહ્યું છે કંઇ સમજાતું નથી છતાં મન પર સંયમ જાળવીને અભ્યાસમાંજ ધ્યાન આપ્યું.

સીમાને પણ આ સમયગાળા દરમ્યાન સાગરનો સાથ ખોટ સજાર્વા લાગી કંઇક ખાલીપો અનુભવવા લાગ્યો એને ખબર પડી ગઇ કે મારું હૃદય સાગર તરફ ખેંચાણ અનુભવી રહ્યું છે. એને થયું કે મને સાગર માટે પ્રેમ થયો છે ? મને એનું ખેંચાણ કેમ થઇ રહ્યુ છે મને નથી સમજાતુ છતાં પરીક્ષા સામે આવીને ઉભી છે એટલે સંયમ કરીને તૈયારીઓમાં લાગી ગઇ બીજા વિચારો બધાં શાંત કરી દીધાં.

પરીક્ષાઓ પુરી થઇ ગઇ. રીઝલ્ટ પણ આવી ગયુ બંન્ને જણાં પ્રથમ વર્ગમાં પાસ થઇ ગયાં હતા. રીઝલ્ટ લીધાં પછી બંન્ને જણાં કોલેજનાં પ્રાંગણમાં વાતો કરવાં ઉભા રહ્યાં. બંન્ને જણાની નજરો મળી અને આંખોએ વાતો કરી લીધી. સાગરે કહ્યું "પરીક્ષાની તૈયારીઓમાં મારી બીજી ધણી પરીક્ષાઓ થઇ ગઇ મને એવું લાગ્યું કે મન મસ્તક અભ્યાસમાં લીન છે અને હૃદય ક્યાંક બીજે બ્રખલીન છે. સીમાએ કહ્યું "સાગર તમે મારાં મનની વાત કહી. પછી હસતાં હસતાં કહ્યું. "તમે સાયન્સ સ્ટુડન્ટ હોવા છતાં આમ સાહિત્ય રસીક કેવી રીતે રહી શકયા ? સાગરે કહ્યું " લાગણીઓનાં પુરમાં હું ક્યારે શાયર થઇ ગયો મને ખબરજ ના પડી અને બંન્ને હસી પડયાં.

સાગરે કહ્યું "સાચું કહું સીમા આટલા વખતથી આપણે સાથે છીએ સાથે અભ્યાસ કરીએ વાતો કરીએ પરંતુ આ છેલ્લા સમયગાળામાં મને અહેસાસ થયો કે હું તારા વિના અધૂરો છું નહીં જીવી શકું. સીમા આઇ લવ યું. હું આજે મારી જાતને તારી સામે આમ કબૂલ કરતાં નહીં રોંકી શકું. સાગર આજે બધીજ સીમા પાર કરીને બસ ફક્ત તારોજ થઇ ગયો છે તને સ્વીકાર છે ?

સીમા થોડું શરમાઇને બોલી હે મારાં સાગર આજે સીમાની આનંદની સીમા ઓળંગાઈ ગઇ મને પણ પાક્કો એહસાસ થઇ ગયો છે. આપણે એકબીજા વિના સાવ અધુરા છે. સાચું કહું તો સાગરમાં સીમા ભળી ગઇ અને સાગર આજે અમાપ થઇ ગયો સાગરે કહ્યું "હવે પ્રેમ સાગર ઉમટાઇને બધીજ સીમા પાર કરી ગયો અને બંન્ને જણાં સ્થળ કાળ ભૂલીને એકબીજાની બાહોમાં પરોવાઇ ગયાં. ત્યાંજ કોઇનો મોટેથી બોલવાનો અવાજ સંભળાયો અને બંન્ને જણાં ચમકીને જુદા પડી ગયાં.

સીમાની બહેન અનીતાએ આવીને બૂમ પાડી ઓ દીદી હું તમને ક્યારની બૂમ પાડું છું અને આ પ્રેમ મિલાપનું દશ્ય જોઇ ચૂપજ થઇ ગઇ અને મંદમંદ હસવા લાગી. સીમાતો અમીતાને જોઇ શરમાઇને છોભીલી પડી ગઇ. એણે સ્વસ્થ થતાં કહ્યું અરે અમી તું ? આતો રીઝલ્ટ અમારું બંનેનું ખૂબ સરસ આવ્યું તો અભિનંદન ની આપ લે હતી.

અનીતાએ કહ્યું "અરે ખૂબ સરસ આપ લે હતી તમે તો આ દુનિયાની બહાર કોઇ બીજી દુનિયામાંજ અભિનંદન આપતાં હતાં અને હસવા લાગી.

સાગરે સ્થિતિ સંભાળતાં કહ્યું "હલો આઇ.એમ.સાગર ત્રિવેદી એમ કહીને જાતેજ પોતાની ઓળખાણ આપીને કહ્યું અને તમે ? અનીતાએ આંખો નચાવતા કહ્યું "ઓકે મી.સાગર આઇ.એમ.અનીતા, સીમા'સ સીસ્ટર, બાય ધ વે તમારા લોકોનો શું પ્રોગ્રામ છે ? હું કંઇ વચ્ચે હડ્ડી તો નથી બનીને ? નહીતર વિદાય લઊ. સીમાએ કહ્યું ના ના કોઇ પ્રોગ્રામ નથી બસ હું ઘરેજ આવું છું ચાલ અને સાગર સામે આઁખ મીચકાવી કહ્યું આઇ વીલ કોલ યું. સાગરે કહ્યું ઓકે "સ્યોર" પણ "એક મીનીટ" એમ કહીને એણે કાગળ સીમાને આપ્યો સીમાએ અનીતાની નજર ચૂકાવી કાગળ લઇ લીધો.

અનીતા સીમાથી ત્રણ વરસ નાની બહેન એ પણ આ કોલેજમાં જ ભણતી પરંતુ પહેલાં વર્ષમાં હતી અને સીમા છેલ્લા વર્ષમાં એની ફાઇનલ એક્ઝામ પણ આપી દીધી હતી. અમીતા ખૂબજ ખૂલ્લા વિચારો વાળી અને અલ્લડ યુવતી હતી. સીમા અને અનીતામાં આસમાન જમીન જેવો તફાવત હતો. અનીતા એનાં પહેરવેશ અને સ્ટાઇલને કારણે પ્રથમ વચ્ચેજ કોલેજમાં પ્રખ્યાત થઇ ગઇ હતી. સીમા પહેલેથીજ શાંત-શરમાળ-સુંદર અને સંસ્કારની સીમામાં જીવવા ટેવાયેલી હતી. સરવાળે અમીતા એનાથી સાવ વિપરીત હતી એનાં ડ્રેસ સંપૂર્ણ નવીજ લેટેસ્ટ સ્ટાઇલ અને ફેશનનાં હોય અને કોઇ વાતે કંઇ ચલાવી લે એવી નહોતી. દેખાવમાં પણ સીમા કરતાં અમીતા વધુ સુંદર હતી અને છલકતી સુદરતાનું પ્રદર્શન પણ ખૂબ કરતી. સીમાને એ ગમતું નહીં. એણે ઘણી વાર અમીતાને ટોકી હતી "અમી સમય ખૂબ ખરાબ ચાલે આવી રીતે કપડાં અને શરીરનું પ્રદર્શન ના કર ક્યાંક કોઇની ગંદી નજરમાં સપડાઇ જઇશ ત્યારે ખૂબ મોડું થઇ ગયું હશે તું તારું વધુ ધ્યાન રાખ મને તારી હંમેશ ચિંતા રહે છે.

અમીતાને સીમાની આ શીખામણ બીલકુલ ગમતી નહીં. એણે તરતજ વળતો જવાબ આવતાં કહ્યું "દીદી તમને નહીં સમજાય ખબર નહીં તમે કઇ સદીમાં જીવો છો. હું જે છું એ બરાબર છું અને મારી જાતને પ્રદર્શીત કરીને પણ એનું રક્ષણ કરવું બરોબર આવડે છે. સીમાએ કહ્યું" તું જ બોલે છે કે પ્રદર્શીત કરવું. કેમ તું જાતે ના સમજે ? પ્રદર્શીત વસ્તુઓ થાય શરીર નહી. અમીતાએ સીમાને લાડ કરતાં કહ્યુ "દીદી તમને નહીં સમજાય મને જોઇને હું ભલભલાને લાળ ટમકાવતા જોઉં છું. અને હું ગૌરવ અનુભવું મને ખૂબ મજા આવે છે અને હું મારા રૃપ માટે અભિમાન અનુભવું છું. તમે નાહક ચિંતા કરો છો. હું કરાટે ચેમ્પીયન છું ભલભલાને માત કરી દઊં એમ છું. કહીને બહાર જવા નીકળી ગઇ. સીમા અનીતાને જતા જોઇ રહી...

* * * * *

ભાવિન શાહ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં મોટાં અધિકારી હતાં. એમની બંન્ને દિકરીઓ સીમા અને અમીતા બંન્ને ખૂબ વ્હાલાં હતાં. એમની ડયુટી પુરી જવાબદારી અને પ્રમાણિક્તાથી નિભાવતા હતાં. તેથી ડીપાર્ટમેન્ટમાં એમનું નામ હતું. એમની પત્નિ સરલાને પણ પોતાના પતિનું ગૌરવ હતું. સરલા હંમેશા અમીતાને ટોકતી" તું આમ વધુને વધુ અલગારી અને ફેશનપ્રિય થતી જાય છે જરા ધ્યાન રાખ સીમા પાસેથી કંઇક શીખ એમ કાયમ ટોકી સીમાનો દાખલો આપતી. પરંતુ અમીતા તો અમીતા હતી. અમીતાને ઘરમાં અને બહાર ગ્રુપમાં બધા પ્રેમથી અમી કહેનેજ બોલાવતાં.

* * * * *

સાગરનાં પિતા કંદર્પરાય ત્રિવેદી બાહોશ અને બહાદુર પોલીસ ઓફીસર હતાં. એમની સેવાઓની કદર રૂપે એમને નોકરીમાં બઢત મળી હતી અને ડેપ્યુટી પોલીસ કમીશ્નર બની ગયાં હતાં. કંદર્પરાયની કારકીર્દી નિષ્કલંક અને બહાદુર ઓફીસર તરીકે હતી. શહેરનાં અસમાજીક તત્ત્વો એમનાંથી થર થર કાંપતા અને એમનાં બંદોબસ્તમાં કયાંરેય અરાજકતા પ્રસરી નહોતી. સાગર એમનો એકનો એક દીકરો હતો અને સાગરની માં કૌશલ્યા બહેન એને ખૂબ પ્રેમ કરતાં અને હાથમાં ને હાથમાં રાખતાં.

સાગર અને કંદર્પરાયનાં સ્વભાવમાં ખૂબ અંતર હોવા છતાં બંન્ને બાપદિકરાને એકબીજા વિના એકપળ ચાલતું નહીં. કંદર્પરાય ચૂસ્ત પોલીસમેન હતાં. એમની કરડી આંખોની નજર સુટમાં આરોપીનાં પેન્ટ ભીના થઇ જતાં. પરંતુ પોતાનાં દીકરા સાગર માટે હંમેશા આંખોથી કરુણા અને પ્રેમ જ વરસાવતાં. સાગર સશક્ત પરંતુ સ્વભાવ પ્રેમાળ લાગણીશીલ અને કવિ હૃદયનો હતો. એને કળામાં ખૂબ રસ હતો નાનપણથી સંગીત, ગીત અને કવિતાઓમાં રસ હતો. ખૂબ સારુ લખી શકતો ગાઇ વગાડી શકતો.

પિતા કંદર્પરાયને સાગરની આ કળાઓ માટે ખૂબ માન હતું. ક્યારેક પોતાને પણ આવો બધો શોખ હતો પરંતુ સ્કૂલમાંથી NCC માં કેડેટ તરીકે સર્વપ્રથમ આવ્યા બાદ એમનો રસ પોલીસની નોકરીમાં વધુ લાગ્યો. એમની ઇચ્છાતો આર્મીમાં જવાની હતી પરંતુ કુટુંબમાં એ પણ એક જ પુત્ર હતા તેથી માતા-પિતાની સંમતિ ના મળી અને પોલીસ ફોર્સમાં જોડાઇ ગયાં. પરંતુ પોલીસની સખ્ત નોકરી અને ફરજો વચ્ચે પણ તેઓ ગીત-સંગીત માણી લેતાં. દેશનાં પ્રખ્યાત શાયરો અને કવિસંમેલનો નાં કોઇ પ્રોગ્રામ હોય કે લાઇવ ગીત-સંગીત ગઝલનો કાર્યક્રમ હોય તો સમય કાઢીને એ માણી લેતાં. સાગરને પણ પિતાની આ પસંદ અને કળા માટેનાં પ્રેમનો પૂરો ઓછાયો નાનપણથી મળેલો. આમ ઘરમાં કાયમ ગીત સંગીત-કવિતા-જ્ઞાન-વિજ્ઞાન-પ્રદેશનાં પ્રશ્નો, વિગેરેની ચર્ચાનાં વિષયો રહેતાં.

હાલમાં સ્ત્રીઓ અને ખાસ કરીને કુમળી બાળાઓ ઉપર થતાં બળાત્કારનાં બનાવોએ કંદર્પરાયને પણ અસ્વસ્થ કરી મૂકેલાં અને સદાય ચિંતિત રહેતાં.

********

સાગર અને સીમા કોલેજમાંથી છુટા પડ્યાં, સાગર ક્યાંય સુધી સીમાને અમીતા સાથે જતો જોઇ રહ્યો. બંન્ને બહેનો એકટીવા ઉપર બેસીને ગઇ ત્યાં સુધી જોતો રહ્યો અને આંખોમાં સીમાનેજ પરોવતો રહ્યો. સ્કૂટરને ચાલુ કરીને વળતાં પહેલાં સીમાએ આખરી નજર કરી સાગરને સ્મિત આપી આંખોથી વિદાય આપી. સાગર જોઇ રહ્યો અને વિચારમગ્ન થતો ઘર તરફ જવા નીકળ્યો.

સીમા ઘરે પહોંચીને પહેલાંજ પોતાનાં રૂમ તરફ દોડી ગઇ અને એને સાગરે આપેલા કાગળનું કૂતૂહૂલ હતું. એ ચઢતાં શ્વાસે પોતાના બેડ પર બેઠી અને ઝડપથી પડી ખોલીને કાગળ વાંચવાનો ચાલુ કર્યો જેમ જેમ વાંચતી ગઇ તેમ તેમ ચહેરાં ઉપર પ્રસન્નતા છવાતી ગઇ. એનું હૃદય આનંદથી ઉછળવા માંડ્યુ અને આંખોમાં ભીનાશ છવાઇ ગઇ કાગળ છાતી સરસો ચાંપી એને એક વાર વાંચવાથી સંતોશ ના થયો થોડીક લખેલી લીટીઓ કાગળની એનાં હૃદય કમળ ઉપર અંકાઇ ગઇ. વારંવાર વાંચવા લાગી જાણે કાગળનું લખાણ વાંચી રહીં. પણ ચાવીને હૃદય મનમાં ઉતારી રહી હતી. આજે એને ખૂબજ આનંદ આવી રહેલો. એને લાગ્યું એનાં નિરસ જીવનમાં નવું પ્રકરણ ખૂલીને આનંદમયી જીવવા માટે આમંત્રણ આપી રહ્યું એણે ફરીથી સંબોધનથી શરૃ કરી તારો સાગર સુધીનું વાંચન ફરી ફરી વાંચી લીધું.

પ્રિય સીમા તું સાગરની .......

હું તને આ પ્રેમપત્ર લખી રહ્યો છું. મને ખબર નથી પણ એટલી ચોક્કસ ખબર છે કે આ શરીરમાં રહેલાં જીવે બીજા જીવને પારખીને સ્વીકારી લીધો છે અને એને અનહદ પ્રેમ કરે છે. લાગણીઓનો જાણે વરસાદ વરસી રહ્યો છે અને એની ભીનાશ મારી આંખમાં ઉભરાઇ આવી છે. આનંદનાં પણ આંસુ આવે એ આજે અનુભવ્યું તારાં માટે આ પત્રનાં શબ્દો નથી પરંતુ મારાં હૃદયથી લખેલાં આમાં પ્રેમ બિંદુ છે.

આજે હું તારી પાસે મારાં પ્રેમનો પ્રસ્તાવ મૂકું છું અને જન્મોજન્મ તારો સાથ નિભાવવા અને તારી સંભાળ રાખવાનું વચન આપું છું રૂબરૂ આ શબ્દો કેવી રીતે વ્યક્ત થશે ખબર નથી પરંતુ લખી શક્યો છું એ મારી ઉત્તેજનાની અસર છે. સીમા એક વાત ચોક્કસ છે કે તારાં પ્રેમની પરિસીમા કોઇ નથી બસ તારાં પ્રેમમાં ગળાડુબ ડૂબી જવા માગું છું મારો સ્વીકાર કરી તારાં આગોશમાં સમાવી લે બસ એજ અરજ.

સાગરમાં સરીતા સમાય એવી મારી સીમા

મારાં પ્રેમમાં નહીં હોય કોઇ પણ પરીસીમા

ઉછળતાં મારાં પ્રેમસ્પંદનોને બાંધ્યા તે સીમા

હવે જન્મો જન્મ બસ તારો થઇને રહીશ સીમા

બસ ફક્ત તારોજ પ્યાસો સાગર....

સીમા વારે વારે વાંચીને કાગળ જાણે ધરાતીજ નહોતી. એણે વિચાર કર્યો કે હું સાગરને જવાબ ચોક્કસ જ આપીશ. એને સાગરનાં વિચારોમાં પ્રેમ અંકુરનાં શબ્દો સ્ફુરવા લાગ્યા એ તુરંત કાગળ પેન લઇને લખવાનું ચાલુ કર્યું.

મારાં પ્રેમ સાગર,

તમારાં પ્રેમ સ્પંદનો સીધાંજ મારાં હૃદયકમળ પર અંકિત થઇ ગયાં. સીમાઓમાં બંધાયેલી સીમા જાણે આજે મુક્ત થઇ ગઇ અને સરીતા બની સાગરમાં ભળી ગઇ. હું ક્યારેય હવે તમારાથી જુદી નહીં થઉં મારાં જીવનો કણ કણ, મારી બુંદ બુંદ તમારા વિશાળ પ્રેમ સાગરમાં સમાઇ ગઇ.

હે મારાં પ્રેમ મારાં સાગર મારો સ્વીકાર કરી લો. મે તો ક્યારનોય તમારા હૃદય હારે પ્રેમ સંદેશનાં સંકેત મોકલ્યા હતાં. રાહ જોતી આ વૈરાગન આજે સંતૃપ્ત થઇ ગઇ. એહસાસનાં આં વધામણાં મને પુલકીત કરી ગયાં.

જ્યારે રૂબરૂ મળીશ ત્યારે ખબર નથી મારું હૃદય મને શું કરવા મજબૂર કરશે પંરતુ આજ પળથી હું ફક્ત તમારી બની ગઇ તમને જ વરી ચૂકી છું. મારો સ્વીકાર કરો.

સીમા નામ મારું પણ સરીતા બની સમાઇ ગઇ

તમારાં પ્રેમ સાગરમાં સીમા વટાવી સમાઇ ગઇ

વિશાળતાની સીમા ભૂંસી પ્રેમ હું લૂંટાવી ગઇ

સીમા રાખું જગતની બસ હું ફક્ત તમારી થઇ ગઇ.

તમારીજ સીમા રેખામાં રહી તમને જ ચાહતી સીમા.....

સીમા ખૂબ આનંદ સાથે પત્ર લખીને વિચારી રહી આજનાં 21મી સદીનાં સમયમાં આ પત્ર લખી રહયાં છીએ ? સાગરે ધાર્યું હોત તો મોબાઇલ દ્વારા પણ મને આજ સંદેશો મોકલી આપ્યો હોત પરંતુ એમણે કાગળ લખ્યો. સીમાને થયું સાચેજ સાગર ખૂબ વિશાળ વિચારશીલ છે. આ પત્રલેખનનો રોમાંચ કંઇક અનેરો જ છે. એણે લખેલો પત્ર હાથમાં લીધો અને કેવી રીતે પહોંચાડવો એ વિચારવા લાગી. રૂબરૂ મળતાં પહેલાં આ પત્ર પહોચવો જરૂરી છે. સીમાનાં રોમ રોમમાં રોમાંચ હતો. એ વિચારમાં બેસી રહી ત્યાંજ એનાં રૂમનાં દરવાજે ટકોરા પડ્યાં એણે પૂછ્યું કોણ ? તો અમીતા હતી.

અમીતાએ સીમાનાં ચહેરાં સામે જોઇને કહ્યું "અરે દીદી શું વાત છે આજે તો તમારો ચહેરો સોળે કળાએ ખીલ્યો છે ને કાંઇ ? શું વાત છે ? તમારી આસપાસ જાણે આનંદનો મેળો ભરાયો છે કહોને શેની ખુશી છે મને પણ ભાગીદાર બનાવો.

સીમાએ કહ્યું "અરે અમી એવું કંઇ નથી તું પણ ખાલી... એ આગળ બોલે પહેલાંજ અમીએ કહ્યું " ચલો મને બનાવો નહીં મને ખબર છે બધી મને લાગે સાગરનાં પ્રેમની ભરતી છે આ બધી હે ને? અને સીમા સાવ શરમાઇ ગઇ. અમીએ કહ્યું દીદી તમે અઢારમી સદીની છોકરીની જેમ કેમ શરમાવ છો ? બી બોલ્ડ બોલો એજ વાત છે ને ? સીમાએ અમીને ગળે વળગાવીને કબૂલાત કરી લીધી. અમી તારાંથી શું છુપુ છે ? હા સાવારે આજે મને પ્રેમની પ્રપોઝલ આપી અને મેં સ્વીકારી લીધી છે. અમે બંન્ને એકબીજાને ખૂબ ચાહીએ છીએ પસંદ કરીએ છીએ.

અમીએ કહ્યું "અરે વાહ દીદી... તમને તો તમારો સાથીદાર મળી ગયો. સાગર આમ પણ સારાં લાગે છે એમનો સ્વભાવ-દેખાવ-અને બધીજ જાતની આર્ટ છે એમનામાં. તમને તો બત્રીસ લક્ષ્ણો મળી ગયો ફાવી ગયાં હાં કે… અને હસવા લાગી. પણ મારી દીદી પણ કંઇ કમ નથી એ પણ ખૂબ સુંદર અને સંસ્કારી છે મારાં કરતાં તો વધુજ સમજદાર છે કંઇ નહીં ચાલો કોન્ગ્રેચ્યુલેશન પણ તમારે એમ નહીં ચાલે મને પાર્ટી આપ્યા વિના તમે લોકો રૂબરૂ પહેલાં નહીજ મળી શકો. પ્રોમીસ કરો પાર્ટી મળશે.

સીમાએ હસતાં હસતાં કહ્યું તારી પાર્ટી પાકીજ અને પ્રોમીસ પણ આપું છું કે એ પહેલાં અમે રૂબરૂ નહીં મળીએ પરંતુ એ પહેલો તારે આજેજ મારું એક કામ કરવું પડશે. બોલ કરીશ ?

અમીએ કહ્યું "ઓકે એમાં શું મોટી વાત છે ? ચોક્કસ કરીશ. બોલો શું કામ છે ! સીમાએ કહ્યું "મેં એક પત્ર લખ્યો એ સાગર માટે તારે એ એમને રૂબરૂ આજે જ અત્યારે પહોચાડવો પડશે. દીદી અત્યારેજ ? ઠીક છે પણ આ જમાનામાં

કાગળ ? કેમ એમની પાસે મોબાઇલ નથી ? અ હસવા લાગી. સીમાએ કહ્યું" છે મારી દુશ્મન આપણાં કરતાં પણ લેટેસ્ટ પણ એમને આવું બધું ગમે છે કંઇક અનોખું કરવું અને મને પણ એમની આવી પસંદ ખૂબ ગમે છે.

અમીએ કહ્યું ભલે ભાઇ લયલા મજનું તમે જાણો લાવો કાગળ હું અત્યારેજ આપી આવું. સીમાએ એક સુંદર કળામક કમરમાં અતરની છાંટ સાથે કાગળ પેક કરીને આપ્યો અને કહ્યું " બીજું કંઇ વધારે બોલીશ નહીં આપીને પાછી આવજે. અમી કહે પણ મને વંચાવ્યો પણ નહીં ? શું લખ્યું છે એમાં ? વંચાવો તે પછી આપી આવું. સીમા કહે ખબરદાર નથી વાંચવાનો. અમારી અંગત વાત સાથે તારે શું લેવાદેવા ? ના આપી આવવો હોય તો પાછો આપ.

અમી કહે આપી આવું છું હવે.. ખાલી મસ્તી કરું છું. અને એ કવર પર્સમાં નાંખીને ઝડપથી નીકળી એક્ટીવા ચાલુ કર્યું. ઉતાવળે સાગરને કાગળ પહોચાડવા નીકળી.....

પ્રકરણ - 1 સમાપ્ત.

પ્રકરણ-2માં અમી સાગરનાં ઘરે પહોચે છે. અને એનાં બંગ્લાનો ગેટ ખોલે છે અને સામે સાગરનાં પિતા કંદર્પરાય મળે છે. અમી કહે સાગરભાઇને મળવું છે. એમણે કહ્યું હા અંદર છે અને અમિતાને જોતાંજ રહ્યા અને આ છોકરીને ક્યાં જોઇ છે એ વિચારી રહ્યા... અને આશ્ચર્ય રીતે યાદ આવતાં જોઇ રહ્યાં વધુ આવતા અંકે..