Missing - The Mafia story - 16 in Gujarati Fiction Stories by Alpesh Barot books and stories PDF | મિસિંગ-ધી માફિયા સ્ટોરી - 16

Featured Books
Categories
Share

મિસિંગ-ધી માફિયા સ્ટોરી - 16

" મેં તને પેહલા જ કહ્યું હતું. રવિ સાથે ફક્ત મિત્રતા રાખજે, રવિ મને જેટલો ભોળો દેખાય છે. તેટલો લાગતો નથી..."

"પપ્પા આ વાત તમે કહી રહ્યા છો?" જાનકીએ કહ્યું.


"મેં તારાથી ઘણી બધી વાત છુપાવી છે. મોકો મળ્યો તો તને આજે રવિની હકીકતથી પણ વાકેફ કરાવું,તેણે આપણી ઓફિસમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી કરી હતી."

"તો તમે મને કહ્યું કેમ નહિ?"

"ફક્ત એટલે કે તે તારો મિત્ર હતો.જો રવિને લીધે તારી હાલત શુ થઈ છે. "

"પપ્પા આમાં રવિનો શુ વાંક ગુનો?"


મારી મમ્મી હું જ્યારે નાની હતી. ત્યારે જ ભગવાનને ઘરે જતી રહી હતી. પણ મારા મમ્મી અને મારા પપ્પા બને ગણું તો તે એક જ હતા. તેંને હું મોટી થઈ આજની ઘડી સુધી મમ્મીની ગરજ નથી સારવા દીધી..
પોતાના ઓફિસથી પણ સમય કાઢી મારા માટે તે કેટલું કરતા, નાના વેવસાય માંથી આજે ભારતના ટોપ ધનિકોમાં તેનું નામ છે.


મને તેની દરેક વાત ગમે છે. પણ પપ્પાને કેમ નથી સમજાતું, કે હું રવિને પ્રેમ કરું છું.

ક્યાંક, નિલે જ પપ્પાને કઈ પટ્ટી પડાવી લાગે છે.. તે પણ ધીમેધીમે અહીં રવિની મદદથી નોકરીએ લાગ્યો હતો. બનેનો ઉછેર કચ્છ ભુજમાં થયો હતો. ભુજમાં એવું કંઈ ખાસ નોહતું, એટલે તેઓ અહીં જ અમદાવાદમાં સેટલ થવા માંગતા હતા. નિલ અને પપ્પા ઘણી વખત મોડા સુધી ઓફિસમાં એકલા બેઠા રહેતા, નિલથી પપ્પાને ખાસ લગાવ જેવો થઈ ગયો હતો. એ ભોળી શકલ પાછળ, મને એ ખૂની  દરિદો દેખાતો હતો.ચાંદની કેમ આ નિલના હણફેટમાં આવી ગઇ હશે? મગજમાં જાત જાતના પ્રશ્નો ઘર કરી ગયા હતા. દિવસ ભર મને શારીરિક યાતનાઓ આપવામાં આવી રહી હતી. મારી કોઈ વાત માનવા તૈયાર નોહતું, કે હું નિર્દોષ છું.  પુલીસ એનું કામ કરતી રહી, સામ, દામ, દંડ ,ભેદ બધું જ અજમાવી લીધું હતું. પણ મારી પાસે નિલની કોઈ જ માહિતી નોહતી. પપ્પાએ મારા જામીનની કોઈ વ્યસસ્થા હજુ સુધી કેમ નહિ કરી હોય?



                 ****

 " તું મારી સાથે છેતરપીંડી કરી રહ્યો છે?" ભુરિયાએ કહ્યું.

"હું કઈ સમજ્યો નહિ!"

" એકાઉન્ટમાં પચાસ કરોડનું લેવડદેવડ થયું છે. તે મને કહ્યું નહિ?"

"ટેન્સનમાં હતો, ભારતીય પુલીસને આપણી તમામ હરકત ખબર પડી ગઈ છે. ઉદયપુરમાં કરેલી તે રમત વિશે પુલીસ જાણી ગઈ તો, બધી જ રમત અહીં થોભી જશે, પછી આ આયાત નિકાશ, ભારતમાં બે નંબરના વેપારમાં આપણો વિકાસ બધું જ અટકી જશે..."


"ઠીક છે..." ભુરિયાએ કહ્યું.


 
ભેદી, ટાપુ જેવો ટાપુ હતો. લોકો અહીં આવતા થરથરતા હતા. અહીં ભૂત-પ્રેતનો વસવાટ છે. એ જગ જાહેર છે. એજ વસ્તુ નો ફાયદો નિલ અને તેની ટોળકીને મળ્યો હતો. અહીં તમામ બે નંબરના ધંધાઓ ઓપરેટ થતા હતા. અહીંથી ભારતની સીમાઓ નજદીક હતી. એટલે વેપાર પણ સરળતાથી થતો હતો.


"બોસ જાનકીનું શુ કરવાનું છે?"

"એ મેટર ધીમેધીમે થાળે પડી જશે... તું ધંધામાં ધ્યાન આપ, હું કઈ સેટિંગ પાડું છું."

                *****

" *** આ મરેલા વ્યક્તિને પણ કબરમાંથી બહાર કાઢશે?" નિલે કહ્યું.


"મતલબ?"

"દુનિયા માટે, તો હું મરી જ ગયો છું ને?"


" હા, કેટલી મેહનત કરવી પડી..."

"મેહનત સાથે ભૂલ પણ કરી...." ભુરિયાએ કહ્યું.

"ભૂલ હું કઈ સમજ્યો નહિ!"

"સંદીપ, અને ચેતનની હત્યા.. કરી તે સહુથી મોટી મૂર્ખતા હતી તારી."

"ઠીક છે, માન્યું, કે આપણે સંદીપ, ચેતન જીવતા મૂકી દીધા હોત... પછી શું?"


"કઈ ફોડી લેત.... એતો આપણે.."

"તને બહુ પ્રેમ આવે છે. એ બને પ્રત્યે..."

"તો જે  રીતે લોકો ને મારી રહ્યો છે. મને લાગે છે, તું મારુ પણ ક્યારેક કરી નાખીશ..."

"હા, અચકાઈશ નહિ...."
 નિલે સહજતાથી કહ્યું.

ક્રમશ