Bhaino E-mail - 1 in Gujarati Love Stories by Hardik Galiya books and stories PDF | ભાઈનો ઇ-મેઇલ ભાગ ૧

Featured Books
Categories
Share

ભાઈનો ઇ-મેઇલ ભાગ ૧

      

     કાવ્યા અને રાજેશ બંને ભાઈ બહેન એકબીજાથી એક મિનિટ પણ અલગ રહી શકે નહિ. નાને થીજ એક શાળા માં ભણેલા. સાથે શાળાએ જાય અને સાથે જ આવે. કવ્યા નાની હતી છતાં પણ ભાઈ નું દફતર તથા નાસ્તાનો ડબ્બો પોતે જ  ઉપાડે.રાજેશ થોડો તોફાની પોતાનો ડબ્બો તો જમે પરંતુ કાવ્યા નો નાસ્તો પણ એ જમતો.  થોડી ઉંમર થઈ અને ધીમે ધીમે બંને પોતાના રુચિ ના વિષય માં આગળ ભણવા લાગ્યા.
     આ દુનિયામાં ભાઈ બહેનના સંબંધ જેવો કોઈ સંબંધ નથી. આ સંબંધમાં ઉમર કે શરીર કઈ જોવાતો નથી. માત્ર ને માત્ર પ્રેમ  બસ. અને એ જ પ્રેમમાં હસી-ખુશી, સુખ-દુખ,ઝઘડા-સમાધાન, બધું જ આવી જાય છે. રક્ષાબંધનના દિવસે બંને ભાઈ બહેન સાથે જમે સાથે બેસી ને મજા કરે ઉમર થઈ છતાં પણ રક્ષાંધનના દિવસે તો સાથે જ હોય બંને બેસી ને જૂની યાદો તાજી કરતા.
    સમય પસાર થતો જાય છે. હવે રાજેશ ને બહાર ભણવા માટે જવાનું થાય છે. હવે બંને ને અલગ પડવું પડે છે. કવ્યાં ને ગમતું તો નથી પરંતુ ભણવા મટે જવાનું હોવાથી ના પણ કહી શકતી નથી. બંને જોડે થોડો સમય વિતાવે છે. કાવ્યાં ને પણ થોડું સારું લાગે છે.
    આખરે એ દિવસ આવી ગયો રાજેશ હવે કેનેડા જવા માટે નીકળે છે.મમ્મી પપ્પા અને કાવ્યા રાજેશ ને એરપોર્ટ સુધી મુકવા જાય છે. બંને ફરી રડે છે પરંતુ રાજેશ કાવ્યા ને પ્રોમિસ કરે છે કે પોતે દરેક રક્ષાબંધન પર ઇન્ડિયા આવશે અને રાખડી બંધાવશે અને સારી રીતે ભણશે. હવે રાજેશ ની ફ્લાઇટ ને થોડી જ વાર હતી બંને ખૂબ રડે છે આખરે રાજેશ કેનેડા જાય છે.
    રાજેશ સારી રીતે ભણે છે અને બહેન ને કરેલા પ્રોમિસ પ્રમાણે દરેક રક્ષાંબંધન પર ઇન્ડિયા આવે છે અને બહેન ને મળે છે. પોતાનો રક્ષાંબંધનનો આ કાર્યક્રમ ફિકસ જ રેહતો.
     રાજેશ ૪ વર્ષ તો ઇન્ડિયા આવી ને રક્ષાંબંધન મનાવતો રહ્યો  પરંતું
સમય અને ભણવા ના લીધે એક વર્ષ રક્ષાંબંધનમા ઇન્ડિયા આવી શક્યો નહિ. કાવ્યા ખૂબ ગુસ્સે થઈ અને કહ્યું અખા વર્ષમાં એક જ વાર તો બોલવું છું હવે એમાં પણ નહિ આવે ?....રાજેશ પરિસ્થિતિ સમજાવી બહેન ને મનાવી લીધી. આગળના વર્ષે પણ એવું જ થયું. સમય પરિસ્થિતી અને ભણવાનું આ બધું જોતા આ વર્ષે પણ રાજેશ ઇન્ડિયા આવી શક્યો નહિ ફરી વાર બહેન નો એ જ ગુસ્સો.
       રજેશે કાવ્યા ને મનાવવાની કોશિશ કરી પરંતુ કાવ્યા માને એવું લાગતું નોહતું. ઘણા સમય સુધી રાજેશ એ કાવ્યા ને મનાવાની કોશિશ શરૂ રાખી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. હવે તો કાવ્યા એ રાજેશ સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી.રાજેશ ના ફોન કોલ્સ નો જવાબ ના આપે સરખી વાત ન કરે અને વાત કરે તોપણ ટૂંકાવી નાખે પરંતુ બંને વચ્ચે પ્રેમ ઓછો ન થયો અને રાજેશ છતાં પણ તેને મનાવતો લાંબા સમય સુધી તેણે કાવ્ય અને મનાવવાનું છોડ્યું નહીં દરેક પ્રયાસ ના અંતે એક જ કારણ આવતું આખા વર્ષમાં નહીં પરંતુ એક રક્ષાબંધનના દિવસે પણ ના આવી શકે.
     બધા જ પ્રયાસો ના અંતે રાજેશે થાકીને નિર્ણય કર્યો કે હવે તે ઇન્ડિયા જશે ગમે તેમ થાય. એટલામાં કોલેજમાંથી એક સેમિનારમાં રાજેશ ને ઇન્ડિયા આવવાનું થયું. તેણે આ વાતની જાણ કાવ્યાને કરવાનું વિચાર્યું કે કદાચ કાવ્યા સમજી શકશે એવું જાણીને કાવ્ય ને વાત કરી. પરંતુ બીજી બાજુ કાવ્યા નેેે એવું જ લાગતું તું કે રાજેશ પોતાને મનાવવા માટે કઈ  રહ્યો છે. પરંતુ આ હકીકત હતી.

    (ક્રમશઃ)