આ વાર્તા એ કોઈ ના જીવન ની હકીકત કહેવા માગે છે.. હું આશા રાખું કે જેના કારણે છે એના સુધી પહોંચી જશે...
૧૯૯૫, ૧૦ ઓક્ટોબર ના રોજ રાત્રે એ લાડકી આ દુનિયામાં આવી છે... માતા પિતા ની એક ની એક જ દીકરી આરોહી.. એટલે લાડકી તો હોય જ ને.. નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને બધાને વહાલી લાગતી. મમ્મી પપ્પા માટે તે નાનકડી ને નાજુક સી જાન.
ધીરે ધીરે સમય વહેતો જાય છે.. આ લાડકી હવે યુવાવસ્થા મા આવી ગઈ છે.. મીડીયમ height સાથે નાજુક એવી પણ આકષિર્ત તો હતી જ. ૧૨ science સારા ટકા સાથે પાસ કર્યુ. માતા પિતા ની લાડકી હતી અને મમ્મી પપ્પા તેને પોતાનાથી દૂર કરવા માટે રાજી ના હતાં. તેથી નજીક ની એક કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ માં એડમિશન લઈ લીધું. હવે રોજ સવારે કેમ્પસ બસ માં કોલેજ જતી અને સાંજે ઘરે આવે. બસ માં જ એક કલાસમેટ શિવાની મળી એટલે બંને વચ્ચે સારી એવી દોસ્તી ગઈ. ત્રણ ચાર દિવસ માં તો એમણે ચાર છોકરીઓ નું ગૃપ બનાવી લીધું.
આરોહી જે બસ માં આવતી એ બસ માં બીજા ઘણા સ્ટુડન્ટ આવતા પણ આરોહી કામ સિવાય બીજા સાથે ઓછુ જ બોલતી. એ જ બસ માં ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ નો એક સ્ટુડન્ટ આવતો. એ શરુંઆત થી જ આરોહી ને નોટીસ કર્યા કરતો પણ આરોહી એવું કાંઈ ધ્યાન માં ના લેતી. શિવાની નું બસ સ્ટોપ પેલા આવતું અને આરોહી નું પછી. એમ થોડા મહિના સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું.
આજે મંગળવાર હતો. કોલેજ પુરી કરી બધા બસ માં ગોઠવાઈ ગયા હતા અને બસ ઊપડી. આરોહી બારી પાસે બેઠી હતી અને પવન ની લહેર એની લટ ને ઊડાવી રહી હતી. બસ માં છેલ્લી સીટ માં પાંચ છ મિત્રો કઈક ગણગણાટ કરતા હતા. કદાચ અનિકેત ને ચડાવી રહયાં હતા કે આજે આરોહી સાથે વાત કરી જ લે. રોજ ની જેમ શિવાની પોતાના સ્ટોપ પર ઊતરી ગઈ. છેવટે અનિકેત એ હિંમત કરી જ નાખી અને આવીને બેસી ગયો આરોહી ની સામે ની સીટ પર.
"હેલો, આઈ એમ અનિકેત" અનિકેત સ્ટાઈલ મારતા બોલ્યો.
આરોહી થોડી થોથવાય ગઈ અને પછી ધીરેથી બઉ ભાવ ના આપતા કહ્યું "હાય". પણ અનિકેત એમ કાઈ હાર માનીને ચુપ બેસે!!!
" મેં એવું સાંભળ્યું છે કે તું મેથેમેટિક્સ માં પાવરફુલ છે તો મને તારી હેલ્પ જોઈએ છે " અનિકેત આરોહી નું ધ્યાન પોતાની તરફ કેન્દ્રીત કરવા જરા જોશ માં બોલ્યો.
આરોહી ને બધું સમજાઈ રહ્યું હતું કે આ માણસ મને લાઈન મારવા આવ્યો છે એટલે પીછો છોડાવવા માટે કહ્યું "ના, એવું કઈ નથી અને મને બીજા કોઈ ને શીખવતા પણ નથી આવડતું." શીખવા નું કહેવા પેલા જ આરોહી એ અનિકેત ના પ્લાન પર પાણી ફેરવી નાખ્યું અને પોતાનું સ્ટોપ આવે એ પેલા જ બસ ના ડોર પાસે જઈને ઊભી રહી ગઈ.
..............
આજે ઘરમાં પણ આરોહી ને કયાય ગમતું નથી અને વિચારો માં ખોવાઇ જાય છે 'તે ફરીથી આવી કોઈ હરકત કરશે તો.... કોલેજ માં બધા સામે કઈ બોલશે તો!! ... આજે તો બસ માં બોલાવી.. પછી કોલેજ માં અને પછી પાછળ પડી જશે તો... આજે તો સ્ટોપ આવી ગયું એટલે બચી ગઈ પણ જો બીજી વાર આવું કઈ થયું તો હું શું કરીશ. આમ સતત વિચારો ની નિંદ્રામાંથી બહાર આવી જયારે મમ્મી નો અવાજ સાંભળ્યો "અરું, અરું, ચાલ બેટા જમવું નથી!! એમ તો જલદી જમી લેવું હોય તો આજે શું થયું છે.. શું વિચારે છે કયારની કોલેજ માં કઈ થયું ??"
એમ તો આરોહી મમ્મી ને બધી બાબતો વિષે વાત કરતી જ, પણ આ વખતે એને લાગ્યું કે અા અંગે કઈ કહેશે તો મમ્મી ને ટેન્શન થશે. " ના મમ્મી એવું કઈ જ નથી. હોમવર્ક નું આયોજન કરતી હતી હું. "
આરોહી જમીને રોજ થોડું વાંચી લેતી પણ આરોહી ને ટેન્શન ના લીધે એમાં પણ મન ના લાગ્યું એટલે સુઈ ગઈ.
આરોહી અનિકેત નો સામનો કરી શકશે??
......
ક્રમશઃ
............