મુસાફરી કરીને થાકી પાકી હું બસસ્ટેશને બેઠો હતો .મુસાફરીમાં કંટાળો આવ્યો હતો ને ભુખ પણ બહું લાગી હતી,લોકો પોત પોતાની ધુનમાં આમ તેમ ફરતા હતા. મારું ધ્યાન અચાનક સામેનાં પાર્ટી પ્લોટ તરફ ગયું તો મેદાનમાં ભવ્ય શરણાર અને સંગીતોની મહેફિલ જામી હતી, મારું ધ્યાન મંડપનાં દરવાજા તરફ ગયું, દરવાજે "xyz"પરિવાર સ્નેહ મિલન" લખેલ હતું તે જોઇ હું ખુશ થઇ ગયો કારણ કે પેટમાં ઉદંરડા દોડતા હતા અેવી ભૂખ લાગી હતી. મારું ખુશ થવાનું કારણ અે હતું કે સંગીતની મહેફિલ સાથે લોકો મંડપમાં લોકો જમી રહ્યા હતા. હું સ્ટેશનથી ઉભો થયો ને મંડપના દરવાજે પહોંચ્યો અને સિધો થાળી પકડી લાઇનમાં રહી ગયો. સૌ લોકો જમવાનું રાખી મારા તરફ જોવા લાગ્યા. કારણ કે હું અે જાતીના લોકોથી અલગ હતો . કોઇનાં ધ્યાનમાં આવતાં મને થાળી લઇને સ્ટેજ પાસે બોલાવામાં આવ્યો. ત્યાંના હાથમાં સ્પિકર વાળા શ્રીમાને પુછ્યું
કઇ જાતિના છો ?
મે હસંતા હસંતા જવાબ આપ્યો: માણસ
આ શબ્દો સાંભળી શ્રીમાન તો ખુશ થઇ મને મુખ્ય મહેમાનોનાં ટેબલે જમવાની વ્યવસ્થા કરી આપી.
હું તો પેટ ભરીને જમીને આભાર વ્યકત કરીને બસ સ્ટેશને પાછો આવીને બસની રાહ જોવા લાગ્યો. હું વારંવાર વિચાર કરતો હતો કે શાલું મને કેમ અાટલી સારી વ્યવસ્થા કરી આપી ? હું જાત બહારનો હતો તો પણ ? આ વિચારોમાં ડુબેલો હતો. થોડી વારમાં મારા પહોંચવાના સ્થળની બસ આવી હું ખુશી ખુશી બેસી ગયો. કારણ કે મારું પેટ ભરાઇ ગયું હતું ને થાક પણ ઉતરી ગયો હતો.
બસમાં ૧૧ નંબરની સિટ ઉપર બેસી ગયોને ૧૨નંબરની સિટ ખાલી રહી. થોડીવાર પછી અેક સ્ટેશનેથી અેક સજ્જન માણસ આવીને બેઠો. મે ભલા માણસને હળવી સ્માઇલ આપી. થોડીવાર રહીને ભલ ભલી વાતો કરવા લાગી ગયા. પછી અંતે ભાઇઅે મનની વાતતો પુછી જ લીધી.
તમારી જ્ઞાતિ કઇ ?
મે હસંતા હસંતા જવાબ આપ્યો: માણસ
પછી ભલા માણસ વધુ બોલ્યા નહિં ને ચૂપચાપ બેસી રહ્યા હતા પણ મારાથી પુછાઇ ગયું કે આ થેલીમાં શું છે ?
ભલા માણસે કહ્યુકે મારી મમ્મી બિમાર છે ને તેમનાં માટે લોહિની બોટલ છે
મે દુ:ખ ભર્યા સ્વરે જવાબ આપતાં કહ્યું
લોહી કઈ જાતીનું લાવ્યા?
ભાઇ ઉતાવળ ઉતાવળમાં કોઇ માણસ જાત સિવાયનું લોહી તો નહિં લઇ આવ્યાં ને ? જરાક જાત ચેક કરીને લાવત તો સારું!!!!
માહિ આટલું કહીને ભલા માણસને કંઇક ખોટું કહી દેવાયાનો ખેદ અનુભવતો ઉતરવાના સ્થળે ઉતરી પડ્યો .
માણસ આજકાલ જાતી,ધર્મ,ગરીબ-ખાનદાન,કાળો-ગોરો, માં વધારે રસ ધરાવતો હોય છે. પોતે મનુષ્ય જાતનો હોવા છંતા આ પરિબળોનાં કારણે પ્રાણી સમાન બની જતો હોય છે. માણસ જાતનું ભગવાને લાલ રક્ત આપ્યું છે તેમાં પણ જાત પુછવા છોડતો નથી.
જો ધર્મ જ અપનાવાનો હોય તો "માનવતા ધર્મ" અપનાવો! દાન કરવો જ હોય તો જરૂરિયાત મંદને દાન કરો, જરૂરિયાતો ને દાન કે મદદ કરશો તો મદદ લેનારનાં કાળજા માથી જરૂર અેક શબ્દ તો નિકળશે જ કે માનવનાં રૂપમાં "ઇશ્વર"ઉતરેલા છે. બાકી ગરીબોના લૂંટી મંદિર, મસ્જિદમાં લાખો દાન ચઢાવશો તો સરવાળે ઝીરો જ થાય છે. ઇશ્વર લાલચૂ નથી કે જેમણે જે આપણને દાનમાં આપેલ છે તે પાછૂં તેમને જ ચઢાવીને ખૂશ કરવાનો પ્રયત્ન કરવો તો ભગવાન પણ વિચાર છે કે આ કેવો મુરખ છે કે મારું આપેલું મને જ ભીખમાં આપે છે.
માનવતાને ભૂલી લાલ રક્ત છોડી સફેદ લોહીની શોધમાં ફરવા કરતાં નાત જાત ભૂલી સમદ્રષ્ટી રાખશો તો કદાચ અેવું પણ બને કે જીવ ખૂશ થસે. બાકી ઇચ્છારૂપી જે માથે ભીખનું પોટલું લઈને ફરશો તો મૃત્યુ સુધી ભીખારી પણાનું પોટલું માથે ઉચકીંને ફરવું પડશે જ. તેમનાં કરતાં તો અેક સમયનું મેળવીને ખાવા વાળા લોકો ખુશીથી રહેતા હોય છે.
સોને કી થાલીમે ખાના,સોતે વક્ત સોને કી ગોલી લેના
વાહ!માહિ તેરી ખાનદાની ખૂદ કો મરીજ મેં ગીન લેનાં