Vankidhel sambandh in Gujarati Short Stories by Manisha Gondaliya books and stories PDF | વણકીધેલ સંબંધ

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

વણકીધેલ સંબંધ

હું પાનેતરમાં વીંટાયેલી સોળે શણગાર સજેલી... મારા સાસરિયે ઊભી હતી .. બસ મારો ગૃહ પ્રવેશ થતો હતો...સમય કરતાં વહેલા પહોંચી ગયેલા તેથી બધા વિવિધ ચીજો શોધતા ફરતા હતા... કંકુ ક્યાં છે??? થાળી ક્યાં છે?? જેવા વિવિધ આવાજ જાણે જાણે ક્યાંય ખોવાય ગઈ હોય એમ શોધતા હતા... મારા સાસુ રસોડામાંથી ઓસરી સુધી લગભગ દોડાદોડી કરી રહયા હતા... ત્યાંજ મારી બાજુ માંથી અવાજ આવ્યો... " રહેવા દયો માસી તમને નહીં મળે..." કોઈક દેખાવડી છોકરી બોલી રહી હતી આંખો પણ એના જેવી જ હસતી સુંદર મોટી મોટી ને ગહેરાઈ ભરેલી.... મારા પતિ સમીર બોલ્યા..

"આ ઉર્મિ છે... મારા નાનપણની દોસ્ત અને અમારી પાડોશી...અમેં સાથે ભણ્યાં ... સાથે રમ્યા ને મોટા થયા ... એ મોટા ભાગે અહીં જ હોય મમ્મી કરતા તો ઉર્મિ ને ઘરની કાઈ વસ્તુ ક્યાં છે તેની ખબર હોય...!"

બધી તૈયારી સાથે.. મારો ગૃહપ્રવેશ થયો... મેં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો... સમીર જ મારી જિંદગી છે.. ને એનું ઘર મારી દુનિયા... હું ખૂબ ખુશ હતી સાથે જ મન માં ખૂબ ગભરાટ હતો કે હું બરાબર બધું સંભાળી શકીશ ને?? સમીર મારાથી ખુશ રહેશે ને??? મારી સાસુમાને ખુશ રાખી શકિશ કે નહીં??
ઘરના લોકોએ અન્ય વિધિઓ પતાવી..... હું મારા ઓરડા તરફ જઈ રહી હતી... ને ... મેં જોયું કે ઉર્મિ...!!! મારા ઓરડામાં મારા આલીશાન ડ્રેસિંગ ટેબલના અરીસામાં જોયું પોતાનું કાજળ સરખું કરી રહી હતી...ને સમીર ... એને તો કઈ ફેર જ નહોતો પડતો એમ પોતાના ફોન માં કશુંક તાકી રહ્યા હતા...

મને જોતા જ એ હરખાય મારી નજીક આવી...... પૂર્વા આવ ને... ચાલ હવે મારે જવું જોઈએ....એ જતી રહે છે...
મારા થી બોલ્યા વગર ના રહેવાયું... "સમીર ઉર્મિ આમ....આપણા બેડરૂમ માં???" સમીર મારી વાત ને અધવચ્ચે જ અટકાવતા બોલ્યા... "એ નાની હતી ત્યારથી જ આ ઘરમાં બધાના રૂમ આમ જ આટા મારે છે.. એમ કશું જ અજુગતું નથી... પણ હવે એ પણ સમજી જશે..." ને મેં એમના ખભે માથું થાળી દીધું... મારુ સર્વસ્વ એમના આલિંગનમાં લપાય ગયું....

બે ત્રણ દિવસ હું જોયા કરતી એ બિન્દાસ મારી પરમિશન ની ચિંતા વગર મારા બેડરૂમમાં મારા રસોડા માં આવી જતી.....
લગ્ન બાદ હનીમૂન માટે જવાની મારી કે સમીરની ઈચ્છા નહોતી... જોકે સમીરની તો ઇચ્છા હતી.... પણ મેં અનિચ્છા દેખાડી તો સમીરે પણ થોડોક ઢોંગ કરી લીધો હતો...

એ સાંજે કોઈની ચિંતા કર્યા વગર એ સીધી જ મારા બેડરૂમમાં આવી ગઈ...હાથમાં બે ટિકિટ લઇ ને.... "લે સમીર આ બે ટિકિટ કેરળ ની... ફરવા લઇ જા... પૂર્વા ને એ સામેથી નહીં કયે.... " સમીર જાણતો હતો કે મને દરિયા કિનારા કરતા હિલસ્ટેશન વધુ ગમે... કાશ એને મને પૂછ્યું હોત.. પણ અમારા બેય વતી નિર્ણય કરનાર ઊર્મિ જ હતી ને... મને ખુબ ગુસ્સો આવ્યો હું કશું.. બોલી જ નહીં....

સમય વીતતો જતો હતો ને ઉર્મિ.... ઘર માં એ કહેતી એમ થતું... પરદા ક્યાં રંગના આવશે... રસોડામાં કેટલુ રાશન જોઇએ ત્યાંથી માંડી સમીરના શર્ટ પણ એની પસંદના આવતા...ને સમીર... એને ગુલાબી રંગ પસંદ ન હોવા છતાં ઉર્મિ લાવી છે જાણી હોંશે હોંશે પહેરી લેતા...

એક દિવસે હું આમ જ આગાસી પર તારા જોઈ રહી હતી... પાછળ થી ઊર્મિ આવી... અને..હસવા લાગી..કેમ પૂર્વા સમીર હેરાન નથી કરતો ને? કરે તો કેજે મને... ..." મેં ખોટે ખોટું હસી લીધું.... "હું તારી પણ બેસ્ટફ્રેન્ડ હો... સમીર ની જેમ જ..." એ અચાનક બોલી... મને સમજાયું નહીં... કે આવું કેમ કહે છે... મેં હસી ને માથું હલાવ્યું...ત્યાર થી એ મારા પર થોડીક વધુ મહેરબાન થઈ ગઇ.. બધા કામ માં મારી મદદ કરતી... મને સાથ આપતી... મારી સાથે વાતો કરતી.    મારા નવા ઘર માં રિતી રિવાજો પણ એને જ શીખવેલા... સમીર ની પસન્દ નાપસંદ
....મારા સાસુ ને ખુશ રાખવાના નુસખા......બધું હું એની પાસે થી જ શીખી....... મારા મન માં એના માટેની નફરત ઘટતી જતી હતી... પણ...
એક દિવસ બન્યું એમ કે... સમીર નો જન્મ દિવસ હતો એ મને કેન્ડલ લાઈટ ડિનર માટે લઇ જવાના હતા... ને ઊર્મિ એ મને કીધા કે પૂછ્યા વગર સરપ્રાઈઝ પાર્ટી રાખી દીધી... હું ખૂબ ખુશ હતી... કેમકે લાંબા સમય બાદ અમે બન્ને એકલા હશું... હું ખૂબ ખુશ થતી હતી.. પણ આ પાર્ટી ... ત્યાર બાદ સમીરે મને હળવેથી કહેલુ કે કઈ નહીં.. પાર્ટી પછી રાત ના શો માં મુવી જોવા જશું... ને અમે નીકળવાની તૈયારી માં જ હતા ત્યાં ..."સમીર જો આપણા ત્રણેય ની મુવી ટિકિટ..." ને અમે બંને એકલા સાથે જશું...એ વાત પૂરી થઈ ગઈ... મારા થી હવે એની આવી દખલ સહન થતી નહોતી... " મારે નથી જવું.. મુવી જોવા...." હું બોલી ગઈ... " મારી બેસ્ટ ફ્રેન્ડ નથી ને ??? ઉર્મિ બોલી ઉઠી...."ના જરાય નથી....".મેં કડાકાય થઈ જવાબ આપી દીધો...હું સીધી જ મારા રૂમ તરફ જાવા લાગી.. ઉર્મિ એ મારા હાથ પકડી લીધો... "પણ શું થયું છે??" એને પૂછ્યું... " શુ નથી થયું રમ પૂછ...  " ને મેં અત્યાર સુધી નો બધો ગુસ્સો ઠાલવી દીધો....

મારા સાસુ સસરા કાશુ જ ન બોલ્યા.... સમીર પણ અવાક ઉભો હતો....મેં બધા સામે જોયું... ને હું મારા રુમમાં જતી રહી... ખબર નહીં કેમ... મારા આંખના આંસુ રોકતા જ નહોતા.... સમીર પણ મને રડવા બાબતે ચાર પાંચ વાર ધમકાવી ચુક્યા હતા... પણ ...મારા આંસુ ઉભા રહેતા જ નહોતા... કદાચ કોક મારા સમીર માં ભાગ પડાવે એ મારાથી સહન જ નહોતું થતું... અડધી રાત પડી... ખબર નહીં . કેમ હું અગાસી પર ગઈ.. ઠંડી લહેરખી મારા ગાલ થઈ લાઇ મારા લટ સાહેલાવતી હોય એમ પસાર થઈ ગઈ.... ને ઉર્મિ ના ઘર ને અમારા ઘર  વચ્ચેની સાવ નાનકડી પારી ને હું નીરખી રહી.... ત્યાં જ કોઈક આવ્યું... હ એ ઉર્મિ જ હતી... " પૂર્વા...... " આટલું બોલી તેને મને જકડી લીધી..... રડતી હતી એ ખૂબ રડતી હતી.... " હું તારા ને સમીર વચ્ચે આવવા નહોતી ઈચ્છતી... હું તો એમ ઇચ્છતી હતી કે તું જે સમીર ખુશ રહો...... "

મેં એની સામે જોયું... આંખોમાં સમીર માટે અનહદ પ્રેમ હતો...." તને સમીર ગમતો.??..".... એને આંખ ઉંચી પણ ના કરી હું સમજી ગઈ હતી.. આ સમીર ને અનહદ પ્રેમ કરે છે .. પણ હા ... આ કોઈ દિવસ મારુ ઘર નહીં તોડાવે...  મેં ફરી એને છાતી સરસી ચાંપી લીધી.....