pruthvi ek adhuri prem katha bhag 14 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-૧૪

Featured Books
Categories
Share

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-૧૪

પૃથ્વી હું જ તારી નંદિની છું ને ?...

પૃથ્વી એ અદિતિ ના આંખો માં જોયું

પૃથ્વી ને માટે હવે અદિતિ અને નંદિની એક થઈ રહ્યા હતા.

પરંતુ અદિતિ ના પ્રશ્ન નો જવાબ શું આપવો ?

પૃથ્વી ના આંખ માં થી આંસુ વહેવા ની તૈયારી હતી. ત્યાં વિશ્વા બોલી “પૃથ્વી ..આપણે અદિતિ ને ઘરે લઈ જવી જોઈએ, એ હાલ થોડી ઘભરાયેલી છે.”

અદિતિ ધીમેક થી ઊભી થઈ.એના આંખો માં આક્રોશ સાથે આંસુ હતા.

અદિતિ : ના વિશ્વા..ક્યાં સુધી તમે હકીકત ને છુપાવશો? તમને લોકો ને શું આનંદ મળે છે મને સત્ય થી અજાણ રાખીને? તમે લોકો મારી પીડા નહીં સમજી શકો.

આ દરેક ઘટના ના મધ્ય માં હું છું ... દરેક વાકયાં મારી ગોળ ગોળ ફરે છે, મને સ્વપ્ન માં પૃથ્વી અને હું દેખાવ છું...નંદિની નહીં , આ ભેડીયાઓ મારા ખૂન ના પ્યાસા છે , vampires મારી રક્ષા કરે છે.મને vampires પ્રત્યે સહાનુભૂતિ છે એમના થી ભય નહીં,પૃથ્વી મુસીબત માં હતો ત્યારે મને પહલે થી જ ખબર પડી જાય છે, એ મારા અંતર નો અવાજ સાંભળી શકે છે અને હું એના. એ સદા મારી રક્ષા માટે આવી પહોચે છે.

કેમ ? જવાબ છે કોઈ પાસે ? મારૂ આખું જીવન એક સવાલ થઈ ગયું છે ,રાત્રે ઊંઘ નથી આવતી ,ડર લાગે છે કે શું દૂ:સ્વપ્ન આવી જશે.

ડર લાગે છે કે ખબર નહીં જંગલ ની કઈ ઝાડી માં થી કોઈ જાનવર મને ખેંચી જશે.એક માનવ માથી ભેડીયા બનતા મે પ્રથમ વાર કોઈક ને જોયું છે. એ ભેડીયા ઓ કહે છે કે હું કોઈ સાધારણ મનુષ્ય નથી, મારૂ ખૂન એમની શ્રાપ મુક્ત કરશે.કયો શ્રાપ અને શેનું શુધ્ધ ખૂન , શું આ બધુ જાણવાનો મને હક નથી ?

જો હજુ પણ તમે લોકો એવું માનો છો કે મને હકીકત જાણવાનો હક નથી તો ઠીક છે તમે તમારું સત્ય તમારી પાસે રાખો પણ એક આખરી વાત... કે આવી અસમંજસ માં હું મારી આખી જિંદગી ના વિતાવી શકું આવી રીતે તડપી તડપી ને ના જીવી શકું. એટ્લે.....”

અદિતિ એ પોતાની પાસે પડેલું તીક્ષ્ણ લાકડું ઉપાડી લીધું અને પોતાના હદય પાસે ધરી દીધું.

પૃથ્વી અને વિશ્વા એના પાસે ગયા

અદિતિ : ખબરદાર .... જો કોઈ મારી પાસે આવ્યા તો ....હું આ લાકડું મારા છાતી માં ઉતારી દઇશ.

પૃથ્વી ડરી ગયો “ પાગલપન છોડ અદિતિ .. એ લાકડું નીચે મૂકી દે... હું તને વિનંતી કરું છું.

વિશ્વા : મારી વાત માન અદિતિ અમે તારું ભલું જ ઈચ્છીએ છીએ.

અદિતિ : ના ઇચ્છશો મારૂ ભલું. મારે જીવવું જ નથી હવે. નથી રહવું આ મુંજવણ માં કે કોણ અદિતિ અને કોણ નંદિની?

બસ જતાં જતાં એટલું જ કહીશ પૃથ્વી

“ભલે હું તારી નંદિની ના હોવ પણ

...હું...હું તને પ્રેમ કરું છું અને હમેશા થી કરતી હતી. બસ ખાલી હું સ્વીકારવા તૈયાર નહોતી, હું તને એ વખતથી પ્રેમ કરતી હતી જ્યારે મે તને પ્રથમ વાર જોયો ,જ્યારે તે મારી રક્ષા કરી અને એ વખતે પણ જ્યારે હું તને નફરત કરતી હતી પણ ત્યારે પણ હું તને પ્રેમ કરતી હતી, તારી એક જલક જોવા આતુર એ તારા ઇંતેજાર ની દરેક ક્ષણે હું તને પ્રેમ કરતી હતી.બસ ફર્ક એટલો હતો કે મારા દિલ નો અવાજ મને સાંભળતો ન હતો.પણ આજે એ શંકા ના વાદળો હટી ગયા છે પૃથ્વી, અને આજે હું સ્વીકાર કરું છું કે હું તને અનહદ પ્રેમ કરું છું”.અદિતિ ના આંખો માં ચોધાર આંસુ હતા.

પૃથ્વી ઘૂંટણીયે પડી ગયો . આજે એનો વર્ષો જૂનો પ્રેમ જાગ્યો હતો. આજે એને એની નંદિની પછી મળી ગઈ હતી.

એણે ફક્ત આક્રંદ કર્યો. . ..... “નંદિની” .....

વિશ્વા પોતાના આંસુ રોકવાનો પ્રયત્ન કરી રહી હતી પણ અસફળ રહી.

પૃથ્વી: હા તું જ છે નંદિની ....મારી નંદિની.

આટલું સાંભળતા જ અદિતિ ના શંકા ના બધા દોર કપાઈ ગયા, અને એણે લાકડું ફેકી ને દોડતી પૃથ્વી તરફ ધસી ગઈ.

બંને એકબીજાને ભેટી પડ્યા.

પૃથ્વી : કેટલા વર્ષો થી ....ન જાણે કેટલા વર્ષો થી હું તારા આ શબ્દ સાંભળવા તરસું છું.

અદિતિ : પણ કેમ ? તે મને પેહલા જ કેમ યાદ ના અપાવ્યું ?શું લેવા આ દર્દ એકલો સહન કરતો રહ્યો?

પૃથ્વી: આ દર્દ નો તો હું હકદાર હતો જ, જે મે કર્યું ફક્ત તારા માટે જ કર્યું હતું.તારી યાદો ખોવાના પાછળ પણ હું જ જવાબદાર હતો.

અદિતિ: હું કઈ સમજી નહીં.

પૃથ્વી : તું કઈ સમજી શકીશ પણ નહીં.જે કઈ પણ ઘટના 70 વર્ષ પેહલા બની એના સાક્ષી તું ,હું,વીરસિંઘજી અને સ્વરલેખાજી જ છે.એ સમયે વિશ્વા પણ નહોતી.

અદિતિ : સ્વરલેખા આંટી ? એ કેવી રીતે ? મતલબ એ વખતે ત્યાં ? અને 70 વર્ષ પેહલા ? મને કઈ જ સમજાતું નથી મને શરૂઆત થી જણાવ.

પૃથ્વી થોડો સ્વસ્થ થયો.

પૃથ્વી: હું તને શરૂઆત થી બધુ જણાવું છું.

Flashback

આજ થી 145 વર્ષ પેહલા ની વાત છે.

આપના પરિવાર નજરગઢ માં સાથે રેહતા હતા. મારા પરિવાર માં મારી બહેન વિશ્વા,મારા પિતાજી અને માતા હતા ,અને તું તારા માતા પિતા ની એક જ સંતાન હતી.આપનું નાનકડું પચાસેક પરિવાર નું ગામ હતું. એ વખતે તો નજરગઢ માં ફક્ત જંગલ જ જંગલ હતું કોઈ મોટી વસાહતો કે ઇમારતો નહીં. બસ છૂટા છવાયા ઘર અને મોટા મોટા ખેતરો.એ વખતે બધા નો વ્યવસાય ફક્ત ખેતી જ હતો. તું અને હું નાનપણ થી જ ગાઢ મિત્રો હતા.જ્યાર થી હું પ્રેમ શબ્દ ને સમજ્યો ત્યાર થી ફક્ત તને જ પ્રેમ કર્યો છે.

પરંતુ એક દિવસ એવી ઘટના બની જેને આપના બધા ની દુનિયા જ બદલી નાખી.એ Black Day મને હજુ પણ યાદ છે.જ્યારે બધા ગામ વાળા રાતે મળીને ઉત્સવ ઊજવતાં હતા.ત્યારે આપના ગામ ની એક છોકરી ક્યાક ગાયબ થઈ ગઈ. અને બધા ગામ વાળા મશાલ લઈને એણે શોધવા માટે જંગલ માં ગયા.તું, હું અને વિશ્વા પણ એણે શોધવા માટે મશાલ લઈને એક તરફ નીકળ્યા, ઘણા કલાકો શોધ્યા પછી જ્યારે આપણે ગામ માં પાછા વળ્યા તો ....ચારે બાજુ આપના પરિવારજનો ની લોહી થી ખરડાયેલી લાશો પડી હતી.આખા ગામ નું એક પણ વ્યક્તિ જીવિત બચ્યું ન હતું.આપણે આપના માતા પિતા ને શોધવા આમ તેમ તરફડિયાં મારતા હતા એટલા માં વિશ્વા ક્યાક ગાયબ થઈ ગઈ, તુ અને હું એણે આમ તેમ શોધવા લાગ્યા.ત્યાં મે જોયું કે કોઈ કાળો મોટો પડછાયો તારા એકદમ પાછળ આવી ગયો અને તારા ગરદન પર પ્રહાર કર્યો, હું જોર થી ચિત્કાર કરી તારા તરફ ભાગ્યો પણ,એટલા માં મારા પાછળ આવીને કોઈએ મારા પર પ્રહાર કર્યો .......

બસ પછી અંધકાર જ છવાઈ ગયો.કઈજ સ્પષ્ટ નહીં, 2 દિવસ પછી જ્યારે આંખ ખૂલી ત્યારે હું નદી કિનારે હતો. ગામ થી ઘણો દૂર.આંખ ખોલતા જ જાણે હું આખો બદલાઈ ગયો હતો, મારા શરીર માં રક્ત તો હતું પણ ધબકાર નહોતા , જીવતો તો હતો પણ શ્વાસ નહોતા. એક અજીબ જ તરસ હતી મારા માં. મને ગામ માં બનેલા કિસ્સા ની યાદ આવી પણ આંખો માં આંસુ નહીં અને જરા પણ દુ:ખ નહીં જાણે મારા માં કોઈ ભાવના જ ના વધી હોય.ફક્ત અનુભવતી તો એ તરસ, એ તરસ છિપાવવા મે નદીનું પાણી પણ પીધું પણ બધુ જ બહાર નીકળી ગયું. મારી તરસ છિપાવવા ના બદલે વધતી ગઈ. હું અધમૂઓ થઈ ગયો હતો.છતાં પણ તમને બંને ને શોધતો રહ્યો જંગલ માં આગળ વધ્યો.

ઘણું બધુ ચાલ્યા બાદ મને વિશ્વા દેખાણી ......

પણ એ મારી વિશ્વા નહોતી.. એ એક રાક્ષસ માં પરિવર્તિત થઈ ચૂકી હતી.મારી નજર પડી કે એક પશુ ને મારી ને એનું રક્તપાન કરી રહી છે .મે એને સાદ પડ્યો ,એને મારા તરફ જોયું ,એનો આખો ચેહરો લોહી થી ખરડાયેલો હતો, એ લોહી જોતાં જ જાણે મારા માં વીજળી જેવી સ્ફૂર્તિ આવી ગઈ.અને હું પણ પવન વેગે ભાગી એ પશુ ના રક્તપાન માં વિશ્વા નો સાથીદાર બની ગયો, અમે એ પશુ ના રક્ત ના આખરી બુંદ સુધી રક્તપાન કર્યું. પણ અમારી તરસ છીપાતી નહતી.

ત્યાં અમને જંગલ માં કામ કરતો એક આદમી દેખાયો, એને જોઈને અમારા અંદર નો હેવાન જાગી ગયો પણ વિશ્વા એનો શિકાર કરવા તૈયાર નહોતી પરંતુ મારા પર મારી તરસ કાબૂ કરી ચૂકી હતી. હું એક ક્ષણ પણ વિચાર કર્યા વગર એના પર તૂટી પડ્યો અને મારા જડબા માંથી અચાનક નીકળેલા એ બે તીક્ષ્ણ દાંત થી મે એ માનવ નો સંહાર કર્યો. અને એનું લોહી શરીર માં જતાં જ મારી તરસ શાંત થવા લાગી ત્યારબાદ વિશ્વા એ પણ એ માનવ નું રક્ત પીને પોતાની તરસ છીપાવી.

પરંતુ આ સમગ્ર ઘટના માં તું અમને ક્યાય દેખાઈ જ નહીં,અમે તને બધે જ શોધતા રહયા પણ કેટલાય દિવસ સુધી તું અમને મળી નહીં. વિશ્વા માની ચૂકી હતી કે તું હવે જીવિત નથી.પણ મે કોઈ દિવસ આશા છોડી નહીં.અમને ખુદ ને સમજાતું નહતું કે અમને શું થયું છે અમે જીવિત છીએ કે નર્ક માં છીએ. કોઈ ભૂખ નહીં કોઈ થાક નહીં, ફક્ત એક શાંત ના થાય એવી તરસ અને અસિમ શક્તિઓ ,અમે ખૂબ દૂર સુધી કોઈ જીવ ને સૂંઘી શકતા હતા.એની હલનચલન સાંભળી શકતા હતા, અને વાયુ થી પણ તેજ ભાગી શકતા હતા, પલભર માં કોઈ પણ ઊંચા વૃક્ષ પર ચડી શકતા હતા. અમે દુનિયા ના સૌથી ખતરનાક શિકારી માં પરિવર્તિત થઈ ચૂક્યા હતા.પરંતુ હમેશા અમારી ઓળખ થી અજાણ હતા. અમે એ વાત જાણી જ ના શક્યા કે અમે શું બની ચૂક્યા છીએ.બસ એક જ આશા હતી કે મારી નંદિની જીવે છે અને મારી રાહ જોવે છે.હું તને શોધી શોધીને થાકી ચૂક્યો હતો,જ્યારે હું હવે હારી ચૂક્યો હતો. ત્યારે મે નક્કી કરી લીધું કે જો તું મને હવે નહીં મળે તો હું મારા એ જીવન નો અંત લાવી દઇશ, મે એક બે વાર પોતાને મારવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ હું ખુદ ને મારી પણ શકતો નહતો જેટલી વાર મારા શરીર ને ઇજા પહોચડતો હતો એટલી વાર મારા ઘા ભરાઈ જતાં હતા.

આખરે મે જ્યારે નક્કી કર્યું કે ખંજર હદય માં ઉતારી દવ. ત્યારે મારો હાથ એક વ્યક્તિ એ પકડી લીધો અને મને બચાવી લીધો, એ વ્યક્તિ વીરસિંઘજી હતા ,તેઓ મને અને વિશ્વા ને તેમના નિવાસ પર લઈ ગયા.ત્યાર થી તેઓ મારી એ નવી જિંદગી માં મારા પિતાનું સ્થાન લીધું.એમણે મને સ્વસ્થ કર્યો.

સર્વ વુતાંત સમજાવ્યો કે હું હવે માનવ નથી પણ એક Vampire બની ચૂક્યો છું.અમને દરેક વસ્તુ સમજાવી કે કઈ રીતે અમુક vampires એ અમારા ગામ પર હુમલો કર્યો અમે બચી ગયા અને vampires માં પરિવર્તિત થઈ ગયા, વીરસિંઘ ના અનુસાર એ લોકોએ જાણી જોઇને અમને vampires માં પરિવર્તિત કર્યા.મે જ્યારે તારા સંદર્ભ માં પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે એમની એક મિત્ર છે જેમને એક છોકરી મળી છે.વીરસિંઘ અમને તેમના મિત્ર ના ઘરે લઈ આવ્યા.એ મિત્ર સ્વરલેખા હતા,સ્વરલેખા કોઈ vampire નહીં પણ એક witch હતા,સ્વરલેખાજી એ તને બચાવી લીધી હતી.

તને જોતા જ મારા બેજાન શરીર માં પ્રાણ પુરાઈ ગયા.

થોડાક દિવસો માં અમે એ વાત સ્વીકારી લીધી કે અમારે આ જિંદગી જીવવી પડશે.આનંદ હતો તો બસ એક જ વાત નો કે જેને હું સૌથી વધારે પ્રેમ કરતો હતો તે બે વ્યક્તિઓ મારી સાથે હતા. સ્વરલેખા અને વીરસિંઘ ની મદદ થી આપણે તરસ પર control મેળવી ચૂક્યા હતા.

મે અને વિશ્વા એ પોતાની તરસ છિપાવવા માટે માનવ હત્યા કરી હતી ,પણ તું શરૂઆત થી જ સ્વરલેખાજી પાસે હતી એટ્લે તારા પર માનવ હત્યા નો પાપ નહોતો.સ્વરલેખાજી એ પોતાના મંત્રો થી તારી તરસ પર કાબૂ મેળવી લીધો અને તને પશુ ઓનું રક્ત લાવીને પીવડાવતા રહ્યા એ પણ પશુ ની હત્યા કર્યા વગર.

દિવસો વીતતા ગયા, તારા અને વિશ્વા વચ્ચે ગાઢ મિત્રતા હતી.આપનો પ્રેમ ખૂબ મજબૂત થઈ ગયો હતો,વર્ષો સુધી આપણે નજર ગઢ ના આ જંગલો માં રહયા,

નજરગઢ નું આ જંગલ તને એટલું પ્રિય હતું, કે અહીના વૃક્ષો પણ આપણાં પોતાના લાગતાં,આ જંગલ આપણાં પ્રેમ નું અમર સાક્ષી છે.

તે એક દિવસ મને કહ્યું કે.... પૃથ્વી , આ જંગલ માં કોઈ એક જગ્યા એવી હોવી જોઈએ કે જે આપણાં પ્રેમ ની હાજરી પુરશે, અને આપણાં પ્રેમ ની જુબાની હશે, ત્યારે મે જંગલ માં તારી સૌથી પ્રિય જગ્યા પર પહાડી ની કિનારે એક બેન્ચ બનાવી જેથી હમેશા આપણે એકબીજા ના સાનિધ્ય માં બેસી શકીએ.આશરે 75 જેટલા વર્ષ વીતી ગયા પણ, જાણે આપણાં પ્રેમ ને કોઈ ની નજર લાગી ગઈ હતી.આપના દુશ્મનો એટ્લે werewolves એ જંગલ માં પોતાનો ડેરો નાખ્યો. એમના થી બચવા આપણે જંગલ ના બીજા કિનારે આવવું પડ્યું.

એક દિવસ ભૂલ થી એક werewolf આપણાં ઇલાકા માં આવી ચડ્યું બીજા vampires એ એને મોત ના ઘાટ ઉતર્યું,... પણ એના પાસે થી મને અમુક પ્રાચીન લેખ મળ્યા જે werewolf અને vampires ના પ્રથમ ઉદભવ વિષે હતા એ એક પ્રાચીન લિપિ માં હતા મે એને બીજા કોઈને જાણ ના થાય એ રીતે છુપાવીને સ્વરલેખાજી ને આપ્યા.

સ્વરલેખાજી એ પ્રાચીન લેખ નું અર્થઘટન કર્યું તો એક ખૂબ અદ્ભુત વાત જાણવા મળી કે અમારુ જીવન જ બદલાઈ ગયું...

સ્વરલેખા જી એમાં લખેલા મંત્ર નો અર્થ કહ્યો ,જેમાં લખ્યું હતું કે....

“vampires એટ્લે કે પિશાચ એક શ્રાપિત જીવ છે પરંતુ એવો કોઈ પિશાચ કે જેને એક પણ જીવ હત્યા કરી ન હોય , તે પોતાના આ શ્રાપિત જીવન માં થી મુક્ત થઈ ને પુનઃ માનવ જીવન જીવી શકશે...એના માટે એને કંટક પહાડ ની ગુફા માં રહેલા એ ખજાના ને પ્રાપ્ત કરવો પડશે... એ ખજાના માં રહેલા એ શુધ્ધ ખૂન ની ચાર બુંદ ને ગ્રહણ કરતાં જ એ પિશાચ સદૈવ માટે માનવ થઈ જશે”.

અને બીજો મંત્ર એમ હતો કે ...

શુધ્ધ ખૂન થી માનવ બનેલા એ vampire નું જે werewolf રક્તપાન કરશે એ સર્વશક્તિમાન થઈ જશે સાથે સાથે એ werewolf એના શ્રાપ માં થી પણ મુક્ત થઈ જશે”.

ક્રમશ....

નંદિની ના vampire માં થી માનવ બનવાની આ યાત્રા માં જોડાયેલા રહો.