22 single - 22 in Gujarati Short Stories by Shah Jay books and stories PDF | ૨૨ સિંગલ - ૨૨

Featured Books
Categories
Share

૨૨ સિંગલ - ૨૨

૨૨ સિંગલ

ભાગ ૨૨

“જય ગણેશ,મમ્મા.....”

“જય ગણેશ બેટા...”. “મારો ગણેશ ઉઠ્યો.” હર્ષની મમ્મી ફોન પર વાત કરતા બોલી. “હા, આ જ ટાઇમ છે. જો કે આ તો હજી વહેલું કહેવાય. હજી તો ખાલી ૯ જ વાગ્યા છે. રાતે બધા ભક્તો ના કામ પુરા કરે પછી સુઈ જવાય ને.”

હર્ષ આ વાત સાંભળીને મનમાં ને મનમાં જ ધુઆપૂવા થઇ ગયો પણ કઈ ના બોલ્યો.

ફોન પતાવીને હર્ષની મમ્મી કીચન માં આવી જ્યાં હર્ષ બ્રશ કરતો ઉભો હતો.

“દુધ બનાવું કે ચા?”

“ઝેર.” હર્ષ મોઢું ચડાવતા બોલ્યો.

“ના, એ તો તારા પપ્પા માટે છે.” હર્ષની મમ્મી એ જવાબ આપ્યો.

“શું?” હર્ષ ફાટી આંખે એની મમ્મી ને જોવા લાગ્યો.

“અરે બેટા, તને હું ગણેશ કહું, તો તારા પપ્પા શિવજી થયા ને!!!! અને ઝેર શિવજી એ પીધેલું એવું પુરાણો માં લખ્યું છે જે તને ખબર જ હશે.”

“બહુ સારું. ચા બનાવ. અને મને ગણપતિ ના કહે. હું કઈ એટલો જાડ્યો નથી.” હર્ષ બોલ્યો.

“ગણપતિ એટલે કઈ માત્ર જાડું શરીર જ નહી. એ પણ એકદમ એના પપ્પા જેવા જ ભોળા, છોકરાઓ ને પ્રિય, લાડુ ના શોખીન, મમ્મી-પપ્પા ને પૂજનારા. કેટલું બધું કહેવાય!!! અને એક તું છે જે ખાલી શરીર પર જ જાય છે.” હર્ષની મમ્મી એ હર્ષને સમજાવતા કહ્યું.

માં-બેટા ની વાત ચાલતી હતી ત્યાં જ અક્ષત હર્ષ ના ઘરે આવ્યો.

અક્ષત : “હજી હમણાં ઉઠ્યો લા? ઢીલો છે એકદમ. આન્ટી મારા માટે પણ ચા બનાવજો.”

હર્ષ : “સવાર સવાર માં કેમ ટપક્યો?”

અક્ષત : “આજે મંદિરે જવાની ઈચ્છા થઇ. ત્યાં યાદ આવ્યું કે તું જ આવ્યો છે ઘરે તો ચલ પહેલા આ ગણપતિ ને પગે લાગી લવ પછી મંદિરે જાવ.”

હર્ષની મમ્મી : “અક્ષત, ના બોલ એવું. તપેલી ગરમ છે.”

હર્ષ : “તમે લોકો બધા મને ગણપતિ ગણપતિ કેમ કહ્યા કરો છો?”

અક્ષત હર્ષને ખેંચીને અરીસા પાસે લઇ ગયો.

અક્ષત : “કંઇક દેખાયું?સમજાયું?”

હર્ષ : “બધું જ દેખાયું, ને સમજાયું. કે હું ગણપતિ જેવો બિલકુલ નથી. શરીર માં પણ નહી.”

અક્ષત : “ના, તું આ,અમારા માટે તો ગણપતિ જ છે. કેમ આન્ટી બરાબર ને?”

હર્ષની મમ્મી : “હા બેટા. જો કે એક ખામી છે.”

અક્ષત : “શું?”

હર્ષની મમ્મી : “ગણપતિ પાસે રિદ્ધિ સિદ્ધિ પણ હતા. અહિયાં તો ભવિષ્યમાં પણ કોઈ ચાન્સ નથી.”

હર્ષ : “શું ચાન્સ નથી? જો જો ને તમે, એવી વહુ લાવીશ ને કે?”

અક્ષત : “તું લાવીશ?”

હર્ષની મમ્મી : “જિસકા કોઈ નહી હોતા ઉસકા એરેંજ મેરેજ હોતા હૈ, બાબા.”

હર્ષની મમ્મી અને અક્ષત ને હર્ષની ખેંચવાની બહુ જ મઝા પડતી હતી. પણ આજે હર્ષની લિમીટ આવી ગઈ હતી. દરરોજ એકની એક વાત સાંભળીને કંટાળી ગયો હતો. ખુદ ઉપર કોઈ વિશ્વાસ પણ ન્હોતો રહ્યો. પાણી ગળા થી ઉપર સુધી આવી ગયું છે. કંઇક તો કરવું જ પડશે એવું હર્ષ ઘણા સમય થી વિચારી જ રહ્યો હતો એમાં આજે એના મમ્મી એ શિવજી અને ગણપતિ ની વાત કાઢીને એક નવો આઈડિયા આપ્યો.

હર્ષ : “મમ્મી, તમે મારા મેરેજ ક્યારે કરાવશો?”

હર્ષની મમ્મી : “હજી વાર છે. તું સેટ થાય પછી બધી વાત. ૨૦૨૨ પછી જોઈશું.”

હર્ષ : “હા તો હું તમને અલ્ટીમેટમ આપું છું, એક મહિના ની અંદર મારા માટે છોકરી શોધીને નક્કી કરી દો નહી તો હું ઘર છોડીને હિમાલય પર જતો રહીશ.”

અક્ષત : “હિમાલય જ જવું છે ને!!!! આ બસ સોસાયટી માંથી બહાર નીકળીને જમણી બાજુ વાળ એટલે ત્રીજી જ દુકાન છે ‘હિમાલય બેકરી’ ની. એમાં શું કામ એક મહિનાનું અલ્ટીમેટમ?”

હર્ષ (ગુસ્સામાં) : “હું હિમાલય બેકરી ની વાત નથી કરતો, હિમાલય પર્વત ની વાત કરું છું.”

અક્ષત : “અચ્છા એવું? આ તો તું હમેશા ખાવાની જ વાત કરતો હોય એટલે મને એમ કે હિમાલય બેકરી ની વાત કરતો હશે.....”

હર્ષ (એની મમ્મી ની સામે જોઇને) : “મઝાક માં ના લેતા, એકદમ સીરીયસ છું હું આ વાત માં...”

અક્ષત : “ઓવે. કેટલો સીરીયસ છે એ ખબર છે મને. 2 અઠવાડિયા સુધી ઘરે ના આ અવાય તો મમ્મી પડી ગયા કે પપ્પા ને એડમિટ કર્યા કેકોઈ સગાવહાલા ને મારીને તો રજા લઈને આવે છે.

(હર્ષની મમ્મી ને પૂછીને) આન્ટી તમને ખબર છે, આ બે દિવસની રજા માટે શું બહાનું કાઢ્યું છે એ?”

હર્ષની મમ્મી : “ના. એવું તો એ કઈ બોલ્યો જ નથી.”

અક્ષત : “ઘરે મમ્મી પડી ગયા છે અને જમણા હાથે વાગ્યું છે એટલે એમને હેલ્પ કરવા ઘરે જાવ છું. એમ કહીને 2 દિવસની રજા લીધી છે.”

હર્ષની મમ્મી : “ઓ મુઆ, તારી મમ્મી તારા કરતા પણ વધારે ફીટ છે. તારા કરતા વધારે કામ કરું છું. અને મને મદદ કરવા આવ્યો છે એમ? મદદ એટલે ૯ વાગ્યે ઊઠવાનું, ઉઠીને 2-3 ચા તૈયાર પીવાની, દિવસ માં 4 ટાઇમ જમવાનું. મમ્મી ને મદદ કરવાની આ કઈ નવી રીત છે હેં ભાઈ?”

હર્ષ : “મમ્મી આ તો એમ જ. ગણપતિ છે એટલે જાવ છું એમ કહું ને તો મેનેજર રજા જ પાસ ના કરે એટલે આવા બહાના કાઢવા પડે. એ તને ના ખબર પડે, છોડ ને.”

અક્ષત : “પણ તારાથી જરા જેટલી તો ઠંડી સહન નથી થતી તો હિમાલય પર જઈને શું કરીશ? આજકાલ તો તારા જેવા લોકો ના પાપ ને કારણે એ પણ પીગળવા લાગ્યો છે.”

હર્ષ (ગુસ્સામાં) : “અહિયાં રહીને પણ શું કરું છું. મારા જ બધા લોકો મને ચીડાવે છે. એના કરતા તો હિમાલય પર જતો રહીશ.”

હર્ષની મમ્મી : “પણ ત્યાં જઈને શું કરીશ?”

હર્ષ : “એ ખબર નહી. કૈક કરી લઈશ પણ તમારી પાસે ખાલી એક મહિનો છે. હમણાં ગણપતિ ચાલે છે. નવરાત્રી પતે ને દશેરા આવે એ પહેલા કોઈ છોકરી શોધી લો નહી તો દશેરા ના બીજા દિવસે હું નીકળી જઈશ.” આટલું બોલીને હર્ષ એના રૂમ માં જતો રહ્યો અને અક્ષત અંદર ના આવે આ એ માટે અંદર થી બારણું લોક કરી દીધું.

“જય ગણેશ,મમ્મા.....”

“જય ગણેશ બેટા...”. “મારો ગણેશ ઉઠ્યો.” હર્ષની મમ્મી ફોન પર વાત કરતા બોલી. “હા, આ જ ટાઇમ છે. જો કે આ તો હજી વહેલું કહેવાય. હજી તો ખાલી ૯ જ વાગ્યા છે. રાતે બધા ભક્તો ના કામ પુરા કરે પછી સુઈ જવાય ને.”

હર્ષ આ વાત સાંભળીને મનમાં ને મનમાં જ ધુઆપૂવા થઇ ગયો પણ કઈ ના બોલ્યો.

ફોન પતાવીને હર્ષની મમ્મી કીચન માં આવી જ્યાં હર્ષ બ્રશ કરતો ઉભો હતો.

“દુધ બનાવું કે ચા?”

“ઝેર.” હર્ષ મોઢું ચડાવતા બોલ્યો.

“ના, એ તો તારા પપ્પા માટે છે.” હર્ષની મમ્મી એ જવાબ આપ્યો.

“શું?” હર્ષ ફાટી આંખે એની મમ્મી ને જોવા લાગ્યો.

“અરે બેટા, તને હું ગણેશ કહું, તો તારા પપ્પા શિવજી થયા ને!!!! અને ઝેર શિવજી એ પીધેલું એવું પુરાણો માં લખ્યું છે જે તને ખબર જ હશે.”

“બહુ સારું. ચા બનાવ. અને મને ગણપતિ ના કહે. હું કઈ એટલો જાડ્યો નથી.” હર્ષ બોલ્યો.

“ગણપતિ એટલે કઈ માત્ર જાડું શરીર જ નહી. એ પણ એકદમ એના પપ્પા જેવા જ ભોળા, છોકરાઓ ને પ્રિય, લાડુ ના શોખીન, મમ્મી-પપ્પા ને પૂજનારા. કેટલું બધું કહેવાય!!! અને એક તું છે જે ખાલી શરીર પર જ જાય છે.” હર્ષની મમ્મી એ હર્ષને સમજાવતા કહ્યું.

માં-બેટા ની વાત ચાલતી હતી ત્યાં જ અક્ષત હર્ષ ના ઘરે આવ્યો.

અક્ષત : “હજી હમણાં ઉઠ્યો લા? ઢીલો છે એકદમ. આન્ટી મારા માટે પણ ચા બનાવજો.”

હર્ષ : “સવાર સવાર માં કેમ ટપક્યો?”

અક્ષત : “આજે મંદિરે જવાની ઈચ્છા થઇ. ત્યાં યાદ આવ્યું કે તું જ આવ્યો છે ઘરે, તો ચલ પહેલા આ ગણપતિ ને પગે લાગી લવ પછી મંદિરે જાવ.”

હર્ષની મમ્મી : “અક્ષત, ના બોલ એવું. તપેલી ગરમ છે.”

હર્ષ : “તમે લોકો બધા મને ગણપતિ ગણપતિ કેમ કહ્યા કરો છો?”

અક્ષત હર્ષને ખેંચીને અરીસા પાસે લઇ ગયો.

અક્ષત : “કંઇક દેખાયું?સમજાયું?”

હર્ષ : “બધું જ દેખાયું, ને સમજાયું. કે હું ગણપતિ જેવો બિલકુલ નથી. શરીર માં પણ નહી.”

અક્ષત : “ના, તું આ,અમારા માટે તો ગણપતિ જ છે. કેમ આન્ટી બરાબર ને?”

હર્ષની મમ્મી : “હા બેટા. જો કે એક ખામી છે.”

અક્ષત : “શું?”

હર્ષની મમ્મી : “ગણપતિ પાસે રિદ્ધિ સિદ્ધિ પણ હતા. અહિયાં તો ભવિષ્યમાં પણ કોઈ ચાન્સ નથી.”

હર્ષ : “શું ચાન્સ નથી? જો જો ને તમે, એવી વહુ લાવીશ ને કે?”

અક્ષત : “તું લાવીશ?”

હર્ષની મમ્મી : “જિસકા કોઈ નહી હોતા ઉસકા એરેંજ મેરેજ હોતા હૈ, બાબા.”

હર્ષની મમ્મી અને અક્ષત ને હર્ષની ખેંચવાની બહુ જ મઝા પડતી હતી. પણ આજે હર્ષની લિમીટ આવી ગઈ હતી. દરરોજ એકની એક વાત સાંભળીને કંટાળી ગયો હતો. ખુદ ઉપર કોઈ વિશ્વાસ પણ ન્હોતો રહ્યો. પાણી ગળા થી ઉપર સુધી આવી ગયું છે. કંઇક તો કરવું જ પડશે એવું હર્ષ ઘણા સમય થી વિચારી જ રહ્યો હતો એમાં આજે એના મમ્મી એ શિવજી અને ગણપતિ ની વાત કાઢીને એક નવો આઈડિયા આપ્યો.

હર્ષ : “મમ્મી, તમે મારા મેરેજ ક્યારે કરાવશો?”

હર્ષની મમ્મી : “હજી વાર છે. તું સેટ થાય પછી બધી વાત. ૨૦૨૨ પછી જોઈશું.”

હર્ષ : “હા તો હું તમને અલ્ટીમેટમ આપું છું, એક મહિના ની અંદર મારા માટે છોકરી શોધીને નક્કી કરી દો નહી તો હું ઘર છોડીને હિમાલય પર જતો રહીશ.”

અક્ષત : “હિમાલય જ જવું છે ને!!!! આ બસ સોસાયટી માંથી બહાર નીકળીને જમણી બાજુ વાળ એટલે ત્રીજી જ દુકાન છે ‘હિમાલય બેકરી’ ની. એમાં શું કામ એક મહિનાનું અલ્ટીમેટમ?”

હર્ષ (ગુસ્સામાં) : “હું હિમાલય બેકરી ની વાત નથી કરતો, હિમાલય પર્વત ની વાત કરું છું.”

અક્ષત : “અચ્છા એવું? આ તો તું હમેશા ખાવાની જ વાત કરતો હોય એટલે મને એમ કે હિમાલય બેકરી ની વાત કરતો હશે.....”

હર્ષ (એની મમ્મી ની સામે જોઇને) : “મઝાક માં ના લેતા, એકદમ સીરીયસ છું હું આ વાત માં...”

અક્ષત : “ઓવે. કેટલો સીરીયસ છે એ ખબર છે મને. 2 અઠવાડિયા સુધી ઘરે ના આ અવાય તો મમ્મી પડી ગયા કે પપ્પા ને એડમિટ કર્યા કેકોઈ સગાવહાલા ને મારીને તો રજા લઈને આવે છે.

(હર્ષની મમ્મી ને પૂછીને) આન્ટી તમને ખબર છે, આ બે દિવસની રજા માટે શું બહાનું કાઢ્યું છે એ?”

હર્ષની મમ્મી : “ના. એવું તો એ કઈ બોલ્યો જ નથી.”

અક્ષત : “ઘરે મમ્મી પડી ગયા છે અને જમણા હાથે વાગ્યું છે એટલે એમને હેલ્પ કરવા ઘરે જાવ છું. એમ કહીને 2 દિવસની રજા લીધી છે.”

હર્ષની મમ્મી : “ઓ મુઆ, તારી મમ્મી તારા કરતા પણ વધારે ફીટ છે. તારા કરતા વધારે કામ કરું છું. અને મને મદદ કરવા આવ્યો છે એમ? મદદ એટલે ૯ વાગ્યે ઊઠવાનું, ઉઠીને 2-3 ચા તૈયાર પીવાની, દિવસ માં 4 ટાઇમ જમવાનું. મમ્મી ને મદદ કરવાની આ કઈ નવી રીત છે હેં ભાઈ?”

હર્ષ : “મમ્મી આ તો એમ જ. ગણપતિ છે એટલે જાવ છું એમ કહું ને તો મેનેજર રજા જ પાસ ના કરે એટલે આવા બહાના કાઢવા પડે. એ તને ના ખબર પડે, છોડ ને.”

અક્ષત : “તારાથી જરા જેટલી તો ઠંડી સહન નથી થતી ને તતા હિમાલય પર જઈને શું કરીશ? આજકાલ તો તારા જેવા લોકો ના પાપ ને કારણે એ પણ પીગળવા લાગ્યો છે.”

હર્ષ (ગુસ્સામાં) : “અહિયાં રહીને પણ શું કરું છું. મારા જ બધા લોકો મને ચીડાવે છે. એના કરતા તો હિમાલય પર જતો રહીશ.”

હર્ષની મમ્મી : “પણ ત્યાં જઈને શું કરીશ?”

હર્ષ : “એ ખબર નહી. કૈક કરી લઈશ પણ તમારી પાસે ખાલી એક મહિનો છે. હમણાં ગણપતિ ચાલે છે. નવરાત્રી પતે ને દશેરા આવે એ પહેલા કોઈ છોકરી શોધી લો નહી તો દશેરા ના બીજા દિવસે હું નીકળી જઈશ.” આટલું બોલીને હર્ષ એના રૂમ માં જતો રહ્યો અને અક્ષત અંદર ના આવે આ એ માટે અંદર થી બારણું લોક કરી દીધું.

હર્ષ ની વાત સાંભળીને અને આટલો સીરીયસ જોઇને હર્ષની મમ્મી થોડા ટેન્શન માં આવી ગઈ. પણ અક્ષતે એમને બિલકુલ ગભરાવવા ના જણાવ્યું અને પોતે હર્ષ સાથે પછી વાત કરશે એવી ખાતરી આપીને હર્ષના ઘરેથી નિકળ્યો.

સાંજે હર્ષના પપ્પા ઘરે આવ્યા ત્યારે હર્ષની મમ્મી એ હર્ષે અએલું એક મહિનાના અલ્ટીમેટમ ની વાત કરી. પહેલા તો એના પપ્પા સાંભળીને ખુશ થઇ ગયા કે છોકરો હવે મોટો થઇ ગયો છે પણ આ રીતે દબાણ કર્યું એટલે એમણે હર્ષને બોલાવીને વાત શરુ કરી.

પપ્પા : "હર્ષ તારી મમ્મી એ મને શું સમાચાર આપ્યા? તું હિમાલય પર જવાની વાત કરે છે?"

હર્ષ : "બધા ને એ જ દેખાય છે કે હું હિમાલય જવાની વાત કરું છું, પણ કેમ જવાનું કહું છું એ કોઈ બોલતું જ નથી. એક મહિના માં તમેં કઈ નહી કરો તો મારે નાછુટકે હિમાલય જવું પડશે."

પપ્પા : "અચ્છા મતલબ તે તારો એજન્ટ ત્યાં હિમાલય પર બેસાડી રાખ્યો છે કે કોઈ છોકરી હિમાલય પર બેસાડી રાખી છે?"

હર્ષ : "કોઈ ને નહી."

પપ્પા : "તો પછી હિમાલય પર જવાની વાત કેમ કરે છે? એક વાર ત્યાં જશે પછી તો સન્યાસી બની જશે પછી તો તું આખી જીન્દગી કુંવારો જ રહીશ. અહિયાં હશે તો ગમે ત્યારે તો મેરેજ થશે જ."

હર્ષ : "મતલબ કે તમે પ્રયત્ન પણ નથી કરવાના!!! કઈ નહી, એક મહિનો હું આપું છું. પછી એમ ના કહેતા કે ટાઇમ જ ના આપ્યો."

હર્ષના આટલા જક્કી સ્વભાવ પર પહેલા તો એના પપ્પા ને બહુ ગુસ્સો આવ્યો અને એક લાફો મારી દેવાની ઈચ્છા થઇ પણ છોકરો હવે મોટો થઇ ગયો છે, ગુસ્સામાં કઈ આડુ-અવળું કરી લે એમ વિચારીને એમણે બીજી રીતે હર્ષને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

પપ્પા : "ઓકે, પણ હર્ષ તને એક વાત કહું. સિંગલ લઇ મ જ જિંદગી ની અસલી માઝ છે. જો ને લગ્ન પહેલા મારે મસ્ત ફ્રેંચ કટ દાઢી હતી. કોલેજ માં હું હીરો હતો. પણ તારી મમ્મી ને ના ગમે એટલે ક્લીન સેવ કરાવવી પડી. "

"તું તો હજી ૨૩ નો છે. વાળ વધાર, દાઢી વધાર, સ્ટાઇલ માર, મસ્તી કર. કેમ લગ્ન કરીને પગ પર જ કુહાડો મારવો છે? તારા ફ્રેન્ડ અક્ષત ને જ જો, બિચારો છોકરી ના ચક્કર માં એકદમ સુકાઈ ગયો છે. જો પોસીબલ હોય ને તો તારું બ્લ્યુટુથ ચાલુ કરીને થોડી ફેટ (ચરબી) એને આપી દે."

હર્ષ : "અક્ષત ની ગર્લફ્રેન્ડ અનુ છે એ તમને કઈ રીતે ખબર પડી?"

પપ્પા : "બેટા, ગર્લફ્રેન્ડ હશે એ ખબર હતી, પણ અનુ જ એની ગર્લફ્રેન્ડ છે એ તો તે જાતે જ મને કહી દીધું. તું મારા ફ્રેન્ડ રાકેશ ની છોકરી ને પસંદ કરતો હતો એટલેજ દર વખતે એના ઘરે અખા ફેમિલી ને જવાની ફરજ પડતો હતો એ પણ મને ખબર છે."

હર્ષની તો નસ કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ આવી ગઈ. ચહેરા પર ના બધા રંગ ઉડી ગયા. પપ્પા ને દબાણ માં લાવાની જગ્યા એ પોતે જ બેકફૂટ પર આવી ગયો.

પપ્પા : "બેટા, આ જ તમારી તકલીફ છે. તમને એમ કે તમારા મમ્મી- પપ્પા બુદ્ધુ છે. કઈ સમજતા નથી. પણ આ વાળ કંઈ આમ જ ધોળા નથી થયા. અમે પણ બહુ દુનિયા જોઈ છે. અમને પણ અનુભવ છે. એટલે જ કહું છું આ જીદ છોડ અને મસ્તી કર. કોઈ છોકરી પટાવવાનો પ્રયત્ન કર, ફ્રેન્ડ સાથે જલસા કર."

હર્ષ ત્યારે તો કઈ બોલ્યા વગર નીકળી ગયો પણ એને એટલી ખબર પડી ગઈ કે એના અલ્ટીમેટમ આપ્યા પછી પણ કોઈ સીરીયસ નથી. કંઇક નક્કર પગલાં ભરવા પડશે એમ વિચારીને હર્ષ રૂમ માં ગયો.

ક્રમશઃ