Hawas-It Cause Death - 7 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-7

Featured Books
Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-7

હવસ :-IT CAUSE DEATH-ભાગ 7

અનિકેત જોડે પસાર કરેલી રંગીન રાત બાદ બીજાં દિવસથી અનિકેતનું પોતાની તરફ બદલાયેલું વર્તન ઝેબાને વ્યથિત કરી રહ્યું હતું.નશાની હાલતમાં એક પરણિત પુરુષને પોતાની તરફ આકર્ષી એને શારીરિક સંબંધ બાંધવા માટે પોતે જ ઉકસાવ્યો હતો એનો ખચવાટ ઝેબા ને રહીરહીને વ્યગ્ર બનાવી રહ્યો હતો.

અનિકેત દ્વારા એક બિઝનેસ રિલેટેડ મિટિંગ માટે ઝેબાને નીચે આવવાં માટેનો કોલ આવતાં ના મને ઝેબા નીચે જવા માટે તૈયાર થઈ.ઝેબા એ મરૂન રંગનો ઈવનિંગ ગાઉન પહેર્યો.એક હાથમાં બ્રેસલેટ અને બીજાં હાથમાં રિસ્ટ વોચ પહેરી ઝેબા એ પોતાની જાતને સજાવી.પોતાનાં બંને અધરો ને ઈવનિંગ ગાઉનની જેમ જ લાલ રંગ ની લિપસ્ટિક થી કાતિલ ટચ આપ્યો.

ઈવનિંગ ગાઉન પહેર્યા બાદ ઝેબાનો ભરાવદાર માંસલ દેહ વધુ નિખરી રહ્યો હતો..ગાઉનમાંથી દેખાતી ક્લિવેજ ઝેબાનાં દેખાવ ને વધુ ને વધુ ધ્યાનાકર્ષક બનાવી રહી હતી.સજી ધજી જ્યારે ઝેબા રેડીશન રોયલ હોટલનાં બીજાં માળે આવેલાં રેસ્ટોરન્ટમાં પહોંચી ત્યારે ત્યાં બેસેલાં ગણ્યા ગાંઠ્યા પાંચ-સાત માણસો એની તરફ ધારીધારીને જોઈ રહ્યાં હતાં.એ લોકોની નજર થી પોતાને બચાવતી ઝેબા ક્યાંક બેસવા માંગતી હતી..પણ અનિકેત એને ક્યાંય નજરે ના પડતાં ઝેબા ત્યાં ઉભી રહી અને આજુબાજુ જોવાં લાગી.

અનિકેત નજરે ના પડતાં ઝેબા એ એને કોલ લગાવ્યો તો અનિકેતે એનો કોલ કટ કર્યો અને એક ટેક્સ્ટ મેસેજ કર્યો જેમાં લખ્યું હતું.

"Sit on table no.7,its book by my name.i will come in 5 minute.."

અનિકેત નો મેસેજ વાંચી ઝેબા જઈને રેસ્ટોરન્ટનાં કાઉન્ટર તરફ ગઈ અને ત્યાં હાજર યુવતી ને અનિકેત ઠક્કર દ્વારા કયું ટેબલ બુક કરાયું છે એ વિશે પૂછ્યું.

એ યુવતી એ એક વેઈટરને જોડે મોકલી ઝેબા ને ટેબલ નંબર 7 પર બેસવા કહ્યું..ઝેબા એ વેઈટર નો આભાર માની ત્યાં બેસી ગઈ..દસ મિનિટ સુધી અનિકેત ના આવ્યો એટલે ઝેબા ખરેખર કંટાળી ગઈ હતી..એક તો આખો દિવસ અનિકેત દ્વારા પોતાની જોડે કરવામાં આવેલું વર્તન અને અત્યારે પોતાને ત્યાં બોલાવ્યા બાદ પણ અનિકેતની ગેરહાજરી ઝેબા ને ત્રાસદાયક લાગી રહી હતી.

ઝેબા ટેબલ પર પડેલાં જગમાંથી પાણી પીતી હતી ત્યાં રેસ્ટોરેન્ટની લાઈટ ઓફ થઈ ગઈ..ઝેબા એ સાંભળ્યું કે ઘણાં બધાં લોકોનાં પગરવ નો અવાજ અત્યારે રેસ્ટોરેન્ટનાં વાતાવરણને ધમધમતું બનાવી રહ્યું હતું.અચાનક લાઈટ ઓન થઈ..લાઈટ ઓન થતાં જ ઝેબા એ જોયું કે અનિકેત ત્યાં હાજર હતો પણ આશ્ચર્ય ની વાત એ હતી કે અનિકેત અત્યારે એકલો નહોતો પણ એની બાજુબાજુ પોતે જ્યારે રેસ્ટોરન્ટમાં આવી ત્યારે જે લોકો બેઠાં હતાં એ બધાં એ હાજર હતાં..પણ એ લોકો ખાલી હાથે નહોતાં.

અનિકેત ની ફરતે આવેલાં એ લોકોનાં હાથમાં બેંઝો,ગિટાર,ડ્રમ,ફ્લુટ જેવાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતાં.

"એક લડકી કો દેખા તો એસા લગા જેસે ખીલતા ગુલાબ,

જેસે શાયર કા ખ્વાબ

જેસે ઉજલી કિરન, જેસે વન મેં હીરન.

જેસે ચાંદની રાત,જેસે નગમે કી બાદ.

મંદિર મેં હો એક જલતા દિયા.. હો

એક લડકી કો દેખા તો એસા લગા.."

1942 a love story મુવી નું કુમાર સાનુ ના સ્વરે ગવાયેલું અને પંચમ દા ના સંગીતે મઢેલ આ સુંદર ગીત હાથમાં માઇક પકડી ને ગાતાં અનિકેત ધીરેધીરે ઝેબા ની તરફ આગળ વધી રહ્યો હતો..અનિકેત ના ચહેરા પર અત્યારે ગજબની તાજગી અને ચમક હતી..એની આંખોમાં પોતાનાં માટે સ્પષ્ટ પ્રેમ ઝેબા અત્યારે જોઈ શકતી હતી.

આ ગીત ની પંક્તિઓ બાદ અનિકેતે એક બીજું ગીત ગાવાનું શરૂ કર્યું.

"બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ..

હવાઓ રાગની ગાઓ મેરા મહેબૂબ આયા હૈ.."

હજુ ઝેબા કંઈક રિએક્શન આપે એ પહેલાં તો ટેબલ નંબર 7 ની ઉપર રાખેલાં બલૂન ફૂટ્યાં અને એમાંથી ઝેબાની ઉપર ફૂલોનો વરસાદ થયો..ઝેબા માટે આ બધું સ્વપ્ન સમાન હતું.

અનિકેત ઝેબા ની નજીક આવ્યો અને ધૂંટણીયે બેસી ખિસ્સામાં રહેલ ડાયમંડ રિંગ ઝેબા ની તરફ ધરીને બોલ્યો.

"ઝેબા..i love u.. do u love me..?"

અનિકેતનાં આ પ્રપોઝલ નો શું જવાબ આપવો એ ઝેબા માટે એ સમય પુરતું તો અત્યંત મુશ્કેલ હતું..પણ જે પ્રકારનું વાતાવરણ ઝેબા ની આજુબાજુ સર્જાયું હતું એ અત્યારે એનાં મન અને હૃદય ને બીજું કંઈપણ વિચારવા સક્ષમ નહોતો.અનિકેત દ્વારા પોતાની રાખવામાં આવતી સંભાળ, પોતાનાં સપના ને નવી પાંખો આપવામાં અનિકેત નો ભાગ,ગઈકાલ રાતે અનિકેત સાથે પસાર કરેલો રંગીન સમય તથા અત્યારે અનિકેતે પોતાને જે રીતે પ્રપોઝ કરી હતી એ બધાં નો સરવાળો અત્યારે ઝેબા એ કર્યો ત્યારે એનો અનિકેત ને જે જવાબ હતો એ હતો.

"Yes,aniket. i love you so much.."

ઝેબા દ્વારા આટલું કહેતાં અનિકેતે પોતાનાં હાથમાં રહેલ ડાયમંડ રિંગ ઝેબા ને પહેરાવી દીધી.અનિકેત એક પરણિત પુરુષ અને બે સંતાનો નો પિતા હોવાં છતાં એની મોહજાળમાં ફસાયેલી ઝેબા અનિકેત ને વળગી પડી અને પોતાનાં અધરોને અનિકેત નાં અધરો પર રાખી દીધાં.

એમનાં આમ કરતાં જ રેસ્ટોરન્ટમાં હાજર લોકોએ તાળીઓ અને ચિચિયારીઓથી વાતાવરણને ભરી દીધું..આમ તો જાહેરમાં ચુંબન કરવું પશ્ચિમનાં દેશોમાં સામાન્ય હતું પણ પોતે ભારતીય હોવાની લાજ અને મર્યાદા ને લીધે ઝેબા અમુક સેકંડો પછી અનિકેત થી અલગ થઈ.

ત્યારબાદ અનિકેતે ઝેબા ની સાથે જ કેન્ડલ લાઈટ ડિનર લીધું..જમતાં જમતાં અનિકેતે ઝેબા ને જણાવ્યું કે.

"એની પત્ની જાનકી આરવનાં જન્મ પછી સેક્સ પ્રત્યે ઉદાસીન થઈ ગઈ છે..પોતાની ઘણી ઈચ્છા હોવાં છતાં જાનકી એની સાથે ક્વોલિટી ટાઈમ પસાર નથી કરતી અને જ્યારે પોતે એને સહવાસ માટે જાનકી ને ફોર્સ કરે તો એની સાથે ઝઘડા થાય છે..પોતાની મેરેજ લાઈફ અત્યારે કોઈ રીતે વ્યવસ્થિત આગળ નથી વધી રહી.ઘણી વાર સુસાઈડનાં વિચાર આવે છે પણ આરવ અને રીંકુ વિશે વિચારતાં સુસાઈડ નો વિચાર પડતો મુકું છું."

"પોતે એવાં કોઈ વ્યક્તિનો સાથ ઈચ્છતો હતો જે એનાં આવાં સમયમાં સાથ આપે..ઝેબા હું તારાં પર ટ્રસ્ટ કરું છું અને તને એટલો જ પ્રેમ કરું છું જેટલો ક્યારેક જાનકી ને કરતો હતો.ઝેબા તું મારો સાથ આપીશ."

અનિકેત નો શાનદાર અભિનય અને મગર જેવાં ખોટાં આંસુ જોઈ ઝેબા અનિકેત તરફ લાગણીનાં તાંતણે બંધાઈ ગઈ..એને પણ ખુલ્લાં મને અનિકેત સાથે આ વગર નામનો સંબંધ ચાલુ રાખવાનું નક્કી કરી લીધું હતું.

"હા અનિકેત હું હંમેશા તારાં દરેક દુઃખમાં તારો સાથ આપીશ અને તારી પત્ની દ્વારા જે સુખથી તને વંચિત રાખવામાં આવી રહ્યો છે એ હું પૂર્ણ કરીશ."

ઝેબાનાં આ શબ્દોમાં એનો અનિકેત તરફ નો નિર્માણ થયેલો પ્રેમ દેખાઈ રહ્યો હતો..જ્યારે સામા પક્ષે અનિકેત નાં મન અને હૃદયમાં એક જ વસ્તુ ભરી હતી..'હવસ'.

એ રાતે અનિકેતે મનભરી ઝેબા ની જવાની ને નિચોડી..ગતરાતે એમનાં વચ્ચે જે કંઈપણ થયું હતું એ તો નશાની હાલતમાં થયું હતું પણ એ રાત બંને ને પૂર્ણપણે સભાન હોવાં છતાં શારીરિક ભૂખ ની તડપ અને હવસનાં નશામાં એકબીજાને તૃપ્તતા ની ચરમસીમા સુધી આનંદ આપ્યો.

બીજાં દિવસે જાનકી કેમિકલ માટે જરૂરી બધી મશીનરી ની ખરીદી માટેની ડીલ ફાઇનલ થઈ ગઈ.ત્યારબાદ નાં ચાર દિવસ અનિકેત અને ઝેબા આખા મોસ્કોમાં એક નવપરણિત જોડાં ની જેમ હનીમુન પર આવ્યાં હોય એમ વિવિધ સ્થળે ફર્યાં.જ્યાં સુધી એ બંને મોસ્કોમાં હતાં ત્યાં સુધી દરેક રાતોને રંગીન બનાવતાં રહ્યાં.

આખરે રશિયા ની સફર પૂર્ણ થઈ અને અનિકેત તથા ઝેબા ઈન્ડિયા પાછાં આવી ગયાં.. રશિયા ની સફર અનિકેત અને ઝેબા નાં મતે એમની જીંદગીની નવી સફર લખનારી નક્કી થઈ હતી.જ્યાં એક તરફ અનિકેત ની ઝેબા ને ભોગવવાની ઈચ્છા સંતૃપ્ત થઈ હતી તો બીજી તરફ કંપની નાં બોસ જોડે રિલેશનશિપમાં હોવાથી પોતે જીંદગીમાં ધાર્યું મેળવી શકવાનાં આત્મવિશ્વાસ થી તરબોળ ઝેબા પણ અતિ પ્રસન્ન હતી.

રશિયાથી પાછાં આવ્યાં બાદ પણ ઝેબા અને અનિકેત વચ્ચેનું આ અફેયર ચાલુ રહ્યું.ઝેબા સાથે છુપા સંબંધ ની મજા અનિકેત ને રોમાંચ ની સાથે જાતિગત આનંદ આપી રહી હતી જેનાંથી જાનકી સાથે પણ અનિકેત હવે જ્યારે પણ ફિઝિકલ થતો ત્યારે એ બંને સુખ ની પરાકાષ્ટા નો અનુભવ કરતાં.. એકરીતે જાનકી સાથેની પોતાની સેક્સ લાઈફ ને નવો ઓક્સિજન મળવાની અનિકેત ની ખ્વાહિશ પૂર્ણ થઈ ચૂકી હતી.

આમ થતાં અનિકેતે ઝેબા સાથેનાં સંબંધ પર પૂર્ણવિરામ મુકી દેવું જોઈતું હતું પણ અનિકેત ને તો હવે બંને તરફ ઘી-કેળાં દેખાતાં હોવાથી એને બધું ચાલુ જ રાખ્યું..ધીરે ધીરે અનિકેત નું ઝેબા તરફનું આકર્ષણ વધી રહ્યું હતું અને અજાણતાં જ એ જાનકી થી દુર થઈ રહ્યો હતો.

****************

અનિકેત અને ઝેબાનાં મોસ્કોથી પાછાં આવે છ મહિના જેટલો સમય વીતી ચુક્યો હતો..આ સમય દરમિયાન ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું જેની અસર રૂપે કંઈક તો થવાનું હતું જેની ખતરાની ઘંટડી ક્યારનીયે વાગી ગઈ હતી પણ કોઈને એ સંભળાઈ જ નહોતી.

રાધાનગર પોલીસ સ્ટેશનમાં એસીપી અર્જુન પોતાનાં સાથીદારો નાયક,વાઘેલા,જાની અને અશોક સાથે બેઠો-બેઠો શહેરમાં યોજાનારા ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ વખતે કોણ કયા દિવસે ચોકી પહેરો ભરશે એની ચર્ચા કરી રહ્યો હતો.

નાયક, વાઘેલા,જાની અને અશોક દ્વારા સામે ચાલી નાઈટ ટુર્નામેન્ટમાં કોણ અને ક્યાં ચોકી-પહેરો ભરશે એની જવાબદારી સ્વીકારાતાં અર્જુન મનોમન હળવાશ અનુભવી રહ્યો હતો..ડોકટર આર્યા વાળી ઘટના બાદ પોતાનાં સાથી કર્મચારીઓ તરફનું અર્જુન નું બોન્ડિંગ મજબૂત થઈ ગયું હતું.એ બધાં અર્જુન નાં ઘરનાં સદસ્યો જેવા બની ગયાં હતાં.વાઘેલા પણ હવે આળસુ રહ્યો નહોતો.હા જાવેદ જેવાં બાહોશ કર્મચારી ની બદલી બીજે થઈ ગઈ હતી.

અર્જુન અને પીનલ નાં ઘરે એક પુત્ર રત્નનો જન્મ થયો જેનું નામ અભિમન્યુ રાખવામાં આવ્યું.અભિમન્યુનાં જન્મ પછી અર્જુન અને પીનલની જીંદગીમાં રહીસહી જે કસર બાકી હતી એ પૂર્ણ થઈ ચૂકી હતી.બિરવા પણ હવે લગ્ન કરી USA ઠરીઠામ થઈ ચુકી હતી.રાધાનગર જાણે પોતાનું કાયમી નિવાસસ્થાન હોય એમ અર્જુન અને પીનલ ને રાધાનગર સાથે ઘરોબો થઈ ગયો હતો.

"સરસ..તો તમે ચાર જો ક્રિકેટ ટુર્નામેન્ટ માં સુરક્ષા આપવા માટેની જવાબદારી સ્વીકારી લીધી છે તો મારાં માટે રાહતની વાત રહેશે.આમ પણ ત્યાં કંઈપણ અઘટિત ઘટના બનવાની શકયતા તો નથી પણ આપણી ફરજ બને છે કે કંઈપણ એવી ઘટના ના બનવી જોઈએ જેનાંથી આ અમન પસંદ શહેરની શાંતિ ડહોળાય."ફરજ નિષ્ઠ ઓફિસર ની માફક અર્જુન બોલ્યો.

"હા સર..અમે બધાં બધું સંભાળી લઈશું.હું હોઉં ત્યાં બધું આમ પણ ઓલરાઇટ જ હોય.."નાયક પોતાનાં આગવા અંદાજમાં બોલ્યો.

"હા તો મારાં ઓલરાઈટ હું હવે ઘરે જાઉં..આજે અભિમન્યુ માટે થોડાં ફ્રૂટ્સ અને દવાની ખરીદી પણ કરવાનું તારી ભાભી એ કહ્યું છે..અને જોડે કરિયાણાનું લાબું લચક લિસ્ટ.."અર્જુન હસીને બોલ્યો.

"આ પણ ખરું કહેવાય સાહેબ..જે વ્યક્તિ થી આખા શહેર ભરનાં ગુનેગારો ડરે એ પોતાની પત્ની થી ડરે."અશોક મજાકમાં બોલ્યો.

"ભાઈ તું હવે લગન કર પછી ખબર પડશે કે તારાં ઘરમાં કોનું ચાલે છે.."અર્જુન પણ મજકનાં સુર માં બોલ્યો.

"સાહેબ,બસ હવે થોડીક જ વાર છે..નજીકમાં ભાઈ સાહેબ ઘોડી ચડવાના છે..ત્રણ દિવસ પહેલાં જ ગોમતીવાડા જઈને છોકરી જોઈ આવ્યો છે.."જાની પણ હવે અશોકની ખેંચવાનાં મૂડમાં હતો.

"વાહ..ભાઈ..કોઈને કહ્યું પણ નહીં..કેવી છે છોકરી..?અને શું નામ છે એનું..?"અર્જુન અશોકને હેરાન કરતાં બોલ્યો.

"જયા.."અશોક શરમાતા બોલ્યો.

"અશોક અને જયા.. જોડી જામે હો.."જાની પણ હવે કુદી પડ્યો અશોકની ખેંચવામાં.

"ચાલો હવે બહુ થયું હું નીકળું ત્યારે..જયહિંદ.."આટલું કહી અર્જુને પોતાની પોલીસહેટ પહેરી અને પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો.

અર્જુન હજુ તો પોલીસ સ્ટેશનની માંડ બહાર જ પહોંચ્યો હતો ત્યાં પોલીસ સ્ટેશનની લેન્ડલાઈનની એક રિંગ વાગી..અર્જુને એ રિંગ સાંભળી હતી પણ એને થોડી ઉતાવળ હતી તથા નાયક અને અન્ય સ્ટાફ હવે નાની મોટી વસ્તુઓ હેન્ડલ કરવા સક્ષમ હોવાંની ખબર નાં લીધે એ પાછો ના આવ્યો.

"હેલ્લો.. રાધાનગર પોલીસ સ્ટેશન..બોલો શું કામ પડ્યું..?"લેન્ડલાઈન નું રીસીવર કાને ધરતાં નાયક બોલ્યો.

સામેથી કોઈક કંઈક બોલ્યું..જે સાંભળી નાયકનો ચહેરો ચિંતિત બની ગયો..ચહેરા પર વિચિત્ર ભાવ સાથે નાયકે રીસીવર ને પાછું એની મૂળ જગ્યાએ રાખ્યું અને ઉતાવળાં સ્વરે અશોક ને ઉદ્દેશીને કહ્યું.

"અશોક જલ્દી સર ને પાછાં બોલાવ..એમને બોલ રાધાનગરમાં એક મર્ડર નો બનાવ બન્યો છે.."

નાયક ની વાત સાંભળી પોલીસ સ્ટેશનમાં હાજર દરેકનાં ચહેરા પર આશ્ચર્ય ફરી વળ્યું..અશોક દોડીને બહાર નીકળ્યો અને બુલેટ ને સ્ટાર્ટ કરતાં અર્જુન ની નજીક પહોંચી હાંફતા હાંફતા બોલ્યો.

"સર,નાયક સાહેબ તમને બોલાવે.."

અશોક નું આમ પાછળ પાછળ દોડીને આવવું અર્જુનને આવનારી નવી મુસીબત નો સામનો કરવા તૈયાર રહેવાનું સૂચન કરી રહ્યું હતું..બુલેટ ને સ્ટેન્ડ કરી એનાં અંદરથી ચાવી નિકાળતાં અર્જુને નાયક ભણી જોઈને પૂછ્યું.

"શું થયું..કેમ આમ અચાનક નાયક ને મારુ કામ પડ્યું..?"

"મર્ડર..એક મર્ડર થયું છે..હમણાં કોઈએ લેન્ડલાઈન પર કોલ કર્યો હતો એ કોલ મર્ડર વિશે જાણકારી આપવા માટે જ હતો."એક શ્વાસમાં અશોક બધું બોલી ગયો.

"ઓહ માય ગોડ.."વિસ્મય સાથે આટલું બોલી અર્જુન ઉતાવળાં પગલે પાછો પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યો...!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

કોનું મર્ડર થયું હતું..??અને કોને કર્યું હતું એ મર્ડર..??ઝેબા અને અનિકેત વચ્ચેનાં અનૈતિક સંબંધો નો એ મર્ડર સાથે કોઈ સંબંધ હતો કે નહીં..??શું અર્જુન હત્યારા સુધી પહોંચી શકશે કે નહીં..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

આ નોવેલ નો વિષય થોડો બોલ્ડ છે એટલે અમુક રૂઢિવાદી લોકો એ સરળતાથી સ્વીકારી ના પણ શકે..પણ હું એક નવી પેઢીનો લેખક હોવાનાં નાતે સમાજનો સાચો અરીસો આપની સામે લાવવાનો પ્રયત્ન કરતો રહીશ.ઘણાં બધાં ચડાવ-ઉતાર તથા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સમય જતાં મારી આ નોવેલ "હવસ" તમારાં દિલ અને દિમાગ પર છવાઈ જશે એની ગેરંટી.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)