Mahek - 3 in Gujarati Fiction Stories by Bhoomi books and stories PDF | મહેક ભાગ-૩

The Author
Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

મહેક ભાગ-૩


મહેક:- ભાગ ૩

બધાં ફ્રેન્ડસની સાથે વાત કરી કાજલે ફાઈનલી બધાને શિમલા ટુર્સ માટે મનાવી લીધા હતાં. હવે મહેકને મમ્મી-પપ્પાની પરમિશન લેવાની હતી..

"મમ્મી...! મારી કોલેજના ફ્રેન્ડસ ટુર્સમાં શિમલા જાય છે." ઝુલા પર મમ્મી પાસે બેસતા મહેકે કહ્યું. 

"મને બતાવે છે  કે મારી રજા માગે છે..?" અનીતાબેને મહેક સામે જોઈને પુછ્યું.

મમ્મીના ખંભા પર માથું રાખતાં મહેકે કહ્યું. "મમ્મી.. હું ક્યારેય તમારી રજા લીધા વીના ક્યાંય ગઈ છું..?"
 "તો, તારે જવું છે ?"
"હા.. તમે રજા આપો તો.!"
 "ઓ.કે..મારી ના નથી પણ તારા પપ્પાની રજા મળે  તોજ જવાનું છે."

"ઓ.કે. મમ્મી.! તમે રજા આપી એટલે મને વિશ્વાસ છે. પપ્પા પણ ના નહીં કહે..થેંક યુ મમ્મી..!" મહેક ખુશીથી  મમ્મીને ભેટી પડી..! "હું મારા ફ્રેન્ડને મેસેજ કરી દઉ." મહેક ખુશીમાં ઝુમતી રૂમમાં ચાલી ગઈ... મહેક રૂમમાં આવી કોલેજના ફ્રેન્ડને ગ્રુપ મેસેજ કર્યો,  "ફ્રેન્ડ્સ, મને પરમિશન મળી ગઈ છે." પછી વોટ્સએપ ઓપન કરી પ્રભાતને એક મેસેજ કર્યો. "કોલેજ ફ્રેન્ડ સાથે શિમલા જાવ છું. તું સાથે હોત તો કેટલી મજા આવેત..! મિસ્સ યુ ફ્રેન્ડ..!" ખબર હતી કે, તેનો રિપ્લાઈ તરત નહી આવે...
પ્રભાત સાથેની ત્રણ વર્ષની ફ્રેન્ડશીપમાં મહેકનો આ નિયમ બની ગયો હતો, કોઈ પણ વાત હોય તે મેસેજ કરી પ્રભાતને જણાવતી. પ્રભાત, પણ સમય મળતાં તેના રિપ્લાઈ આપતો. કોલેજની રજામાં બે-ત્રણવાર મુલાકાત પણ થયેલી.. ત્રણ વર્ષમાં બન્ને બેસ્ટ ફ્રેન્ડ બની ગયાં હતાં... અચાનક એક નોટીફિકેશને મહેકને આશ્ચર્યચકીત કરી દિધી..! એ પ્રભાતના રિપ્લાઈનું નોટિફિકેશન હતું... મહેકે મેસેજ ઓપન કર્યો, લખ્યું હતું. "હેપ્પી જર્નિ.. એન્જોય કરજે. સોરી કોલ નથી કરી શકતો."

મહેકે, રિપ્લાઈ આપી. "કેમ આજે એકેડમીમાં નથી?" સામેથી ફરી પ્રભાતે રિપ્લાઈ કર્યું.."ના, હું એક જરૂરી કામના લીધે થોડાં દિવસ એકેડમીની બાહર છું." તું, તારા, પ્રવાસની જાણકારી આપતી રે'જે હું સમય મળતા રિપ્લાઈ આપીશ.. કોલ નહી કરી શકું..! બાય..." મહેકે મેસેજ વાચી જોયું તો પ્રભાત ઓફ લાઇન હતો એટલે મહેકે પણ રિપ્લાઈ આપ્યા વીના વોટ્સએપ બંધ કર્યું.

★★★★★

ટ્રેનની લાંબી સફરમાં મોજ-મસ્તી કરતાં કોલેજ ફ્રેન્ડ સાંથે મહેક, શિમલાની હશીન વાદીયોમાં  આવી પહોચી હતી.. "કાલકા રેલવેસ્ટેશન" પહોચી એક ફ્રેન્ડે કહ્યું કે, અહીથી  શિમલા બસમાં જઈએ, પણ કાજલે કહ્યું કે, "શિમલાનો પ્રવાસ રોમાંચકારી અને યાદગાર બનાવવો હોય તો અહીંથી ટ્રેનમાં જ શિમલા જવાય, પહાડો, ઝરણા, વનવિસ્તારને ચીરતી ટ્રેનની સફરનો લ્હાવો કંઈક અલગજ છે. આવું મે ગુગલ પર વાંચેલું.. બાકી બધાની મરજી."
કાજલનો સાથ આપતાં રાજેશે, કહ્યું, "હા, યાર મે પણ આ ટ્રેન વિશે વાંચ્યું છે, બાય રોડ કરતાં પહોચવામાં વાર લાગશે પણ તેના અનુભવ વગર પ્રવાસ અધુરો લાગશે."
બધા સહમત થયાં અને ટ્રેનની ટીકીટ લઈ આગળની સફર ફરી ટ્રેનથી શરૂ કરી. પાંચ ગર્લ સાત બોયનું ગ્રુપ, દેવદાર વૃક્ષના જંગલ, ઉંચા પહાડને ચીરીને પાંચ ડબ્બાની ધીમી ગતીએ દોડતી ટ્રેનમાંથી કુદરતી શોંદર્ય અને બરફીલી ઠંડીહવાને માણતાં સાત કલાકનો પ્રવાસ કરી શિમલા પહોચ્યા...  હોટલ તો પહેલાં જ ઓનલાઇન બુક કરાવી હતી. રેલવે સ્ટેશનથી હોટલ જવા માટે માલરોડથી જવાનું હતું, એ વાહન પ્રતિબંધીત વિસ્તાર હતો. એટલે બધા ચાલીને હોટલ જવા નીકળી પડ્યાં. અડધી કલાક ચડાણવાળા રસ્તે ચાલી હોટલ પહોચ્યા, પહેલાં તો બધાં પોતાના રૂમમાં જઈ ફ્રેશ થવાનું પસંદ કર્યું. ગ્રુપ લીડર યોગેશે, બધાને ફ્રેશ થઈને હોટલનાં ગાર્ડનમાં આવવાનું કહી પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

મહેક, પોતાનાં રૂમમાં આવી. હવે તેને શિમલાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. ચાલવાથી શરીરને જે ગરમી મળી હતી તે હવે ગાયબ થઈ રહી હતી. મોબાઈલ લઈ મમ્મીને મેસેજ કર્યો, "મારી પ્યારી મમ્મી ચિંતા ના કરતી, અમે શિમલા પહોંચી ગયાં છીએ, પપ્પાને કહેજે મારી ચિંતા ના કરે, "લવ યુ મમ્મી." મેસેજ સેંડ કરી પ્રભાતને પણ જાણ કરીદઉ એવા વિચાર સાથે વોટ્સએપમાં મેસેજ કરી...  ફ્રેશ થવા બાથરૂમમાં ચાલી ગઈ... અડધા કલાકમાં બધાં ફ્રેશ થઈ હોટલના ગાર્ડનમાં ભેગાં થયાં. ગ્રુપ લીડર યોગેશે બધાને સમજાવતાં બોલ્યો "ફ્રેન્ડ લાંબી મુશાફરીથી આપણે બધાં થાકી ગયાં છીએ અને ભુખ પણ લાગી છે. નીચે માલરોડ તરફ આવતા સમયે આપણે ઘણી રેસ્ટોરન્ટ જોઈ છે,  કોઈ સારી રેસ્ટોરંટમાં જઈને પેટપુજા કરી આવ્યે. આજની રાત આરામ કરીશું,.. કાલ સવારથી શિમલા જોવા નીકળશું. બધાએ ઓ.કે. કહ્યું અને ડીનર માટે માલરોડ તરફ ચાલતા થયા. 

ડીનર કર્યો પછી મહેક પોતાના રૂમમાં આવી.  મમ્મી-પપ્પા સાથે ઘણી વાતો કરી પછી શિમલાની ઠંડીથી બચવા રજાઈમાં છુપાઈને ઊંઘી ગઈ.

★★★★★★

"મહેક....! મહેક.....!" કાજલનો અવાજ સાંભળીને મહેક, જાગી ગઈ. એ રજાઈમાંથી બાહર આવી રૂમનો દરવાજો ખોલીને બોલી. "શુ થયું?"

"એલી આપણે અહી ઊંઘવા નથી આવ્યાં. ચાલ મોર્નિંગની મજા માણવા જઈએ! તું, જલ્દી તૈયાર થા,  હું, રાજેશને જગાડીને આવું છું."
 "ઓ.કે. હું રેડી થાવ છું, તું આવ."

સવારના "છ" વાગ્યે કાજલ, રાજેશ, અને મહેક, ત્રણેય શિમલાની ફુલગુલાબી સવારને માણવા નીકળી પડ્યા. "કાજલ આપણે ક્યાં જવાનું છે?" રાજેશનો હાથ પકડી આગળ ચાલતી કાજલની પાસે જઈ મહેકે પુછ્યું. 

"સ્કેન્ડલ પોઇન્ટ."
                
"સ્કેન્ડલ પોઇન્ટ..! એ શું છે?" મહેકે વધુ જાણવાના ઈરાદાથી આશ્ચર્ય સાથે પુછયું.
                
"તે અહીની એક ઉચી ટેકરી છે, ત્યાંથી આખો માલરોડ દેખાય છે.  એ બહાને થોડી કસરત પણ થઈ જશે." મહેકને સમજાવતી કાજલ આગળ ચાલતી રહી. થોડી દૂર ચાલ્યા પછી ત્રણેય એક ઉંચી ટેકરીના દાદર ચડી રહ્યા હતા.
"બાપ રે...! આટલી કસરત તો, મેં ક્યારે નથી કરી. તારાં ચક્કરમાં આટલી ઉંચી જગ્યાએ આવ્યો." ટેકરીની ટોચ પર પહોંચતાં રાજેશ બોલ્યો.
"મહેક, તને અહી સુધી આવવામાં કોઈ તકલીફ પડી?" મહેક સામે જોતા કાજલે પુછ્યું..
"કાજલ, મને તો  રોજ કસરત કરવાની ટેવ છે, પણ આટલી ઉંચાઈની ટેવ નથી." નીચે માલરોડ જોતાં મહેક બોલી.
ટેકરી પર બીજા ઘણા લોકો ગુલાબી ઠંડીને માણતાં નજર આવી રહ્યાં હતા.. "કેટલું સરસ વાતાવરણ છે..! આને કહેવાય સુંદર સવાર...!" હાથ ફેલાવી આંખો બંધ કરી ફેફસામાં ઠંડી તાજી હવા ભરવા ઉંડો શ્વાસ લેતા કાજલ બોલી.

"પ્રભાત...!" અચાનક મહેકનાં મુખમાથી શબ્દો સરી પડ્યાં. 

"હા ભઈ તું કે એમ.. તારી ભાષામાં સવાર નહી,  પ્રભાત...! કાજલે, મહેક, સામે જોઈ મુસ્કુરાતા કહ્યું.
 
"પ્રભાત..!" મહેક, નીચે દેવદાર વૃક્ષનાં જંગલ તરફ જતાં પથ્થરિલાં રસ્તા પર ચાલ્યા જતાં એક યુવક તરફ આંગળી ચીંધતા બોલી રહી હતી...  "પ્રભાત...!" મહેકે  બુમ પાડી... નીચેની તરફ ઝડપથી જતો એ યુવક એક સેકન્ડ માટે થોભી ગયો હતો. પણ બીજી સેકન્ડે તે બમણી ગતિથી જંગલ તરફ ચાલતો થયો હતો.

"એલી કોને જોઈને બુમો પાડે છે? તે કોઈ ભળતા વ્યક્તિને જોઈ હશે.. પ્રભાત, અહીં ક્યાંથી હોય?"

"એજ હતો..  મારી આંખ તેને ઓળખવામાં ભુલ ના કરે..!" મોબાઈલમાં પ્રભાતનો નંબર ડાયલ કરતા મહેક બબડતી રહી. પ્રભાતનો ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો. મહેક, વિચારતી હતી. "શું, સાચેજ મેં, ભળતી વ્યક્તિને જોઈ હશે? ના..ના.. એજ હતો તેનું નામ સાંભળીને થોડીવાર ઉભો રહ્યો હતો. 
 
"એલી તને વહેમ છે, એ તો ક્યાંક રજાઈ ઓઢી સુતો હશે...  ચાલો આપણે હવે હોટલ જઈએ."

"હું કેમ તે ચહેરાને ઓળખવામાં ભુલ કરું.! પણ એ નહોતો તો, મારો અવાજ સાંભળીને ભાગ્યો કેમ? મહેક,વિચારોમાં અટવાતી કાજલ, અને રાજેશ, સાથે હોટલ તરફ ચાલતી રહી.
                              
"મહેક, હવે વધું વિચારમાં.. એ કોઈ બીજું હશે. એ શિમલામાં હોય તો તને મળે નહી? તે એને જાણ તો કરી જ છે.. ચાલ તૈયાર થઈને આવ પછી શિમલા જોવા નીકળ્યે." હોટલ પાસે પહોચતા સુધી ગુમસુમ ચાલી આવતી મહેકનો ખંભો પકડી ઢંઢોળતા કાજલ બોલી.

 "સવાર-સવારમાં ત્રણેય ક્યાં ચાલ્યાં ગયાં હતાં?" હોટલમાં પ્રવેશતા જ યોગેશે સામે આવતાં પુછ્યું.

"અમે મોર્નિંગવોકમાં ગયાં હતાં."

"આ રીતે પુછ્યા વીના કોઈએ ક્યાય જવાનું નથી, જવું હોય તો જાણ કરવી. અમે કેટલા પરેશાન હતા ખબર છે?" યોગેશે થોડા ગુસ્સામાં કહ્યું.

"સોરી યાર.. તમને જગાડી હેરાન કરવાનો અમારો ઈરાદો ન હતો એટલે જાણ ના કરી." કાજલે માફી માંગતા કહ્યું. 

"ઓ.કે. જાવ.. તમે તૈયાર થઈને આવો પછી બધાં નાસ્તો કરી શિમલા જોવા નીકળ્યે."

મહેકનુ મન હજી માનતું ન હતું. "એ પ્રભાત જ હતો.. પણ તે અહીં હોય તો મારો કોંટેક કેમ ના કર્યો? પોતાની એકેડમીથી દુર શિમલા શું કરી રહ્યો છે? કે, પછી એ કોઈ બીજું હતું ?" મહેક, પોતાને જ પ્રશ્ન પુછતી બાથરૂમમાં ગરમ પાણીના શાવરમાં ભીંજાતી રહી...!! 
ક્રમશઃ